College campus - 33 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 33

" કૉલેજ કેમ્પસ "ભાગ-33

વેદાંશના મમ્મી-પપ્પા વેદાંશને ખૂબજ હિંમત આપે છે પરંતુ ક્રીશાની તબિયતને લઈને વેદાંશ ખૂબજ ગંભીર બની જાય છે તેનું દિવસનું ચેન અને રાતની ઊંઘ પણ ઉડી જાય છે.

નવી જન્મેલી નાની બાળકી, પરી અને વેદાંશનું નસીબ જોર કરી જાય છે અને ક્રીશા બચી જાય છે પરંતુ તેને આઈ સી યુ માં રાખવામાં આવે છે પરંતુ તેના શરીરમાંથી બ્લડ ખૂબ વહી જવાને કારણે તેનું બ્લડ ઘટી જાય છે તેથી તેને નવું બ્લડ ચઢાવવાની આવશ્યકતા ઉભી થાય છે તેથી તેના સગાં સંબંધી તેમજ મિત્ર વર્તુળમાંથી બ્લડ એકઠું કરી તેને ચઢાવવામાં આવે છે.

આ બાજુ દશેક દિવસ પછી નાની બાળકીને પણ કાચની પેટીમાં રાખ્યા બાદ તેની તબિયત સુધારા ઉપર આવી જાય છે પણ તેને ખૂબજ સાચવવી પડશે તેમ તેના ડૉ. કેતન પરીખ સાહેબ જણાવે છે અને તેને એક રૂમમાં અલગ જ રાખવી પડશે જેથી કોઈપણ વ્યક્તિનું તેને ઇન્ફેક્શન ન લાગી જાય તેમ પણ ડૉ. કેતન પરીખ વેદાંશને સમજાવે છે અને ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે.

ક્રીશાને પણ હવે નવું બ્લડ ચઢાવવાને કારણે તેની તબિયતમાં થોડો સુધારો થતો જાય છે અને તે પણ હવે ભયજનક પરિસ્થિતિમાંથી બહાર છે તેમ ડૉક્ટર સાહેબ જણાવે છે. તેને આઈ સી યુ માંથી બહાર સ્પે. રૂમમાં લાવવામાં આવે છે. નાની બાળકીને ક્રીશાની સાથે એક જ રૂમમાં રાખવામાં આવે છે.

પોતાની નાજુક નમણી દીકરીના સહવાસનો અહેસાસ તેની માં ક્રીશા અનુભવે છે અને તેને પોતાની પાસે જોઈને ક્રીશાની તબિયતમાં જલ્દીથી સુધારો આવતો જાય છે. મૃત્યુ સાથે લડીને પાછી આવેલી ક્રીશા જ્યારે વેદાંશને, પરીને અને પોતાની નાની લાડલી આમ પોતાના સંપૂર્ણ પરિવારને પોતાની પાસે જોઈને ખૂબજ ભાવવિભોર બની જાય છે અને તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે છે.

વેદાંશ તેનો ચહેરો પોતાના હાથમાં લઈને ખૂબજ વ્હાલપૂર્વક તેના આંસુ પોતાના હાથ વડે લુછે છે અને તેને કપાળમાં એક ચુંબન કરીને તેને કહે છે કે, " કીશુ, હવે રડવાના દિવસો ગયા માય ડિયર, હવે તું અને આપણી આ લાડલી દીકરી બંને ખતરાની હદથી સંપૂર્ણ બહાર છો બસ હવે તો બે-ત્રણ દિવસ જ તારે પણ અહીં રહેવાનું છે મેં ડૉક્ટર સાહેબને પૂછી લીધું છે તને પણ રજા આપી દેશે અને હું તને આપણાં ઘરે લઈ જઈશ.." અને વેદાંશના આ પ્રેમસભર શબ્દો સાંભળતાં જ ક્રીશા વધુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે કારણ કે તે મૃત્યુને ભેટીને પોતાના પરિવાર પાસે પાછી આવી છે અને તે ડર એટલો બધો તેના મનમાં ઘૂસી ગયો છે કે હવે પોતાના પરિવારને છોડીને તે ક્યાંય દૂર જવા ન માંગતી હોય તેમ વેદાંશનો હાથ પણ પોતાના હાથમાં દબાવીને ફીટોફીટ પકડી રાખે છે અને મૂક પણે એમ કહી રહી છે કે, તું મને છોડીને ક્યાંય ન જઈશ..!!

વેદાંશ પણ ક્રીશાના હાથ ઉપર પોતાનો હાથ મૂકે છે અને તેને વિશ્વાસ આપે છે કે, બસ હવે બહુ થયું હવે તને મારાથી દૂર કોઈ નહીં લઈ જાય મૃત્યુ પણ નહીં..!!
આમ પતિ પત્ની મૂક બનીને પોતાના પ્રેમાળ સ્પર્શ વડે એકબીજાને પોતાના અદમ્ય પ્રેમની ખાતરી આપતા રહે છે.

વેદાંશ અને ક્રીશાનો પ્રેમાલાપ ચાલી રહ્યો હતો અને ક્રીશાના મમ્મી-પપ્પા ક્રીશાને મળવા માટે હોસ્પિટલમાં આવે છે અને વેદાંશને રીક્વેસ્ટ કરે છે કે, અહીંથી ક્રીશાને ડૉક્ટર સાહેબ રજા આપે એટલે અમે ક્રીશાને અમારા ઘરે લઈ જવા ઈચ્છીએ છીએ જેથી ક્રીશાને બરાબર આરામ પણ મળે અને નવજાત શિશુની પણ બરાબર દેખભાળ થાય.

મમ્મી-પપ્પાની આ વાત સાંભળતાં જ ક્રીશા તેમજ વેદાંશ બંને એકબીજાની સામે જૂએ છે.

હવે ક્રીશા અહીં આ હોસ્પિટલમાંથી પોતાના ઘરે જાય છે કે મમ્મી-પપ્પાની ઈચ્છાને માન આપીને આરામ કરવા માટે પોતાના પિયરમાં જાય છે..?? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/6/22


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED