Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 86

આ બાજુ બરાબર બે દિવસ પછી સમીર પરીને ફોન કરીને પૂછે છે કે, "શું કરો છો મેડમ, બહુ બીઝી થઈ ગયા છો તમારી સ્ટડીમાં?"
"હા બસ, હવે આ લાસ્ટ સેમ. છે એટલે પૂરેપૂરું ધ્યાન લગાવીને ભણવું છે."
"તો પછી ક્યારે મળો છો? આજે ફાવશે?"
"હા, ફાવશે."
"ઓકે તો, કેટલા વાગે આવું બોલ?"
"ફોર ઓ ક્લોક!"
"ઓકે તો આવું હમણાં.."
"ઓકે ચલ બાય."
અને પરી ફોન મુકીને પોતાની સ્ટડી ઉપર ફોકસ કરવા લાગી અને સમીર પોતાના કામમાં બીઝી થઈ ગયો....
હવે આગળ...
નક્કી કર્યા પ્રમાણે સમીર આજે સમયસર જ પરીના કોલેજ કેમ્પસમાં ચાર વાગ્યે હાજર થઈ ગયો હતો અને પરી પોતાના ક્લાસમાંથી બહાર આવે તેને માટે વેઈટ કરી રહ્યો હતો.
પરી પોતાની ફ્રેન્ડ ભૂમી સાથે વાત કરતાં કરતાં બહાર આવી અને ભૂમીની નજર સમીરની કાર ઉપર પડી એટલે તેણે પરીને સ્હેજ ઠુંહો માર્યો અને તે બોલી, "જા આઈ ગયો તારો પોલીસવાળો..!! આજે પાછી ક્યાં જઈ રહી છે તેની સાથે?"
પરીએ સમીરને સમયસર હાજર થઈ ગયેલો જોયો એટલે તેનાં ચહેરા ઉપર જરા ખુશી છવાઈ ગઈ અને તે વિચારવા લાગી કે, આજે સાહેબ ટાઈમસર હાજર થઈ ગયા છે.. તે જરા ઉતાવળું ચાલવા લાગી.. એટલે ભૂમીએ તરતજ કોમેન્ટ કરી કે, "આ જો ને હરખ પદુડી થઇને પેલાને ભેટવા દોડી."
"ચૂપ રહે ને યાર તું.."
"હું તો ચૂપ જ છું પણ આ રોજ તું આને અહીં કોલેજમાં બોલાવે છે તો સર કે મેડમ જોઈ જશે તો તારી ઈન્કવાયરી ચાલુ થઈ જશે તે તને ખબર પડે છે?"
"કંઈ નહીં થાય, હું એવું કંઈ નહીં થવા દઉં. તું ચૂપ રહે ને યાર.. મને ડરાવીશ નહીં.."
"ડરાવતી નથી, સાચું જ કહું છું. જો એની કાર ઉપર પોલીસનો સિમ્બોલ પણ લગાડેલો છે, કોઈ પણ માણસ તે જૂએ એટલે સ્વાભાવિક પણે જ ઈન્કવાયરી થાય."
"સારું હવે ચૂપ રહે એ સાંભળી જશે." પરી બોલી.
બંને જણાં સમીરની કારની નજીક આવી ગયા હતા. સમીરે કારનો લેફ્ટ સાઈડનો દરવાજો ખોલ્યો અને પરીને બેસવા માટે કહ્યું.
પરીએ ભૂમીને બાય કહ્યું અને પોતે કારમાં ગોઠવાઈ ગઈ. ભૂમીના ચહેરા ઉપર ગુસ્સો તરી આવતો હતો આજે તેણે સમીરની સામે જોવાનું અને તેની સાથે વાત કરવાનું ટાળ્યું અને તેની આંખો પરીને જાણે સમજાવવાની કોશિશ કરી રહી હતી કે, આ પોલીસ વાળાને ફરીથી અહીં કોલેજ કેમ્પસમાં ન બોલાવીશ...
ભૂમીને નાખુશ જોઈને સમીરે તેની સામે જોયું અને બોલ્યો કે, "કેમ, નારાજ છો મેડમ અમારાથી?"
"ના ના એવું કંઈ નથી, એ તો હું જરા ઘરે જલ્દી જવાની ઉતાવળમાં છું એટલે.."
"ઓકે" સમીરે રિપ્લાય આપ્યો અને પરી ભૂમીની સામે જોઈને બોલી કે, "ચલ બાય તો મળીએ કાલે.." અને સમીરે પોતાની કાર કોલેજ કેમ્પસની બહારની બાજુ આગળ વધારી અને પરીને પૂછવા લાગ્યો કે, "બોલ, ક્યાં જવું છે?"
પરી વિચારવા લાગી પછી થયું કે, ગઈ વખતે ગયા હતા ત્યાં જેવો એકાંત બીજે ક્યાંય નહીં મળે એટલે બોલી કે, "ગઈ વખતે ગયા હતા ત્યાં જ લઈ લે ને.."
"કેમ એકની એક જગ્યાએ? બીજે ક્યાંય નથી જવું?"
"ના, અત્યારે બીજી કોઈ જગ્યા મગજમાં બેસતી નથી."
"ઓકે મેડમ, જેવો આપનો હુકમ.."
અને સમીરે પરીને ગમતાં "શુભમ્ કેફે" તરફ પોતાની કાર હંકારી...
બંને કેફેમાં પહોંચી ગયા અંદર પ્રવેશ્યા પરીએ પોતાની કોર્નરવાળી સીટ પસંદ કરી લીધી અને સમીર તેની સામેની સીટ ઉપર ગોઠવાઈ ગયો.
બંનેએ જાણે એક રાહતનો શ્વાસ લીધો અને સ્વાભાવિક પણે એકબીજાની સામે જોયું અને બંને હસી પડ્યા.
વેઈટર ઓર્ડર માટે આવ્યો એટલે સમીરે પરીને પૂછ્યું, "બોલ શું લઈશ તારો ફેવરિટ ઓરિયો શેક કે પછી કંઈ બીજું?"
"ઑહ, તો તને મારી ચોઈસ યાદ છે?"
"મેડમ, મને બધું જ યાદ છે કે તમે ક્યારે શું પહેર્યું હતું ક્યારે શું બોલ્યા હતા અને ઘણું બધું..."
સમીરની વાત સાંભળીને પરી ખુશ થઈ ગઈ.. પોતાને કોઈ આટલા ધ્યાનથી નોટિસ કરે છે તે જાણીને તેનો ચહેરો ખીલી ઉઠ્યો અને તે હસતાં હસતાં સમીરની સામે જોઈને બોલી કે, "અરે વાહ.. બહુ સારી યાદશક્તિ લાગે છે તમારી..યુ આર વેરી સ્માર્ટ?"
"મેડમ, અમારે પોલીસ વાળાઓએ સ્માર્ટ જ રહેવું પડે.. અને તેમાં પણ તમારા જેવી ફ્રેન્ડ મળી હોય તો પછી તો પતી ગયું તેની તો એકે એક ચાલ અમે યાદ રાખી લઈએ.."
"ઓહ આઈ સી.." પરી બોલી અને પેલા વેઈટર સામે જોયું જે હજી ઓર્ડરની રાહ જોતો ત્યાં જ ઉભો હતો.
"એક કામ કરીએ, પહેલા એક જ કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ મંગાવીએ.. પછી બીજું કંઈ મંગાવવું હશે તો મંગાવીશુ.."
"અચ્છા તો આજે તમે મારી ચોઈસ મંગાવી અને તેમાંથી તમે પણ શેર કરશો? થેન્ક યુ.."
અને વેઈટરને કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ નો ઓર્ડર આપીને રવાના કર્યો.
અને સમીરે પરીની સામે જોયું અને બોલ્યો, "બોલો તો બીજું શું ચાલે છે મેડમ?"
"બસ કંઈ નહીં જો એઝ યુઝ્વલ રુટીન ચાલે છે.."
"શું કહેતી હતી તું તે દિવસે માધુરી મોમ ને બધું, મને કંઈ ખબર ન પડી!!"
"હા, બહુ લાંબી સ્ટોરી છે હું તને કહું છું બહુ શાંતિથી સાંભળજે.. અહીંયા જેમની સાથે હું રહું છું તે મારા રીયલ મોમ અને ડેડ નથી.."
"ઓહ શું વાત કરે છે એવું છે, તો પછી તારા રીયલ મોમ અને ડેડ ક્યાં છે??"
"હા, મારી રીયલ મોમ, માધુરી મોમ..
અને એટલું બોલતાં બોલતાં પરી થોડી ધીર ગંભીર બની ગઇ..સમીર તેને ધ્યાનથી સાંભળવાનો અને સમજાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
"તે કોમામાં ચાલી ગઈ છે. મારા બોર્ન પછી તે તરતજ મારી મોમ કોમામાં ચાલી ગઈ છે તેને કોમામાંથી બહાર લાવવાના ડૉક્ટર અપૂર્વ પટેલે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ તે હજુ સુધી કોમામાં જ છે અને અમદાવાદમાં તેમને ત્યાં જ હોસ્પિટલાઈઝ્ડ છે."
"ઑહ.. પણ એમ બનવાનું કંઈ કારણ??"
"હા, મારા ડેડ ડૉક્ટર હતાં. ડૉ. ઋત્વિક. તે નાઈટ ડ્યુટી માટે બહાર ગયેલા હતા અને રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારનો એક્સિડન્ટ થઈ ગયો અને તે ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા...
"ઑહ નો.."
"તે વખતે હું મારી મોમના પેટમાં હતી અને આ સમાચાર મારી મોમને મળતાં મારી મોમ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી."
"પણ તો પછી અત્યારે જે તારા મોમ અને ડેડ છે તેમણે તને દત્તક લીધી છે?"
"હા, કંઈક એવું જ સમજ ને!!"
"કંઈક એવું સમજ મતલબ?"
"અત્યારે જે મારા ડેડ છે ને શિવાંગ, તે અને મારી મોમ માધુરી બંને એક જ કોલેજમાં સાથે જ ભણતાં હતાં અને એકબીજાને ખૂબ જ લવ કરતાં હતાં પરંતુ બંનેની જ્ઞાતિ અલગ અલગ હતી. મારી માધુરી મોમનું એન્જીનીયરીંગનું ભણવાનું જેવું પૂરું થયું કે તરતજ મારા નાનાજીએ તેનાં લગ્ન માટે તેને છોકરાઓ જોવાનું શરૂ કરવા કહ્યું. મારી મોમે આ વાત મારા ડેડ શિવાંગને કરી, મારા ડેડ શિવાંગ મારા નાનાજીને મળવા માટે ગયા અને તેમની પાસે મારી માધુરી મોમનો હાથ માંગ્યો. મારા નાનાજી મોમને પોતાની જ્ઞાતિમાં જ પરણાવવા માંગતા હતા એટલે તેમણે આમ કરવાનો સાફ શબ્દોમાં ઈન્કાર કરી દીધો પછીથી તો મારા ડેડે મારા નાનાજીને બે હાથ જોડીને ખૂબ વિનંતી 🙏 કરી તેમનાં પગમાં પણ પડ્યા પરંતુ મારા નાનાજી એક ના બે ન થયા તે ન જ થયા અને તેમની જ્ઞાતિમાં જ ડૉ.ઋત્વિક એટલે કે મારા રીયલ ડેડ સાથે મારી મોમના લગ્ન કરાવી દીધા અને બસ પછી તો કર્મનું કરવું અને મારી મોમ પ્રેગ્નન્ટ હતી અને મારા ડેડની કારનો એક્સિડન્ટ થઈ ગયો અને તે મૃત્યુ પામ્યા."
"અરે બાપ રે, સખત સ્ટોરી છે તારી તો.. પછી શું થયું?"
"મારા શિવાંગ ડેડના ક્રીશા મોમ સાથે લગ્ન થયા અને તે અમદાવાદ પોતાના બેસ્ટ ફ્રેન્ડ રોહન અને આરતીના લગ્ન માટે અમદાવાદ આવ્યા ત્યારે તેમને તેમના બીજા એક ફ્રેન્ડ રાજુ અંકલે મારી માધુરી મોમના આ સમાચાર તેમને આપ્યા ત્યારે મારા શિવાંગ ડેડ ખૂબજ ડિસ્ટર્બ થઈ ગયા હતા અને પછી તે હિંમત કરીને મારી માધુરી મોમને મળવા માટે મારા નાનાજીના ઘરે ગયા ત્યારે મારી મોમની માનસિક પરિસ્થિતિ જરાપણ સારી નહોતી અને મારા નાનાજી પોતાની એક ની એક દીકરી સાથે આમ બન્યું તેથી ખૂબ ભાંગી પડ્યા હતા અને મારા શિવાંગ ડેડની સામે તે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તે દિવસ પછી સતત મારા શિવાંગ ડેડ અને મારી ક્રીશા મોમ મારા નાનાજી અને નાનીની સાથે રહ્યા. મારી મોમે મને જન્મ આપ્યો પછી તે કોમામાં ચાલી ગઈ અને ત્યારે મારા નાનાજી મને કોણ સાચવશે અને મારી પરવરિશ કોણ કરશે તેની ચિંતાને કારણે રડી પડ્યા હતા..
"ઑહ તો પછી શું થયું?"
વધુ આગળના ભાગમાં....
તો વાંચતા રહો.. કૉલેજ કેમ્પસ..
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/8/23