Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 108

"તને ઈશ્વરે એક જિંદગી બચાવવાનો ચાન્સ આપ્યો છે તો તેની હેલ્પ કર અને તેને સાચો રસ્તો બતાવ અને તેણે આપણને જે હેલ્પ કરી હતી તેનો બદલો ચૂકવી આપ..." પરી છુટકીને પ્રેમથી સમજાવી રહી હતી.
છુટકી પણ પોતાની દીદીની શિખામણ શર આંખો પર ચડાવી રહી હતી, "ઓકે, દી હવે મારા માઈન્ડમાં બધું ક્લિયર થઈ ગયું છે.. હું કન્ફ્યુઝનમાં હતી કે શું કરવું?
હવે હું તેની હેલ્પ કરીશ..." છુટકી બહુ મક્કમતાથી બોલી.
ગપસપ કરતાં કરતાં બંને બહેનોનું જમવાનું પૂરું થઈ ગયું એટલે બંને પાછી પોત પોતાના રૂમમાં આવીને પોતાની બુક્સ હાથમાં લઈને એક્ઝામની તૈયારીઓ કરવા લાગી.
પરીએ પોતાનો મોબાઈલ સાઈલેન્ટ મોડ ઉપર રાખેલો હતો પણ ક્યારનો તેમાં કંઈક મેસેજ આવી રહ્યો હતો...
કોનો મેસેજ હશે?
અને શું મેસેજ હશે?
જોઈએ આગળના ભાગમાં....
સમીર ક્યારનો તેને મેસેજ કરી રહ્યો હતો કે, "ક્યાં ખોવાઈ ગઈ છે? ભૂલી ગઈ કે શું મને?"
પરી વાંચવામાં વ્યસ્ત હતી એટલે તેનું ધ્યાન જ નહોતું વાંચતા વાંચતા જરા થાકી એટલે ઉભી થઈ એક હાથમાં પાણીની બોટલ લીધી અને બીજા હાથમાં મોબાઈલ‌...
ઓહો આટલા બધા મેસેજ..
તેના ફેઈસ ઉપર સ્માઈલ આવી ગયું..
તેણે પણ મેસેજ ફોરવર્ડ કર્યો..
હુ આર યુ? મેં તમને ઓળખ્યા નહીં.."
સામેથી રિપ્લાય આવ્યો..
મિસ ડોક..બહુ જલ્દીથી ભૂલી ગયા અમને?
મેમરી પાવર ઓછો થઈ ગયો છે કે શું?
હા બસ, ખાલી ભણવાનું જ યાદ રહે છે..!!
અચ્છા એવું છે? તો તો અમારે તમારી સામે રૂબરૂ હાજર થવું પડશે..
એવું લાગે છે...
પરી ડરી ગઈ તેની નજર સામે તે દ્રશ્ય તરવરી રહ્યું જ્યારે સમીર એકાએક તેના ઘરે આવી ગયો હતો..
તેના તેજ દિમાગમાં જાણે વિજળી ઝબૂકી..
અરે, બાપ રે આ તો અત્યારે ને અત્યારે અહીંયા આવી જાય તેવો છે.. આને ન વતાવાય..
નો થેન્ક્સ 🙏..માય ડિયર સમીર તમે જ્યાં છો ત્યાં જ રહેવા વિનંતી.. અહીંયા આવવાની કોઈ જ જરૂર નથી...
અચ્છા તો હવે આવ્યા મેડમ લાઈન ઉપર..
બોલ શું કરે છે?
બસ, ભણવાનું બીજું શું હોય?
ક્યારે પૂરી થાય છે એક્ઝામ?
બસ લાસ્ટ બે પેપર જ બાકી છે. ફ્રાઈડે એ લાસ્ટ પેપર છે.
પછી શું પ્રોગ્રામ છે?
બસ, કંઈ જ નહીં. શાંતિથી ઘરમાં બેસી રહેવું છે અને માધુરી મોમ સાથે થોડો ટાઈમ સ્પેન્ટ કરવો છે.
મને ક્યારે લઈ જાય છે માધુરી મોમ પાસે?
