Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ - 11 - (એક દિલચસ્પ પ્રેમકથા)

સાન્વી અને વેદાંશ બંને એકબીજાને ફ્લાઈંગ કીસ આપી ફોન મૂકે છે....

સાન્વી એકદમ ધ્યાનથી ફાઇનલ એક્ઝામની તૈયારી કરી રહી છે. વેદાંશના કહેવા પ્રમાણે તે, સાન્વીને એક્ઝામ છે એટલે દશ દિવસની રજા લઇ અમદાવાદ આવ્યો છે.

દુનિયાનો છેડો એટલે ઘર...પોતાના ઘરે આવીને તે મનની શાંતિ અને હાંશ અનુભવે છે. મમ્મી-પપ્પા, ભાઈને મળીને ખૂબજ ખુશ થઇ જાય છે.

આફ્ટર લોન્ગ ટાઇમ ઈશીતાને ઘરે બધા ભેગા થાય છે. ચાતક વરસાદની રાહ જુએ તેમ સાન્વી વેદાંશની રાહ જોઇ રહી છે. આટલા બધા સમય પછી વેદાંશને મળવાનું એક્સાઇટમેન્ટ...કંઈક અલગ જ અહેસાસ હતો એ...!! જેને પ્રેમ કરતા હોઈએ તેના આવવાની રાહ જોવી...!! આટલું અઘરું હશે...??
તે સાન્વીને અત્યારે સમજાઇ રહ્યું હતું...!!

કેવો લાગતો હશે વેદાંશ..? બદલાયો હશે કે તેનો તે જ હશે..? જોબ જોઇન્ટ કર્યા પછી કેવા કપડા પહેરતો હશે..? ઓફિસ વેર કે પછી જીન્સ ટી-શર્ટ.. કેવો લાગતો હશે, મારો વેદાંશ કેઝ્યુઅલ ડ્રેસમાં..?? કેટ..કેટલા.. પ્રશ્ન સાન્વીને મૂંઝવી રહ્યા હતા. અને તેના બધા જ પ્રશ્નોનો જવાબ.... વેદાંશ, તેની સામે આવીને ઉભો રહી ગયો, બ્લેક ટી-શર્ટ અને જીન્સમાં... વેદાંશ હેન્ડસમ લાગી રહ્યો હતો....બેંગ્લોરની ખુશનુમા રેઇની સીઝને તેને ઓર ગોરો બનાવી દીધો હતો.

ઈશીતા, અર્જુન અને સાન્વીની ખુશીનો કોઈ પાર ન હતો. બધા એકબીજાને હગ કરે છે, વાતાવરણ જાણે ખુશીથી મહેંકી ઉઠે છે અને એ સાંજ યાદગાર, ખુશનુમા સાંજ બની જાય છે. વેદાંશ સાન્વીને પોતાના આલિંગનમાં લઇ લે છે અને બે-ત્રણ, ચાર કીસ કરી લે છે...એટલે ઈશીતા બહારથી ડોર નોક કરે છે અને બોલે છે, " એ પાગલ, લવબર્ડઝ ...પછી... માટે પણ કંઇક બાકી રાખો.." અને વેદાંશ-સાન્વી પ્રેમથી છૂટા પડે છે.

સાન્વી શાંતિથી એક્ઝામ આપે છે. વેદાંશ અને ઈશીતા સતત તેની હેલ્પમાં રહે છે. અર્જુનને પણ અમદાવાદમાં જ સારી જોબ મળી ગઇ છે. એટલે તે પણ સેટલ થઈ ગયો છે.

સાન્વીના પેપર્સ સરસ જતા હતા. બસ, હવે આજે છેલ્લો દિવસ હતો એક્ઝામનો એટલે વેદાંશ સાન્વીને લઇને તેના ઘરે જાય છે. જઇને તરત જ તે સાન્વીના મમ્મી-પપ્પાને પગે લાગે છે અને પોતે બેંગ્લોરમાં સેટલ છે, તેની સેલરી જણાવે છે અને શાંતિથી વાત કરે છે કે, " અંકલ, હું તમારી પાસે સાન્વીનો હાથ માંગવા આવ્યો છું, હું અને સાન્વી છેલ્લા પાંચ વર્ષથી સાથે છીએ અને અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ."

આ વાત સાંભળતાં જ સાન્વીના પપ્પા ખૂબજ ગુસ્સે થઇ જાય છે અને વેદાંશને કહે છે કે, " મારે મારી દીકરીને મારી જ્ઞાતિમાં જ પરણાવવાની છે, મેં તેને માટે સારું ઘર અને સારો છોકરો શોધીને રાખ્યા છે. અને ત્યાં જ મારે સાન્વીને પરણાવવાની છે. વેદાંશ મોહિતભાઈને બે હાથ જોડીને, પગે લાગીને ખૂબ રીક્વેસ્ટ કરે છે પણ મોહિતભાઈ એકના બે થતા નથી.

વેદાંશ અને સાન્વી બંને ખૂબ રડી પડે છે. પણ મોહિતભાઈ ઉપર તેની કંઇજ અસર થતી નથી. અને વેદાંશ દુઃખી હ્રદયે સાન્વીનું ઘર છોડીને ચાલ્યો જાય છે.

બીજે દિવસે મોહિતભાઈ સાન્વીને લઇને છોકરાવાળાને ઘરે જાય છે અને માધુરીનું ડૉ.ૠત્વિક સાથે નક્કી કરી દેવામાં આવે છે.

બરાબર એક મહિના પછી સાન્વીના લગ્ન પણ ડૉ.ૠત્વિક સાથે કરી દેવામાં આવે છે. સાન્વી પોતાના પપ્પાને કંઇજ કહી શકતી નથી. મમ્મીને ખૂબ રીક્વેસ્ટ કરે છે પપ્પાને સમજાવવા માટે પણ મમ્મી પ્રતિમાબેન કહે છે કે, " બેટા, આટલા વર્ષોમાં તારા પપ્પાએ મારું કોઈ દિવસ સાંભળ્યું નથી, આખી જિંદગી તેમને જે ગમ્યું તે જ તેમણે કર્યું છે. હું શું કરી શકું...?? મજબૂર છું બેટા. " અને એક ઉંડો નિ:સાસો નાંખે છે.

અને દુઃખી હ્રદયે સાન્વી વિદાય થઇ પોતાને સાસરે ચાલી જાય છે.

હવે સાન્વીના ચાલ્યા ગયા પછી વેદાંવ કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે....વાંચો હવે પછીના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
13/5/2021