College campus - 18 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-18

વેદાંશ: સાન્વી, સાન્વીને હું હજી ભૂલી નથી શક્યો.
ક્રીશા: એ તમારો ભૂતકાળ હતો હું વર્તમાન છું.
વેદાંશ: ઓકે ચલ, ગાડીમાં બેસીને વાત કરીએ તારે લેઇટ થઇ જશે...અને બંને એકબીજાનો હાથ પકડી ગાડી સુધી જાય છે અને રીટર્ન થવા નીકળે છે...
હવે આગળ..

વેદાંશ: ક્રીશા, પણ તારા પેરેન્ટ્સ, તૈયાર થશે આપણા મેરેજ માટે..??

ક્રીશા: હા મારા પેરેન્ટ્સે અમને બંને બહેનોને છૂટ જ આપેલી છે કે તમને ગમતું પાત્ર હોય તો મેરેજ કરવાની છૂટ છે બસ છોકરો અને ઘર બંને વેલસેટ હોવા જોઈએ તો અમે " હા " પાડીશું નહિ તો અમે " હા " નહિ પાડીએ. અને તમારા માટે તો મમ્મી-પપ્પાને "ના" પાડવાની કોઈ જગ્યા જ નથી રહેતી.

વેદાંશ: ઓકે, તું તારા ઘરે વાત કર, હું મારા ઘરે વાત કરું પછી આગળ આપણે ડીસાઇડ કરીએ કે શું કરવું...??
ક્રીશા: ઓકે, હું આજે જ મારી દીને વાત કરું એટલે તે મમ્મી-પપ્પાને વાત કરશે.
અને ક્રીશાનું ઘર આવી જાય છે એટલે વેદાંશ અને ક્રીશા બંને એકબીજાને હગ કરી, કિસ કરી છૂટા પડે છે.

ક્રીશા આજે ખૂબજ ખુશ હતી એટલે તેની બેન પ્રાચીએ તેને તરત જ પૂછ્યું કે, " વેદાંશ સર ડ્રોપ કરીને ગયા...??
ક્રીશાએ હસીને પ્રાચી સામે જોયું અને બોલી, " તને ક્યાંથી ખબર પડી..?? "
પ્રાચી: તારા ફેઈસ ઉપર લખેલું દેખાય છે અને પછી હસી પડી.
બધા સાથે જમવા બેસે છે અને પછી કામ પતાવીને બંને બહેનો પોતાના રૂમમાં જાય છે. બંને એકજ રૂમમાં એકજ બેડ ઉપર સૂઇ જતા.

ક્રીશાને આજે ઘણીબધી વાતો પ્રાચી સાથે કરવી હતી. એટલે તેણે પ્રાચીને કહ્યું કે, " આજે જીજુ સાથે પછી વાત કરજે, પહેલા મારી વાત સાંભળ. "
પ્રાચી: ઓકે બાબા, બોલ
ક્રીશા: મેં વેદાંશને કહી દીધું કે હું તેમને લવ કરું છું. એ પણ મને લવ કરે છે. તેમણે મને મમ્મી-પપ્પાને અમારા મેરેજ માટે પૂછવા કહ્યું છે. તો તું મમ્મી-પપ્પાને
વાત કરને...!!

અને બીજે દિવસે સવારે પ્રાચી તેના મમ્મી-પપ્પાને વાત કરે છે. અને બંને ખુશ થઇ સંમતિ આપે છે અને તેના પછીના દિવસે વેદાંશને મળવા માટે ઘરે બોલાવે છે.
વેદાંશ પણ ક્રીશાના બે-ત્રણ સારા ફોટા મંગાવી તેના મમ્મી-પપ્પાને જોવા માટે મોકલે છે અને બધી હકીકત તેમને જણાવે છે. વેદાંશના મમ્મી-પપ્પા પણ ક્રીશાના ફોટા જોઇને લગ્ન માટે સંમતિ આપે છે.

બીજે દિવસે વેદાંશ ક્રીશાના ઘરે આવે છે. ક્રીશાની મમ્મી જૈમીનીબેને વેદાંશને ભાવતું ગુજરાતી ભોજન બનાવીને તૈયાર રાખ્યું હતું.
વેદાંશ આવે છે એટલે બધા સાથે જમવા બેસે છે. વેદાંશને આજે ઘણાં બધાં દિવસ પછી ઘરનું દેશી ગુજરાતી ભોજન જમવા મળ્યાનો આનંદ અને સંતોષ તેના મોં ઉપર તરી આવતા હતા.
જમ્યા પછી ક્રીશાના પપ્પા ધર્મેન્દ્રભાઇ તેમજ મમ્મી જૈમીનીબેન વેદાંશને તેની કાસ્ટ વિશે પૂછી લગ્નની વાત આગળ ચલાવે છે. ધર્મેન્દ્રભાઇ વેદાંશને પૂછે છે કે, " મારી ક્રીશાને તમે ખુશ તો રાખશોને..?? "
એટલે વેદાંશ જવાબ આપતાં કહે છે કે, " હું જે ખાઇશ તે તેને ખવડાવીશ, હું જે કપડા પહેરીશ તેના કરતાં ડબલ કપડા હું તેને લાવી આપીશ, હું જ્યાં ફરવા જઇશ ત્યાં તેને મારી સાથે ફરવા લઇ જઇશ, પણ ખુશ થવાનું તો તેના હાથમાં જ છે. હું તેને ખુશ ન રાખી શકું, ખુશ તો તેણે જાતે જ રહેવું પડે..!! "

વેદાંશનો જવાબ સાંભળી ધર્મેન્દ્રભાઇ ખુશ થઇ જાય છે અને તેમને વેદાંશ કેટલો ઇન્ટેલિજન્ટ છે તેનો ખ્યાલ આવી જાય છે. પછી તો વેદાંશના મમ્મી-પપ્પા સાથે વાત કરી બંને બહેનોના લગ્ન એકજ દિવસે એકજ જગ્યાએ ગોઠવી દેવામાં આવે છે.

પ્રાચી અને ક્રીશાના લગ્ન તેમના વતન નડીઆદમાં ધામ-ધૂમથી કરવામાં આવે છે. બંને દીકરીઓની એકસાથે વિદાય થતાં ધર્મેન્દ્રભાઇ અને જૈમીનીબેન ખૂબજ રડે છે અને ખૂબ ઢીલા પડી જાય છે. કારણ કે હવે ઘર સાવ ખાલી થઇ ગયું હતું, બંને દીકરીઓને એકસાથે વળાવી દીધી. ક્રીશાનું આમ અચાનક નક્કી થઇ જશે અને બંનેને સાથે વળાવવાની થશે તેવું તો તેમણે વિચાર્યું જ ન હતું. કહેવત છે ને કે,
" દીકરીની મા રાણી, ઘડપણમાં ભરે પાણી " તેવી દશા જૈમીનીબેનની થાય છે. પણ તેમના હાથમાં પણ કંઇ નથી કારણ કે,
" દીકરી તો પારકી થાપણ જ કહેવાય."
અને મમ્મી-પપ્પાને બંનેને સારું ઘર અને સારા માણસો મળ્યાનો આનંદ પણ તેટલો જ હતો.
વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/2/2022


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED