Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-17

અને બસ તે રાત્રે જ ક્રીશાને અહેસાસ થાય છે કે, " આઈ લવ હીમ..." અને પછી તો તે સવાર ક્યારે પડશે તેની રાહ જૂએ છે..!!


ક્રીશા: હવે કાલ ક્યારે પડશે...?? કાલે જ હું વેદાંશને મારી વાત કરીશ...!! અને ચહેરા પર એક સુખના સુકૂન સાથે શાંતિથી સૂઇ જાય છે. હવે આગળ....


આજે ક્રીશા રોજ કરતાં થોડી વહેલી જ ઉઠી ગઇ હતી. પ્રેમ થાય એટલે જાણે ઊંઘ પણ ઉડી જાય છે...!!


ક્રીશા ઓફિસ જવા માટે તૈયાર થઈ રહી હતી અને મનમાં કોઈ રોમેન્ટિક લવ સોંગની પંક્તિઓ ગણગણી રહી હતી. આજે તેણે પેન્ટ, ટી-શર્ટને અલવિદા આપી મરુન અને બ્લેક કોમ્બીનેશનનો બાંધણીનો સુંદર ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે નાજુક-નમણી, બિલકુલ ગુજરાતી છોકરી લાગી રહી હતી. પ્રાચીએ મજાક કરતાં તેના કાનમાં કહ્યું પણ ખરું કે,


" વેદાંશને ડ્રેસ બહુ ગમે છે...?? "


ક્રીશા: જાને યાર, એવું કંઇ નથી. (જવાબ આપતાં આપતાં તેના ચહેરા ઉપર એક ગજબની લાલી પથરાઈ ગઈ હતી) અને તે ખુશખુશાલ હસતાં હસતાં ઓફિસ જવા નીકળી ગઇ.


ક્રીશા ઓફિસમાં આવી ત્યારે વેદાંશ પોતાના કામમાં મશગુલ હતો. ક્રીશા રાહ જોઇ રહી હતી કે, " ક્યારે વેદાંશ મને તેની કેબિનમાં બોલાવે...?? "


આખો દિવસ પસાર થઈ ગયો, વેદાંશે ક્રીશાને પોતાની કેબિનમાં ન બોલાવી તે ન જ બોલાવી. ક્રીશા વિચારી રહી હતી કે હવે શું કરવું...?? હવે તો ઘરે જવાનો સમય પણ થઇ ગયો.


અને પછી તે સામેથી વેદાંશની કેબિનમાં ગઇ અને વેદાંશને કહેવા લાગી, " સર, આજે તમારે મને મારા ઘરે ડ્રોપ કરી જવાની છે. "


વેદાંશ: કેમ..??


ક્રીશા: સર, બહાર જૂઓ તો ખબર પડે...વરસાદ કેટલો બધો અંધાર્યો છે..??


વેદાંશ: ઓકે,.ચલ તો નીકળીએ, મારું કામ પતી જ ગયું છે હવે. બંને વેદાંશની કારમાં બેસીને ઘરે જવા માટે નીકળે છે.


વેદાંશ: એકદમ ક્રીશાની સામે જોઇને, અરે આજે તું ડ્રેસ પહેરીને આવી છે...?? અરે યાર. લુકીંગ સો બ્યુટીફૂલ યુ આર...!!


ક્રીશા: થેન્ક ગૉડ, તમારું ધ્યાન તો ગયું મારી તરફ...!!


એકદમ ધીમેથી બોલે છે જાણે મનમાં બોલી...


વેદાંશ: શું બોલે છે એકલી એકલી...?? આજે કામ જ એટલું બધું હતું કે બીજું કંઈ સૂજે જ નહિ.


વેદાંશની નજર કારની બહાર પડી તો તે આહલાદક એટ્મોસફીયરે જાણે તેને આકર્ષ્યો અને સામે જ એટલામાં નારિયેળ પાણીની લારી જોઈ એકાએક તે ક્રીશાને કહે છે.." ચલ, નારિયેળ પાણી પીએ...." અને બંને નારિયેળ પાણી પીવા નીચે ઉતરે છે.


એકદમ સુંદર એટમોશફીઅર..., એક સુંદર ખુશનુમા સાંજ....ઠંડો શીતળ મીઠો પવન અને સાથે મીઠા સાજનનો સાથ... એટલામાં વરસાદે ઝરમર ઝરમર વરસવાનું શરૂ કર્યું અને પછી તો તે ધોધમાર જ વરસી પડ્યો.. જેટલો ધોધમાર વરસાદ વરસે છે એટલી જ તીવ્રતાથી ક્રીશાના મનમાં વિચારો ચાલી રહ્યા છે. કઇ રીતે વેદાંશને કહું..?? આઇ લવ યુ...!!


