કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-25 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-25

" કૉલેજ કેમ્પસ "ભાગ-25
સાન્વીના મમ્મી-પપ્પા સાન્વીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો તેથી ખુશ છે પરંતુ સાન્વીની આ હાલતથી તેમજ તેની દીકરીની પરવરિશ કઈ રીતે કરવી તે બાબતથી ખૂબજ ચિંતિત છે.
સાન્વીના પપ્પા ઘરે તો પહોંચી ગયા પરંતુ પોતાનું એકનું એક સંતાન, પોતાની લાડકી દિકરી સાન્વી જે પોતાના જીવ કરતાં પણ તેમને વધારે વ્હાલી છે તેના વગરના આ સૂના ઘરમાં પગ કઇ રીતે મૂકવો તે વિચારથી જ તેમનો પગ પાછો પડે છે અને તે ખૂબજ દુઃખના દરિયામાં ડૂબી જાય છે.

થોડા દિવસ પછી સાન્વીને ડૉ.અપૂર્વ પટેલના ત્યાં ખસેડવામાં આવે છે. સાન્વીની આ હાલત જોઈને તેના મમ્મી-પપ્પા બંનેની હાલત પણ દિવસે ને દિવસે બગડતી જાય છે. વેદાંશ અને ક્રીશા બંને સતત તેમની સાથે તેમના સંતાનની જેમ તેમને હૂંફ આપે છે અને સતત તેમની પાસે જ તેમના ઘરે રહે છે અને સાન્વીની નાનકડી દીકરીને પણ ખૂબજ પ્રેમથી પોતાની પાસે રાખે છે.

થોડા દિવસ પછી ક્રીશા બેબીનું નામ પાડવા બાબતે વેદાંશને પૂછે છે ત્યારે વેદાંશ જવાબ આપે છે કે,
" સાન્વી બિલકુલ પરી જેવી લાગે છે, ( અને પછી તેની દીકરીને વ્હાલથી ક્રીશાના હાથમાંથી પોતાના હાથમાં લે છે અને સાન્વીના ફોટા સામે જૂએ છે, તેની અને ક્રીશાની બંનેની આંખમાં પાણી આવી જાય છે. અને પછી બોલે છે કે,) સાન્વી આ તારી દીકરી પણ બિલકુલ તારા જેવી જ જેવી લાગે છે જાણે "નાનકડી પરી" હમણાં જ આકાશમાંથી ઉતરીને અહીં નીચે આવી છે. અમે તેને "પરી" કહીને બોલાવીશું. અમે તેને પરી કહીશું તે તને ગમશેને સાન્વી...?? " ક્રીશા, વેદાંશ અને સાન્વીના મમ્મી-પપ્પા બધા ખૂબ રડી પડે છે.

સાન્વીના કોમામાં ગયા પછી વેદાંશ અને ક્રીશાએ જે તેના મમ્મી-પપ્પાની સેવા કરી હતી મોહિતભાઈ અને પ્રતિમાબેન ક્રીશાને પોતાની દીકરી જ માનવા લાગ્યા હતા અને કહેતા હતા કે, "તું મારી સાન્વી જ છે. સાન્વીની અમને કમી ન લાગે તેથી તને બીજી સાન્વીને ભગવાને અમારી પાસે મોકલી આપી છે."

પ્રતિમાબેન અને મોહિતભાઈને ચિંતા પરીની પરવરીશની હતી. હવે વેદાંશ અને ક્રીશાને બેંગ્લોર રીટર્ન થવાનું હતું, પરીને ક્રીશાની ખૂબ માયા થઈ ગઈ હતી. મોહિતભાઈ વેદાંશને પરીની પરવરીશ માટે ચિંતા કરતાં પૂછે છે કે, "પરી માટે આપણે શું વ્યવસ્થા કરીશું બેટા...?? મને સતત તેની ચિંતા રહ્યા કરે છે."

અને ક્રીશા મોહિતભાઈને કહે છે કે, " અંકલ, તમે મારા મમ્મી-પપ્પા જેવા જ છો. હું તમને આજથી મમ્મી-પપ્પા જ કહીશ અને જો તમને વાંધો ન હોય તો પરીને અમે દત્તક લેવા ઇચ્છીએ છીએ.પરીની પરવરીશ હું અને વેદાંશ કરીશું. પરીને અમે અમારી દીકરી બનાવવા માંગીએ છીએ. પ્રતિમાબેન અને મોહિતભાઈની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને મોહિતભાઈએ બે હાથ જોડીને ક્રીશાને અને વેદાંશને વિનંતી કરી કે, "હું તમારા બંનેનો ઉપકાર જિંદગીભર નહિ ભૂલી શકું બેટા, આજથી પરી તમારી દીકરી અને ક્રીશા મારી દીકરી મારી સાન્વી. અને મારું જે કંઈપણ છે તે બધું મારી દીકરી ક્રીશા અને પરીનું." અને પ્રતિમાબેન તેમજ મોહિતભાઇ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. વેદાંશે બધાને છાના રાખ્યા તેમજ વાતાવરણ થોડું હળવું થાય માટે બોલ્યો કે, " ચાલો હવે પરીના તેના નાના તેમજ નાની સાથે ફોટા પાડી લઈએ અને બધા ફોટા પડાવવામાં બીઝી થઈ ગયા. નાનકડી માસુમ પરીને ક્રીશાએ તેમજ વેદાંશે પોતાનું નામ આપ્યું અને પોતાની દીકરી બનાવી બેંગ્લોર લઈ આવ્યા.

ક્રીશા પરીને પોતાની દીકરી બનાવીને પોતાની સાથે બેંગ્લોર લઈ તો આવી છે પણ તેની માં બનીને તેની સંભાળ તો લઈ શકશે ને?‌ પરીની પરવરિશને લઈને તેની અને વેદાંશની વચ્ચે ઝઘડો તો નહિ થાય ને ? શું પોતાની કૂખે જન્મ આપ્યા વગર ક્રીશા પરીની માં બની શકશે ?(ક્રીશા જેટલું સમજે છે તેટલું કોઈની માં બનવું સહેલું પણ નથી..!!) હવે આગળ શું થાય છે. જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ...

~ જસ્મીના શાહ'જસ્મીન'
દહેગામ
25/4/22


રેટ કરો અને રિવ્યુ આપો

milind barot

milind barot 1 માસ પહેલા

Janvi Virani

Janvi Virani 2 માસ પહેલા

Heena Suchak

Heena Suchak 2 માસ પહેલા

Larry Patel

Larry Patel 2 માસ પહેલા

Dipti Patel

Dipti Patel 6 માસ પહેલા

શેયર કરો