કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 43 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 43

" કૉલેજ કેમ્પસ "ભાગ-43

જ્યાં હવન રાખવાનું હોય છે તે જગ્યા ગાયત્રી મંદિરનું પરિસર ખૂબજ સુંદર, શાંતિદાયક અને રમણીય હોય છે તેથી પરીને ખૂબ પસંદ આવે છે અને આમ હવન માટેની જગ્યા નક્કી કરીને બંને કાંકરિયા તળાવની પાળે બેસીને થોડી ઠંડા પવનની લહેર અને મીઠી મીઠી વાતોમાં તરબોળ થઈને નાનીમાના ઘરે જવા માટે નીકળે છે ત્યાં
રસ્તામાં આકાશ પરીને પૂછી રહ્યો હતો કે, હવન તો હજી એક દિવસ પછી છે ને ? તો આવતીકાલે તો તું ફ્રી જ છે ને તો હું મારાં ફ્રેન્ડ્સને મળવા માટે જવાનો છું તો તું આવીશ મારી સાથે ?
પરી: ઓકે, આવીશ.
અને એટલામાં નાનીમાનું ઘર આવી જાય છે એટલે બંને જણાં
ઘરમાં પ્રવેશે છે....
હવે આગળ....
બંનેને આમ હસતાં હસતાં આવેલા જોઈને નાનીમા પણ ખુશ થઈ જાય છે અને પૂછી બેસે છે કે, "ક્યાંય બીજે પણ ફરીને આવ્યા કે શું ?"

નાનીમાના પ્રશ્નથી પરી ચોંકી ઉઠે છે અને નાનીમાને વ્હાલથી ભેટી પડે છે અને પૂછવા લાગે છે કે, " તને ક્યાંથી ખબર પડી નાનીમા? " એટલે નાનીમા પણ પરીના બંને હાથ ઉપર પોતાના બંને હાથ મૂકે છે અને હસીને જવાબ આપે છે કે, " આ વાળ એમનેમ સફેદ નથી થયા બેટા એણે અનુભવવા કંઈ કેટલાય તડકા અને છાંયડાને વેઠયા છે ! "
પરીએ પણ નાનીમાના જવાબને એક સચોટ તારણ સાથે બિરદાવ્યું કે, " યુ આર એબસલ્યુટલી રાઈટ માય સ્વીટ માં " અને સાથે સાથે નાનીમાને એક મીઠી પપ્પી પણ કરી લે છે.

આકાશ ક્યારનો ઉભો ઉભો નાનીમા અને પરી વચ્ચેના મીઠાં પ્રેમાલાપને નિહાળી રહ્યો હતો અને અચાનક પરીને ધ્યાનમાં આવ્યું કે, આ તો ક્યારનો અહીં ઉભો જ રહ્યો છે એટલે તેણે આકાશને બેસવા માટે કહ્યું. આકાશ ઉતાવળમાં હતો તેણે પરીને આવતીકાલે હું તને સાંજે સાતેક વાગ્યે લેવા આવીશ તેમ કહીને, ડેડ મારી રાહ જોતાં હશે તેમ બોલીને તે નીકળી ગયો.

આકાશના ગયા પછી પરીની નજર દિવાનખંડમાં લગાવેલી તસવીર ઉપર પડી અને તે થોડી ઈમોશનલ થઈ ગઈ અને નાનીમાને કહેવા લાગી કે, " નાનીમા એક વાત પૂછું તું મને સાચું તો કહીશને ? "
પરીનો અવાજ થોડો દબાઈ ગયો હતો અને ભીનો થઈ ગયો હતો પણ આજે તે ભૂતકાળને પોતાની નાનીમાની આંખેથી જોવા અને સાંભળવા માંગતી હતી...

" નાનીમા આ મારી માં છે ને, એ આટલી બધી રૂપાળી લાગતી હતી ? અને અત્યારે તે...." તે આગળ કંઈજ ન બોલી શકી.

પરી નાની હતી ત્યારે જ એકવાર ક્રીશા અને શિવાંગ તેને માધુરીને મળવા માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા એ પછી શિવાંગે એવું નક્કી કર્યું હતું કે પરીને માધુરી પાસે ક્યારેય ન લઈ જવી નહિતો તે ક્રીશાનો પોતાની 'માં' તરીકે સ્વીકાર નહીં કરી શકે અને માટે તેને માધુરીથી અને માધુરીની વાતોથી અને પોતાના ભૂતકાળથી હંમેશા દૂર રાખવામાં આવી હતી પણ આજે જ્યારે તે તરુણાવસ્થામાંથી યુવાન બની રહી છે તેનું રૂપ માધુરીની જેમ ખીલી રહ્યું છે જ્યારથી તે નાનીમાના ઘરે આવી છે ત્યારથી તે એક વાત નોટિસ કરી રહી છે કે, આ જાણે મારી જ તસવીર અહીં આ દિવાલ ઉપર લટકાવવામાં આવી છે કારણ કે તે આબેહૂબ માધુરીનું પ્રતિબિંબ લાગી રહી છે અને ત્યારે અમુક સવાલો તેનાં માસુમ અજાણ મનને મુંઝવી રહ્યા છે.

માધુરીની વાત નીકળતાં જ નાનીમાની આંખમાંથી પણ ધડ ધડ આંસુડાં વહેવા લાગ્યા પણ તેમની સમજમાં એ વાત ચોક્કસ આવી ગઈ કે હવે મારી પરી મોટી થઈ ગઈ છે, બિલકુલ મારી માધુરીનું તે પ્રતિબિંબ છે તેને જોઈને હસતી ખેલતી મારી માધુરી જાણે મારી નજર સમક્ષ છે તેવું મને લાગે છે તે હવે સમજદાર થઈ ગઈ છે માટે તે પોતાની માં વિશે જાણવાને હકદાર છે અને પરીએ પ્રેમથી પોતાની નાનીમાને માધુરીની તસવીરની સામે સોફા ઉપર બેસાડ્યા અને પોતે પણ તેમની બાજુમાં બેઠી પોતાની નાજુક નમણી આંગળીઓ વડે નાનીમાની આંખો લૂછી અને પછી તે બોલી, " નાનીમા આજે તારે રડવાનું નથી મારી માં ની બધીજ વાત તારે મને રડ્યા વગર કહેવાની છે. "
પરીએ પોતાની નાનીમાના બંને હાથ પ્રેમથી પકડ્યા અને ઘડીક નાનીમા સામે તો ઘડીક દિવાલ ઉપર લટકાવેલી પોતાની માં સામે તે જોતી રહી અને અખૂટ આતુરતાથી શાંત ચિત્તે પોતાની માં ની જીવન કહાની સાંભળવા બેસી ગઈ.

નાનીમાની નજર સમક્ષ ભૂતકાળનો એ ચિતાર આવી ગયો, પોતાની યુવાની અને કોલેજ કાળની માધુરી જે આમજ પરી જેમ તેમને વળગી પડે છે તેમ જ વળગી પડતી હતી અને પોતે કંઈ ચિડાવે તો બોલી પડતી હતી કે, ના ના માં એવું કંઈ નથી શું તું પણ...
વધુ આવતા અંકમાં.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
2 /10/22


રેટ કરો અને રિવ્યુ આપો

Janvi Virani

Janvi Virani 1 માસ પહેલા

Heena Suchak

Heena Suchak 2 માસ પહેલા

Dipti Patel

Dipti Patel 6 માસ પહેલા

Hema Patel

Hema Patel 6 માસ પહેલા

Vaishali

Vaishali 6 માસ પહેલા

શેયર કરો