કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 46 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 46

" કૉલેજ કેમ્પસ "ભાગ-46
પરી આજે પોતાની મોમ ક્રીશાને જોઈને જાણે ધન્ય થઈ ગઈ હોય તેમ એકીટશે તેની સામે જ જોઈ રહી હતી. જાણે ક્રીશામાં તેને સાક્ષાત દેવીમાંના દર્શન થયા હોય તેમ તે એકદમ ખુશ થઈ ગઈ અને બોલી ઉઠી કે, " મોમ, જય માતાજી, બોલ તું કેમ છે ? "
ક્રીશા: જય માતાજી બેટા, હું ઓકે છું, બોલ‌ તું કેમ છે ?
કવિશા (છુટકી): (વચ્ચે જ બોલી પડે છે) તમારી બંનેની આસ્થા ચેનલ પૂરી થઈ હોય તો હું આગળ કંઈ વાત કરી શકું છું ?
અને છુટકીનો નાહકનો ગુસ્સો જોઈને માં-બેટી, ક્રીશા અને પરી બંને હસી પડે છે.

છુટકીનો વિડિયો કોલ ચાલતો હોય છે અને વચ્ચે વચ્ચે આકાશ પરીને ફોન કરી રહ્યો છે પરી આકાશનો ફોન કાપી રહી છે એટલે તે ગુસ્સે થઈ રહ્યો છે.

છુટકી સાથે અને મોમ ક્રીશા સાથે વાત પૂરી થતાં જ પરીએ આકાશને ફોન કર્યો. આકાશ થોડો ગુસ્સમાં જ હતો એટલે પરીની ઉપર પોતાનો ગુસ્સો ઠાલવતાં બોલી પડ્યો કે, " શું કરે છે યાર ફોન કેમ કાપે છે ? "
પરી પણ અત્યારે થોડી મજાકના મૂડમાં જ હતી એટલે આકાશને વધુ ગુસ્સે કરવા માંગતી હોય તેમ બોલી, " મારી મરજી, મારે વાત કરવી હોય તો કરું અને ન કરવી હોય તો ન પણ કરું "
આકાશ તો પરીનો જવાબ સાંભળીને વિચારમાં જ પડી ગયો અને સાચું જ માની ગયો કે પરી તેની સાથે વાત કરવાના મૂડમાં નહીં હોય એટલે " ઓકે તો ચલ મૂકું, આપણે પછીથી વાત કરીએ " એટલું કહીને ફોન મૂકવા જતો હતો ત્યાં પરી તેની ઉપર તાડુકી, " એ બુદ્ધુ, મારે મોમ સાથે અને છુટકી સાથે વિડિયો કોલ ચાલતો હતો અને તું વચ્ચે ડિસ્ટર્બ કરી રહ્યો હતો એટલે તારો ફોન કટ કરતી હતી. હે ભગવાન આને કોઈ સમજાવો. " અને પરી હસી રહી હતી તેનો આ જવાબ સાંભળીને આકાશ પણ હસવા લાગ્યો અને બોલ્યો કે, " અચ્છા એવું હતું, સોરી યાર હં, મને એમ કે..."
પરી: બુધ્ધુ છે તું સાવ બુધ્ધુ.
આકાશ: ઓકે, આઈ એમ બુધ્ધુ બસ. હવે આગળ વાત કરું આપણે જઈશું મારા ફ્રેન્ડ્સને મળવા ?
પરી: ઓકે, કેટલા વાગે ?
આકાશ: રાત્રે જઈએ નવેક વાગે..
પરી: રાત્રે ? રાત્રે નાનીમા મને નહીં આવવા દે..
આકાશ: આવવા દેશે, તું પૂછ તો ખરી અને હું તને તારા ઘરે આવીને લઈ પણ જઈશ અને મૂકી પણ જઈશ પછી શું પ્રોબ્લેમ છે ? ‌
પરી: ઓકે હું નાનીમાને પૂછીને તને કોલ કરું.
આકાશ: ઓકે
પરી નાનીમાને પ્રેમથી વળગીને પૂછે છે કે, " હું આકાશ સાથે રાત્રે બહાર જવું એકાદ કલાકમાં પાછી આવી જઈશ "
નાનીમા પણ વિચારે છે કે, પરી આજે તેની માં ની વાત સાંભળીને થોડી ડિસ્ટર્બ થઈ ગઈ છે જરા બહાર ફરી આવશે તો ફ્રેશ થઈ જશે. એટલે તે હા પાડે છે અને પરી પણ ખુશ થઈ જાય છે અને તરત જ આકાશને ફોન કરીને હા પાડી દે છે અને કેટલા વાગે તે લેવા માટે આવશે તે પણ પૂછી લે છે.

આકાશ નક્કી કરેલા સમય મુજબ બરાબર નવ વાગ્યે પરીને લેવા માટે આવી જાય છે અને પોતાનો એક જ ટાઈપનો હોર્ન વગાડે છે એટલે પરી સમજી જાય છે કે આકાશ આવી ગયો.

નાનીમા આકાશને ઘરમાં આવવા કહે છે પણ આકાશ મોડું થશે નાનીમા અમે નીકળીએ તેમ કહી ના પાડે છે.

પરી બ્લ્યુ જીન્સ અને બ્લેક સોલ્ડર કટ ટીશર્ટમાં ખૂબ જ રૂપાળી લાગી રહી છે. રાતની ચાંદનીમાં જાણે તેનું રૂપ ખીલી ઉઠ્યું છે. તેને જોઈને તરત જ આકાશ બોલી ઉઠે છે કે, " અરે વાહ, બહોત ખૂબ દીખ રહી હૈ આપ તો, આપકો દેખકર દેખો યે ચાંદ ભી શરમ કર છૂપ રહા હૈ. "
પરી: ચલ હવે પોલ્સન મારવાનું બંધ કર.
આકાશ: સાચે જ કહું છું બસ, આજે તું બહુજ સરસ લાગી રહી છે.
પરી: ઓકે થેન્ક્સ હવે ખાલી તારીફ જ કર્યા કરીશ કે તારું આ ફટફટિયુ પણ ચાલુ કરીશ.
આકાશ: હા હા ચલ નીકળીએ.
પરી બુલેટ પાછળ ગોઠવાઈ જાય છે એટલે આકાશ તેને ટોકે છે. બરાબર પકડીને બેસજે હું ગમે ત્યારે શૉટ બ્રેક લગાવી શકું છું ઓકે ?
પરી: હા હા હવે ખબર છે મને તું કેવું ચલાવે છે તે, હું પહેલીવાર તારી પાછળ નથી બેસતી ઓકે
આકાશ: ઓકે
અને આકાશે પોતાનું બુલેટ હંકારી મૂક્યું.
આકાશ પરીને શહેરથી થોડે દૂર લઈ ગયો એટલે પરીએ પૂછ્યું પણ ખરું કે, કેમ આટલે બધે દૂર આપણે તારા ફ્રેન્ડ્સને મળવા માટે જઈએ છીએ કે ક્યાંય બીજે ?
આકાશ: હા હા, મારા ફ્રેન્ડ્સને મળવા માટે જ જઈએ છીએ.
પરી: તો અહીંયા આટલે બધે દૂર ?
આકાશ: હા તો એમાં શું છે હું છું ને તારી સાથે અને છોકરીઓ પણ છે તું ચિંતા ના કરીશ.
પરી: ઓકે
અને બંને જણાં મંઝિલ સુધી પહોંચી ગયા.

આકાશ પરીને એક ટેન્ટમાં લઈ ગયો જ્યાં લગભગ તેમની જ ઉંમરના દશથી બાર છોકરા છોકરીઓ હતા.
પરીને જગ્યા બરાબર ન લાગી પણ તે કંઈજ ન બોલી.
આકાશે પોતાના બધાજ ફ્રેન્ડ્સ સાથે પરીની ઓળખાણ કરાવી. આકાશના બધાજ ફ્રેન્ડ્સ ખૂબજ સારા ઘરથી બીલોન્ગ્સ કરતા હતા એટલે પરીને થયું કે, " ના ના આકાશનું ગૃપ તો સારું જ છે. "
થોડી વાર બધા બેઠા થોડા ગપ્પા માર્યા અને પછી એક ખૂણામાં બે ત્રણ હુક્કા મૂકેલા હતા તે બહાર કાઢવામાં આવ્યા અને તેની અંદર કંઈક ભેળવીને એક પછી એક બધા તે હુક્કો ફૂંકવા લાગ્યા.
ગોળ ગોળ ફરતો ફરતો હુક્કો આકાશ પાસે આવ્યો એટલે આકાશે પણ લગાવ્યો અને પછી પરીને ઓફર કરી...
પરી હુક્કો પીવા માટે તૈયાર થાય છે કે નહિ તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/10/22


રેટ કરો અને રિવ્યુ આપો

h h

h h 1 માસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 2 માસ પહેલા

Larry Patel

Larry Patel 5 માસ પહેલા

Janvi Virani

Janvi Virani 5 માસ પહેલા

Heena Suchak

Heena Suchak 5 માસ પહેલા

શેયર કરો