ફ્રાઈડે એ જઈએ..
ઓકે. કોલેજ ઉપર આવી જવું ને? ત્યાંથી તને પીકઅપ કરી લઈશ બરાબર ને?
હા બરાબર.
કેટલા વાગ્યે આવું?
ફાઈવ ઓક્લોક.
ઓકે તો મળીએ.
ઓકે ચલ બાય મૂકું?
ઓકે, બાય.
અને પરીએ ફોન મૂક્યો અને સમીર સાથે વાત કરીને પોતે રિલેક્સ થઈ ગઈ હોય તેવો તેને અનુભવ થયો.
બે દિવસ પછી....
સમીર મેડિકલ કોલેજની બહાર પરીની રાહ જોતો પોતાની કારમાં બેઠો હતો એક એક સેકન્ડ એક કલાક જેવી લાગતી હતી, તીવ્ર પણે પરીને જોવા માટે આતુર હતો.
તેની આંખો પરીને જોવા તલસી રહી હતી અને દિલ તડપી રહ્યું હતું અને બેબાકળુ બની રહ્યું હતું...જાણે પરીને જોયે ઘણાં વર્ષો વીતી ગયા હોય તેવું તે અનુભવી રહ્યો હતો.
પરી હસતી ખેલતી મસ્તી કરતી કરતી કોલેજના ગેટની બહાર આવી.
આજે તેને કંઈક અલગ જ ખુશી થઈ રહી હતી.
પોતાની ફ્રેન્ડ ભૂમિને ગળે વળગી અને બે દિવસ પછી મળીએ તેમ નક્કી કરીને બંને જણાં છૂટાં પડ્યાં. આજે કોલેજનો છેલ્લો દિવસ હતો એટલે તો બધાજ એકબીજાને ગળે મળી રહ્યા હતા અને મળતાં રહીશું, ફોન ઉપર વાત કરતાં રહીશું તેમ કહી એકબીજાને બાય કહીને છૂટાં પડી રહ્યા હતા.
પરીને જોઈને સમીરને પણ પોતાના કોલેજના દિવસો યાદ આવી ગયા.
પરી સમીરની કારમાં ગોઠવાઈ ગઈ. ક્યારનો પોતાની પરીને જોવા માટે બેબાકળો બની ગયેલો સમીર તેને જોતાં જ ખુશ થઈ ગયો અને તેની આંખમાં પોતાને મળવાની એટલી જ આતુરતા છે કે નહિ તે ચેક કરવા લાગ્યો અને તેની આંખોમાં આંખો પરોવીને બોલ્યો, "બોલો મેડમ, શું પ્લાન છે હવે આપનો?"
"બસ અત્યારે તો માધુરી મોમ પાસે જવું છે."
"કેમ તમે શું વિચારો છો મિસ્ટર?"
"બહુ દિવસે તને જોઈ એટલે બસ એમ જ થાય છે કે, તને બાથમાં ભીડી લઉં અને છોડું જ નહીં.."
"એય મિસ્ટર સમીર કન્ટ્રોલ યોર સેલ્ફ.. હજી એવી કોઈ છૂટ મેં તમને આપી નથી.."
"બસ, તેની તો રાહ જોઉં છું કે તું ક્યારે મને ગ્રીન સિગ્નલ આપે.."
"થોડા સબ્ર કરો મિસ્ટર સમીર.."
"ઓકે બાબા, છૂટકો જ નથી ને.. બોલો મેડમ કઈ બાજુ કાર લેવાની છે?"
"હું ગૂગલ મેપ ચાલુ કરી દઉં છું."
"ઓકે."
અને ગૂગલ મેપ પ્રમાણે સમીરે પોતાની કારને હંકારી મૂકી.
થોડી વારમાં જ બંને જણાં માધુરી મોમની હોસ્પિટલમાં પહોંચી ગયા.
પરી આગળ ચાલી રહી હતી અને સમીર તેને ફોલો કરી રહ્યો હતો.
બંને જણાં માધુરી મોમની રૂમમાં પ્રવેશ્યા...
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
7/6/24