College campus - 66 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 66

"કૉલેજ કેમ્પસ"ભાગ-66
પરી આકાશને સમજાવતાં બોલી કે, "મેં તને પહેલા પણ કહ્યું હતું કે, હું લગ્ન કરીશ કે નહીં કરું તે પણ એક પ્રશ્ન છે. મારા જીવનનો ગોલ કંઈક જૂદો જ છે.
આકાશે ઘોર નિરાશા સાથે પરીની સામે લંબાવેલો પોતાનો હાથ પાછો લેવો પડ્યો અને બે મિનિટ માટે બંને વચ્ચે ચૂપકીદી છવાઈ રહી એટલામાં આકાશ ઉભો થઈને ઓર્ડર આપેલી કોફી લઈ આવ્યો. હવે તેને શું કરવું તેમ તે વિચારવા લાગ્યો અને એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી જોયું તો તેના ડેડનો ફોન હતો જે પૂછી રહ્યા હતા કે, "તું અત્યારે ક્યાં છે?" આકાશ ખોટું બોલ્યો અને પોતાના એક મિત્રને ત્યાં થોડા કામથી ગયો છે તેવો તેણે જવાબ આપ્યો મતલબ કે, કદાચ આકાશ બેંગ્લોરમાં છે તે તેના ડેડ જાણતાં નથી તો પછી હમણાં તેણે પરીને એમ કહ્યું કે, તેને પોતાના ડેડે જ આ પાર્સલ આપવા માટે અહીં બેંગ્લોર મોકલ્યો છે.

પરીની આગળ આકાશનું જુઠ્ઠાણું પકડાઈ ગયું હતું. પરી ખૂબજ સ્માર્ટ અને હોંશિયાર છોકરી હતી તેણે તરત જ આકાશને પૂછ્યું કે, "કેમ તારા ડેડીને ખબર નથી કે તું અહીં આવ્યો છે? અને તો પછી તે મને ખોટું કહ્યું કે, ડેડીના કહેવાથી તું અહીં આ પાર્સલ આપવા માટે આવ્યો છે, આકાશ આ બધું શું છે મને તો કંઈજ ખબર જ પડતી નથી??"
આકાશ: તારે કંઈ સમજવાની પણ જરૂર નથી અને આ વાતમાં તારે કંઈ ઉંડા ઉતરવાની પણ જરૂર નથી આ તો મારા બિઝનેસની વાત છે. તું ચીલ કરને બેબી..
પરી: આકાશ, તું કંઈ ખોટું તો નથી કરી રહ્યો ને? અને મને ફસાવી તો નથી રહ્યો ને?
આકાશ: તું કેમ મારા માટે આમ વિચારે છે. હું તને પ્રેમ કરું છું અને તને ફસાવું?? અને હું કંઈજ ખોટું પણ નથી કરી રહ્યો... અંડરસ્ટેન્ડ?
પરી: ઓકે. હવે મને કોલેજ પાસે મૂકી જા.
બંને સીસીડીમાંથી કોફી પીને બહાર નીકળ્યા અને આકાશ પરીને પોતે જ્યાં રોકાયો હતો તે હોટેલમાં લઈ ગયો પરી તેને પૂછી રહી હતી કે, "મેં તને કોલેજ પાસે મને મૂકી જવાનું કહ્યું તું મને ક્યાં લઈ જાય છે?"
આકાશ: હવે આજે આપણાં મિલનનો છેલ્લો દિવસ છે તો એન્જોય કરવા દે ને યાર અને તું પણ એન્જોય કર કારણ કે હવે પછી તો તું મને આ રીતે મળવા માટે આવવાની "ના" પાડે છે.
અને બંને આકાશે જે રૂમ રાખી હતી તેમાં પ્રવેશ્યા. આકાશે રૂમનું બારણું બંધ કર્યું અને પરી કંઈ બોલે તે પહેલાં આકાશે તેને પોતાની તરફ ખેંચી પરી ઈન્કાર કરે તે પહેલાં તેણે પોતાના ભીનાં હોઠ પરીના હોઠ ઉપર ગોઠવી દીધાં....

પરંતુ આજે આકાશ સાથે વધુ સમય પસાર કરવાનું પરીનું મન જરાપણ માનતું નહોતું તેણે આકાશને જરા ધક્કો માર્યો અને પોતાના હાથમાં પહેરેલી સ્માર્ટ વોચમાં સમય જોયો અને તરતજ બોલી કે, "આકાશ મારે લેઈટ થઈ જશે મારે નીકળવું પડશે તું મને કોલેજ પાસે મૂકી જાય છે કે હું ઓટો કરી લઉં?"
આકાશને તો જાણે પ્રેમનો નશો ચડ્યો હતો અને તે નશામાં ખોવાયેલા તેણે ફરીથી પરીને પોતાની નજીક ખેંચી અને તે બોલ્યો કે, "અરે યાર, તારા હોઠ કેટલાં સુંદર છે મને એક કીસ તો કરવા દે તારી યાદ મારી પાસે રહે તેવું તો કંઈક કર યાર.."
પરીએ ફરીથી આકાશને રીતસરનો ધક્કો માર્યો પરંતુ આજે આકાશના દિલોદિમાગ ઉપર કામદેવ સવાર થઈને બેઠા હતા તેણે પરીને ફરીથી જોરથી પોતાની તરફ ખેંચીને પોતાની બાજુમાં બેડમાં સુવડાવી દીધી. પરી ખૂબ અકળાઈ ગઈ હતી તે આકાશ પાસેથી ભાગી છૂટવા ઈચ્છતી હતી... પણ છૂટવું કઈરીતે તેમ વિચારી રહી હતી...

શું પરી આકાશની હવસનો શિકાર બનશે કે અહીંથી આકાશ પાસેથી ભાગી છૂટશે??
જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/2/23

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED