Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 119

બ્લૂ કલરનું ડેનિમ અને બ્લેક ટી શર્ટ પહેરીને અને એક હાથમાં જેકેટ અને બીજા હાથમાં લોંગ બ્લેક કલરના શૂઝ લઈને કવિશા ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી...એક ચિનગારી લાગે તો તુરંત જ ભડકો થઈ જાય કવિશા તેવી તમતમી રહી હતી...હાથમાં પોતાનો કોફીનો મગ લીધો અને બધીજ કોફી એક જ શ્વાસે ગટગટાવી ગઈ અને પછી ઉભી થઇને દેવાંશની સામે જોયું અને બોલી, "આપણે નીકળીશું મિ. દેવાંશ?"દેવાંશ, "હા સ્યોર." બોલીને ઉભો થયો અને ક્રીશાને પગે લાગ્યો અને "થેન્કયુ આંટી" કહીને દરવાજાની બહાર નીકળ્યો.તેની પાછળ પાછળ કવિશા પણ પોતાની મોમને બાય કહીને નીકળી...હવે આગળ...એકનું મોં ગુસ્સાથી ફૂલેલું હતું અને બીજાનો ચહેરો ખુશખુશાલ હતો...એકના મગજનો પારો સાતમા આસમાને ચડી ગયો હતો અને બીજાનું મન ખુશીઓનું માર્યું ઝૂમી રહ્યું હતું...એકનો ચહેરો ખીલેલા ગુલાબની માફક ગુલાબી હતો અને બીજાનો ચહેરો ગુસ્સાથી લાલ ઘૂમ થયેલો હતો...છેવટે કવિશાનો ગુસ્સો તેની જીભ ઉપર આવીને જ રહ્યો...દેવાંશ પોતાના બુલેટને ચાલુ કરી રહ્યો હતો અને સાથે સાથે મનમાં ને મનમાં મુશ્કુરાતો પણ હતો...તેનું આ મુશકુરાવું કવિશાથી જોયું ન ગયું..અને તે દેવાંશ ઉપર તૂટી પડી.."તને કોણે કહ્યું હતું મારા ઘરે મને લેવા માટે આવવાનું?"દેવાંશ બુલેટની આગળની સીટ ઉપર ગોઠવાઈ ગયો હતો અને પાછળ કવિશા બેસે તેની રાહ જોઈ રહ્યો હતો..પરંતુ કવિશા તો અત્યારે ઝઘડવાના મૂડમાં હતી.."લે એક તો તારી મદદ કરવા માટે આવ્યો અને પાછી તું મને ઉલ્ટું ડાંટી રહી છે.." દેવાંશ નિખાલસતાથી બોલ્યો."તને કોણે આમંત્રણ આપ્યું હતું કે તું મારી મદદ કરવા આવ.." "તું પહેલા પાછળ બેસી તો જા પછી આપણે વાત કરીએ..""ના પહેલા મને તું મારા પ્રશ્નનો જવાબ આપ..""લે વળી, મદદ કરવા માટે પણ આમંત્રણની રાહ જોવી પડે એવું તો મેં આજે પહેલી જ વાર સાંભળ્યું." કવિશાને ગુસ્સામાં તમતમતી જોવાની પણ દેવાંશને તો મજા આવી રહી હતી."પહેલા તારા આ ફટફટિયાનો અવાજ બંધ કર..""એય મેડમ, આ ફટફટિયું મારો જીવ છે, તેને માટે આમતેમ વાત ન બોલીશ ઓકે..?"દેવાંશે પોતાનું બુલેટ બંધ કર્યું અને બોલ્યો કે, "અરે તારું એક્ટિવા બગડેલું હતું એટલે મને થયું કે લાવ હું તને લઈને કોલેજમાં જવું તો તને તકલીફ ન પડે.. અને પોતાનું મોં મચકોડ્યુ અને ફરીથી બોલ્યો, "ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો..અને સાંભળ તારે ન આવવું હોય તો કંઈ વાંધો નહીં હું તો આ ચાલ્યો.‌.ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે.." અને દેવાંશે પોતાના બુલેટને રેસ કર્યું...કવિશાને થયું આ તો મને મૂકીને જતો રહેશે અને હું રહી જઈશ..તે બુલેટની આગળ આવીને ઊભી રહી ગઈ અને બોલી, "ઓકે હવે આવી જ ગયો છે તો ચાલ હું તારી સાથે જ આવું છું..""મેડમ, એવી રીતે તમારે જબરજસ્તીથી આવવાની કોઈ જ જરૂર નથી..""જબરજસ્તીથી નહીં હું મારી ઇચ્છાથી આવું છું.‌.""ઓકે નો પ્રોબ્લેમ.. પણ મને પકડીને બેસજો નહીં તો બુલેટ ઉપરથી નીચે ગબડી જશો તો પણ ખબર નહીં પડે.. કારણ કે આ ચાલતું નથી પણ સીધું હવામાં ઉડે જ છે...""ઓકે બાબા, હવે હું બેસું..?"અને કવિશા દેવાંશના ખભાનો સહારો લઈને કૂદીને બુલેટ ઉપર બેસી ગઈ.."અને એક સુંદર જોડું આજે બુલેટ સવારી કરી રહ્યું હતું તેથી હવા પણ જાણે ખુશ હતી..અને દેવાંશ પણ..કવિશાનો ગુસ્સો પણ અત્યારે તેને મીઠો લાગતો હતો..કવિશાના હાથ અને પગનો સ્પર્શ દેવાંશના મનને રોમાંચિત કરી રહ્યો હતો..કરોડપતિ બાપના બેટાના બુલેટ પાછળ બેસવા માટે કંઈ કેટલીયે છોકરીઓ કોલેજમાં તૈયાર રહેતી પરંતુ દેવાંશ કોઈને પણ મચક આપતો નહીં..કવિશાને માટે તે કંઈ પણ કરવા તૈયાર હતો...કવિશા તેને ગમવા લાગી હતી..આજે તે એવું ફીલ કરી રહ્યો હતો કે, કોઈ મારી વ્યક્તિ મારી સાથે છે..કવિશાની તેને માટેની લાગણી નિર્દોષ હતી પરંતુ દેવાંશ મનોમન કવિશાને ચાહવા લાગ્યો હતો..ત્રીસેક મિનિટમાં બંને કોલેજ પહોંચી ગયા..કોલેજ કેમ્પસમાં ઉભેલા તમામનું ધ્યાન આ સુંદર જોડા ઉપર ચોંટી ગયું હતું..દેવાંશે ફિલ્મી સ્ટાઈલમાં પોતાનું બુલેટ ઉભું રાખ્યું અને કવિશા દેવાંશને પકડીને નીચે ઉતરી..અને પોતાના વાળની લટને પાછળની દિશામાં ધક્કો માર્યો એ વખતે કવિશા બેહદ સુંદર લાગી રહી હતી..કદાચ તેને પણ પોતાની સુંદરતા વિશે પાક્કી જાણ નહીં હોય..દેવાંશની પાછળ મંડરાઈ રહેલી કોલેજની તમામ યુવતીઓને કવિશાની ભારોભાર ઈર્ષા આવવા લાગી... કે સીટ યાર આ આજકાલની આવેલી મેદાન મારી ગઈ અને અમે રહી ગયા..પરંતુ હવે અફસોસ સિવાય તેમના હાથમાં કશું જ આવે તેમ નહોતું..બંનેએ સાથે જ પોતાના ક્લાસરૂમ તરફ ડગ માંડ્યા..કવિશાનું મગજ હવે ઠંડુ પડી ગયું હતું..તેને એક વાતની ખુશી હતી કે દેવાંશની ગાડી ધીમે ધીમે પાટા ઉપર ચડી રહી છે અને બીજી એક વાતની તેને ખાતરી પણ હતી કે જો આ જ રીતે દેવાંશ તેને વળગેલો રહેશે તો તેને સુધારવામાં લાંબો સમય નહીં લાગે..એક પછી એક વિદ્યાર્થી ક્લાસરૂમમાં આવી રહ્યા હતા અને થોડી પ્રોફેસર સાહેબ શ્રી શશીકાંત મહેતા પણ ક્લાસરૂમમાં આવી ગયા..ઘણાં બધા દિવસે દેવાંશને ક્લાસમાં જોઈને પ્રોફેસર સાહેબને પણ આશ્ચર્ય થયું.. તેમણે દેવાંશની સામે જોયું અને બોલ્યા કે, "મિસ્ટર તમે આ ક્લાસના જ વિદ્યાર્થી છો ને..?"ક્લાસરૂમમાં હાજર તમામ વિદ્યાર્થીઓ પ્રોફેસર સાહેબની આ વાત ઉપર હસી રહ્યા હતા..દેવાંશને આ ટીખળ નહોતી ગમી પણ પોતાની ક્લાસરૂમમાં સતત ગેરહાજરીની સજા તે ભોગવી રહ્યો હતો..તે સફાળો ઉભો થઇ ગયો અને, "જી સર" બોલી ઉઠ્યો.."ઓકે ઓકે સીટ ડાઉન.." પ્રોફેસર સાહેબ બોલ્યા અને દેવાંશ બેસી ગયો પરંતુ પ્રોફેસર સાહેબની એ ટીખળની દેવાંશના દિલો દિમાગ ઉપર બહુ ઘેરી અસર પડી..તેણે મનોમન નક્કી કર્યું કે આ વખતે ક્લાસમાં ફર્સ્ટ આવીને બતાવી દેવું છે....વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ   27/10/24