Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ - 2 - (એક દિલચસ્પ પ્રેમકથા)

સાન્વી, અર્જુન અને વેદાંશ સાથે શેકહેન્ડ કરે છે એટલે વેદાંશ સાન્વીનો હાથ જરા પકડેલો રાખે છે અને એકીટસે તેની સામે જ જોયા કરે છે જાણે તેનામાં ખોવાઈ ગયો હોય અને તેને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હોય તેમ.

એટલે ઈશિતા વેદાંશને સ્હેજ ધક્કો લગાવીને ભાનમાં લાવે છે અને સાન્વીનો હાથ છોડવા ઈશારો કરે છે. વેદાંશ ચોંકી ઉઠે છે અને સાન્વીનો હાથ એકદમ છોડી દે છે અને બોલી પડે છે કે, "ઑહ, આઈ એમ સોરી"

ઈશિતા, અર્જુન અને વેદાંશ એન્જિનિયરીંગના થર્ડ ઇયરમાં છે. સાન્વીએ ફર્સ્ટ ઈયરમાં ઍડમિશન લીધું છે.

સાન્વીએ પોતાની સ્કૂલમાં 82% સાથે 12 સાયન્સમાં ટોપ કર્યું હતું. એટલે તેને અમદાવાદની આ ફર્સ્ટ નંબરની કૉલેજમાં ઇઝીલી એડમિશન મળી ગયું હતું.

આજે કોલેજનો પહેલો દિવસ હતો એટલે સાન્વી થોડી કન્ફ્યુઝનમાં હતી. તેને કોલેજનો કંઇક અલગ જ માહોલ દેખાઇ રહ્યો હતો. બધા પોતપોતાના ગૃપમાં ઉભેલાં હતાં અને મસ્તીથી વાતો જ કરતાં હતા. એટલે સાન્વી વિચારી રહી હતી કે, "કોલેજનો માહોલ શું આવો જ હોતો હશે, બિંદાસ...!!"

અને એટલામાં ઈશીતા સાન્વીને તેના વિચારોમાંથી બહાર ખેંચી લાવે છે અને કહે છે, "ચાલ, હું તને કોલેજ અને તારો ક્લાસ બતાવું."

એટલે વેદાંશ તરત જ વચ્ચે બોલી ઉઠે છે કે, "અંહ, તું ક્યાં તકલીફ લઇશ, હું જઇ આવું તેની સાથે ?"

ઈશીતા: (જરા ગરમ થઈને) શટઅપ, તમે બંને અહીં જ ઉભા રહો, આઇ એમ કમીંગ વિધિન ટેન મિનિટ્સ. (બોલીને સાન્વીને તેનો ક્લાસ બતાવવા જાય છે.)

જતાં જતાં રસ્તામાં સાન્વી વેદાંશ અને અર્જુન વિશે પૂછે છે. તે બંનેની વાત કરતાં ઈશીતા કહે છે કે, "હું અને અર્જુન નર્સરીથી સાથે જ ભણીએ છીએ, એક જ ક્લાસમાં હતાં અને વેદાંશ 9th થી અમારી સાથે છે. બંને મારા બેસ્ટ ફ્રેન્ડ છે.

ઈશીતા સાન્વીને કોલેજ વિશે માહિતી આપતાં કહે છે કે,
"આપણી કોલેજનું ટીચીંગ ખૂબજ સરસ છે પણ ફેકલ્ટી સાથે બહુ માથાકૂટ નહિ કરવાની, કંઇ ન આવડતું હોય તો મને કહેજે હું તને હેલ્પ કરીશ." અને સાન્વીનો ક્લાસરૂમ આવી જાય છે એટલે
સાન્વી તેને થેંન્કયૂ કહે છે અને પોતાના ક્લાસમાં જાય છે.

ઈશીતા, વેદાંશ અને અર્જુન ઉભાં હોય છે ત્યાં આવે છે એટલે વેદાંશ તેની નજીક જાય છે અને તેના કાનમાં કહે છે કે, " યાર આ સાન્વી તો, ઉપર સ્વર્ગમાંથી ઉતરીને આવી હોય તેવી અપ્સરા જેવી લાગે છે. કેવી રીતે છોડાય ? હું તો તેને ઉપરથી નીચે સુધી જોતો જ રહી ગયો !" ઈશીતા તેની સામે ગુસ્સાથી જોઈ રહી અને ફરીથી તેને વોર્નિગ આપતી હોય તેમ બોલી, "વેદ, તેનાથી થોડો દૂર જ રહેજે ઓકે "

અર્જુન વેદાંશનું ઉપરાણું લેતાં વચ્ચે જ બોલી પડ્યો કે, "જે દેખાય છે તે કહ્યું છે તેમાં શું વળી આટલી બધી ગરમ થાય છે ?"

ઈશીતા: તું તો વચ્ચે બોલીશ જ નહીં ઓકે

અર્જુન: આ ગુસ્સો ક્યારે ઓછો થશે ?

ઈશીતા: ક્યારેય નહીં

વેદાંશ: હવે, તમે બંને ઝઘડવાનું બંધ કરશો ? અને આ જુનિયર્સનુ રેગીગ ક્યારે લેવું છે તે આપણે નક્કી કરી લઈશું ?

ઈશીતા, વેદાંશ અને અર્જુન ત્રણેય વાતો કરતાં કરતાં પોતાના ક્લાસરૂમમાં જાય છે જ્યાં રોહિત સરનુ લેક્ચર ચાલુ થઈ ગયું હોય છે.

ત્રણેયને મસ્તીના મૂડમાં જોઈને રોહિત સર તેમની ઉપર ભડકે છે અને ક્લાસની બહાર નીકળી જવા કહે છે.

ત્રણેય એકબીજાની સામે જૂએ છે અને સરને "સોરી સર" કહીને ક્લાસરૂમમાં બેસવા દેવા રિક્વેસ્ટ કરે છે.

કોલેજના પહેલા જ દિવસે ત્રણેયની પરેડ લેવાય છે કે તેમને ક્લાસરૂમમાં એન્ટ્રી મળે છે ?
વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'

દહેગામ

22/6/2021