College campus - 55 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 55

" કૉલેજ કેમ્પસ "ભાગ-55
ભાવનાબેન પોતાના બેડરૂમમાંથી બહાર આવીને મનિષભાઈ, આકાશ તેમજ પરીની રાહ જોતાં ડ્રોઈંગ રૂમમાં જ બેઠાં હતાં. મનિષભાઈ પોતાની કાર લઇને આવ્યા કે તરત જ તે બહાર કમ્પાઉન્ડમાં દોડી ગયા અને પરીને તેમજ આકાશને આ રીતે નશામાં જોઈને જ ગભરાઈ ગયા.

મનિષભાઈએ તેમને પરીને સાચવીને અંદર પોતાના બેડરૂમમાં લઈ જવા ઈશારો કર્યો અને પછી પોતે આકાશને લઈને ઘરમાં પ્રવેશ્યા.

મનિષભાઈ આજે ખૂબજ દુઃખી હતા... અને આકાશને આ રીતે નશામાં ધૂત જોઈને ભાવનાબેનને પણ ખૂબજ દુઃખ થયું.
મનિષ ભાઈ વિચારી રહ્યા હતા કે, સારું થયું રૂપેશભાઈએ મને સમયસર આ વાતની જાણ કરી દીધી નહીંતર આકાશને માથે આ છોકરીના રેપનો બહુ મોટો આરોપ આવત ના બનવાનું બની જાત અને આ આખીયે ઘટના ન્યૂઝપેપરમાં છપાત અને મારી ખૂબજ બદનામી થાત અરે મનિષભાઈને તો એ વિચાર માત્રથી જ આખાયે શરીરમાં પરસેવો પરસેવો છૂટી ગયો કે મારી તો આટલા વર્ષોથી બનાયેલી ઈજ્જત ધૂળધાણી થઈ જાત..હે ભગવાન તારી અસીમ કૃપા છે હું બચી ગયો છું અને ભાવનાબેન એમ વિચારી રહ્યા હતા કે, નક્કી મારી પરવરિશમાં કોઈ ખામી રહી ગઈ લાગે છે અથવા તો મેં કોઈ એવા ખરાબ કર્મો કરી લીધા લાગે છે જેને કારણે મારા પેટે આવો કુપાત્ર પાક્યો છે. હે ભગવાન મારી શું ભૂલ થઈ છે અથવા તો મારા શું એવા ખરાબ કર્મો છે કે મારા પેટે આવો કુપાત્ર પાક્યો મારાથી એની પરવરિશમાં શું ખામી રહી ગઈ ભગવાન.. મારા એકના એક દીકરાને મેં મારા જીવથી પણ વધારે સાચવ્યો છે અને તેને કોઈ ખરાબ સોબત પણ કરવા દીધી નથી તો પછી આ બધું શું થઈ ગયું ભગવાન..? અને ભાવનાબેન મનમાં ને મનમાં રડી રહ્યા હતા. આજે ન તો ભાવનાબેનને ઉંઘ આવતી હતી ન તો મનિષભાઈને બંનેની ઉંઘ આજે જાણે હરામ થઈ ગઈ હતી.

અને આમ વિચારોમાં અને વિચારોમાં ક્યારે ભાવનાબેન અને મનિષભાઈની આંખ મળી ગઈ તેની ખબર જ ન પડી અને સવાર પડી ગઈ. ભાવનાબેન ઉઠીને તરત જ પરીને જ્યાં સુવડાવી હતી ત્યાં ગયા તો પરી પણ ઉઠી ગઈ હતી અને તેણે ભાવનાબેનને જોતાં જ પહેલો જ પ્રશ્ન એ કર્યો કે, " આન્ટી હું અહીંયા ક્યાંથી આવી ? મને અહીંયા કોણ લાવ્યું ? અને આકાશ તો મને રાત્રે એમ કહેતો હતો કે આપણે આપણાં ઘરથી ખૂબ દૂર છીએ એટલે આપણે અત્યારે રાત્રે અહીં આ હોટેલમાં જ રોકાવું પડશે અને સવાર થતાં જ આપણે અહીંથી નીકળી જઈશું બસ મને એટલું જ યાદ છે પછી શું થયું તેની મને કંઈજ ખબર નથી અને તો પછી હું અત્યારે અંહી તમારા ઘરે ક્યાંથી આવી ? બધુંજ એકજ શ્વાસે પરી બોલી ગઈ અને પછી આટલું બોલીને જ જાણે કેટલી થાકી ગઈ હોય તેમ તે ભાવનાબેનને પૂછવા લાગી કે, આન્ટી મારું માથું બહુ ભારે ભારે લાગે છે કે, થોડી ગરમાગરમ કોફી મળશે મને ?

ભાવનાબેનનો અત્યારે હસવાનો મૂડ બિલકુલ નહતો છતાં પણ તેમણે હસીને પરીને જવાબ આપ્યો કે, હા સ્યોર બેટા ચાલ મારી સાથે આપણે બહાર ડાઈનીંગ ટેબલ ઉપર બેસીને ચા કોફી પી લઈએ અને થોડો નાસ્તો પણ કરી લઈએ.

પરી પોતાનો મોબાઈલ શોધી રહી હતી અને તેણે ભાવનાબેનને પૂછ્યું, " આન્ટી મારો મોબાઈલ તમે જોયો ? "
ભાવનાબેન: બેટા તારો મોબાઇલ ગાડીમાં જ હશે આપણે રામુકાકા પાસે તે ગાડીમાંથી મંગાવી લઈએ છીએ અને બંને જણાં ચા કોફી પીવા માટે ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાયા.

પરીએ પોતાનો મોબાઈલ હાથમાં લીધો જે સ્વીચ ઓફ થઈ ગયો હતો તે ભાવનાબેનને તેને ચાર્જર વિશે પૂછવા લાગી અને પોતાનો ફોન ચાર્જ કરવા મૂક્યો પછી હાથ મોં ધોઈ બ્રશ કરીને ડાઈનીંગ ટેબલ ઉપર કોફી પીવા માટે બેઠી અને તેણે ફરીથી ભાવનાબેનને એક જ પ્રશ્ન કર્યો કે, " આન્ટી પણ હું અહીંયા ક્યાંથી આવી ? મને અહીંયા કોણ લાવ્યું ? અને નાનીમા.. નાનીમા મારી રાહ જોતા હશે ! મારો ફોન પણ બંધ છે !
અને તેને ચિંતા કરતી અટકાવતાં વચ્ચે જ ભાવનાબેન બોલ્યા કે, " બેટા, તારા અંકલને નાનીમા સાથે વાત થઈ ગઈ છે એટલે તું ચિંતા ન કરીશ તને શાંતિથી કોફી પી લે અને થોડો નાસ્તો પણ કરી લે પછી ફ્રેશ થઈ જા તારા અંકલ તને ઘરે મૂકી જાય છે...
પરીની વિમાસણ હજી ઓછી થતી નહોતી એટલે તેણે તરત જ ભાવનાબેન સામે ક્રોસ કર્યો કે, પણ આન્ટી હું અહીં તમારા ઘરે આવી કઈ રીતે ?
અને ભાવનાબેને તેને એટલી જ શાંતિથી જવાબ આપ્યો કે, " બેટા તું પહેલા જરા ફ્રેશ થઈ જા પછી હું તને બધું જ સમજાવું છું...
હવે ભાવનાબેન પાસે પરીના પ્રશ્નનો શું જવાબ હશે ? જોઈએ આગળના ભાગમાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
26/12/22


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED