કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-21 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-21

સાન્વીના સમાચાર સાંભળીને ઈશીતા અને અર્જુન પણ ખૂબ દુઃખી થાય છે અને વિચારે છે કે, સાન્વીના લગ્ન વેદાંશ સાથે થયા હોત તો સાન્વીની અત્યારે આ પરિસ્થિતિ થઇ ન હોત પણ હવે શું કરી શકાય..?? ઈશ્વરને જે ગમ્યું તે ખરું....!! અને બંને જણાં એક ઉંડો નિ:સાસો નાંખે છે...‌!!

વેદાંશ, અર્જુનને લઇને સાન્વીના ઘરે જાય છે. તે ડોરબેલ વગાડે છે એટલે સાન્વીના મમ્મી ડોર ખોલે છે.
સાન્વીના મમ્મી કંઇ પણ બોલે તેની રાહ જોયા વગર વેદાંશ સાન્વીના ઘરમાં ઘૂસી જાય છે. સાન્વીના પપ્પા સોફા ઉપર બેઠા હતા તેમની સામેની ચેરમાં વેદાંશ બેસે છે અને હિંમત કરીને બોલે છે, " અંકલ, સાન્વીના સમાચાર મને ગઇકાલે રાત્રે જ મળ્યાં એટલે હું તેને મળવા માટે આવ્યો છું. "

સાન્વીના મમ્મી અને પપ્પા બન્ને ખૂબ જ ઢીલા પડી ગયા હતા, હવે જાણે તેમનામાંથી પણ જીવ ચાલ્યો ગયો હોય તેમ તે બંને જાણે નિર્જીવની જેમ બેઠા હતાં અને વેદાંશને જોઈને જાણે તેમનામાં જીવ આવ્યો હોય તેમ તેમણે આશાભરી નજરે વેદાંશની સામે જોયું.

સાન્વીના પપ્પા મોહિતભાઈ તો વેદાંશને જોઈને જ ખૂબ રડી પડે છે અને સાન્વીની પરિસ્થિતિની જાણ કરતાં તે વેદાંશને કહે છે કે, " ન ધારેલું થઈ ગયું બેટા, બધું બરાબર ચાલી રહ્યું હતું સાન્વીને સારા દિવસો જાય છે તેથી ઘરમાં બધા ખૂબ ખુશ હતા અને અચાનક કાળ જાણે ઋત્વિક કુમારને ભરખી ગયો, કાર એક્સીડન્ટમાં તેમનું ત્યાં ને ત્યાં જ સ્થળ ઉપર જ ડેથ થઇ ગયું મારી સાન્વી એકલી પડી ગઈ બેટા, મારી સાન્વી એકલી પડી ગઈ... મારાથી તેનું દુઃખ નથી જીરવાતુ બેટા, નથી જીરવાતુ, કયો બાપ પોતાની દીકરીને વિધવાના લિબાસમાં જોઈ શકે...?? અને પોતાના બંને હાથ વડે પોતાનું મોઢું સંતાડીને મોહિતભાઈ નાના બાળકની માફક વેદાંશની આગળ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા... જાણે આક્રંદ જ કરવા લાગ્યા... જાણે તે પણ પોતાના મનનો ઉભરો ઠાલવવા માટે વેદાંશના આવવાની રાહ જોઈ રહ્યા હતા.

