Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 67

"કૉલેજ કેમ્પસ"ભાગ-67

પરીએ ફરીથી આકાશને રીતસરનો ધક્કો માર્યો પરંતુ આજે આકાશના દિલોદિમાગ ઉપર કામદેવ સવાર થઈને બેઠા હતા તેણે પરીને ફરીથી જોરથી પોતાની તરફ ખેંચીને પોતાની બાજુમાં બેડમાં સુવડાવી દીધી. પરી ખૂબ અકળાઈ ગઈ હતી તે આકાશ પાસેથી ભાગી છૂટવા ઈચ્છતી હતી... પણ છૂટવું કઈરીતે તેમ વિચારી રહી હતી...

પરીએ પોતાનામાં જેટલું જોર હતું તે જોર સાથે આકાશને જોરદાર ધક્કો માર્યો અને તે દરવાજા તરફ આગળ વધી અને આકાશ પોતાના બેડમાંથી ઉભો થાય તે પહેલાં તેણે દરવાજો ખોલી કાઢ્યો અને પોતાનું બેગ હાથમાં લઈ તે દરવાજાની બહાર નીકળી ગઈ આકાશ તેની પાછળ પાછળ "પરી એક મિનિટ ઉભી તો રહે... પરી..પરી.." બોલતો બોલતો પરીની પાછળ પાછળ તે પણ રૂમમાંથી બહાર નીકળી ગયો અને નિરાશા સાથે બોલ્યો કે, "ચાલ, બેસી જા હું તને કોલેજ મૂકી જવું."
પરીને આકાશ ઉપર ખૂબજ ગુસ્સો આવ્યો હતો તે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં બોલી કે, "નો થેંક્સ, હું ઓટો કરીને ચાલી જઈશ"
આકાશને પોતાની ભૂલ સમજાઈ રહી હતી તે પરીને રીક્વેસ્ટ કરવા લાગ્યો કે, "સોરી યાર ફરીથી આવું નહીં કરું બસ" અને તેણે પરીનો હાથ પકડી લીધો. પરી ચાલતાં ચાલતાં અટકી ગઈ.
આકાશ ફરીથી પરીને પોતાના બાઈક પાછળ બેસવા માટે કાકલૂદી કરવા લાગ્યો. પરીને પણ થયું કે, ઓટો નહીં મળે તો બહુ લેઈટ થઈ જશે અને મોમ ચિંતા કરશે તેથી તે આકાશના બાઈક પાછળ ગોઠવાઈ ગઈ અને આકાશને કહેવા લાગી કે, "મને સીધી મારા ઘરે જ મૂકી જા બહુ લેઈટ થઈ ગયું છે." બંને બિલકુલ ચૂપ હતા. પરીએ પોતાના ઘરે જવાનો રસ્તો બતાવ્યો અને આકાશ તેને ઘર સુધી મૂકવા ગયો.
પરીનું ઘર આવી ગયું એટલે આકાશ તેને પૂછવા લાગ્યો કે, "ફરીથી તું ક્યારે મને મળવા માટે આવીશ?"
પરી: નક્કી નહિ..
આકાશ: ઓકે હું અહીં બેંગ્લોર આવીશ એટલે તને ફોન કરીશ.
પરી: તું મને ફોન ન કરીશ હું જ્યારે ફ્રી પડીશ ત્યારે હું જ તને ફોન કરીશ.
આકાશ: પણ ક્યારે કરીશ?
પરી: કરીશ કોઈ વાર..
આકાશ: કોઈ વાર? વોટ ડુ યુ મીન કોઈ વાર?
પરી: તને ખબર છે ને કે મને એવો ટાઈમ જ નથી હોતો..
આકાશ: તો હું ફોન કરીશ તો તું ઉઠાવજે ઓકે?
પરી: ઓકે, આઈ વીલ ટ્રાય..
આકાશે ફરીથી પરીની સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો કે, "પરી, ભલે તું મને ચાહે કે ન ચાહે પણ હું તને ખૂબજ ચાહું છું. આઈ લવ યુ યાર..."
પરીએ આકાશની આ વાતનો કોઈ જ રિપ્લાય ન આપ્યો ફક્ત તેણે આકાશને એક મીઠું સ્માઈલ આપ્યું અને "બાય" કહીને તે પોતાના ઘરભણી ચાલી ગઈ. આકાશ તેને જતી જોઈ રહ્યો.
તે દિવસે તો પરી ખૂબજ થાકી ગઈ હતી એટલે ઘરે આવીને તરત જ હાથ પગ મોં ધોયા અને પોતાના બેડ ઉપર આડી પડી ગઈ તેને આમ ચૂપચાપ જોઈને તેની મોમ ક્રીશા તેના રૂમમાં આવી અને તેને જમવા માટે પૂછવા લાગી પરંતુ પરીએ ભૂખ નથી તેમ કહી વાત ટાળી દીધી. ક્રીશાને લાગ્યું કે, પરીની તબિયત બરાબર નથી કે શું? પરી આંખો મીંચીને ચૂપચાપ સૂઈ જવાની કોશિશ કરી રહી હતી અને ક્રીશા તેની નજીક ગઈ અને તેના માથે પ્રેમથી હાથ ફેરવવા લાગી અને તેને પૂછવા લાગી કે, "તારી તબિયત બરાબર નથી કે શું બેટા?"
ખરેખર પરીને થોડું અનઈઝીનેસ જેવું લાગતું હતું એટલે તેણે "હા મોમ આજે જરા તબિયત બરાબર નથી લાગતી" તેમ કહી પોતાની મોમનો પ્રેમથી હાથ પકડી લીધો. ક્રીશા તેની બાજુમાં બેસી ગઈ અને પ્રેમથી તેના માથે હાથ ફેરવવા લાગી. એટલામાં કવિશા મોમ..મોમ.. બૂમો પાડતી પાડતી ઘરમાં આવી... એટલે ક્રીશા ઉભી થઈને બહાર વિશાળ દિવાનખંડમાં પ્રવેશી... અને કવિશા પોતાની મોમને કહેવા લાગી કે, "આજે તો મેં દીદીને બાઈક પાછળ બેઠેલી જોઈ હતી.."
કવિશાની વાત સાંભળીને ક્રીશા ચોંકી ગઈ અને બોલી કે, "ના હોય હવે એ તો કોલેજ ગઈ હતી અને કોલેજથી હમણાં જ આવી!! બીજું કોઈ હશે...ખરેખર તે દીદીને જ જોઈ હતી?"
કવિશા: યસ મોમ, આઈ એમ સ્યોર અબાઉટ ઈટ.

