Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 90

પરીની ફ્રેન્ડ ભૂમી પરીને પૂછી રહી હતી કે, "કેમ, આજે તું મૂડમાં નથી લાગતી, તારી તબિયત બરાબર નથી કે શું?"
"ખબર નહીં આજે કંઈ ગમતું જ નથી."
"કેમ ઘરે કંઈ થયું કે શું?"
"ના ના ઘરે તો કંઈ નથી થયું."
"તો પછી પેલા તારા પોલીસવાળા ફ્રેન્ડે કંઈ કહ્યું કે શું?"
પરી જરા દબાયેલા અવાજે બોલી કે, "એને તો મેં ના પાડી દીધી."
"ઑહ,‌તો પછી એટલે જ મેડમનો મૂડ નથી."
"ના ના એવું નથી એને તો મેં બહુ સમજી વિચારીને ના પાડી છે. કારણ કે હું આગળ સ્ટડી કરવા માંગુ છું માટે.."
"પણ એ માની ગયો?" ભૂમીએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું.
"માનવા, ના માનવાનો કોઈ સવાલ જ નથી મેં મારો નિર્ણય જણાવી દીધો. હવે એણે શું કરવું તે એણે વિચારવાનું."
"એ આટલી સહેલાઈથી તારી ના ને સ્વીકારી લે તેમ હું માનતી નથી."
"યુ ક્નોવ મારા માટે મારો ફર્સ્ટ પ્રેફરન્સ મારી મોમ માધુરી છે પછી બીજું બધું જ..."
"યા, આઈ ક્નોવ. યુ આર રાઈટ બટ આ બધું એક્સેપ્ટ કરવું એના માટે પણ અઘરું બની જશે."
"જે હોય તે એક્સેપ્ટ કર્યા વગર છૂટકો નથી."
અને બંને પોતાના ક્લાસમાં ગયા. બે લેક્ચર પછી ટેન મિનીટની રિશેષ પડી. પરીના મોબાઈલમાં એક ફોન આવ્યો. પરી વધુ ડિપ્રેશ થઈ ગઈ તેની આંખમાંથી આંસુ સરી પડ્યા....
હવે આગળ....
પરીના મોબાઈલમાં તેના ડેડનો ફોન હતો.
"હલો, હા બોલો ડેડ શું થયું? કેમ આમ અચાનક ચાલુ કોલેજે મને ફોન કર્યો?" પરી ચિંતા વ્યક્ત કરતાં બોલી.
પરીના ડેડ શિવાંગ પણ થોડા ચિંતામાં જ હતાં. "બેટા, હું જે કહું તે શાંતિથી સાંભળજે અને ડિપ્રેશ ન થઈ જતી."
"હા બોલો ડેડ શું થયું?"
"બેટા, અચાનક તારા નાનીમાની તબિયત બગડી છે એટલે હું અને તારી મોમ બંને અમદાવાદ જઈ રહ્યા છીએ ક્યારે પાછા આવીશું તે કંઈ નક્કી નથી તો તું તારું ભણવાનું અને છુટકીની કોલેજ ને એ બધું જરા સાચવી લેજે, અમે તને સાથે લઈને જ જાત પણ તારું લાસ્ટ સેમ છે અને તારે સ્ટડી ઉપર ફોકસ કરવાનું છે માટે અમે તને નથી લઈ જતાં ઓકે? તો ટેક કેર બેટા અને અમે તને ફોન કરતાં રહીશું."
"ઓકે ડેડ" અને પરીએ ફોન મૂક્યો અને પરી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.
ભૂમી તેને રડતાં જોઈને વિચારમાં પડી ગઈ અને તેને રડવાનું કારણ પૂછવા લાગી.
"ધેર ઈઝ સમથીંગ રોંગ પરી? કંઈક મોં માંથી બોલે તો ખબર પડે."
પરંતુ પરીનું રડવાનું હજી બંધ નહોતું થતું.
ભૂમીએ બે મિનિટ પરીને શાંતિથી રડી લેવા દીધી અને પછી ફરીથી તેને પૂછવા લાગી કે, "શું થયું છે? તું કેમ રડે છે?"
"મારા નાનીમાની તબિયત બરાબર નથી અને એટલે મારા મોમ અને ડેડ બંને અમદાવાદ જવા માટે નીકળી ગયા છે. ભૂમી મારા નાની મને ખૂબજ વ્હાલા છે અને મારી લોહીની સગાઈ વાળી મારી પાસે ફક્ત એક જ વ્યક્તિ છે અને તે છે મારા નાનીમા તેમને હું હગ કરું છું તો મને એવું જ લાગે છે કે હું મારી માધુરી મોમને હગ કરું છું અને જો તેમને કંઈ થઈ જશે તો‌..?"
"અરે બુદ્ધુ નાનીમાની ફક્ત તબિયત જ બગડી છે ને?"
પરીએ હકારમાં માથું ધુણાવ્યું.
"તો પછી એમાં આટલું બધું રડે છે શું? એ તો બે ત્રણ દિવસમાં સારું થઈ જશે."
અને ભૂમીએ પરીની સામે પોતાની પાણીની બોટલ ધરી અને તેને પાણી પીવડાવીને શાંત પાડી.
રિશેષ પૂરી થઈ ગઈ હતી‌‌. બંને જણાં ક્લાસમાં પાંચેક મિનિટ લેઈટ પહોંચ્યા અને પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા.
ક્રીશા અને શિવાંગ નાનીમાને શહેરની સારામાં સારી એપોલો હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા ત્યાં પહોંચી ગયા. નાનીમાની હાલત થોડી વધારે ગંભીર હતી‌.
શિવાંગ અને ક્રીશા બંને નાનીમાને મળ્યા અને તેમને જય શ્રી કૃષ્ણ 🙏 કર્યા. નાનીમાએ હાથ ઉંચા કરીને બંનેને આશીર્વાદ આપ્યા અને તેમની આંખમાં પાણી આવી ગયા તે ઈશારાથી પોતાની લાડકી પરી અને છુટકી વિશે પૂછવા લાગ્યા.
ક્રીશા તેમની બાજુમાં બેસી ગઈ અને તેમને પંપાળવા લાગી અને શાંત પાડવા લાગી અને શિવાંગ કન્સલ્ટિંગ ડૉક્ટર સાહેબને મળવા માટે તેમની કેબિનમાં ગયો.
ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે ઉંમરને કારણે નાનીમાની તબિયત હવે લથડી ગઇ છે અને હવે તેમને આ રીતે એકલા રખાય તેમ નથી તેથી શિવાંગે આ વાત ક્રીશાને કરી અને નાનીમાને થોડું સારું થાય એટલે બેંગ્લોર પોતાના ઘરે લાવવાનું નક્કી કરી દીધું.
હવે પ્રશ્ન હતો માધુરીનો..? તો માધુરીને અહીં અમદાવાદમાં એકલી મૂકીને જવા માટે ન તો શિવાંગ તૈયાર હતો કે ન તો ક્રીશા..!
એટલે શિવાંગ માધુરીના ડૉક્ટર અપૂર્વ પટેલને મળવા માટે જવાનો હતો...
તો જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
7/10/23