College campus - 76 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 76

"કૉલેજ કેમ્પસ"ભાગ-76
આકાશ પરીને ત્યાં જ ડ્રોપ કરીને ગયો જ્યાંથી તેને પીકઅપ કરી હતી અને બંને એકબીજાને "બાય" કહીને છૂટાં પડ્યાં.
આકાશ માટે આજનો દિવસ યાદગાર હતો કદાચ પરી સાથેની આ મજેદાર મુલાકાત તેની છેલ્લી મુલાકાત હતી હવે પછી તે જો પકડાઈ જાય તો કદાચ પરીને તે એક ફ્રેન્ડ તરીકે પણ ગુમાવી બેસશે. વર્તમાન સમયની આ હકીકત છે કે, પોતાની ખરાબ આદતોના નશામાં ચકચૂર અત્યારના છોકરાઓ આવી સારી સારી છોકરીઓને ખોઈ બેસતા હોય છે.
હવે આગળ....
પરી અને આકાશના નીકળી ગયા પછી સમીરે પોતાની હોંશિયારીથી એ જગ્યા ઉપર છાપો મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ આકાશે જે કોઈ માણસના હાથમાં ડ્રગ્સનું પેકેટ આપ્યું હતું તે માણસ તે જગ્યા ઉપર હાજર હતો જ નહીં અને તે જે ઓરડીમાંથી બહાર આવ્યો હતો તે ઓરડી પણ સાવ ખાલીખમ હતી તે પાછળના કોઈ રસ્તેથી ચાલ્યો ગયો હતો તેને પકડવા માટે સમીરે તે આખી ચાલીમાં પૂછપરછ કરી અને હકીકતની તપાસ કરવા માટે ખૂબ છાનબીન કરી પરંતુ તે માણસની કોઈ જ ભાળ ન મળી અને તેની ઓરડીમાંથી પણ કશુંજ ન મળ્યું કે કોઈ જ આધાર પૂરાવા પણ ન મળ્યાં છેવટે સમીર નિરાશ થઈને પાછો ફર્યો.
તેણે પરીને કે કવિશાને ફોન કરવાનો વિચાર કર્યો પરંતુ પછી તુરંત જ તેને થયું કે, હું ડાયરેક્ટ પરીને કે કવિશાને ફોન કરું અને તે જો ઘરે હોય તો તેના મોમ અને ડેડના દેખતાં આ બધી ચર્ચા કરવાની તેમણે "ના" જ પાડેલી છે અને પાછો એ બંનેને કંઈ પ્રોબ્લેમ થાય તેના કરતાં હું દેવાંશને જ ફોન કરું અને તેણે દેવાંશને ફોન કરીને હકીકત જણાવી અને બીજે દિવસે તેને પરીને લઈને પોલીસ સ્ટેશને આવવા માટે કહ્યું.
દેવાંશે કવિશાને ફોન કરીને આ વાત જણાવી દીધી એટલે બીજે દિવસે દેવાંશ પરીને અને કવિશાને લઈને પોલીસ સ્ટેશને સમીર પાસે પહોંચી ગયો.
સમીરે તે ત્રણેયને આવકાર્યા અને ચા પાણીનું પૂછ્યું અને ત્યારબાદ તેણે પરીને પૂછ્યું કે, જે માણસ આકાશ પાસેથી ડ્રગ્સનું પેકેટ લઇ ગયો હતો તે માણસનો ચહેરો તને યાદ છે? પરીએ કહ્યું કે, મેં તેને બહુ ધ્યાનથી તો જોયો નથી પણ હું તેને યાદ કરવાનો ટ્રાય કરી શકું છું.
સમીરે તેને કહ્યું કે, તો પછી આપણે તેનું એક ચિત્ર બનાવવાનું છે જેને માટે હું એક્સપર્ટને બોલાવું છું તો તારે તેની સામે પેલા માણસનું વર્ણન કરવાનું છે અને તે પોતાની આવડતથી તેનું ચિત્ર તૈયાર કરી દેશે.
સમીરે ફોન કરીને પેલા એક્સપર્ટને બોલાવી લીધો અને પરીને તેમજ કવિશાને જો વાંધો ન હોય તો કવિશાને દેવાંશ સાથે પોતાની કોલેજ માટે નીકળવા કહ્યું અને પરીને હું તેની કોલેજ સુધી ડ્રોપ કરી આવીશ તેમ પણ જણાવ્યું. પરીને અને કવિશાને કોઈ પ્રોબ્લેમ નહોતો એટલે કવિશા અને દેવાંશ બંને ત્યાંથી નીકળી ગયા અને પેલા એક્સપર્ટ આવી ગયા એટલે પરી પેલા માણસનું વર્ણન કરતી ગઈ તેમ તેમ તે ચિત્ર આકાર લેતું ગયું અને અડધો કલાકમાં તો પેલા એક્સપર્ટે પેલા માણસનું આબેહૂબ ચિત્ર તૈયાર કરી દીધું. પરીનું કામ પૂરું થયું એટલે સમીરે તેને થેન્કયુ કહ્યું અને "હવે તમારું કામ પૂરું થયું મેડમ અને અમારું કામ શરું થયું." તેવી કોમેન્ટ પણ કરી અને બંનેએ એકબીજાને સ્માઈલ આપ્યું.