ક્રીશાથી "ઑહ નો" બોલાઈ ગયું અને તે
કવિશાની ચોંકાવનારી વાત સાંભળીને ખરેખર ચોંકી ઉઠી હતી અને વિચારી રહી હતી કે, ખરેખર પરી કોઈના બાઈક પાછળ બેઠી હશે અને બેઠી પણ હશે તો તે કોણ હશે અને તો પછી તેણે મને ઘરે આવીને કંઈ કહ્યું કેમ નહીં? મારી બંને દીકરીઓને અને વેદાંશને ત્રણેયને આખા દિવસમાં શું બન્યું તે બધુંજ ઘરે આવીને મને કહેવાની આદત છે તો પછી પરીએ આજે કેમ કંઈ કહ્યું નહીં? અને તે ક્યાં ગઈ હશે અને ક્યાંક ગઈ હશે માટે જ તો તે આજે આટલી બધી થાકેલી લાગે છે અને કદાચ માટે જ તેણે આજે જમવાની પણ ના પાડી અને તે સીધી સૂઈ જ ગઈ..‌હે ભગવાન હું જે વિચારું છું તે બધુંજ ખોટું હોય...અને ક્રીશા બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરવા લાગી. અને વિચારવા લાગી કે, અત્યારે તેને ઉંઘમાંથી ઉઠાડીને આ વિશે પૂછી લઉં પછી થયું કે, ના ના અત્યારે કંઈજ નથી પૂછવું સવારે જ હું તેને પુછીશ...‌અને તે જમવા માટે કવિશાને પૂછવા લાગી....

પરી પોતાની મોમ ક્રીશાને સાચેસાચું કહી દેશે કે, પોતે આકાશ સાથે બાઈક ઉપર બેઠી હતી? કે પછી કવિશાને ખોટી સાબિત કરશે? તે તો સમય જ બતાવશે....તો આપણે પણ તે જોઈએ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
8/3/23