Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 68

ક્રીશા વિચારી રહી હતી કે, મારી બંને દીકરીઓને અને શિવાંગને ત્રણેયને આખા દિવસમાં શું બન્યું તે બધુંજ ઘરે આવીને મને કહેવાની આદત છે તો પછી પરીએ આજે કેમ કંઈ કહ્યું નહીં? અને તે કોઈ છોકરાના બાઈક પાછળ ક્યાં ગઈ હશે અને ક્યાંક ગઈ હશે માટે જ તો તે આજે આટલી બધી થાકેલી લાગે છે અને કદાચ માટે જ તેણે આજે જમવાની પણ ના પાડી અને તે સીધી સૂઈ જ ગઈ..‌હે ભગવાન હું જે વિચારું છું તે બધુંજ ખોટું હોય...અને ક્રીશા બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરવા લાગી. અને વિચારવા લાગી કે, અત્યારે તેને ઉંઘમાંથી ઉઠાડીને આ વિશે પૂછી લઉં પછી થયું કે, ના ના અત્યારે કંઈજ નથી પૂછવું સવારે જ હું તેને પુછીશ...‌અને તે જમવા માટે કવિશાને પૂછવા લાગી....

બીજે દિવસે સવારે પરી દરરોજ કરતાં થોડી વધારે વહેલી જ ઉઠી ગઈ હતી અને કોઈને પણ કહ્યા વગર વોક કરવા ચાલી ગઈ હતી. કવિશા ઉઠી એટલે તેણે પરીને પોતાની બાજુમાં જોઈ નહિ એટલે તરત પોતાની મોમને કહ્યું ક્રીશા ચિંતા કરવા લાગી અને બબડવા લાગી કે, હે ભગવાન આ છોકરીને થયું છે શું? અને પછી તેણે કવિશાને તેને ફોન કરવાનો કહ્યો.
પરીએ ફોન ઉપાડ્યો અને પોતે વોક કરવા માટે આવી છે એટલે મોમને ચિંતા ન કરવા માટે કહ્યું.

કવિશા નાહી ધોઈને તૈયાર થઈ રહી હતી અને એટલામાં પરી વોક કરીને આવી ગઈ અને તે પણ પોતાના રૂમમાં તૈયાર થવા માટે ગઈ. થોડીવારમાં બધાજ વારાફરથી ડાઈનીંગ ટેબલ ઉપર ચા નાસ્તો કરવા માટે ગોઠવાઈ ગયા. ક્રીશાના મનમાં ગઈકાલની રાતની વાત ઘુંટાયા કરતી હતી તે પોતાની ચેર ઉપર બેઠી અને તરતજ પરીને પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું કે, "પરી, બેટા તું ગઈકાલે કોલેજ નહોતી ગઈ?"
એકાએક પૂછાયેલા પ્રશ્નથી પરી પણ વિચારમાં પડી ગઈ અને શિવાંગ પણ વિચારમાં પડી ગયો અને શિવાંગે તરત ફરીથી તે જ પ્રશ્ન પરીને પૂછ્યો કે, "કેમ બેટા કાલે તું કોલેજ નહોતી ગઈ?"
હવે પરીને સાચો જવાબ આપ્યા વગર છૂટકો જ નહોતો તેથી તે બોલી કે, "ના ડેડ એ તો તમે આકાશને ઓળખો છો ને તે અહીં બેંગ્લોર આવ્યો હતો એટલે તેની સાથે બહાર ગઈ હતી."
શિવાંગ: તો પછી ઘરે મોમને જણાવવાનું નહીં બેટા?
પરી: સોરી ડેડ.
શિવાંગ: ઓકે
ક્રીશા: એ તો બરાબર પણ તું બાઈક ઉપર કોની સાથે ગઈ હતી?
પરી: આકાશ સાથે જ ગઈ હતી આકાશ તેના કોઈ ફ્રેન્ડનું બાઈક લઈને આવ્યો હતો.
ક્રીશા: પણ બેટા, આ બધું તું મને કહે તો ખરી..
પરી: સોરી મોમ, હું થોડી ડિસ્ટર્બ હતી એટલે...
ક્રીશા: પરી તારી તબિયત તો બરાબર છે ને અને તારી સાથે કંઈ અજુગતું તો નથી થયું ને?
પરી: ના ના મોમ એવું કંઈ નથી.
કવિશા: શું મોમ તું પણ કંઈપણ બોલે છે!
ક્રીશા: અત્યારે સમય બહુ ખરાબ છે બેટા, તને ખબર ના પડે. ગમે ત્યારે ગમે તે બની શકે છે અને તમે બંને હવે મોટા થઈ ગયા છો અને સમજદાર પણ છો તો તમને બંનેને હું એકવાત ચોક્કસ કહીશ કે, કોઈપણ દિવસ કોઈપણ છોકરાની કોઈપણ વાતમાં આવી જવાનું નહીં અને આજે પરી તું આ રીતે કોલેજથી બરોબાર કોઈ છોકરા સાથે બહાર ગઈ તે ગઈ આજ પછી મને કે તારા ડેડને જણાવ્યા વગર આ રીતે કોલેજથી બરોબાર તમારે બંનેમાંથી કોઈએ ક્યાંય પણ જવાનું નહીં.
પરી: ઓકે મોમ
શિવાંગ: સારું ચલ હવે છોડ એ વાત ને..
ક્રીશા: ના પણ, મને પરીએ આ કર્યું તે જરાપણ ગમ્યું નથી અને અત્યારે સમય કેટલો ખરાબ છે તે તમને ખબર જ છે ને..અને કેટલા બધા રેપ કેસ આપણને સાંભળવા મળે છે હું તો આ વાત વિચારીને જ ધ્રુજી જાઉ છું અને ક્રીશાની આંખમાં પાણી આવી ગયું.
કવિશા: મોમ ચિંતા ન કરીશ હવે પછી અમે બંને બહેનો આ વાતનું પૂરેપુરું ધ્યાન રાખીશું.
ક્રીશા થોડી ઢીલી પડી ગઈ હતી અને તેને આમ રડતાં જોઈને કવિશાએ પોતાની મોમના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને તેને પ્રોમિસ આપી અને પછી તે પોતાની ચેર ઉપરથી ઉભી થઈ અને પોતાની મોમને ભેટી પડી તેને આમ કરતાં જોઈને પરી પણ પોતાની ચેર ઉપરથી ઉભી થઇ અને પોતાની મોમને વળગી પડી અને બંને બહેનોએ પોતાની મોમને પ્રોમિસ આપી કે ફરી ક્યારેય આવું નહીં થાય ત્યારે ક્રીશાને થોડી શાંતિ થઈ. ત્રણેયને આમ પ્રેમથી વળગેલા જોઈને શિવાંગે કમેન્ટ કરી કે, "ત્રણેય વળગેલા જ રહેજો હું એક ફોટો પાડી લઉં"
કવિશા: ના ડેડ શું તમે પણ આવો ઈમોશનલ ફોટો નથી પાડવાનો...અને તેમ કહીને તેણે પોતાની મોમના ગાલ ઉપરથી આંસુ લૂછ્યા અને મોમને સ્માઈલ આપવાનું કહેવા લાગી. ક્રીશા પણ પોતાની બંને દીકરીઓના ગાલ ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગી અને હસી પડી. ગમનું વાતાવરણ ખુશીમાં ફેરવાઈ ગયું. ત્યારબાદ બધા પોતપોતાની ચેર ઉપર ગોઠવાઈ ગયા.

અને એટલામાં શિવાંગે ટીવી ચાલુ કર્યું તો, ટીવીમાં ન્યૂઝ આવી રહ્યા હતા કે, બેંગ્લોરમાં ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો છે અને આ ડ્રગ્સની હેરાફેરીમાં કોઈ અજાણ્યો યુવક મહત્વનો ભાગ ભજવી રહ્યો છે અને તે બાઈક ઉપર ડ્રગ્સની આપ લે કરે છે તે પણ જાણવા મળ્યું છે.

પરીનું ધ્યાન ટીવીની સ્ક્રીન ઉપર પડ્યું તો આ તો એજ જગ્યા હતી કે જ્યાં આકાશ તેને બાઈક ઉપર બેસાડીને લઈ ગયો હતો.
તે તો અવાક્ જ થઇ ગઈ અને મનમાં ને મનમાં વિચાર કરવા લાગી કે, ઑ માય ગોડ શું આકાશ ડ્રગ્સની હેરાફેરી કરે છે અને ડ્રગ્સનો બિઝનેસ કરે છે. અરે બાપ રે અને પોતાની સાથે મને પણ ડ્રગ્સની ડીલીવરી માટે લઈ ગયો હતો..ઑહ નો.. શું ખરેખર... અને તો પછી અંકલ.. શું અંકલ પણ આકાશની સાથે આ બિઝનેસમાં સંકળાયેલા હશે...?

ક્રીશા ક્યારની પરીને બોલાવી રહી હતી પરંતુ પરીનું ધ્યાન જ નહોતું તે વિચારોમાં ખોવાયેલી હતી અને તેને આમ વિચારોમાં ખોવાયેલી જોઈને શિવાંગને લાગ્યું કે, પરી ખરેખર કોઈ તકલીફ કે મુશ્કેલીમાં તો નથી મુકાઈ ગઈ ને..અને તેણે પરીના હાથ ઉપર હાથ મૂક્યો અને તેને પૂછવા લાગ્યો કે, "બેટા, ખરેખર તું કોઈ તકલીફમાં છે કે શું આમ ગુમસુમ કેમ થઈ ગઈ છે?"

હવે પરી પોતાના ડેડના આ પ્રશ્નનો શું જવાબ આપે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
12/3/23