સમીર પરીને તેની કોલેજ સુધી ડ્રોપ કરવા માટે જાય છે એટલે રસ્તામાં બંને વચ્ચે થોડી નોર્મલ વાતચીત થાય છે જેમાં સમીર તેને આકાશ જેવા છોકરાઓથી હંમેશ માટે દૂર જ રહેવું જોઈએ તેવી સલાહ આપે છે નહીં તો આવા છોકરાઓ ક્યારેય પણ પોતાનો મીસયૂઝ કરી લે અથવા પોતાના કોઈ કાંડમાં ફસાવી પણ દે અને ત્યારે તેમાંથી બચવું મુશ્કેલ જ નહીં નામુમકીન થઈ જાય છે તેમ સમજાવે છે અને આવા ઘણાં બધાં કેસ પોતે હેન્ડલ કર્યા છે તેમ પણ તેણે જણાવ્યું.
પરીની કોલેજ આવી જાય છે એટલે સમીર પરીને ફરીથી થેન્કયુ કહે છે અને સાથે એમ પણ કહે છે કે, "તમારી જરૂર મારે ગમે ત્યારે પડી શકે છે તો હું તમારી સાથે આ બાબતે વાતચીત કરી શકું છું.?"
પરી તેને હા પાડે છે એટલે સમીર તેની પાસે તેનો મોબાઈલ નંબર માંગે છે. પરી પોતાનો મોબાઈલ નંબર આપે છે અને બંને ફરીથી એકબીજાને સ્માઈલ આપે છે અને છૂટાં પડે છે.
રસ્તામાં પોલીસ સ્ટેશને જતાં જતાં સમીર વિચારે છે કે, "પરી ખરેખર નસીબદાર છોકરી છે કે આ આકાશ જેવા છોકરાની ચૂંગાલમાંથી બચી ગઈ નહીં તો અત્યારે તે નિર્દોષનું નામ પણ આ કેસમાં આવી ગયું હોત અને બીજું આકાશે તેની સાથે કંઈ અજુગતું નથી કર્યું એટલે તેમાંથી પણ તે આબાદ રીતે બચી ગઈ છે. છોકરીઓ પણ નાદાન હોય છે કોઈપણની સાથે ફ્રેન્ડશીપ કરી બેસે છે અને કોઈને પણ પ્રેમ કરી બેસે છે અને પછીથી ફસાઈ જાય પોતાનું બધું જ લુંટાઈ જાય એટલે રડવા બેસે છે અને તેણે એક ઉંડો નિસાસો નાંખ્યો. તે પોતાના વિચારોમાં મગ્ન હતો અને એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી જોયું તો, પરીનો ફોન.‌.!!
કેમ આવ્યો હશે પરીનો ફોન?
જોઈએ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
15/5/23

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED