Featured Books
  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

  • ભાગવત રહસ્ય - 71

    ભાગવત રહસ્ય-૭૧   પરીક્ષિત –કળિને કહે છે-કે- તને-શરણાગતને હું...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 63

" કૉલેજ કેમ્પસ "ભાગ-63
આકાશ સાથે વાત કરીને પરી પોતાના બેડરૂમમાં ગઈ અને જોયું તો કવિશા તો ઘસઘસાટ સૂઈ ગઈ હતી એટલે તેણે પણ કવિશાની બાજુમાં લંબી તાણી...

આજે તે સૂઈ ગઈ હતી પણ તેને જાણે ઉંઘ આવતી નહોતી તેનાં દિલોદિમાગમાં ઝંઝાવાતની જેમ અનેક વિચારો અને પ્રશ્નોની વણથંભી વણઝાર ચાલી રહી હતી તેનું મન અને હ્રદય બંને હચમચી રહ્યા હતા તેની નજર સામેથી પથારીમાં સૂતેલી તેની મોમ માધુરી જાણે ખસતા નહોતા તે ભગવાનને એક પ્રશ્ન પૂછી રહી હતી કે, " મારી મોમને પ્રભુ કેમ આવી સજા તેણે તો કદી કોઈનું બગાડ્યું નથી તો પછી તે જીવીત હોવા છતાં જાણે મૃત્યુની પથારી ઉપર સૂતી છે અને મારા નાનીમા... મારા નાનીમા... કદાચ તેને જીવતીજાગતી જોવા માટે જ પોતાનો શ્વાસ અટકાવીને બેઠા છે. તેમણે પણ કોઈનું શું બગાડ્યું છે એક તો દીકરી હતી તેમને અને તેને પણ તે આવી સજા આપી પ્રભુ તે કઇરીતે જોઈ શકે ? મારા નાનાજી પણ મોમનું દુઃખ ન જોઈ શક્યા એટલે તો તેમણે દેહ છોડી દીધો...હે ભગવાન મારાથી મારી મોમની આ દશા નથી જોવાતી ! પ્રભુ તું મને મદદ કરજે હું મારી મોમને પથારીમાંથી ઉભી કરી શકું...!!
અને પરીની આંખ ભરાઈ આવી... ઘણું મોડુ થઈ ગયું હતું તે કવિશાને વળગીને સૂઈ ગઈ....

સવારે વહેલી ઉઠીને તૈયાર થઈને પોતાની કોલેજ જવા માટે નીકળી ગઈ હવે ફક્ત ને ફક્ત તે પોતાનું ધ્યાન પોતાની સ્ટડી ઉપર જ કેન્દ્રિત કરવા ઈચ્છતી હતી પરંતુ આકાશ... આકાશ તેનો પીછો છોડે તેમ નહોતો. તે કોલેજમાંથી છૂટીને પોતાની કોલેજના ગેટની બહાર નીકળી અને સામે જ આકાશ આવીને ઉભો હતો તે આકાશને જોઈને ચોંકી ગઈ. તે તેની નજીક ગઈ અને તેને ધમકાવતા કહેવા લાગી કે, "મેં તને ના પાડી હતી ને કે તું બેંગ્લોર ન આવતો અને આવે તો પણ હું તને મળવા નહીં આવી શકું તો પછી તું અહીંયા કેમ આવ્યો ?"

આકાશ: તે મને મળવા આવવાની ના પાડી હતી. હું તો તને મળવા માટે આવી શકું ને? એટલે હું જ તને મળવા આવી ગયો.
પરી: પણ આજે ને આજે એકદમ તું અહીંયા ક્યાંથી આવી ગયો?
આકાશ: સિમ્પલ યાર, સવારની ફ્લાઈટ પકડી લીધી અને લેન્ડ થઈને સીધો અહીંયા તને મળવા માટે આવી ગયો તારી કોલેજ ઉપર..તારા દરબારમાં હાજર થઈ ગયો.
પરી: અરે બાપ રે.. મારું તો મગજ જ કામ નથી કરતું..અને તને મારી કોલેજનું એડ્રેસ કઈરીતે મળ્યું?
આકાશ: અપ્પન ભી સ્માર્ટ હૈ યાર. એકવાર તારા પર્સમાં મેં તારું આઈ કાર્ડ જોઈ લીધું હતું અને ત્યારે જ મેં જાણી લીધું હતું કે તું કઈ કોલેજમાં ભણે છે.
પરી: ઑ માય ગોડ. હવે...
આકાશ: હવે? હવે શું? ચાલ સીસીડીમાં કોફી પીવા માટે જઈએ અહીં નજીકમાં જ છે.
પરી: એટલે અહીં નજીકમાં શું શું છે તે પણ તે તપાસ કરી લીધી.
આકાશ: અફકોર્સ યાર, આઈ એમ વેરી સ્માર્ટ.
પરી: હે ભગવાન પણ મારે તો વહેલું ઘરે પહોંચવાનું છે. હું જો સમયસર ઘરે નહીં પહોંચુ તો મારી મોમના ફોન ઉપર ફોન આવવાના ચાલુ થઈ જશે.
આકાશ: થોડીક વાર બેસીને નીકળી જજે આજે આપણે થોડીક જ વાતો કરીશું બીજી વાતો આવતીકાલ માટે રાખીશું.
પરી: ઓકે ચલ ને યાર ફટાફટ (પોતાની વોચ સામે જોઈને બોલે છે.) મારે તો થોડીક જ વારમાં નીકળવું પડશે.
પરી આકાશ સાથે જતી હતી એટલામાં તેની ફ્રેન્ડ ભૂમિકાએ તેને બૂમ પાડી કે, "તારી પ્રેક્ટિકલ બુક મને આપને"
પરી પોતાની પ્રેક્ટિકલ બુક આપવા માટે ઉભી રહી. તેણે પરીને આકાશની સાથે ઉભેલી જોઈ એટલે તે થોડી ફ્રેન્ક હતી તો તેણે તરતજ આકાશના દેખતાં પરીને પૂછી લીધું કે, "યોર બોયફ્રેન્ડ?"
પરી: (ભૂમિકાના અણઉપેક્ષિત આ પ્રશ્નથી પરી થોડી ચીડાઈ ગઈ અને આમેય તે આજે આકાશ ઉપર અકળાયેલી તો હતી જ એટલે જરા ગુસ્સે થઈને બોલી, "નો યાર, શું તું પણ! જે મનમાં આવે તે બોલી કાઢે છે.
ભૂમિકા: બાય ધ વે, હી ઈઝ લુકીંગ સો સ્માર્ટ..
પરી તેની નજીક જઈને તેને પૂછવા લાગી કે, "આર યુ ઈન્ટ્રેસ્ટેડ? ઓળખાણ કરાવું?"
ભૂમિકા: ના બસ એક રાજન છે તે જ બસ છે.
પરી: સ્ટુપીડ, જા હવે અહીંથી.
અને ભૂમિકા ત્યાંથી ચાલી ગઈ એટલે આકાશ અને પરી બંને સીસીડીમાં કોફી પીવા માટે ગયા.
આકાશ પરીને પૂછી રહ્યો હતો કે, તેની ફ્રેન્ડ તેને શું કહી રહી હતી? એટલે પરીએ, "એ તો અમારી કોલેજની વાત હતી તેમ કહીને વાત ટાળી દીધી."
આકાશે કોફી ઓર્ડર કરી અને પછી પરીને તે પૂછવા લાગ્યો કે, તે પોતાની સાથે આવશે? પરીએ ચોખ્ખી ના પાડી દીધી એટલે આકાશે તેની સામે જીદ કરી કે, "આજે પરી તેની સાથે ન આવે તો આવતીકાલે તો તેણે પોતાની સાથે આવવું જ પડશે" બંનેની વાતો ચાલી રહી હતી એટલામાં બંનેની કોફી આવી ગઈ એટલે કોફી પીતાં પીતાં આકાશે પોતાની ડીમાન્ડ ચાલુ રાખી. પરી મનમાં ને મનમાં વિચારી રહી હતી કે, "શું કરું?" અને આકાશ તેને ફોર્સ કરી રહ્યો હતો કે, તું નહીં આવે તો હું તારી કોલેજની બહાર આવીને આ રીતે ઉભો જ રહીશ....
આકાશ તેને કહી રહ્યો હતો કે, આવતીકાલે તું કોલેજથી થોડી વહેલી નીકળી જજે હું તને લેવા માટે આવી જઈશ અને આપણે મારે થોડું કામ છે તે પતાવી આવીશું અને પછી કોઈ સારી રેસ્ટોરન્ટમાં ચા નાસ્તો કરીશું અને પછી હું તને તારી કોલેજ ઉપર ડ્રોપ કરી જઈશ એટલે તું ઘરે ચાલી જજે.
પરી વિચારી રહી હતી કે, હવે શું કરવું આ આકાશનું? અને એટલામાં તેની નજર પોતાની વોચ ઉપર પડી અને તે ઉભી થઈ ગઈ અને આકાશને કહેવા લાગી કે, "આઈ એમ ગેટીંગ લેટ મારે હવે નીકળવું જોઈએ અને બંને છૂટાં પડ્યા..
આકાશ બોલતો રહ્યો કે, કાલે આપણે મળીએ છીએ... પરંતુ પરી પોતાના ઘર તરફ જવા માટે નીકળી ગઈ હતી.

હવે આવતીકાલે પરી આકાશની સાથે બહાર ફરવા માટે જશે કે નહીં જાય? શું આકાશ પરીને મેળવવા ઈચ્છે છે કે પછી કંઈક બીજો જ ખેલ ખેલાઈ રહ્યો છે? તે જોઈએ આપણે આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/2/23