Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 38

" કૉલેજ કેમ્પસ "ભાગ-38

આકાશ બહારથી જ પરીના નાનીનું ઘર જોઈ લે છે અને તેનાથી ત્રીજી જ લાઈનમાં પોતાનું ઘર છે એટલે રાહત અનુભવે છે કે, " હાંશ, મિલેગી તો સહી, અબ બચકે કહાં જાયેગી ? " અને પોતાની કારને યુ ટર્ન લઇને પોતાના આલિશાન બંગલામાં પ્રવેશે છે.

ઓફિસના માણસને પોતાની બેગ લાવવાનું કહી મોમને બૂમો પાડતો પાડતો ઘરમાં પ્રવેશ કરે છે.

મોમ કીચનમાંથી બહાર આવે છે અને બોલે છે કે, " આવી ગયો દીકરા..ચલ જમવા બેસી જા. "

" મારે કંઈજ ખાવું નથી મોમ " કહીને તે ફર્સ્ટ ફ્લોર ઉપર પોતાના રૂમમાં ચાલ્યો જાય છે ઘણો થાકી ગયો હોય તેમ બેડ ઉપર લાંબો થઈ જાય છે અને એક ઉંડો શ્વાસ લે છે, તેની નજર સમક્ષ પરી આવી જાય છે અને વિચારે છે કે, "હવે કઈરીતે આ જીદ્દીને મળવું.. યાર, કંઈક તો પ્લાન કરવો જ પડશે..??"

અને કહેવાય છે ને કે, "ખરી સિદ્દતસે અગર કીસીકો મુહોબ્બત કરો તો ખુદા ભી તુમ્હારી મદદ કરતા હૈ..." બસ આકાશની સાથે પણ કંઈક એવું જ બન્યું.

બીજે દિવસે સવારે તે પોતાની મસ્તીમાં મસ્ત ફિલ્મી સોંગ મોબાઈલમાં સાંભળતાં સાંભળતાં તૈયાર થઈ રહ્યો હતો અને તેના ડેડ મનિષભાઈનો ફોન આવ્યો એટલે તે ચમક્યો કે અરે, સવાર સવારમાં ડેડનો ફોન નક્કી કંઈક અગત્યનું કામ આવી પડ્યું હશે તો જ ડેડનો ફોન આવે અને આ વિચાર સાથે તેણે ફોન ઉપાડ્યો.

આકાશ: યસ ડેડ, બોલો
મનિષભાઈ: બેટા, શું કરે છે ?
આકાશ: કંઈ નહીં ડેડ બસ તૈયાર જ થવું છું.
મનિષભાઈ: કેટલી વાર લાગશે તને ?
આકાશ: બસ, પંદર મિનિટમાં તૈયાર થઈને નીચે જ આવું છું.
મનિષભાઈ: ઓકે.

આકાશ પોતાનું ફેવરિટ નેવી બ્લ્યુ કલરનું ટી-શર્ટ અને જીન્સ પેન્ટ પહેરીને ફિલ્મી સોંગ ગણગણતાં ગણગણતાં નીચે ઉતર્યો અને ડેડ તેની રાહ જ જોઈ રહ્યા હતા પરંતુ તે તો પોતાની મસ્તીમાં મસ્ત ડેડ પોતાની રાહ જૂએ છે તે વાત ભૂલી જ ગયો હતો અને પોતાના હોટ ફેવરિટ બુલેટની ચાવી હાથમાં લઈને આંગળી ઉપર ગોળ ફેરવતાં ફેરવતાં નીકળવા જતો હતો ત્યાં ડેડે બૂમ પાડી એટલે અટકી ગયો.

મનિષભાઈ: કેમ બેટા, આજે બુલેટ લઈને ?
આકાશ પોતાનું હોટ ફેવરિટ બુલેટ ફક્ત રાત્રે અથવા તો રજાના દિવસે આંટો મારવા જતો ત્યારે જ લઈને જતો બાકી તે બંગલાના કંમ્પાઉન્ડમાં એક ખૂણામાં પડ્યું જ રહેતું.
આકાશ: બસ ખાલી એમ જ
મનિષભાઈ: એટલે તું ઓફિસ નથી જતો ?
આકાશ: હા, જવું છું ને પણ હાફ એન અવર પછી.

અને આકાશને આમ જતો જોઈને ભાવના બેન રસોડામાંથી દોડતાં દોડતાં બહાર આવ્યા અને બોલવા લાગ્યા કે, " અરે, આકાશ ચા નાસ્તો કર્યા વગર ક્યાં જાય છે બેટા ?

આકાશ આજે પરીને જોવાની ધૂનમાં ને ધૂનમાં એ વાત પણ ભૂલી ગયો હતો કે તેને ચા નાસ્તો કરવાનો પણ બાકી છે અને મમ્મીએ ટોક્યો તે તો તેને બિલકુલ ન ગમ્યું એટલે બગડ્યો મમ્મીની ઉપર કે, " મોમ, તને કેટલી વાર કહ્યું કે બહાર જતાં હોઇએ ત્યારે નહીં ટોકવાના.."

ભાવનાબેન: અરે પણ પછી ઓફિસમાં તારે છેક બે વાગ્યે ટિફિન જમવાનો મેળ પડે તો ત્યાં સુધી ભૂખ્યા રહેવાનું ?

આકાશ: મોમ હું ભૂખ્યો નહીં રહું બહાર નાસ્તો કરી લઈશ ઓકે..

આકાશ અને મોમના અનન્ય પ્રેમની આવી મીઠી ચળભળ ઘણીવાર મનિષભાઈને જોવા મળી જતી અને પછી તેમનાથી અકળાઈને બોલાઈ જતું કે, " એ હવે નાનો નથી ભાવના, વીસ વર્ષનો મોટો ઘોડો થયો, ક્યાં સુધી આવા લાડ લડાવ્યા કરીશ તેને ? "

ભાવનાબેન હરખાઈને કહેતાં કે, " એ તો દરેક માંને દીકરાની ચિંતા થાય એ તમે નહીં સમજી શકો...!!

મનિષભાઈ પોતાની કહેલી વાત આકાશ ભૂલી ગયો તેથી તેની ઉપર વધારે અકળાઈ ગયા અને બોલ્યા કે, " આકાશ, મેં તને કંઈ કહ્યું હતું તને યાદ છે ? "

અને આકાશને તરત જ યાદ આવ્યું એટલે બોલ્યો, " પછી કરું તો ડેડ "
મનિષભાઈ: ના પછી નહીં હું જે કામ સોંપુ તે હમણાં ને હમણાં જ કર
આકાશ જરા મનમાં બબડ્યો કે, " બચ્ચું તેરા પ્લાન ફ્લોપ " આકાશ બનીઠનીને પરીને જોવા માટે જઈ રહ્યો હતો પણ હવે પપ્પાનું કામ કર્યા વગર પણ તેનો છૂટકો ન હતો.

મનિષભાઈ: જો આ થોડો પૂજાનો સામાન છે તે હું કહું ત્યાં તારે અત્યારે જ પહોંચાડવાનો છે અને ત્યાંથી સીધો પછી ઓફિસે જ પહોંચી જજે.

મમ્મા ચા નાસ્તા માટે બૂમો પાડતી રહી પણ આકાશ તો પોતાના વિચારોમાં ખોવાયેલો હતો અને તેણે બુલેટની ચાવી મૂકી દીધી અને એક હાથમાં કારની ચાવી અને એક હાથમાં પૂજાનો સામાન લઈ નીકળી ગયો જતાં જતાં ડેડને પૂજાનો સામાન ક્યાં આપવા માટે જવાનું છે તે એડ્રેસ વોટ્સએપ કરવાનું કહેતો ગયો.

મૂડ બગાડીને કારમાં ગોઠવાઈ ગયો અને વોટ્સએપ ખોલીને પોતાને જ્યાં પહોંચવાનું હતું તે એડ્રેસ જોવા લાગ્યો અને એડ્રેસ જોયું તો તે પણ ઉછળી પડ્યો અને તેની અંદર દટાયેલી પરીને નીરખવાની ઈચ્છા પણ ઉછળી પડી.

કારણ કે તેને જ્યાં સામાન લઈને પહોંચવાનું હતું તે તો પરીની નાનીનું જ ઘર હતું અને ફૂલ ફોર્મમાં આવીને બોલી પડ્યો કે, " ઑ માય ગોડ, યુ આર ધ ગ્રેટ.. અબ તો વો મીલ ગઈ સમજો...!! " અને ફૂલ સ્પીડમાં તેણે પોતાની કાર પરીના નાનીમાના ઘર તરફ હંકારી મૂકી....

હવે તેનાથી નારાજ થયેલી પરી તેને પોતાના નાનીમાના ઘરે જોઈને શું રિએક્ટ કરે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16 /8/22