Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 69

"કૉલેજ કેમ્પસ"ભાગ-69
પરી વિચારી રહી હતી કે, શું આકાશ ડ્રગ્સની હેરાફેરી કરે છે અને ડ્રગ્સનો બિઝનેસ કરે છે. અરે બાપ રે અને પોતાની સાથે મને પણ ડ્રગ્સની ડીલીવરી માટે લઈ ગયો હતો..ઑહ નો.. શું ખરેખર... અને તો પછી અંકલ.. શું અંકલ પણ આકાશની સાથે આ બિઝનેસમાં સંકળાયેલા હશે...?

ક્રીશા ક્યારની પરીને બોલાવી રહી હતી પરંતુ પરીનું ધ્યાન જ નહોતું તે વિચારોમાં ખોવાયેલી હતી અને તેને આમ વિચારોમાં ખોવાયેલી જોઈને શિવાંગને લાગ્યું કે, પરી ખરેખર કોઈ તકલીફ કે મુશ્કેલીમાં તો નથી મુકાઈ ગઈ ને..અને તેણે પરીના હાથ ઉપર હાથ મૂક્યો અને તેને પૂછવા લાગ્યો કે, "બેટા, ખરેખર તું કોઈ તકલીફમાં છે કે શું આમ ગુમસુમ કેમ થઈ ગઈ છે?"

પરી: ના ના ડેડ, એવું કંઈ નથી એ તો બસ થોડું સ્ટડીનું ટેન્શન છે બાકી કંઈ નહીં.
શિવાંગ: સારું બેટા વાંધો નહીં પણ મારી વાત સાંભળ, તું કોઈપણ તકલીફમાં કે મુશ્કેલીમાં હોય તો તારા આ ડેડને જરૂરથી જણાવી દેજે ઓકે બેટા.
પરી: ઓકે ડેડ
અને પરી તેમજ કવિશા બંને તૈયાર થઈને પોતાના મોમ અને ડેડને બાય કહીને હગ કરીને પોતાનું એક્ટિવા લઇને કોલેજ જવા માટે નીકળી ગયા.
કવિશા એક્ટિવા ચલાવી રહી હતી અને પરી તેની પાછળ બેઠી હતી ઘરથી થોડે દૂર પહોંચ્યા એટલે પરીએ કવિશાને ઉભા રહેવા કહ્યું. પહેલા પરીની કોલેજ આવતી હતી પછી કવિશાની કોલેજ આવતી હતી.
કવિશાએ અચાનક આમ એક્ટિવા રોકવાનું કારણ પરીને પૂછ્યું.
પરી: મારે તને એક વાત કહેવી છે. તું સ્કુટર આમ સાઈડમાં લે ને..
કવિશા: બોલને દી શું થયું?
પરી: આ આકાશ ખરોને..
કવિશા: કયો આકાશ?
પરી: તું એક કામ કર મારે તને એક ખૂબ અગત્યની વાત કરવી છે તું મારી સાથે મારી કોલેજમાં ચાલ..
