Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ - 4 - (એક દિલચસ્પ પ્રેમકથા)

કોલેજની પા પાછળના ગ્રાઉન્ડમાં,
કોલેજના નવાં અને જૂનાં સ્ટુડન્ટ્સ બધાજ હાજર થઈ ગયાં હતાં અને એક સર્કલ બનાવી દેવામાં આવ્યું હતું.

સીનીયર્સ માટે એકદમ મજાનો અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને જુનિયર્સ બીચારા ફફડી રહ્યાં હતાં અને પોતાનું શું થશે તેમ વિચારી રહ્યાં હતાં અને સહેલી પનીશમેન્ટ આવે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યાં હતાં.

એક પછી એક નવા સ્ટુડન્ટને બધાની વચ્ચે આવીને જૂના સ્ટુડન્ટ જે કહે તે પ્રમાણે કરવાનું રહેતુ હતું.

જે બરાબર ન કરે અથવા તો ભૂલ કરે તેની બધાંજ હાંસી ઉડાવતા અને તેણે પચ્ચીસ ઉઠક બેઠક કરવી પડતી હતી.

હવે લાઈન પ્રમાણે સાન્વીનો વારો આવ્યો હતો. સાન્વીની આંખ ઉપર દુપટ્ટો બાંધી દેવામાં આવ્યો અને સીનીયર છોકરાઓની લાઈન સામે તેને ઉભી રાખવામાં આવી અને પછી તેને કહેવામાં આવ્યું કે ગમે તે એક જણને તારે આમાંથી પકડવાનો છે.

સાન્વી ધીમે ધીમે આગળ વધી રહી હતી તેને અંદરથી ખૂબજ ડર લાગી રહ્યો હતો અને ફફડાટ થઈ રહ્યો હતો પણ હવે પનીશમેન્ટ કર્યા વગર છૂટકો પણ નહોતો. એક બે વખત તો તેણે આંખ ઉપરથી દુપટ્ટો ખસેડવાની કોશિશ પણ કરી પણ બધાજ છોકરાઓ બૂમો પાડવા લાગ્યા એટલે તે કંઈ કરી શકી નહીં.

તેણે ડરતાં ડરતાં પોતાનો હાથ કોઈને પણ પકડવા માટે લાંબો કર્યો પરંતુ તે જેમ જેમ હાથ લંબાવી રહી હતી તેમ તેમ છોકરાઓની લાઈન પાછળ ખસી રહી હતી.

અચાનક, જરા તે સ્પીડમાં જ આગળ વધી અને તેણે વેદાંશને પકડી લીધો બધાજ સ્ટુડન્ટ્સ ચીચીયારીઓ પાડવા લાગ્યા. પછી તેની આંખ ઉપરથી દુપટ્ટો કાઢી લેવામાં આવ્યો.

હવે તે ખૂબજ શરમાઈ ગઈ હતી અને તેણે પોતાના બંને હાથથી પોતાનો ચહેરો ઢાંકી દીધો.પરંતુ હજી તો તેની પનીશમેન્ટ અધૂરી જ હતી જે તેણે પૂરી કરવાની હતી.

ઈશીતાએ તેને બૂમ પાડી અને તેની અધૂરી પનીશમેન્ટ પૂરી કરવા કહ્યું.
આ બાજુ છોકરાઓની ચીચીયારીઓ ચાલુ જ હતી. હવે તો સાન્વીએ કોઈ છોકરો તેને પ્રપોઝ કરે તો તે કઈ રીતે તેને "હા" કહેશે તે કરીને બતાવવાનું હતું.

વેદાંશ ઘુંટણિયે નમીને સાન્વીની સામે બેસે છે અને તેની આંખોમાં આંખો પરોવીને તેને પ્રપોઝ કરતાં પૂછે છે કે, "તું મને ખૂબ ગમે છે. લગ્ન કરીશ મારી સાથે ?"

અને સાન્વી બિલકુલ ચૂપચાપ તેની સામે ઉભી રહી હતી શું બોલવું શું કરવું તે તેને કંઈજ ખબર નહોતી પડતી પણ છોકરાઓની ચીચીયારીઓનો અવાજ તેને એમ ચૂપ રહેવા દે તેમ નહોતો.

ઈશીતા જાણે તેના સપોર્ટમાં હોય તેમ તેની બરાબર બાજુમાં આવીને ઊભી રહી અને તેને ખભેથી સહેજ ધક્કો લગાવીને બોલી, "ટેક ઈટ્સ ઈઝી યાર તારે જે બોલવું હોય તે તું બોલી શકે છે.

અને સાન્વીએ વેદાંશની સામે જોયા વગર જ જવાબ આપ્યો કે, "હા"

અને તાળીઓના ગડગડાટથી આખુંય વાતાવરણ ગુંજી ઉઠ્યું. સાન્વીની ગભરાહટ ઓર વધી ગઈ હતી. તે અને ઈશીતા બંને ચાલતાં ચાલતાં કોલેજની બહાર નીકળી ગયા.

અને ઈશીતા અર્જુનની રાહ જોતી બહાર ગેટ પાસે જ ઉભી રહી ગઈ. અર્જુન અને ઈશીતા બંને બાજુ બાજુમાં જ રહેતાં હતાં, બંનેના ફેમીલીને પણ ક્લોઝ રિલેશન હતાં એટલે બંને રોજ સાથે એકજ એક્ટિવા ઉપર કોલેજ આવતાં અને ઘરે જતાં.

સાન્વી બસમાં કોલેજ આવતી એટલે વેદાંશ તેની બાજુમાં આવીને ઉભો રહ્યો અને તેને પૂછવા લાગ્યો કે," તને ડ્રોપ કરી જવું ઘરે ? " અને સાન્વીએ પોતાનું માથું નકારમાં જ ધુણાવ્યું અને વેદાંશના ગયા પછી ઈશીતાને પૂછવા લાગી કે, "આ કોલેજમાં રોજ આવું જ હોય છે કે પછી ભણવાનું પણ ચાલે છે ? નહિતર હું તો વિચારું છું કે કોલેજ ચેન્જ કરી દઉં."

ઈશીતા: ના ના, એવું કંઈ નથી એ તો જુનિયર્સનું રેગીંગ લેવું એ તો આ કોલેજની વર્ષો જૂની પ્રણાલી છે. બાકી આપણી કોલેજનો ભણવામાં, સ્પોર્ટ્સમાં, ગરબામાં દરેકમાં ફર્સ્ટ નંબર આવે છે.

હવે સાન્વી આ કોલેજમાં સેટ થઈ શકે છે કે નહિ ? કે બીજી કોઈ કોલેજમાં ચાલી જાય છે જાણવા માટે વાંચતાં રહો કૉલેજ કેમ્પસ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/7/2021