Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 103

અને કવિશા ક્લાસમાં પોતાની જગ્યા ઉપર આવીને ગોઠવાઈ ગઈ શરીર અહીંયા હતું પણ મન જાણે દેવાંશની એ વાતોમાં હતું કે,‌ દેવાંશ અચાનક આમ બદલાઈ કઈ રીતે ગયો?
ક્યાં મને પહેલી જ વખત મળ્યો હતો એ દેવાંશ અને આકાશના કેસમાં સતત મારી સાથે રહી રાત દિવસ મને મદદ કરી એ દેવાંશ અને આ દેવાંશ..?? બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે..!!
દેવાંશની વર્તમાન પરિસ્થિતિએ કવિશાના દિલોદિમાગને હચમચાવીને મૂકી દીધું છે.
હવે આગળ....
આજે કવિશાને કંઈ ચેન પડતું નહોતું તેની બાજુમાં તેની ફ્રેન્ડ પ્રાપ્તિ આવીને બેઠી જે ક્યારની તેને પૂછી રહી હતી કે, શું થયું આજે તું પાર્કિંગમાં દેવાંશ સાથે શું માથાકૂટ કરી રહી હતી પરંતુ પ્રાપ્તિના શબ્દો કવિશાના કાને અથડાઈને પાછા વળી જતા હતા તેનું ધ્યાન બિલકુલ નહોતું તેને આજે કંઈ ચેન જ પડતું નહોતું દેવાંશના આ બદલાયેલા વિચિત્ર રૂપને કારણે તેના મન ઉપર ખૂબ ગહેરી અસર પડી હતી સતત એક જ સવાલ તેના નાદાન નાજુક મનને મુંઝવી રહ્યો હતો કે દેવાંશ કેમ આવો લોફર ગુંડા જેવો થઈ ગયો છે? એ લેક્ચર એણે માંડ માંડ પૂરું કર્યું પરંતુ બીજું લેક્ચર એટેન્ડ કરવાની તેની માનસિક સ્થિતિ રહી નહોતી તે કંઈપણ બોલ્યા વગર પોતાની બેગ પાછળ પોતાના ખભા ઉપર ભરાવીને ઉભી થઈ ગઈ અને પ્રાપ્તિએ તેને ફરીથી પૂછ્યું "કેમ ઘરે જાય છે? આના પછીનું લેક્ચર.."
તેણે વચ્ચે જ જવાબ આપ્યો, "ના નથી એટેન્ડ કરવો જરા તબિયત બરાબર નથી" અને તે ચાલવા લાગી પોતાનું એક્ટિવા લઇને ઘર તરફ રવાના થઈ.
થોડી વારમાં જ ઘરે પહોંચી ગઈ. પોતાના રૂમમાં ગઈ નાનીમા રામાયણ વાંચી રહ્યા હતા હાથ પગ મોં ધોઈને કપડા બદલીને જરા રિલેક્સ થઈ. નાનીમા આમ અચાનક કવિશાને વહેલી આવેલી જોઈને વિચારમાં પડી ગયા વળી તેનું મોં કહી આપતું હતું કે નક્કી તેની સાથે કંઇક બન્યું છે નાનીમાથી રહેવાયું નહીં તેમણે પોતાની બાજુમાં બેઠેલી કવિશાને માથે હાથ ફેરવ્યો અને તેને પૂછ્યું, "શું થયું બેટા? કેમ આમ નિરાશ છે?"
"બસ નાનીમા જરા તબિયત બરાબર નથી અને તેણે નાનીમાના ખોળામાં પોતાનું માથું મૂકી દીધું અને સૂઈ જવાની કોશિશ કરવા લાગી. નાનીમા પોતાના ઘરડા કસાયેલા હાથ વડે તેના માથામાં હાથ ફેરવતા રહ્યા.

એ દિવસે પરીને કોલેજમાં સબમિશન હોવાથી આવવામાં થોડું વધારે જ મોડું થઈ ગયું હતું.
આજે છુટકી તેની કાગડોળે રાહ જોતી બેઠી હતી. થોડી વારમાં પરી ઘરે આવી તો ગઈ પણ તે ખૂબજ થાકેલી હતી પરંતુ કવિશાને આજે પોતાના મનનો ઉભરો ઠાલવ્યા વગર ચેન પડે તેમ નહોતું.

પરી આવી એટલે બધાએ સાથે બેસીને જમી લીધું અને જમીને સૌ પોત પોતાની રૂમમાં ચાલ્યા ગયા. કવિશા પરીને "દી, મારી સાથે ટેરેસ ઉપર ચાલ ને મારે થોડી વાર ઠંડી હવામાં લટાર મારવી છે." તેમ કહીને પરીને ટેરેસ ઉપર લઈ ગઈ‌. પરી સમજી ગઈ હતી કે નક્કી દાળમાં કંઈક કાળું છે..‌.
તેણે સામેથી કવિશાને પૂછ્યું, "કેમ આજે તારી તબિયત બરાબર નથી કે શું?"
"હા દી મેં એટલે જ તને અહીં ઉપર આવવા કહ્યું મારે તારી સાથે થોડી વાત કરવી છે."
"કેમ શું થયું કોલેજમાં કંઈ થયું કે પછી રસ્તામાં તને કોઈ હેરાન કરે છે કે પછી કોઈ બીજો પ્રોબ્લેમ છે?"
"મને કોઈ શું હેરાન કરતું'તુ દી તો તો એનું આવી જ બને પણ સાંભળને આજે તો ખરું થયું!"
"કેમ શું થયું?"
"દેવાંશ.. દેવાંશ તો સાવ હાથમાંથી જ જતો રહ્યો છે."
"મતલબ હું સમજી નહીં? કોના હાથમાંથી જતો રહ્યો છે?"
"અરે એમ નહીં તે અવળી લાઈને ચડી ગયો છે તેના મમ્મી પપ્પાના હાથમાંથી જતો રહ્યો
છે."
"એવું તું કઈ રીતે કહી શકે?" પરીએ સામે સવાલ કર્યો.
કવિશાએ આજે કોલેજમાં પોતાની સાથે બનેલી અને પોતે જોયેલી બધીજ દેવાંશની વાત પોતાની દી પરીને કરી.
પરી પણ આ બધું સાંભળીને ચોંકી ઉઠી ‌તેનાથી બોલાઈ ગયું, "ઑ માય ગોડ, શું વાત કરે છે? દેવાંશે આવું કર્યું?"
"હા દીદી"
"મારા તો માન્યામાં જ નથી આવતું!"
"મારા માન્યામાં પણ નહોતું આવતું પણ આ હકીકત છે."
"અરે બાપ રે"
"હવે મારે શું કરવું જોઈએ?" તે પ્રશ્ન મને સતત મુંઝવ્યા કરે છે.
પરી કવિશાની વાત સાંભળીને જાણે એક થડકાર ચૂકી ગઈ તેની નજર સામે એક હટ્ટો કટ્ટો છ ફૂટની ઊંચાઈ ધરાવતો દેખાવમાં એકદમ રૂપાળો ખૂબજ હેન્ડસમ રાજકુંવર જેવો નવયુવાન દેવાંશ તરવરી રહ્યો. તે વિચારવા લાગી કે આનું શું કરવું જોઈએ...??
તેણે કવિશાની સામે જોયું અને તેને પૂછ્યું કે, "દેવાંશ તારો ફ્રેન્ડ છે?"
"એ તો મને ફ્રેન્ડ નથી માનતો એણે તો ક્યારની મારી સાથે ફ્રેન્ડશીપ તોડી દીધી છે લાસ્ટ ટાઈમ જ્યારે સમીરને કોન્ગ્રેચ્યુલેટ કરવા માટે જવાનું હતું ત્યારે મેં તેને બહુ જ કહ્યું હતું કે તું મારી સાથે ચાલ ને પણ તેણે મારી વાત એકપણ વખત ધ્યાન ઉપર નહોતી લીધી બસ ત્યારથી અત્યાર સુધીમાં આ બધું થઈ ગયું તેવું મને લાગે છે એ ભલે મને ફ્રેન્ડ ન માનતો હોય પણ હું હજુપણ તેને મારો ફ્રેન્ડ માનું છું."
"તો તારે એની મદદ કરવી જોઈએ."
"પણ આવા લોફર લફંગા જેવા ગુંડાની હું શું મદદ કરી શકું?"
"તું એની બેસ્ટ ફ્રેન્ડ છે તેમ સમજીને જ તારે ધીમે ધીમે એની નજીક જવું પડશે અને ધીમે ધીમે તેને વાળવાની કોશિશ કરવી પડશે."
"પણ એની સાથે ગુંડા જેવા બીજા પણ બે ત્રણ ફ્રેન્ડ્સ છે જે એની સાથે અવારનવાર કોલેજમાં આવતા હોય છે." કવિશાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
"ઑહ, એવું છે..!! પણ ગમે તેમ કરીને તારે એની નજીક જઈને એના પ્રત્યે સહાનુભૂતિ તો કેળવવી જ પડશે એ સિવાય બીજો કોઈ રસ્તો મને દેખાતો નથી." પરીએ કવિશાને હકીકત સમજાવતાં કહ્યું.
"મારું તો દિમાગ જ કામ નથી કરતું?? શું કરું કંઈ જ સમજમાં નથી આવતું?? આમ તો મારે એની સાથે શું લેવાદેવા છે, એને જે કરવું હોય તે કરે યાર મારે શું??" કવિશા બહુ મક્કમતાથી બોલી રહી હતી.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
31/3/24