Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 123

કૉલેજ કેમ્પસ ભાગ-123

સમીર ખૂબ જ મક્કમતાથી બોલ્યો કે,"પરીની મોમને સાજું થવું જ પડશે..અને એ પણ ખૂબ જ જલ્દીથી.. મારી પરી માટે.. મારી પરીને મારે ગુમાવવાની નથી..અને સમીર ડૉક્ટર નિકેતની કેબિનમાંથી બહાર નીકળ્યો....તેની નજર સમક્ષ માસુમ ભોળી પરી અને તેની નિર્દોષ મોમ તરવરી રહ્યા...************આ બાજુ દેવાંશે કવિશાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને તેને ખાતરી આપતો હોય તેમ બોલી ઉઠ્યો કે, "પ્રોમિસ બસ, આજથી બધું જ બંધ, નો સ્મોકિંગ, નો ડ્રીંકીંગ, નો ફ્રેન્ડ્સ ઓન્લી સ્ટડી..""તને ફ્રેન્ડ્સ રાખવાની કોણ ના પાડે છે, પણ આવા લોફર જેવા ફ્રેન્ડ્સ ન રખાય..""હા તારા જેવા રખાય, આઈ અન્ડરસ્ટએન્ડ.. ઓન્લી યુ માય બેસ્ટ ફ્રેન્ડ.. હવે તો મારી સામે જો અને સ્માઈલ કર.."કવિશા હસી પડી.. ખૂબજ ખુશ થઈ ગઈ..પોતાનું મિશન કામયાબ થયું હતું..દેવાંશમાં આટલો જલ્દીથી ચેન્જ આવી જશે તેવી તેણે કલ્પના શુધ્ધાં કરી નહોતી..હવે તેને વિશ્વાસ બેસી ગયો હતો કે દેવાંશની બધી જ ખરાબ આદતો હું છોડાવી શકીશ....હવે આગળ....કવિશાએ તો મનમાં ઠામી લીધું હતું કે દેવાંશની બધી જ ખરાબ આદતો પોતે છોડાવીને રહેશે પણ દેવાંશથી તેની આદતો છૂટવી પણ જોઈએ ને..?એક વખત માણસ કોઈપણ વ્યસનનો શિકારી થઈ જાય પછી તે તેનો ગુલામ બની જાય છે અને તે ગુલામીમાંથી મુક્ત થવું તેને માટે મુશ્કેલ બની જાય છે કદાચ તે તેમાંથી મુક્ત થવા પણ માંગતો હોય તો પણ મુક્ત થઈ શકતો નથી..દેવાંશની સાથે પણ કંઈક આવું જ બની રહ્યું હતું તેણે કવિશાને પ્રોમિસ તો આપી દીધી હતી કે, હું હવે સ્મોકિંગ નહીં કરું, ડ્રીંકીંગ નહીં કરું મારા એ ખરાબ દોસ્તો સાથે નહીં રખડું.. પરંતુ એટલું જલ્દીથી તેના વ્યસનો કે તેના એ મિત્રો તેનો પીછો છોડે તેમ નહોતા...કોલેજથી ઘરે આવીને તે સૂઈ જ ગયો પરંતુ ઉંઘીને ઉઠ્યો એટલે તરતજ તેને ફરીથી સિગારેટની બે ત્રણ ફૂંકો મારવાની ઈચ્છા થઈ...સિગારેટ, વાઈન, બીયર આ બધું તે પોતાના ઘરમાં જ રાખતો હતો કારણ કે તે પૈસાદાર બાપની બિગડેલી ઔલાદ હતો એટલે તેને માટે આ બધું જ જાણે જાઈશ હતું અને વધારામાં તેને ખરાબ મિત્રોનો સંઘ લાગી ગયો હતો...વાસ્તવમાં તે પોતાનો સહી રસ્તો ભૂલી ગયો હતો અને ભટકી ગયો હતો.અમુક ઉંમરે પોતાના છોકરાઓને એકલા છોડી દેવામાં પણ પૂરેપૂરું જોખમ રહેલું હોય છે...જાણતાં અજાણતાં તમારા દુશ્મન બની બેઠેલા માણસો તમારા બાળકો ઉપર ચાંપતી નજર રાખીને જ બેઠા હોય છે અને તેમને અવળે રસ્તે ચઢાવીને પોતાનો સ્વાર્થ સાધતા હોય છે.

દેવાંશે પોતાના વોર્ડ્રોબમાંથી સિગારેટનું પેકેટ કાઢ્યું અને તેમાંથી એક સિગાર હાથમાં લીધી અને તે સળગાવીને ઉપરાઉપરી બે ચાર ફૂંકો ખેંચી લીધી...અને તેણે રાહત અનુભવી...તેની તલપ પૂરી થઈ હતી...અચાનક તેની નજર સમક્ષ પોતાની બેસ્ટ ફ્રેન્ડ કવિશા આવી ગઈ તેનો મૂડ બિલકુલ ઑફ થઈ ગયો...તેને પસ્તાવો થવા લાગ્યો..તેને થયું આ મેં શું કર્યું?મેં તો કવિશાને પ્રોમિસ આપી હતી..તેણે સિગાર જમીન ઉપર ફેંકી દીધી અને પોતે પગમાં પહેરેલી સ્લીપર વડે તેને મસળી કાઢી..તે પોતાના રૂમમાં રહેલા સ્ટડી ટેબલની ચેર ઉપર બેસી ગયો અને પોતાના બે હાથ વચ્ચે પોતાનું માથું દબાવવા લાગ્યો અને પોતે કરેલા કરતૂત ઉપર પસ્તાવો કરવા લાગ્યો.."ઑહ નો, આ મેં શું કર્યું? મેં તો કવિશાને પ્રોમિસ આપી હતી કે હવે પછી હું સિગારની એક પણ ફૂંક નહીં લગાવું..અને તો પછી મેં આ શું કર્યું?મને યાદ કેમ ન રહ્યું?તેણે પોતાનો હાથ જોરથી ટેબલ ઉપર પછાડ્યો અને તે નાસીપાસ થઈ ગયો...ખૂબજ દુઃખી થઈ ગયો...તેની આંખમાંથી આંસુ સરી પડ્યા...તે મનોમન વિચારવા લાગ્યો કે, હું કેવો મજબુર બની ગયો છું.. મારે આ સિગાર વગર નથી ચાલતું..મારે સુધરવું તો પડશે જ...મારે સારી જિંદગી જીવવી હશે તો આ બધું જ છોડી દેવું પડશે..મારે જો કવિશા જેવી બેસ્ટ ફ્રેન્ડને મારી સાથે રાખવી હશે તો આ બધું જ મારે છોડી દેવું પડશે... નહીં તો કવિશા મારી સાથે વાત પણ નહીં કરે...અરે, વાત તો શું પણ મારી સામે પણ નહીં જૂએ...અને હું પણ પેલા લોફરોની જેમ આખી જિંદગી ભટકતો રહી જઈશ...મારી પણ ગણત્રી બુટલેગરોમાં થવા લાગશે..અને કવિશા જેવી બેસ્ટ મને ખૂબજ ગમતી, છોકરીની નજરમાંથી હું હંમેશને માટે ઉતરી જઈશ...અને મોમ ડેડ, મારી મોમ અને મારા ડેડ જ્યારે આવશે ત્યારે મને જોઈને તેમની શું હાલત થશે?કદાચ મોમ તો એક્સેપ્ટ જ નહીં કરી શકે કે, હું આ રીતે અવળે રસ્તે....ઑહ નો...મારે આ બધું છોડવું જ રહ્યું...તે ઉભો થયો..દર્પણ પાસે ગયો અને પોતાની જાતને જોવા લાગ્યો...તેનું અંતરમન તેને યાદ કરાવી રહ્યું હતું કે, કવિશાએ તેને વારંવાર ટોક્યો છે કે દર્પણમાં તારો ચહેરો જોજે...તે પોતાની જાતને ઓળખવવાનો પ્રયત્ન કરવા લાગ્યો..તે વિચારવા લાગ્યો કે, શું આ જ દેવાંશ છે જે પહેલા હતો?જેના હોઠ લાલ બુંદ જેવા હતા..જેનો ચહેરો માસુમ અને ભોળો લાગતો હતો અને દરરોજ કોલેજ જતી વખતે જ્યારે તે પોતાની મોમને પગે લાગીને "જય શ્રી કૃષ્ણ" કહીને નીકળતો હતો અને ત્યારે મોમ તેના આ ચહેરા ઉપર પ્રેમથી હાથ ફેરવતી હતી અને તેને કહેતી હતી કે, "જલ્દીથી પાછો આવી જજે બેટા.."પોતાની મોમનો પ્રેમાળ સ્પર્શ તેને અત્યારે તેની ગેરહાજરીમાં ખૂબ સાલવા લાગ્યો હતો અને તેનાથી છૂટ્ટા મોં એ રડાઈ ગયું...કદાચ પોતાની મોમ અને ડેડને છેતર્યા અને પોતે અવળા ધંધા કર્યા તેનો આ જ ખરો પશ્ચાતાપ હતો....વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ     23/12/24