વેદાંશ ક્રીશાનો હાથ પકડી ખેંચીને તેને બાજુમાં છત નીચે લઇ જાય છે. અને તેની સામે જોઈ રહે છે.


ક્રીશા આજે ખૂબજ ખુશ હતી તેને તો જાણે એક મીઠાં-મધૂરા સ્વપ્ન જેવું આ બધું લાગી રહ્યું હતું. જાણે સમય પણ તેને પ્રેમનો એકરાર કરવા માટે સાથ આપી રહ્યો હતો. ઠંડો પવન જાણે તેને સ્હેજ ધ્રુજાવી દેતો હતો. બંને થોડા થોડા પલળી ચૂક્યા હતા વરસાદમાં પણ, અને એકબીજાના પ્રેમમાં પણ અને ક્રીશાને એક મજાક સુજી, તેણે પોતાનું નારિયેળ ફેંકી દીધું અને વેદાંશના નારિયેળ પાણીમાં પોતાની સ્ટ્રો મૂકી દીધી.


વેદાંશ: શું કરે છે આ..??


ક્રીશા: તમારી સાથે નારિયેળ પાણી શેર કરું છું.


અને વેદાંશની આંખમાં આંખ પરોવે છે અને બોલે છે. એક વાત કહું સિક્રેટ, આઇ લવ યુ...


વેદાંશ: શું, શું બોલી તું...


ક્રીશા: એજ જે તમે સાંભળ્યું....આઇ લવ યુ...


વેદાંશ: ખરેખર...?? આર યુ સીરીયસ...?? મજાક તો નથી કરતી ને...??


ક્રીશા: ના, ખરેખર. મજાક નથી કરતી. આઇ એમ સીરીયસ...


વેદાંશ: હસતાં હસતાં, અને પેલી તારી હસબન્ડની ડેફીનેશનનું શું...??


ક્રીશા: એ ડેફીનેશનમાં તમે બરાબર ફિટ બેસો છો..!! ખબર નહિ તમે મને ખૂબ ગમવા લાગ્યા છો, તમારી સાથે જોડાયેલી હરેક વસ્તુ, હરેક વાત બધુંજ મને ગમવા લાગ્યું છે.આ દુનિયા એકદમ ખુબસુરત લાગવા લાગી છે. જાણે હું ખુલ્લા ગગનમાં મસ્ત થઇ ઊડી રહી છું, તેવો અહેસાસ મને થાય છે. આંખ બંધ કરે છે એટલે, વેદાંશનો ચહેરો નજર સમક્ષ આવી જાય છે અને બોલે છે, જીવનનો એક ખુબસુરત અહેસાસ છે આ... બસ, હવે હું તેમાંથી બહાર નીકળવા નથી માંગતી...અને એક ઊંડો શ્વાસ લે છે.


વેદાંશ: ક્રીશાની આંખમાં આંખ પરોવે છે અને બોલે છે, હવે પ્રેમ કરતાં પણ બીક લાગે છે, કોઈ છોડીને ચાલ્યું જાય તે બરદાસ્ત કરવાની તાકાત રહી નથી અને નિરાશ થતાં લાંબો નિ:સાસો નાંખે છે.


ક્રીશા: કંઇપણ પરિસ્થિતિ આવે, હું તમને છોડીને ક્યાંય ક્યારેય નહીં જવું અને વેદાંશનો હાથ પકડી હાથ ઉપર ચુંબન કરે છે. અને વેદાંશને પૂછે છે, મેરેજ કરશો મારી સાથે..??


વેદાંશ: પણ સાન્વી, હું સાન્વીને હજી ભૂલી નથી શક્યો...


ક્રીશા: એ તમારો ભૂતકાળ હતો, હું વર્તમાન છું.


વેદાંશ: ચાલ ગાડીમાં, આપણે નીકળીએ રસ્તામાં વાત કરતાં કરતાં જઇએ, તારે લેઇટ થઇ જશે. અને


બંને એકબીજાનો હાથ પકડી ગાડી સુધી જાય છે અને પછી રિટર્ન થવા નીકળે છે.


અને બસ...


હવે તો લગ્નની શરણાઇ વાગે તેટલી જ વાર છે....


વધુ આગળના ભાગમાં....


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


20/1/2022