વેદાંશે તેમના બંને હાથ પોતાના હાથમાં લીધાં અને તેમને સમજાવવા લાગ્યો કે, " આપણાં હાથમાં કંઈ નથી અંકલ, આપણે શું કરી શકીએ ? હિંમત રાખો બધું બરાબર થઈ જશે તમે આમ ભાંગી પડશો તો સાન્વીનું શું થશે ? અને મોહિતભાઈ જરા શાંત પડ્યા અને સાન્વીની પરિસ્થિતિની જાણ વેદાંશને કરવા લાગ્યા, " બેટા, આ વાતની સાન્વીના મન ઉપર ખૂબ ગહેરી અસર પડી છે, તે આ પરિસ્થિતિનો સ્વિકાર કરવા જાણે તૈયાર જ નથી અને કોઈ અલગ જ પોતાની દુનિયામાં ચાલી ગઈ છે. દુન્યવી ભાન ભૂલી ગઇ છે. તે જાણે પાગલ થઇ ગઇ છે બેટા. કોઇને ઓળખતી પણ નથી. મને કે તેની મમ્મીને પણ નથી ઓળખતી. કોઇની સાથે કંઇ બોલતી નથી કે વાત પણ કરતી નથી. તેણે આંખમાંથી એક આંસુ પણ સાર્યું નથી તે શૂન્યમનસ્ક થઇ ગઇ છે. ડૉક્ટરને પણ બતાવ્યું પણ કોઈ દવા તેની ઉપર અસર કરી રહી નથી. તમે આવ્યા તો તમારો ખૂબ આભાર કદાચ, તમને જોઇને તે કંઇ બોલે કે રડી પડે તો તેના નોર્મલ થવાના ચાન્સ વધુ બને. તેવું ડૉક્ટર સાહેબે જણાવ્યું છે પણ તેની પાસે જવામાં એક ખતરો છે તેને જો વધારે પડતી બોલાવવામાં આવે કે તેને વારંવાર કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તે ગુસ્સે થઇ જાય છે અને પોતાના હાથમાં જે કંઈ પણ વસ્તુ આવે તે છુટ્ટુ ફેંકી સામેની વ્યક્તિને મારે છે. તેથી તેની નજીક જવાની કોઈ હિંમત કરતું નથી. જમવાનું પણ તેની મમ્મી તેને પરાણે સમજાવીને જમાડે છે. તેને જમવું હોય તો જમે નહિ તો ન પણ જમે, તેને કોઈ ફોર્સ કરી શકાતો નથી. પણ તેની પ્રેગનન્સીને હિસાબે તેને થોડું પણ જમાડવું આવશ્યક બની જાય છે એટલે તેની મમ્મી તેને પ્રેમથી થોડું જમાડી દે છે. "

સાન્વીની મમ્મી વેદાંશને સાન્વીના રૂમની બહાર છોડી આવે છે અને વેદાંશને એકલા જ અંદર રૂમમાં જવા જણાવે છે.

વેદાંશ સાન્વીના રૂમમાં પ્રવેશ કરે છે, સાન્વી રીવોલ્વીંગ ચેરમાં બારી પાસે બેસી રહી છે, બારીમાંથી બહાર નાના બાળકો રમતાં હતાં તે જોઇ રહી હતી.

વેદાંશ ચેરની સામેના બેડ ઉપર બેસે છે અને સાન્વીની ચેર પોતાની તરફ ફેરવે છે અને સાન્વીના હાથ પોતાના હાથમાં લઇ બંને હાથ ઉપર પ્રેમથી કિસ કરે છે. સાન્વી જાણે કોઈ અજાણ્યું તેની સામે આવી ગયું હોય તેમ પોતાના હાથ વેદાંશના હાથમાંથી છીનવી લે છે અને કંઇક વિચિત્ર નજરથી વેદાંશની સામે જોયા કરે છે. વેદાંશ દર્દભર્યા અવાજે પ્રેમથી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને બોલે છે, " આઇ લવ યુ સાન્વી..." પણ સાન્વીના વર્તનમાં કોઈ ફરક પડતો નથી.

વેદાંશ તેની સાથે વધુ વાત કરવાનો પ્રયત્ન કરે છે તો તે ચીસો પાડવા લાગે છે.... હવે શું થશે ? સાન્વીની તબિયતમાં સુધારો થશે ? સાન્વીની આ કન્ડીશન જોયા પછી વેદાંશ શું નિર્ણય લેશે ? ક્રીશા તેના નિર્ણયમાં તેની સાથે રહેશે ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
13/3/2022


રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 2 માસ પહેલા

Janvi Virani

Janvi Virani 2 માસ પહેલા

Heena Suchak

Heena Suchak 2 માસ પહેલા

Doli Gajjar

Doli Gajjar 5 માસ પહેલા

Dipti Patel

Dipti Patel 6 માસ પહેલા

શેયર કરો