College campus - 27 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-27

" કૉલેજ કેમ્પસ "ભાગ-27

ક્રીશા ખૂબજ એક્સાઈટેડ થઈને પરીની સામે જોઈને બોલી રહી હતી કે, " વેદ, આપણે પરીને ડૉક્ટર બનાવીશું ? "
વેદાંશ: ના ભાઈ ના. આપણે તેને એન્જીનિયર જ બનાવીશું.

ક્રીશા: ના, હું ડૉક્ટર બનવા માંગતી હતી પણ ન બની શકી એટલે હવે મારી લાડલીને હું ડૉક્ટર જ બનાવીશ.

વેદાંશ: હું તેને એન્જીનિયર જ બનાવીશ અને તે પણ મારા જેવી બ્રિલિયન્ટ આઈ. ટી. એન્જીનિયર.

ક્રીશા: એટલે તમે એમ કહેવા માંગો છો કે હું બ્રિલિયન્ટ નથી ? તમે એકલા જ બ્રિલિયન્ટ છો.
વેદાંશ: એમાં કહેવાનું શું ?

અને ક્રીશાએ ગુસ્સા સાથે વેદાંશ ઉપર છૂટ્ટુ કુશન ઘા કર્યું.

એટલે વેદાંશ ખડખડાટ હસીને બોલ્યો કે, "તારી આ ટેવ હજી ગઈ નહીં કેમ ? આ કુશનને છુટ્ટુ ઘા કરવાની ? "

ક્રીશા: (પ્રેમભર્યા ગુસ્સા સાથે) ના, માર ખાશો હોં તમે આજે મારા હાથનો !

અને વેદાંશ અને ક્રીશા બંને વચ્ચે મીઠો ઝઘડો ચાલી રહ્યો છે કે, પરી ડૉક્ટર બનશે કે એન્જીનિયર ?

હવે નાનકડી પરીને લઈને તેના મોમ અને ડેડ બેંગ્લોરની કેન્દ્રીય ગવર્મેન્ટની ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં એડમિશન લેવા માટે જાય છે જ્યાં પરીની સાથે સાથે તેના મોમ અને ડેડને પણ એક્ઝામ આપવી પડે છે. પરી તો ખૂબજ બ્રીલીયન્ટ છે એટલે સ્કુલમાં પૂછેલા બધાજ પ્રશ્નોના જવાબ તેણે ફટાફટ આપી દીધા અને તે સીલેક્ટ થઈ ગઈ તેમજ તેના મોમ અને ડેડે પણ સંતોષકારક જવાબો આપ્યા તેથી પરીનું એડમિશન તે સ્કુલમાં પાક્કુ થઈ ગયું તેથી આજે પરીની મોમ ક્રીશા ખૂબજ ખુશ છે કે તેને જે સ્કૂલમાં પરીને ભણવા માટે મુકવી હતી તે સ્કૂલમાં જ તેનું એડમિશન થઈ ગયું છે.

************
બીજી બાજુ સાન્વીના પિતા મોહિત ભાઈની પરિસ્થિતિ ખૂબજ ખરાબ છે. આવી દુઃખદાયક મૃત જેવી પરિસ્થિતિ એક બાપ કઈરીતે જોઈ શકે ?? ને આમ ને આમ સાન્વીની ચિંતામાં ને ચિંતામાં મોહિતભાઈ સતત વિચારો કર્યા કરતા હતા કે, " સાન્વીને હવે સારું થશે કે નહીં થાય ? તે કોમામાંથી બહાર આવી શકશે કે નહીં આવી શકે ?" અને તેમની રાતની ઊંઘ પણ ઉડી જતી હતી અને આ બધાજ વિચારોની અસર તેમની તબિયત ઉપર પડતાં તેમની તબિયત થોડી લથડતી જતી હતી અને છેવટે તો તેમને હોસ્પિટલાઈઝ્ડ કરવા પડ્યા. વેદાંશ તેમની ખબર પૂછવા માટે અમદાવાદ આવે છે અને તેમની ગંભીર હાલત જોઈને તે પણ થોડો ચિંતામાં ડૂબી જાય છે.

મોહિતભાઈ વેદાંશને પોતાની પાસે બેસાડે છે અને પોતાના વસિયતનામા માટે પોતાના અંગત એવા વકીલ મિત્ર મનોહરભાઈને ફોન કરીને બોલાવવા માટે કહે છે. વેદાંશ વકીલ કાકાને બોલાવવાની "ના" પાડે છે પરંતુ મોહિત ભાઈ વેદાંશની વાત માનવા માટે તૈયાર નથી અને તે જીદ કરીને મનોહર ભાઈને હોસ્પિટલમાં બોલાવે છે અને પોતાનું બનાવેલું પોતાની મિલકતનું વસિયતનામું વેદાંશ તેમજ તેમની પત્ની પ્રતિમાબેનની સામે વાંચી જવા તેમને કહે છે.

વેદાંશ અને પ્રતિમા બેન બન્ને એકસાથે બોલી પડ્યા કે, " તમને થયું છે શું એકાએક આમ આવી બધી વાતો કરો છો અને મનોહરભાઈને વસીયત નામું લઈને અહીંયા આમ હોસ્પિટલમાં પણ બોલાવી લીધા? "

મોહિત ભાઈ: મને હવે સારું થાય તેવું મને લાગતું નથી. આ વખતે મારી તબિયત થોડી વધારે જ ગંભીર છે. અને આ આટલી બધી આપણી જમીન અને આ મિલકતનો આટલો બધો ભાર હું મારા માથા ઉપર લઈને મરવા ઈચ્છતો નથી.

પ્રતિમા બેન સાડલાના છેડામાં પોતાનું મોં સંતાડીને ચોધાર આંસુડે રડી રહ્યા હતા અને વેદાંશ પણ થોડો ગંભીર બની ગયો હતો અને મોહિત ભાઈને તેણે બોલતા અટકાવ્યા અને તે બોલ્યો કે, " પપ્પા તમને બિલકુલ સારું થઈ જશે તમે ચિંતા ના કરશો અને આ બધી વીલની વાતો કરવી અત્યારે રહેવા દો. હું હમણાં જ ડૉક્ટર સાહેબને મળીને આવ્યો છું અને તેમણે જ મને કહ્યું કે, મોહિત ભાઈની તબિયત સુધારા ઉપર છે અને તમે તેમને એક બે દિવસમાં ઘરે પણ લઈ જઈ શકશો.

પણ મોહિત ભાઈ પોતાનું માથું ધુણાવે છે અને બે હાથ જોડીને પોતાની પત્ની પ્રતિમા બેનને કહે છે કે, "પ્રતિમા, હું જે કરું છું તે બરાબર કરું છું મને મારું કામ કરવા દે અને મારાથી તને દુઃખ થાય તેવું બોલાઈ ગયું હોય તો હું માફી ઈચ્છું છું."અને પ્રતિમા બેન ચોંધાર આંસુએ રડી પડે છે. પણ આ વખતે મોહિત ભાઈને ખબર પડી ગઈ છે કે, તેમનો અંતરાત્મા તેમને શું કહી રહ્યો છે..!!

શું મોહિત ભાઈ હવે પ્રતિમા બેનને સાન્વીની ચિંતામાં એકલા છોડીને ચાલ્યા જશે ? મોહિત ભાઈએ પોતાના વસિયતનામામાં ક્રીશા અને વેદાંશનો ઉલ્લેખ કર્યો હશે કે બધુંજ પરીને નામે હશે ?

જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
9/5/2022


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED