Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 74

"કૉલેજ કેમ્પસ"ભાગ-74

કવિશાની પણ કદાચ એવી જ ઈચ્છા હતી કે દેવાંશ સાથે થોડો વધારે ટાઈમ સ્પેન્ટ થાય એટલે તેણે પણ "હા" પાડી.
રસ્તામાં જ એક સરસ પાર્લર આવતું હતું "A to Z" બંને ત્યાં કોફી પીવા માટે બેઠાં...
હવે આગળ
કોફીના એક એક ઘૂંટ આજે કવિશાને અને દેવાંશને જાણે મીઠો લાગી રહ્યો હતો અને બંનેને એકબીજાનો સાથ પણ મીઠો લાગી રહ્યો હતો. દેવાંશને ઘણુંબધું પૂછવું હતું કવિશાને પણ તે ઉતાવળ કરવા નહોતો માંગતો.. 'ઉતાવળા સો બાવરા ધીર સો ગંભીર..' અને બંને કોફી પીને કોલેજ તરફ જવા માટે નીકળી ગયા.

કવિશા દરરોજની જેમ વહેલી જ ઘરે આવી ગઈ હતી અને પરી આવે તેની રાહ જોઈ રહી હતી. પરી આવી એટલે તેણે પરીને પોતે દેવાંશ સાથે સમીરના ત્યાં જઈ આવી છે અને હવે આપણે આવતીકાલે સવારે દેવાંશ સાથે સમીરના ત્યાં જવાનું છે.

બીજે દિવસે સવારે નક્કી કર્યા મુજબ દેવાંશની સાથે સમીરના ત્યાં પહોંચી ગયા દેવાંશ અને કવિશા સમીરની કેબિનમાં તેને મળવા માટે ગયા અને પ્લાન મુજબ સમીરની આઈ ટ્વેન્ટીમાં ચારે ચાર જણાં જ્યાં પરીને આકાશ લઈ ગયો હતો તે સ્થળ ઉપર પહોંચી ગયા. પરીએ થોડે દૂરથી એ જગ્યા સમીરને બતાવી દીધી અને પછી ત્યાંથી તેઓ રિટર્ન થઈ ગયા.
પરી પોતાની કોલેજ ચાલી ગઈ અને કવિશા તેમજ દેવાંશ તેમની કોલેજમાં પહોંચી ગયા.
થોડીવાર પછી સમીર ફરીથી પોતાની કાર લઇને એ જગ્યાએ તપાસ હાથ ધરવા માટે ગયો. તેણે એ આખાયે એરિયામાં તપાસ કરી લીધી પરંતુ તેને કોઈ એવી બાતમી મળી નહીં જેનાથી આ ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી કરતો માણસ પકડાય. ખૂબ તપાસને અંતે એક વાત ચોક્કસ તેને ખ્યાલ આવી ગયો કે ડ્રગ્સના વેચાણની જગ્યા બદલાઈ ગઈ છે અને આ રીતે આ લોકો જગ્યા બદલતા જ રહેતા હશે. છતાં તેને થયું કે એકવાર પરી સાથે વાત કરી લઉં અને તેને થોડી પૂછપરછ કરી લઉં એટલે તેણે દેવાંશ પાસેથી પરીનો નંબર લીધો અને પરીને થોડી પૂછપરછ કરી કે, આકાશ તેને આ જગ્યા સિવાય બીજે ક્યાંય પણ આ રીતે કોઈ માલની ડિલીવરી આપવા માટે લઈ ગયો છે કે નહિ? અને ક્યારેય તેના દેખતાં તેણે કોઈ અજાણી વ્યક્તિને મળવા માટે બોલાવ્યા છે ખરા? આ બધાજ પ્રશ્નના જવાબમાં પરીએ "ના" પાડી હવે શું કરવું તેમ સમીર વિચારવા લાગ્યો અને પછી તેણે આકાશને તેમજ બીજા બધા જ ગુનેગાર જે આમાં સંડોવાયેલા હોય તેમને પકડવાનો બીજો એક પ્લાન બનાવ્યો.

ઘણાં દિવસ થઈ ગયા હતા પરીએ આકાશ સાથે વાત પણ કરી નહોતી પરંતુ સમીરના પ્લાન મુજબ પરીએ આકાશને હાલચાલ પુછવા માટે ફોન કર્યો અને પરીને મળવા માટે બેબાકળો બનેલો આકાશ બીજે જ દિવસે બેંગ્લોર આવવા માટે તૈયાર થઈ ગયો.

દરવખતની જેમ આ વખતે પણ આકાશ આવ્યો એટલે પરીની રાહ જોતો તેની કોલેજની બહાર આવીને ઉભો રહ્યો અને પરી આવી એટલે આકાશે તેને પોતે કોઈકનું એક્ટિવા લઇને આવ્યો હતો તેની પાછળ બેસવા માટે કહ્યું. પરીએ તેને કોમેન્ટ પણ કરી કે, દરવખતે કોના જુદા જુદા વીહીકલ લઈ આવે છે? એટલે આકાશે તેને જવાબ આપ્યો કે, "આપણું બહુ મોટું ગૃપ છે અહીંયા બેંગ્લોરમાં યાર તું ચિંતા ના કરીશ. જલસા કર ને તું તારે યાર" અને પરી એક્ટિવા પાછળ બેસી ગઈ. એક્ટિવા કોઈ અજાણ્યા રસ્તા ઉપર ઘણે આગળ નીકળી ચૂક્યું હતું એટલે પરીએ આકાશને પૂછ્યું કે, "અહીંયા આટલે બધે દૂર આપણે ક્યાં જઈ રહ્યા છીએ?"
આકાશે તેને એકદમ શાંતિથી જવાબ આપ્યો કે, "બસ બે જ મિનિટનું કામ છે આ એક પાર્સલ આપીને આપણે તરત નીકળી જ જઈએ છીએ પછી બેસીએ ક્યાંક શાંતિથી આજે ઘણીબધી વાતો કરવી છે તારી સાથે..."
પરી "ઓકે" એટલું જ બોલી અને ત્યાં કોઈ ચાલી જેવો એરિયા આવ્યો ત્યાં આકાશે એક્ટિવા રોક્યું અને કોઈકને ફોન કરીને પેલું પાર્સલ લેવા માટે બોલાવ્યા.
હવે પાર્સલ લેવા માટે કોણ આવે છે તે પરીને ખબર પડી જશે અને કદાચ પોલીસ તેને રેડહેન્ડેડ પકડી પણ લે? કારણ કે આકાશના એક્ટિવાની પાછળ પાછળ જ સમીર પોતાની કાર લઇને આવી રહ્યો છે અને માટે જ આજે પરી બિલકુલ બેફિકર છે.
શું સમીર આકાશને રેડહેન્ડેડ પકડી લેશે?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
28/4/23