કવિશા: પણ દી હું તારી કોલેજમાં આવીને શું કરીશ?
પરી: અરે એમ નહીં આપણે ત્યાં કેન્ટીનમાં શાંતિથી બેસીને વાત કરવી પડશે.
કવિશા: અચ્છા એવું છે? ઓકે ચલ તો એવું કરીએ તું બેસી જા દીદી ચાલ
અને કવિશાએ પોતાનું એક્ટિવા પરીની કોલેજ તરફ જવા દીધું અને બરાબર કેન્ટીન પાસે જ પાર્ક કરી દીધું.
બંને બહેનો કેન્ટીનમાં પ્રવેશી પરીએ કોર્નરવાળુ ટેબલ બેસવા માટે પસંદ કર્યું. શું વાત હશે તે સાંભળવા માટે અધીરી બનેલી કવિશાએ ઉતાવળથી પરીને પૂછ્યું કે, "બોલ દી તું શું કહેતી હતી?"
પરી હજુ થોડી ડિસ્ટર્બ જ લાગતી હતી અને જાણે ગભરાઈ પણ ગઈ હતી તેને બીક એ હતી કે આ બધામાં પોતાનું તો નામ ક્યાંય નહીં આવે ને? અને વળી પોતાનાથી આ શું થઈ ગયું તેમ પણ તે વિચારી રહી હતી કવિશાની સામે વાતની શરૂઆત કરે તે પહેલા તો જાણે એક હજાર વિચાર તેના મૂંઝાયેલા મનને સ્પર્શી ગયા હતા.
છેવટે તેણે વાતની શરૂઆત કરતાં પહેલાં એકદમ નરમાશથી કવિશાને પહેલો પ્રશ્ન એ કર્યો કે, "છુટકી તારે મને એક પ્રોમિસ આપવાની છે હું જે તને કહું તે તારે કોઈને કહેવાનું નહીં"
કવિશાએ ગભરાયેલી ચિંતિત પરીના હાથ ઉપર પ્રેમથી હાથ મૂક્યો અને તેને વિશ્વાસ અપાવ્યો કે, "દી, તું ચિંતા ન કરતી હું કોઈને કંઈજ નહીં કહું"
અને પરીને ત્યારે થોડી શાંતિ થઈ અને તેણે બોલવાની શરૂઆત કરી કે, "આકાશને તું ઓળખે છે?"
"ના દી, હું આકાશને ક્યાંથી ઓળખું?" કવિશાએ કહ્યું.
પરી: હા નહીં, હું તને પહેલા ઓળખાણ આપું.. હું અમદાવાદ આપણાં નાનીમાને ત્યાં ગઈ હતી ને ત્યારે મારે આકાશ સાથે કોન્ટેક્ટ થયો હતો તેના ઘર સાથે આપણા નાનીમાના ઘરને બહુ સારા રિલેશન છે એટલે નાનીમા મને નિશ્ચિંતપણે તેની સાથે બહાર જવા દેતા હતા.

