Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ - 10 - (એક દિલચસ્પ પ્રેમકથા)

સાન્વી વેદાંશને બેંગલોર ન જવા અને અમદાવાદમાં જ સેટ થવા સમજાવે છે. હવે આગળ....

અમદાવાદની 'ડાઉન-ટાઉન' હોટલમાં વેદાંશે આજે સાંજે પાર્ટી એરેન્જ કરી હતી. બધા જ ફ્રેન્ડસ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા, પણ સાન્વી મૂડમાં ન હતી. પણ હવે હકીકતને સ્વીકાર્યા વગર છૂટકો પણ ન હતો, તેમ વિચારી રહી હતી.

બીજે દિવસે વેદાંશ સાન્વીને એક પાર્કમાં મળવા માટે બોલાવે છે. સાન્વી બિલકુલ ઉદાસ દેખાઇ રહી છે. વેદાંશ પણ થોડો ડિસ્ટર્બ થઇ ગયો છે. પણ સાન્વીની સામે સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરે છે.

સાન્વી વેદાંશને ભેટીને ખૂબજ રડે છે. તેને રીક્વેસ્ટ કરે છે કે, " વેદ, હું તારા વગર નહિ રહી શકું, તું મને છોડીને આટલે બધે દૂર ન ચાલ્યો જઇશ અને મને એક્ઝામની તૈયારી પણ કોણ કરાવશે..?? મારું તો ફાઇનલ ઇયરનું રિઝલ્ટ પણ બગડશે...!! "

પણ વેદાંશ તેને સમજાવે છે કે, " બેંગ્લોરની કંપની સૌથી વધારે સેલરી આપી રહી છે અને બેંગ્લોર આઇ ટી નું હબ છે હબ, થોડા વર્ષો જ હું મહેનત કરીશ તો ક્યાં નો ક્યાં પહોંચી જઇશ અને આ કંપનીને ફોરેઇનની કંપનીઓ સાથે પણ ડીલીંગ છે તો ફ્યુચરમાં એબ્રોડ જવાનો પણ ચાન્સ મળે અને આપણું ફ્યુચર વધારે બેટર બની જાય અને હું વ્યવસ્થિત સેટલ નહિ હોવું તો તારા પપ્પા પાસે તારો હાથ કઇ રીતે માંગી શકીશ..?? અને અત્યારે મારા પપ્પાને પણ પૈસાની જરૂર છે. નાના ભાઈને પણ એન્જીનીયરીંગ કરાવવાનું છે. ઘરની આર્થિક પરિસ્થિતિ પણ એટલી બધી સધ્ધર નથી. મારી પણ મજબૂરી છે, માટે મેં બેંગ્લોરની જોબ એક્ષેપ્ટ કરી છે." અને સાન્વીનો ચહેરો પોતાના બંને હાથમાં લઇ તેના આંસુ લૂછી કાઢે છે અને તેને પોતાના આલિંગનમાં લઇ લે છે અને પ્રેમથી બંને ગાલ ઉપર અને હોઠ ઉપર ચુસ્ત ચુંબન કરે છે.

પોતે તેને રોજ નિયમિત વીડિયો કોલ કરશે અને તેની એક્ઝામ સમયે ઓફિસમાંથી રજા લઇ તેને હેલ્પ કરવા આવી જશે. તેવી પ્રોમિસ આપે છે.

અને હવે ખૂબ મોડું થયું છે એટલે ચલ આપણે નીકળીએ, હું તને ઘરે ડ્રોપ કરી જવું અને બંને અત્યંત દુઃખી હ્રદયે છૂટા પડે છે.

વેદાંશ બેંગ્લોર પહોંચી જાય છે પરંતુ અહીં પોતાને કોઈ ઓળખાણ નથી તેથી નવું ગૃપ બનાવવું પડશે તેમ વિચારે છે.

સમય પસાર થયે જાય છે. વેદાંશ સાન્વીને રોજ વીડિયો કોલ કરી તેના હાલ-ચાલ પૂછતો રહે છે. અને કહે છે કે, " અહીં બેંગ્લોરનું એટમોશફીઅર ખૂબજ સરસ છે, હું અહીં પી.જી.માં રહુ છું. તું મેરેજ કરીને અહીં આવીશ પછી આપણે એક સરસ ફ્લેટ ભાડે લઇ લઇશું અને સુંદર જીવન વીતાવીશું. " અને બંને જીવનના મીઠા- મધૂરા સ્વપ્ન સાથે ફોન મૂકે છે.

સાન્વીને હવે આ લાસ્ટ સેમિસ્ટર હતું. એટલે તેણે તેના પપ્પાને જોબ માટે પૂછ્યું. પણ પપ્પા મોહિતભાઈએ જોબ કરવાની ચોખ્ખી " ના " પાડી. અને કહ્યું કે,
" એક ખૂબજ સુખી ઘરેથી તારું માંગું આવ્યું છે તો તારી આ લાસ્ટ સેમની એક્ઝામ પૂરી થાય પછી આપણે છોકરાવાળાને ઘરે તેમનું ઘર અને છોકરો બંને જોવા જવાનું છે. "

સાન્વીના તો, પપ્પાની વાત સાંભળીને હોશકોશ જ ઉડી ગયા. પોતાના રૂમમાં જઇ ખૂબજ રડી લીધું અને વેદાંશને ફોન કર્યો અને બધી વાત જણાવી દીધી.

વેદાંશ તેને સમજાવે છે કે, " અત્યારે તું સ્હેજપણ ડીસ્ટર્બ થઇશ નહિ તારી એક્ઝામ આવી રહી છે તો સ્ટડી ઉપર જ કોન્સ્નટ્રેટ કર, પપ્પાને પણ કશુંજ કહીશ નહીં, તારી એક્ઝામ વખતે હું અમદાવાદ આવવાનો છું એટલે તારી એક્ઝામ પૂરી થાય એ દિવસે જ હું તારા પપ્પાને મળવા તારા ઘરે આવીશ અને તેમની પાસે તારો હાથ માંગી લઇશ ઓકે ખુશને માય ડિઅર..?? ચલ હવે એકદમ ફ્રેશ થઇ જા અને મને એક કીસ આપી દે. "

અને બંને એકબીજાને ફ્લાઈંગ કીસ આપી ફોન મૂકે છે. સાન્વીને વેદાંશની સાથે વાત કરીને ખૂબજ સારું લાગે છે. અને પોતાના અને વેદાંશના મેરેજના સ્વપ્ન જોવામાં ખોવાઈ જાય છે.

સાન્વીના પપ્પા વેદાંશ સાથે મેરેજ કરી આપવા તૈયાર થાય છે કે નહિ..?? વાંચો આગળના ભાગમાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/9/2021