Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 42

" કૉલેજ કેમ્પસ "ભાગ-42

પરી તરત જ ઉભી થઈ ગઈ અને બોલવા લાગી કે, " હા, ચલ નીકળીએ નાનીમા આપણી રાહ જોતાં હશે. "

આકાશે પોતાનું બુલેટ સ્ટાર્ટ કર્યું અને પરી તેને પકડીને તેની પાછળ ગોઠવાઈ ગઈ અને હસતું ખેલતુ એક બ્યુટીફુલ કપલ ત્યાંથી પસાર થઈ રહ્યું.

આકાશને તો પરી સાથે આજે ઘણીબધી વાતો કરી લેવી હતી એટલે બુલેટ ઉપર બેઠાં પછી પણ તેણે બોલવાનું ચાલુ જ રાખ્યું કે, " બીજી એક વાત પણ મારે તને પૂછવાની છે. "
પરીએ ઈંતેજારી બતાવી અને તે બોલી કે, " હા બોલ શું છે ? "

આકાશે વાત અધુરી જ છોડી દીધી કે, " ના ના અત્યારે નહીં પછી ક્યારેક "

પણ આમ આકાશના અધુરા પ્રશ્નથી પરી અકળાઈ ગઈ અને બોલી પડી કે, " શું આમ અધુરા અધુરા પ્રશ્ન પૂછે છે જે પૂછવું હોય તે બિંદાસ બોલી જાને, છોકરી છે તો છોકરીઓ જેવું કરે છે ? શરમાય છે મારાથી ? "

" અરે ના યાર, પણ તને એવું ન થાય કે પહેલી જ વાર હું તારી સાથે બહાર આવ્યો અને આમ એક પછી એક પ્રશ્ન પૂછું તો કેવું લાગે? " આકાશે મુંઝવણભર્યા અવાજે પરીને કહ્યું.

પરી પણ કંઈ ચૂપ બેસે તેમ ન હતી, શેર ને માથે સવાશેર હતી તે વળી જરા વધુ અકળાઈને બોલી, " લે, ફ્રેન્ડશીપ થાય એમાં વળી પહેલાં અને પછી શું ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ..!! એક કામ કર હવે ના જ પૂછીશ મારે કંઈ નથી સાંભળવું "

આકાશને લાગ્યું, વાત તો પરીની સાચી જ છે. પણ આ તો રિસાઈ ગઈ લાગે છે. આપણે બધું આજે જ પૂછી લો... અને તે જરા હસીને જ બોલ્યો, " એય, તું હવે આમ છોકરીઓની જેમ રિસાઈ ન જા. "

પરી: લે, છોકરી છું તો છોકરીઓની જેમ જ રિસાવું ને...
આકાશ: એ વાત પણ સાચી, ચલ આપણે એક કામ કરીએ ક્યાંક થોડીક વાર માટે બેસીએ પછી નીકળીએ તું નાનીમાને ફોન કરીને કહી દે કે, મારે થોડી વાર લાગશે.
પરી: ના ના, નાનીમા ચિંતા કરશે.
આકાશ: ખાલી દશ મિનિટ બસ
પરી: ઓકે બોલ ક્યાં બેસવું છે ?
આકાશે કાંકરિયા તળાવ પાસે પોતાનું બુલેટ ઉભું રાખ્યું અને બંને તળાવની પારી ઉપર ઠંડા પવનની મીઠી લાગતી લહેરોને સ્પર્શ કરતાં ત્યાં જ બેઠાં.

આકાશે પરીને પૂછ્યું કે, બોલ શું લઈશ તારે કંઈ ખાવું છે ?
પરી: ના ના, કંઈ નથી ખાવું.

એટલામાં ગરમાગરમ સીંગદાણા લઈને ત્યાંથી એક લારીવાળો નીકળ્યો એટલે પરીએ આકાશને કહ્યું કે, " આ સીંગ લે થોડી, ગરમાગરમ ખાવાની મજા આવશે. "
આકાશ પણ બોલ્યો કે, " હા મને પણ ભાવે છે. "

અને બંને ગરમાગરમ સીંગ ખાતાં ગયા અને થોડી થોડી ચડભડ અને થોડી થોડી મીઠી મીઠી વાતો કરતાં ગયા.

આકાશ પરીને પૂછી રહ્યો હતો કે, " તું એમ.બી.બી.એસ. પૂરું કરીને આગળ શું કરવા માંગે છે ?
પરી: હજી પહેલા એમ.બી.બી.એસ. તો પૂરું થવા દે. પછીની વાત પછી.
આકાશ: એમ નહીં પણ તે કંઈક તો પ્લાન કરીને રાખ્યું હશે ને ?
પરી: હા, એમ.બી.બી.એસ. પૂરું થાય પછી હું ફર્ધર સ્ટડી કરવાની છું. આગળ સ્પેશિયલાઈઝેશન શેમાં કરું એ હજુ નક્કી નથી કર્યું. પરંતુ મારી સ્ટડી કંટીન્યુ રહેશે એ વાત ચોક્કસ છે. પણ, તું મને કેમ આવું બધું પૂછે છે ?
આકાશ: ના ના, એ તો બસ એમ જ. બીજો પણ એક પ્રશ્ન મારે તને પૂછવાનો છે.
પરી: હા, બોલ
આકાશ: લગ્ન કરવા માટે તને કેવો છોકરો ગમે ?

પરી: લે, હજી તો હું ભણું છું મારે આગળ પણ ભણવાનું છે તો પછી અત્યારથી લગ્નની વાત ક્યાંથી આવી ? અત્યારે મારું ફોકસ ફક્ત મારી સ્ટડી ઉપર જ છે.
આકાશ: હા, એ તો બહુ જ સરસ. પણ આ તો હું તને ખાલી એમ પૂછવા માંગુ છું કે, તું લવમેરેજમાં કેવો છોકરો ગમે ?
પરી: ઑહ, આઈ સી. એમ સીધે સીધું પૂછને યાર એટલું પૂછવા માટે આખી વાત ગોળ ગોળ ફેરવીને શું પૂછે છે કે, આગળ શું કરવાની છે ભણવાની છે કે નથી ભણવાની ?

મને કેવો છોકરો ગમે તને કહું, જે મને ખૂબજ પ્રેમ કરતો હોય, હસબન્ડ વાઈફ બંને સમાન છે તેવું માનતો હોય. જે મને ઘરકામમાં પણ મદદ કરે અને મને સમજે, મને માન આપે, મારી કદર કરે એવો છોકરો મને ગમે.
આકાશ: લવમેરેજમાં તું માને છે ?
પરી: ના, બિલકુલ નહિ. આપણે લવ બવ કરવામાં નથી માનતા
આકાશ: એ પાગલ, લવ કરવાનો ના હોય એ તો થઈ જાય
પરી: આપણને હજુ સુધી થયો નથી એટલે એવી કંઈ ખબર નથી અને
આપણે એવી કોઈ જફામાં પડવા માંગતા પણ નથી...
આકાશ: હસી પડ્યો અને બોલ્યો, તને કોઈની સાથે લવ થઈ જશે ને તો તને ખબર પણ નહીં પડે.
પરી: એવું કંઈ ના હોય, બે જાને યાર
આકાશ: ઓકે, તો લાગી શર્ત જો ફ્યુચરમાં તારે કોઈની સાથે લવ થઈ જાય તો હું જે પનીશમેન્ટ આપું તે તારે એક્સેપ્ટ કરવાની...
આકાશની વાત વચ્ચે જ કાપીને પરી બોલી, અને લવ બવ જેવું કશું ન થાય તો ?
આકાશ પણ એક્સાઈટેડ થઈને તરત બોલ્યો કે, તો તું જેમ કહેશે તેમ હું કરીશ.
પરી: ઓકે, ડન. ચાલ હવે મોડું થાય છે નાનીમા આપણી રાહ જોતાં બેઠાં હશે.
અને બંને પાછા ફરીથી આકાશના બુલેટ ઉપર ગોઠવાઈ ગયા અને આકાશે ફૂલ સ્પીડમાં પોતાનું બુલેટ હંકારી મૂક્યું.

રસ્તામાં આકાશ પરીને પૂછી રહ્યો હતો કે, હવન તો હજી એક દિવસ પછી છે ને ? તો આવતીકાલે તો તું ફ્રી જ છે ને તો હું મારાં ફ્રેન્ડ્સને મળવા માટે જવાનો છું તો તું આવીશ મારી સાથે ?
પરી: ઓકે, આવીશ.
અને એટલામાં નાનીમાનું ઘર આવી જાય છે એટલે બંને જણાં
ઘરમાં પ્રવેશે છે....
વધુ આવતા પ્રકરણમાં.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24 /9/22