હું જેટલા દિવસ ત્યાં રોકાઈ તેટલા દિવસ લગભગ અમે બંને ખૂબ સાથે રહ્યા. કદાચ એ નજીકપણાંને લીધે તે મને ખૂબ પસંદ કરવા લાગ્યો.
કવિશા: દી, તેણે કંઈ આડુંઅવળું તો તારી સાથે...
પરી: ના ના એવું કંઈ નથી. તું સાંભળને..તે મને ખૂબ ચાહવા લાગ્યો પરંતુ હું તેને મારા બેસ્ટ ફ્રેન્ડ થી વધારે બીજું કશુંજ નહોતી માનતી તેણે મને ઘણીવાર પ્રપોઝ પણ કર્યું પરંતુ દરેક વખતે મેં તેને "ના" જ પાડી પણ તે મારી ના સ્વિકારવા તૈયાર નહોતો હું અમદાવાદથી અહીંયા બેંગ્લોર આવી ગઈ તો તે મારી પાછળ પાછળ બેંગ્લોર આવ્યો અને મને મળવા માટે અહીં મારી કોલેજમાં આવી ગયો અમે બંને મળ્યાં વાતો કરી અને પછી છૂટા પડ્યા બીજે દિવસે તે તેના કોઈ ફ્રેન્ડનું બાઈક લઈને આવ્યો અને મારી ઈચ્છા ન હોવા છતાં હું તેની સાથે બાઈક ઉપર બેસીને ગઈ....
કવિશાએ પરીની વાત વચ્ચે જ કાપી અને તે બોલી, "હા મેં તમને બંનેને જોયા હતા અને ઘરે જઈને મોમને પણ કહ્યું હતું"
પરી: હા બસ એજ... તે દિવસે તે મને શહેરથી થોડે દૂર કોઈ અજાણી જગ્યાએ લઈ ગયો...
ફરીથી કવિશા વચ્ચે બોલી, "શું દી તું પણ.. આ રીતે કોઈ છોકરા સાથે કોઈ અજાણી જગ્યાએ આપણાંથી એકલા જવાય? દી તું મેચ્યોર્ડ થઈને આવી ભૂલ કરે છે?"
પરી: સોરી યાર ભૂલ થઈ ગઈ, તે મને ઈમોશનલ કરીને મળવા માટે બોલાવતો હતો.
કવિશા: કોઈપણ છોકરો ગમે તેટલું ઈમોશનલ કરે આપણને, પરંતુ આપણને આપણી મોમે જે શીખ આપી છે તે ક્યારેય ભૂલવાની નહીં અને આવું પગલું કદીપણ ભરવાનું નહીં.
પરી: સોરી બેટા ફરીથી હું ક્યારેય આવી ભૂલ નહીં કરું.‌..સાંભળને પછીથી તે મને, મેં કહ્યું તેમ પેલી અજાણી જગ્યાએ લઈ ગયો અને મને ગલીની બહાર જ ઉભા રહેવા કહ્યું અને તે અંદર ગયો અને તેની પાસે એક પેકેટ હતું તે આપીને બહાર આવ્યો મેં તેને આ વિશે ત્રણ ચાર વખત પૂછ્યું પણ ખરું પણ તેણે મને એમ કહ્યું કે, એ તો પપ્પાએ જ મને આ ડીલીવરી માટે અહીં મોકલ્યો છે મેં તેને એમ પણ ક્રોસ કર્યો કે આટલા નાના કામ માટે અંકલ તને કેમ છેક અહીં બેંગ્લોર મોકલે છે? એટલે તેણે મને એવો જવાબ આપ્યો કે, મારે તો આ રીતે બિઝનેસ માટે ઘણીબધી વખત અહીં બેંગ્લોર આવવાનું થાય છે તેમાં કોઈ નવાઈ નથી. મને થયું કે હશે, અંકલનો આટલો બધો મોટો બિઝનેસ ચાલે છે તો બની શકે.. પણ આજે સવારે ડેડે જ્યારે ન્યૂઝ સાંભળવા માટે ટીવી ચાલુ કર્યું અને આકાશ મને જ્યાં લઈ ગયો હતો તે જગ્યા અને ડ્રગ્સની વાત.. મેં જે જોયું હું તો દંગ જ રહી ગઈ હવે શું કરવું મારી કંઈ જ સમજમાં આવતું નથી. કોને કહેવું અને ક્યાં જવું તે એક પ્રશ્ન છે? અને કહેવું પણ ખરું કે ન કહેવું આ વાત અહીંની અહીં દબાવી દેવી... મારી તો કંઈજ સમજમાં આવતું નથી કારણ કે જો આપણે પોલીસમાં કમ્પલેઈન કરીએ તો હું તેની સાથે બાઈક ઉપર ગઈ હતી એટલે મારું નામ તો આવે જ ને અને પોલીસ મારી પણ બધી પૂછપરછ કરે માટે મને તો ખૂબજ ડર લાગે છે અને આપણે પોલીસને આ બાબતની જાણ ન કરીએ તો તે પણ ખોટું છે માટે તું જ હવે મને કહે કે આપણે શું કરવું જોઈએ.. બીજું મારે આમાં કોઈપણ રીતે ફસાવું નથી તે વાત નિશ્ચિત છે.
કવિશા: દી, તારી બધીજ વાત હું સમજી ગઈ અને આપણે શું કરવું જોઈએ તેમજ હું વિચારી રહી છું....

હવે કવિશા પરીને શું કરવા માટે કહે છે અને પરી તેમ કરવા માટે તૈયાર થાય છે કે નહિ? પરી અને કવિશા બંને પોતાના મોમ ડેડને આ વાત જણાવે છે કે નહિ? પરી આકાશની સામે કમ્પલેઈન કરીને શું તેને પકડાવી દેશે?
આપણે જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
20/3/23