Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 60

" કૉલેજ કેમ્પસ "ભાગ-60

હજુ તો પરી આલ્ફાવન મોલમાં પહોંચી જ હતી ત્યાં આકાશનો ફોન આવ્યો...એક વખત..બે વખત.. ત્રણ વખત ઉપરાઉપરી આકાશ તેને ફોન કર્યા કરતો હતો અને તે ફોન કાપતી હતી છેવટે તેણે ફોન ઉપાડ્યો તો આકાશે તેને મળવા આવવા માટે ખૂબ જીદ કરી અને છેવટે તે તેને મળવા માટે આલ્ફાવન મોલમાં આવી પણ પહોંચ્યો. પરીએ તેને જણાવ્યું કે પોતે બે જ દિવસમાં બેંગ્લોર જઈ રહી છે તો આકાશે તેને તેની પાછળ પાછળ પોતે પણ બેંગ્લોર આવશે તેમ કહી રહ્યો હતો. પરી તેને પોતાની પાછળ બેંગ્લોર નહીં આવવા માટે સમજાવી રહી હતી અને જો તે બેંગ્લોર આવશે તો પણ પરી તેને બેંગ્લોરમાં મળવા માટે ઈન્કાર કરી રહી હતી પરંતુ આકાશ તેની એકપણ વાત માનવા માટે તૈયાર નહોતો આલ્ફાવન મોલમાં તે પરીને પોતાની વાત માનવા માટે આજીજી કરી રહ્યો હતો અને તેની પાછળ પાછળ ફરી રહ્યો હતો છેવટે પરીએ ગુસ્સે થઈને તેને કહ્યું કે, પહેલા હું જે કામ માટે અહીં આવી છું તે કામ તું મને પૂરું કરવા દઈશ પ્લીઝ... અને આકાશે તેને જવાબ આપ્યો કે, ઓકે ચલ હું પણ તને તારા કામમાં મદદ કરું બસ પરંતુ મારી વાત તો તારે માનવી જ પડશે.. પરી ફરીથી ગુસ્સે થઈને બોલી, નો થેન્ક્સ.. તું થોડીવાર માટે ચૂપ રહીશ પ્લીઝ અને મને મારું કામ કરવા દઈશ ?


આકાશ: હા, હું ચૂપ તો રહીશ પણ પહેલાં તારે મારી એક વાત સાંભળવી પડશે તું અહીં અમદાવાદ આવી ત્યારથી અત્યાર સુધી આપણે બંને સતત અને સતત સાથે જ રહ્યા છીએ એટલે મને તારી આદત પડી ગઈ છે અને હવે તું મારાથી આમ આટલે બધે દૂર જાય તે હું સહન કરી શકું તેમ નથી અને તું જ વિચારને યાર હું કઈરીતે સહન કરી શકું ?


પરી: તું જો એમ વિચારતો હોય કે જેમ અમદાવાદમાં તું જ્યાં કહેતો હતો ત્યાં હું તારી સાથે આવતી હતી અને તારી દરેક વાતમાં તને કંપની આપતી હતી તેમ બેંગ્લોરમાં પણ તારી સાથે આવીશ અને તને કંપની આપીશ તો તે વાત તું બિલકુલ ભૂલી જજે. ડુ યુ ક્નોવ ? બેંગ્લોરમાં મારું સ્ટડી ચાલુ છે એટલે હું બિલકુલ ફ્રી નથી હોતી અને ત્યાં મારા મોમ, ડેડ અને મારી સીસ બધાજ મારી સાથે હોય છે માટે સોરી તું બેંગ્લોર ન આવે તે જ તારા અને મારા બંને માટે બેટર છે.


આકાશ: તું બેંગ્લોરમાં ક્યારેક તો મને મળવા માટે આવીશ ને ? અને મારો તો ત્યાં બિઝનેસ પણ ચાલુ જ છે એટલે હું આવતો જતો જ હોઉં છું.


પરી: સોરી, હું તને મળવા નહીં આવી શકું ઓકે ? તારે બેંગ્લોર આવવું હોય તો આવ અને ન આવવું હોય તો તારી મરજી.


આકાશે એક ઉંડો નિ:સાસો નાંખ્યો અને તે વિચારવા લાગ્યો કે હવે શું કરવું ? પરી પોતાના કામમાં વ્યસ્ત હતી તે પોતાની લાડલી કવિશાને કેવી ટીશર્ટ ગમશે તેની ચોઈસ કરી રહી હતી અને આકાશને કહી રહી હતી કે, તું હવે અહીં આવ્યો જ છે તો આ ટીશર્ટની થપ્પી પકડી રાખ હું એક એક કરીને બધી ટ્રાય કરી લઉં અને છેવટે તેણે પોતાને માટે અને કવિશા માટે બે બે ટીશર્ટ ખરીદી લીધી.


પરી બીલીંગ કરાવીને મોલમાંથી બહાર નીકળી પરંતુ આકાશ આજે જાણે પરી તેને છોડીને ક્યાંય ભાગી જવાની હોય તેમ તેનો પીછો છોડતો નહોતો અને તે એકજ શ્વાસે પરીને પૂછી રહ્યો હતો કે, તું બેંગ્લોરમાં મને મળવા આવીશ કે નહીં આવે ? અને પરી તેને સાફ ઈન્કાર કરી રહી હતી છેવટે તેણે નક્કી કર્યું કે પરી બેંગ્લોર પહોંચી જાય તેના બે દિવસ પછી હું પણ મારા બિઝનેસ માટે એ બાજુનો જ રૂટ ગોઠવી દઈશ પણ બેંગ્લોર તો જઈને જ રહીશ અને પરીને મળીને જ રહીશ.


આકાશ પરીને નાનીમાના ઘરે મૂકવા માટે જાય છે આજે તે નાનીમાના ઘરની બહારથી જ વિદાય લે છે અને છેલ્લે છેલ્લે પરીને એવું કહીને જાય છે કે, વેઈટ ફોર મી..આઈ એમ કમીંગ બેંગ્લોર...


પરી: ઓકે બાય એટલું કહીને વિદાય લે છે.


બસ હવે તો બેંગ્લોર જવાનું છે એટલે પરી અને નાનીમા બંને પેકીંગમાં વ્યસ્ત થઈ જાય છે. પેકીંગ કરતાં કરતાં પરી નાનીમાને કહે છે કે, " નાનીમા તું પણ ચલને મારી સાથે અહીંયા એકલી એકલી રહીને શું કરીશ ? "


ત્યારે નાનીમા તેને જવાબ આપે છે કે, " હું અહીંયા એકલી નથી બેટા અહીંયા મારી સાથે તારી મોમ છે, માધુરી મારી દીકરી તે સતત મારી સાથે છે તે સાજી થઈ જશે ને પછી તેને લઈને હું બેંગ્લોર આવીશ " અને પરી તેમજ નાનીમા બંનેની આંખમાં આંસુ આવી ગયાં.


પરી પોતાના આંસુ લૂછતાં લૂછતાં નાનીમાને કહેવા લાગી કે, " જોજેને નાનીમા હું એવું ભણીશ ને કે મારી મોમની દવા હું જ કરીશ અને તેને કોમામાંથી બહાર કાઢીને જ રહીશ.


નાનીમા: હા બેટા, તારી મોમને સાજી કરવાની તારી જે ચાહ છે તેને લીધે જ આ ઉપરવાળો છે ને તે તને ચોક્કસ મદદ કરશે (અને નાનીમા દિવાલ ઉપર ટીંગાળેલા ક્રૃષ્ણની સામે આંગળી ચીંધી રહ્યા હતા અને બોલી રહ્યા હતા) બેટા આપણી ઈચ્છા જરૂર પૂરી થશે બેટા મારા તને આશીર્વાદ છે.


અને બે દિવસ પછી પરીનું ફ્લાઈટ ટેકઓવર થાય છે અને તે તેને બેંગ્લોર પહોંચાડી દે છે જ્યાં તેનાં મોમ, ડેડ અને કવિશા તેની રાહ જોતાં બેઠા છે. તેના ડેડ અને કવિશા તેને એરપોર્ટ ઉપર લેવા માટે આવે છે.


શું પરી અમદાવાદની વાતો કવિશા સાથે શેર કરશે અને આકાશ વિશે ઘરમાં કોઈને કંઈ જણાવશે કે ચૂપ જ રહેશે ? આખો દિવસ ઝઘડતી રહેતી કવિશાને પરી વગર ઘરમાં ગમતું હતું કે નહોતું ગમતું ? જોઈએ આગળના ભાગમાં....


~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ 5/1/23