કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-14 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-14

ક્રીશા વેદાંશને પૂછી રહી છે કે, "સર, તમે ક્યાંના છો ?" અને વેદાંશ એક નિ:સાસા સાથે પોતાની વાતની શરૂઆત કરે છે જાણે તે પોતાના વિશે કંઇજ કહેવા નથી માંગતો પણ હવે ક્રીશાએ પૂછી જ લીધું છે તો કહ્યા વગર છૂટકો પણ નથી.

વેદાંશ: અમે અમદાવાદના જ છીએ અને વર્ષોથી અમદાવાદમાં જ સેટલ છીએ. મારે એક નાનો ભાઈ પણ છે તેણે હમણાં જ ટ્વેલ્થ પાસ કર્યું અને તેણે પણ એન્જીનીયરીંગમાં જ એડમિશન લીધું છે.

ક્રીશા વચ્ચે જ બોલી ઉઠે છે, " અને સર તમારા મેરેજ...?? "
વેદાંશને ન ગમતો પ્રશ્ન ક્રીશાએ પૂછી લીધો હતો. તે પોતાના ભૂતકાળથી વિખૂટો પડવા માંગતો હતો પણ ભૂતકાળ વર્તમાનનો જ પડછાયો છે તે વાત તે ભૂલી ગયો હતો.

એકદમ જાણે ગમગીની તેને ઘેરી વળી અને કઇરીતે, ક્યાંથી વાતની શરૂઆત કરવી તે તેને કંઇજ ખબર ન પડી. પણ કહેવાય છે ને કે, કોઈને પોતાના દુઃખની વાત કરીએ તો દુઃખ થોડું હળવું થાય છે. તેથી તેણે પણ પોતાની વાતની શરૂઆત કરતાં કહ્યું કે, " મેરેજ હજી નથી કર્યા મેં, અને હમણાં તો કરવા પણ નથી બસ એકલો સારો છું. "

ક્રીશાએ વેદાંશને થોડો ડિસ્ટર્બ જોયો એટલે તે સમજી ગઇ કે નક્કી કંઇક એવી વાત છે જે સર મારાથી છૂપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને તેણે ફેરવીને પ્રશ્ન પૂછ્યો, " કેમ સર કોઈ છોકરી ગમે છે ને તેની રાહ જોવાની છે કે પછી છોકરીના ઘરના રેડી નથી મેરેજ કરવા કે પછી કંઇ બીજો પ્રોબ્લેમ છે..??"

હવે વેદાંશે સાચી વાત જણાવવી જ રહી એટલે તે બોલ્યો, "અમદાવાદની એલ.જે.કોલેજમાં મેં એન્જીનીયરીંગ કર્યું છે. ત્યાં મારી સાથે, મારાથી બે વર્ષ પાછળ એક સાન્વી કરીને છોકરી ભણતી હતી. અમે બંને એકબીજાને ખૂબજ લવ કરતા હતા અને મેરેજ કરવાનું પણ નક્કી કરી લીધું હતું પણ અમારી કાસ્ટ અલગ અલગ હતી એટલે સાન્વીના પપ્પાએ "ના" પાડી દીધી અને સાન્વીને તેમની કાસ્ટમાં જ પરણાવી પણ દીધી. બસ, હવે જિંદગીમાં કોઇ ખાસ રસ રહ્યો નથી. મમ્મી-પપ્પા અને ભાઈ માટે જિંદગી જીવી રહ્યો છું."

ક્રીશાને આ વાત સાંભળીને ખૂબજ દુઃખ થયું, તેને મનોમન થયું કે સમાજ ક્યાં આગળ વધ્યો છે...?? નથી વધ્યો..ત્યાં ને ત્યાં જ અટકેલો છે. જે બે જણ પોતાની મરજીથી એકબીજાની સાથે પોતાની જિંદગી જીવવા ઇચ્છતા હોય તે ન જીવી શકે...?? તો તે સમાજવ્યવસ્થાનો ફાયદો શું...?? અને એ સમાજને આપણે સુધરેલો સમાજ કહીએ છીએ. નથી સુધર્યો આ સમાજ કે સમાજમાં રહેતા હું અને તમે...!! સમાજને સુધારવો હશે તો શરૂઆત પોતાનાથી જ કરવી પડશે.

બસ, ક્રીશા અને વેદાંશ વચ્ચે મૌન છવાઈ જાય છે અને ત્યાં જ તેમનું ડેસ્ટીનેશન આવે છે એટલે ક્રીશા વેદાંશને કાર રોકવા કહે છે. બંને મીટીંગ માટે જાય છે.

મીટીંગ પતાવીને બંને નીકળે છે ત્યાં જ ક્રીશાની મમ્મીનો ફોન આવે છે.
ક્રીશા: હા બોલ, મમ્મી.
મમ્મી: ક્યાં છે બેટા તું..?? કેટલા વાગે ઘરે આવીશ..??
ક્રીશા: બસ, મીટીંગ પતી ગઈ છે હવે રીટર્ન જ થઇએ છીએ, પણ લેઇટ થશે એટલે જમવામાં મારી રાહ ન જોઇશ. અને એક મિનિટ ચાલુ રાખ ( ફોન હોલ્ડ ઉપર રાખી વેદાંશને પૂછે છે. ) સર, તમે મને ઘરે ડ્રોપ કરી જશો ને..??
વેદાંશ: હા પણ, મેં રસ્તા એકપણ નથી જોયા એટલે તું લઇ જાય તેમ હું આવીશ.
ક્રીશા: હા, એ તો મેં જોયા જ છે અને ભૂલા પડીશું તો જીપીએસ આપણાં માટે જ છે ને..? અને મમ્મીને કહે છે કે, મમ્મી મને વેદાંશ સર ઘરે આવીને ડ્રોપ કરી જશે એટલે તું ચિંતા નહિ કરતી. ઓકે ચલ બાય મમ્મી ફોન મૂકું..
મમ્મી: સાચવીને આવજે બેટા.
ક્રીશા: હા મમ્મી અને ક્રીશા ફોન મૂકે છે.

રસ્તામાં વેદાંશ અને ક્રીશા જમવા માટે રોકાય છે. અને ક્રીશા બોલે જાય છે અને વેદાંશ સાંભળી રહ્યો છે... ક્રીશા શું બોલે જાય છે...વાંચો આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/11/2021


રેટ કરો અને રિવ્યુ આપો

milind barot

milind barot 1 માસ પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

Janvi Virani

Janvi Virani 1 માસ પહેલા

Asha Prajapati

Asha Prajapati 2 માસ પહેલા

Heena Suchak

Heena Suchak 2 માસ પહેલા

શેયર કરો