કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 51 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 51

" કૉલેજ કેમ્પસ "ભાગ-51

પરી એકીટશે પોતાની મોમને જ જોયા કરતી હતી અને વિચારતી હતી કે, ફોટામાં મારી મોમ કેટલી બ્યુટીફુલ દેખાય છે અને અત્યારે તેની આ હાલત..!!

ડૉક્ટર હોવા છતાં પોતાની વ્યક્તિનું દુ:ખ કોઈપણ માણસ જોઈ નથી શકતું નથી કે સહન કરી શકતું નથી તેમ પરી પણ પોતાની મોમનું દુઃખ જોઈ શકતી નથી.

તેનાં ગળામાં ડૂમો ભરાઈ જાય છે. તે પોતાની મોમની નજીક જાય છે અને તેના બંને ગાલ ઉપર પોતાના નાજુક નમણાં હાથથી પોતાની માંને વ્હાલ કરે છે અને "મોમ" એટલું જ બોલી શકે છે અને તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે છે. તેનાં ગરમ આંસુ માધુરીના નિસ્તેજ હાથ ઉપર પડે છે અને જાણે માધુરીના હાથમાં સળવળાટ થાય છે...!!
તે પોતાની મોમના બંને હાથને પંપાળે છે અને તેની સામે જોઈ રહે છે કે, ફરીથી તેના હાથમાં મુવમેન્ટ આવે છે કે નહિ... અને આશ્ચર્ય સાથે નાનીમાને કહે છે કે, નાનીમા મારી મોમે હાથ હલાવ્યો..તેના હાથમાં સળવળાટ થયો. નાનીમા તરતજ માધુરીના બેડની સામેના સોફા ઉપરથી ઉભા થઈને માધુરીની નજીક ગયા અને પરી જે કહે છે તે સાચું છે ? તેમ વિચારવા લાગ્યા અને પછી પરીને કહેવા લાગ્યા કે, ના ના બેટા, તને એવો ભ્રમ થયો લાગે છે. પરંતુ પરી આ વાત માનવા માટે તૈયાર નહોતી. તે તો સીધી દોડીને રૂમની બહાર ગઈ અને નર્સને પૂછવા લાગી કે, ડૉક્ટર સાહેબ ક્યાં છે ?
નર્સ પણ પરીને આ રીતે બહાર દોડીને આવતાં જોઈને ગભરાઈ ગઈ અને પૂછવા લાગી કે, " શું થયું, પેશન્ટને કંઈ થયું ? "
પરીએ પણ એટલી જ એક્સાઈટમેન્ટથી જવાબ આપ્યો કે, " હા, તમે ડૉક્ટર સાહેબને બોલાવોને જલ્દીથી...
નર્સ: હા, તે રૂમ નંબર 104 માં છે હું તેમને બોલાવી લાવું.
નર્સે ડૉ. અપૂર્વ પટેલને બોલાવવા માટે જાય છે એટલે તરત જ અપૂર્વ પટેલ માધુરીની રૂમમાં આવ્યા અને શું પ્રોબ્લેમ થયો છે તેમ પૂછવા લાગ્યા.
પરીએ પોતે જે અનુભવ્યું હતું તે ડૉ.સાહેબને તે કહેવા લાગી કે, " સર, મારી મોમને મેં સ્પર્શ કર્યો અને પછી મોમના બંને ગાલ ઉપર મેં હાથ ફેરવ્યા તો મારાથી રડી પડાયું અને મારા આંસુ મોમના હાથ ઉપર પડ્યા તો મોમના હાથમાં સળવળાટ થયો આ મેં મારી જાતે જોયું છે સર. "
ડૉ.અપૂર્વ પટેલ: આર યુ સ્યોર મિસ પરી ?
પરી: યસ સર
ડૉ.અપૂર્વ પટેલ : આમ બની શકે તે શક્ય લાગતું નથી.. પછી કોઈ ચમત્કાર થયો હોય તો ખબર નહીં..કારણ કે અમે ઘણાં બધા વર્ષોથી ઘણાં પ્રયત્નો કરી ચૂક્યા છીએ. અલગ અલગ મેડીસીનનો ઉપયોગ કરીને પણ અમે મીસીઝ માધુરીને કોમામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છીએ પરંતુ દરેક વખતે અમને નિરાશા જ મળી છે.
એટલે અચાનક કોઈ આવું કહે તે અમારા માનવામાં ન આવે તે સ્વાભાવિક છે પણ તમે તેમનાં દીકરી છો અને તમારા સ્પર્શથી જો તેમની સ્થિતપ્રજ્ઞ અવસ્થામાંથી તે બહાર આવ્યા હોય તો ઈટ ઈઝ બેટર, તમે જે રીતે તેમને સ્પર્શ કર્યો હતો તે જ રીતે ફરીથી એકવાર સ્પર્શ કરો તો...!!
અને પરીએ ફરીથી પોતાની મોમના બંને ગાલ ઉપર પોતાના બંને હાથ મૂક્યા અને ફરીથી તેની આંખમાં આંસુ આવી ગયા અને તે જ રીતે તેનાં ગરમ ગરમ આંસુ તેની મોમના હાથ ઉપર પડ્યા અને ડૉક્ટર સાહેબ બિલકુલ ધ્યાનથી જોઈ રહ્યા હતા અને ફરીથી માધુરીના હાથમાં સળવળાટ થયો..!!
ડૉક્ટર સાહેબ આ મુવમેન્ટ જોઈને ખુશ થઈ ગયા અને માધુરીને ચેક કરવા લાગ્યા અને તેને ભાનમાં લાવવાની કોશિશ કરવા લાગ્યા. માધુરી ભાનમાં તો ન આવી પણ ડૉક્ટર સાહેબને આશા બંધાઈ ગઈ કે, માધુરી હવે ખૂબ જલ્દીથી ભાનમાં આવી જશે અને પોતાની હોસ્પિટલમાંથી એક ક્રીટીકલ કેસ સોલ્વ થશે અને સાજો થઈને બહાર જશે.

અને નાનીમા તેમજ પરીની ખુશી તો આજે ચરમસીમાએ હતી. નાનીમા પોતાની દીકરી આટલા બધા સમય બાદ પાછી મળશે તેમ વિચારવા લાગ્યા અને પરી તો વળી તેનાથી વધારે ખુશ હતી કે, મારું અમદાવાદ આવેલું સાર્થક થઈ ગયું. હું તો અહીંયા અમદાવાદ આવવા જ માંગતી નહોતી પરંતુ બેંગ્લોરથી મોમ અને ડેડે જ મને અહીંયા મોકલી છે તેમને પણ મારે થેંક્યું કહેવું પડશે.

ડૉ.અપૂર્વ પટેલે વધુ પ્રયત્ન કર્યો પરંતુ તે પછી ફરીથી માધુરીના નિસ્તેજ બોડીમાં કોઈ મુવમેન્ટ જોવા ન મળી.
પરી થોડી નિરાશ થઈ ગઈ તેને બસ હવે તેની મોમ સાથે ઘણી બધી વાતો કરવી હતી પોતે નાની હતી ત્યારથી અત્યાર સુધીમાં બનેલી બધીજ વાતો તેને પોતાની મોમ સાથે કરવી હતી.
ડૉ.અપૂર્વ પટેલે પરીને સમજાવ્યું કે, હવે માધુરીના હાથમાં સળવળાટ આવ્યો છે મતલબ કે તેમની આ પરિસ્થિતિમાં ફેરફાર થવાનાં ચાન્સ સો ટકા વધી ગયા છે માટે તમે ચિંતા ન કરશો અને ત્યારબાદ ડૉક્ટર સાહેબે બંનેને હવે રૂમની બહાર આવવા માટે કહ્યું.

પરી ડૉક્ટર અપૂર્વ પટેલની કેબિનમાં તેમને મળવા માટે ગઈ અને મેડિકલ ભાષામાં તેમની સાથે વાત કરીને અત્યાર સુધીમાં પોતાની મોમને કઈ કઈ દવા તે આપી ચૂક્યા છે તે પણ જાણી લીધું અને ત્યારે જ તેણે નક્કી કર્યું કે, મેડિકલ લાઈનમાં હું આગળ હવે એવું ભણીશ કે મારી મોમને હું પથારીમાંથી ઉભી કરી શકું.
પરી ડૉક્ટર સાહેબ સાથે વાત કરતી હતી અને આકાશનો ફોન આવી રહ્યો હતો અને પરી ફોન કાપી રહી હતી. બહાર નીકળીને તેણે આકાશ સાથે વાત કરી અને આકાશ તેમને લેવા માટે હોસ્પિટલમાં આવ્યો પરી અને નાનીમા બંને ઘરે જવા માટે નીકળ્યા.

ગાડીમાં બેઠા પછી આકાશે જોયું તો પરી બરાબર મૂડમાં નહતી એટલે તેણે નાનીમાને તેમના ઘરે ડ્રોપ કર્યા અને પરીને પોતાની સાથે બહાર ફરવા લઈ જવા માટે નાનીમાને પૂછ્યું.
નાનીમા પણ જાણતાં હતાં કે પરી આજે ખૂબજ નિરાશ થઈ ગઈ છે એટલે તેમણે પણ બંનેને થોડીવાર બહાર ફરીને આવવા માટે કહ્યું.
આકાશે પરીને ક્યાં જવું છે તેમ પૂછ્યું પરંતુ પરીએ કોઈ જવાબ ન આપ્યો. આકાશ પરીને લઈને સંકલ્પ હોટલમાં લઈ ગયો અને ત્યાં તેણે પરી માટે તેનો ફેવરિટ મસાલા ઢોંસા ઓર્ડર કર્યો અને પોતાને માટે ઈડલી વડા ઓર્ડર કર્યા. બંનેએ શાંતિથી જમી લીધું અને પછી આકાશે પરીને મૂડમાં લાવવા માટે પોતાના ફ્રેનડ્સ સાથે લઈ જવા માટે પૂછ્યું. પરીએ હા પાડી એટલે બંને જણાં હુક્કાબારવાળી જ્ગ્યાએ બધા ફ્રેન્ડ્સને મળવા માટે ગયા અને બધા મિત્રો સાથે બેઠા... પરીને આજે ફરીથી હુક્કો ઓફર કરવામાં આવ્યો...

હવે આજે પરી હુક્કાનો નસો કરે છે કે નહિ..? માધુરીના હાથમાં થયેલો સળવળાટ ચાલુ રહે છે કે માત્ર ક્ષણિક જ હતો..? હવે આગળ શું થશે..? પરી પોતાની મોમ માટે અહીંજ રોકાઈ જશે કે બેંગલોર પાછી જશે..?? તે તો સમય બતાવશે.. વધુ આગળના ભાગમાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
28/11/22


રેટ કરો અને રિવ્યુ આપો

manisha

manisha 3 અઠવાડિયા પહેલા

Janvi Virani

Janvi Virani 1 માસ પહેલા

Jayshrer

Jayshrer 2 માસ પહેલા

Heena Suchak

Heena Suchak 2 માસ પહેલા

Jasmina Shah

Jasmina Shah માતૃભારતી ચકાસાયેલ 4 માસ પહેલા

શેયર કરો