(પૂર્વ કથા ) (વાચક મિત્રો આજથી પ્રાયશ્ચિત નવલકથાનો બીજો ભાગ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. બીજો ભાગ હોવા છતાં પણ આ એક સ્વતંત્ર નવલકથા હશે. જેમણે પહેલો ભાગ નહીં વાંચ્યો હોય એમને પણ કોઈ તકલીફ નહીં પડે. આશા છે આપને પણ આ નવલકથા જકડી રાખશે. ,,??) કેતન દોઢ વર્ષ લાંબા સ્વપ્નમાંથી જાગી ગયો. ચેતન સ્વામીની ગુફામાં બેઠેલો કેતન ઊભો થયો. થોડો સમય તો એ પોતાના જીવનમાં પસાર કરેલા દોઢ વર્ષના એ સુંદર સમયગાળાની યાદોમાં ડૂબી ગયો. એક સુંદર સપનું તૂટી ગયું ! જામનગરની આખી દોઢ વર્ષની યાત્રા એ ગુરુજીએ સર્જેલી એક માયાજાળ જ હતી !! કેતનના જીવનમાં જામનગરમાં જે પણ પાત્રો આવ્યાં એ બધાં કેતનના આ જીવન દરમ્યાન પરિચયમાં આવેલાં અને પૂર્વ જન્મમાં એની સાથે જોડાયેલાં પાત્રો જ હતાં ! આ એક સ્વપ્ન જેવી અવસ્થા હતી !! એ કુટિરમાંથી બહાર નીકળીને જંગલની કેડીએ કેડીએ બહાર આવ્યો. ત્યાંથી ચાલતો ચાલતો મુખ્ય બજારમાં આવી ગયો. અહીંથી એણે સ્પેશિયલ ટૅક્સી કરી અને દોઢ કલાકમાં હરિદ્વાર પહોંચી ગયો. ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે ખૂબ જ ગીચ ટ્રાફિક રહે છે એટલે ટેક્સીએ વધારે સમય લીધો.
Full Novel
પ્રારંભ - 1
પ્રારંભ પ્રકરણ 1(પૂર્વ કથા )(વાચક મિત્રો આજથી પ્રાયશ્ચિત નવલકથાનો બીજો ભાગ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. બીજો ભાગ છતાં પણ આ એક સ્વતંત્ર નવલકથા હશે. જેમણે પહેલો ભાગ નહીં વાંચ્યો હોય એમને પણ કોઈ તકલીફ નહીં પડે. આશા છે આપને પણ આ નવલકથા જકડી રાખશે. ,,)કેતન દોઢ વર્ષ લાંબા સ્વપ્નમાંથી જાગી ગયો. ચેતન સ્વામીની ગુફામાં બેઠેલો કેતન ઊભો થયો. થોડો સમય તો એ પોતાના જીવનમાં પસાર કરેલા દોઢ વર્ષના એ સુંદર સમયગાળાની યાદોમાં ડૂબી ગયો. એક સુંદર સપનું તૂટી ગયું !જામનગરની આખી દોઢ વર્ષની યાત્રા એ ગુરુજીએ સર્જેલી એક માયાજાળ જ હતી !! કેતનના જીવનમાં જામનગરમાં જે પણ ...વધુ વાંચો
પ્રારંભ - 2
પ્રારંભ પ્રકરણ 2જામનગર સ્ટેશનથી જેવી ટ્રેન ઉપડી કે કેતન પોતાના દોઢ વર્ષના ભૂતકાળને યાદ કરીને ખૂબ જ લાગણીવશ થઈ જામનગરમાં પસાર કરેલો દોઢ વર્ષનો સમયગાળો એક માયાજાળ જ હતી અને હકીકતમાં તે જામનગરમાં રહેલો જ નથી એવી જ્યારે ચેતન સ્વામી દ્વારા એને ઋષિકેશમાં ખબર પડી ત્યારે એ ખૂબ જ અપસેટ થઈ ગયો. દોઢ વર્ષ જેટલો સમય ગાળો નાનો નથી અને એને સંપૂર્ણ પણે ભૂલી જવો પણ શક્ય નથી. જામનગરની યાદોને તાજી કરવા માટે જ એ આજે જામનગર આવ્યો હતો પરંતુ જામનગરમાં એને ઓળખનાર કોઈ જ ન હતું. ગુરુજીએ એના સૂક્ષ્મ શરીર પાસે પ્રાયશ્ચિત કરાવીને આખી માયાજાળ સંકેલી લીધી હતી.ટ્રેન ...વધુ વાંચો
પ્રારંભ - 3
પ્રારંભ પ્રકરણ 3સિદ્ધાર્થ અને કેતન બંને સગા ભાઈ હતા. પિતા જગદીશભાઈનો ડાયમંડ નો ધંધો સુરતમાં બંને ભાઈઓ સંભાળતા હતા. અને કેતનના દાદા જમનાદાસે સુરતમાં આવીને આ ડાયમંડની પેઢી નાખી હતી. એમના પુત્ર જગદીશભાઈએ આ ધંધાનો વિસ્તાર કર્યો હતો અને હવે બંને પુત્રો ધંધો સંભાળતા હતા. ધંધાના વિસ્તાર માટે કેતનને મેનેજમેન્ટનો કોર્સ કરાવવા માટે પિતા જગદીશભાઈએ બે વર્ષ અમેરિકા પણ મોકલ્યો હતો. પરંતુ કેતનને અમેરિકામાં ચેતન સ્વામી નામના એક એવા સંન્યાસી મળ્યા કે જેમણે કેતનને કહ્યું કે " તારા દાદા જમનાદાસનો જ તારા સ્વરૂપે બીજી પેઢીએ પુનર્જન્મ થયો છે. પૂર્વજન્મમાં તું પોતે જ જમનાદાસ હતો અને તારા થકી એ વખતે ...વધુ વાંચો
પ્રારંભ - 4
પ્રારંભ પ્રકરણ 4જયેશ ઝવેરીનો નંબર મળી ગયા પછી પળનો પણ વિલંબ કર્યા વગર કેતને એને ફોન કર્યો. " જયેશ કેતન બોલું સુરતથી. તારો જૂનો મિત્ર. યાદ હોય તો જામનગર તારા ઘરે પણ હું આવેલો છું. " કેતન બોલ્યો. " અરે કેતન તું તો બહુ મોટો માણસ છે. તને ના ઓળખું એવું બને ? બોલ કેમ યાદ કર્યો ? " જયેશ બોલ્યો. જયેશ પહેલેથી જ કેતનનું રિસ્પેક્ટ કરતો હતો. કેતને એને કૉલેજમાં નાની મોટી મદદ પણ કરેલી. "મારે તારું કામ હતું જયેશ. હું તો જામનગર પણ જઈ આવ્યો. પટેલ કોલોનીમાં પણ ગયો હતો પરંતુ તારું મકાન તો તેં વેચી દીધું ...વધુ વાંચો
પ્રારંભ - 5
પ્રારંભ પ્રકરણ 5પેપરમાં રાકેશ વાઘેલાના ખૂનના સમાચાર વાંચીને કેતનને રાકેશનું આખું પ્રકરણ યાદ આવી ગયું. આ બધી ઘટનાઓ એ ગુરુજીએ રચેલા માયા જગતમાં હતો ત્યારે બનેલી. કેતનની પડોશમાં રહેતી નીતા મિસ્ત્રીને રાકેશ વાઘેલા હેરાન કરતો હતો. પોલીસ સુપ્રીનટેન્ડેન્ટ આશિષ અંકલને કહીને કેતને એને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. એ પછી એણે બદલો લેવાનું નક્કી કર્યું હતું અને કેતનની સોપારી રાજકોટ રહેતા અસલમ શેખના શાર્પ શૂટર ફઝલુને આપી હતી. અસલમ રાજકોટમાં ' ભાઈ ' હતો. અસલમ શેખ કેતનનો તો ખાસ મિત્ર હતો એટલે એને જ્યારે સોપારીની ખબર પડી ત્યારે એણે રાકેશ વાઘેલાનું જ મર્ડર કરી નાખવાનું ફઝલુને કહી દીધું. અને ફઝલુએ ...વધુ વાંચો
પ્રારંભ - 6
પ્રારંભ પ્રકરણ 6 રાજકોટથી ટ્રેનમાં બેઠા પછી કેતને જોયું કે મનાલી નામની એક ગભરુ યુવતી પણ એની બાજુની સીટ બેઠી હતી. એ જામનગર થી આવતી હતી અને સુરત જઈ રહી હતી. ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતી. કેતને એના સ્વભાવ પ્રમાણે મનાલીને એની ચિંતાનું કારણ પૂછેલું. મનાલીના કહેવા મુજબ મુંબઈથી કોઈ નિશા શર્મા નામની એની જૂની કોલેજ ફ્રેન્ડ એને બ્લેકમેલ કરી રહી હતી. નિશાએ એને ફોન કરીને કહ્યું હતું કે એની પાસે મનાલીની અંગત પળોની વિડિયો ક્લિપ છે. અને જો એ એક લાખ રૂપિયા નહીં આપે તો વીડીયો ક્લીપ વાયરલ કરશે. મનાલી સાથે સંપૂર્ણ વાતચીત કર્યાં પછી કેતન સમજી ગયો ...વધુ વાંચો
પ્રારંભ - 7
પ્રારંભ પ્રકરણ 7પોતાની માયાવી અવસ્થામાં કેતન જામનગરની પટેલ કોલોનીમાં રહેતો હતો અને એના બંગલાથી ત્રીજા બંગલામાં નીતા મિસ્ત્રી રહેતી જ્યારે સૂક્ષ્મજગતની માયાવી અવસ્થામાં હતો ત્યારે નીતાની બેન જલ્પાને આત્મહત્યા કરતી બચાવી લીધી હતી અને એના મંગેતર પાસેથી દહેજ પેટે લીધેલા બે લાખ રૂપિયા પણ પાછા અપાવ્યા હતા. જલ્પાના પપ્પાને પણ પોલીસ કેસમાંથી કેતને બચાવ્યા હતા એટલે નીતા કેતનથી ખૂબ જ અંજાઈ ગઈ હતી અને એને પોતાનો હીરો માનતી હતી. નીતા કેતનના પ્રેમમાં પડી ગઈ હતી. આજે મનાલી પણ એવી જ વાતો કરતી હતી અને એ પણ કેતનને પોતાનો હીરો માનવા લાગી હતી. કેતનને આશ્ચર્ય એ વાતનું થયું કે જે ...વધુ વાંચો
પ્રારંભ - 8
પ્રારંભ પ્રકરણ 8મનાલી ફર્સ્ટ ક્લાસના કોચમાં બેસી તો ગઈ પરંતુ કેતનના વિચારોમાંથી એ બહાર આવી શકતી ન હતી. કેટલી રીતે આ માણસે મને બચાવી લીધી. કેટલા આત્મવિશ્વાસથી એ કહી રહ્યા હતા કે નિશા કોઈપણ જાતના પુરાવા વગર જ એને બ્લેકમેલ કરી રહી હતી. અને એક લાખ પડાવવાનો ત્રાગડો રચ્યો હતો. નિશાની વાતો ઉપર આંધળો વિશ્વાસ મૂકીને હું પણ કેટલી મૂર્ખ બની ગઈ હતી ! પોલીસ સબ ઇન્સપેક્ટરે લીધેલા પાંચ લાખમાંથી મને બે લાખ અપાવ્યા. પોતે એક રૂપિયો પણ રાખ્યો નહીં. આ જમાનામાં આટલા દિલદાર વ્યક્તિઓ મળવા મુશ્કેલ છે. ટ્રેન જામનગર પહોંચી ત્યારે રાતના અઢી વાગ્યા હતા. જો કે આટલી ...વધુ વાંચો
પ્રારંભ - 9
પ્રારંભ પ્રકરણ 9કેતન અને જાનકી સુરતની કોલેજમાં સાથે જ ભણેલાં. આખી કોલેજમાં કેતન માત્ર જાનકીને જ પસંદ કરતો હતો. અમેરિકા ગયો તે પહેલાં જાનકી સાથે એની ગાઢ મૈત્રી હતી અને બન્ને રિલેશનશિપમાં હતાં. કેતનના કોલેજના મિત્રો પણ એમ જ માનતા હતા કે કેતન જાનકી સાથે જ લગ્ન કરશે. જો કે બે વર્ષ માટે કેતનને અમેરિકા જવાનું થયું એટલે સંબંધોમાં બ્રેક આવી ગયો. જાનકી કેતનના ઘરે પણ ઘણીવાર આવી ગયેલી અને શિવાની એને ખૂબ જ પસંદ કરતી હતી. માત્ર શિવાની જ શું કામ, ઘરના તમામ સભ્યોને જાનકી ગમતી હતી ! ઘરના તમામ સભ્યોની ઇચ્છા હતી કે કેતન જાનકી સાથે જ ...વધુ વાંચો
પ્રારંભ - 10
પ્રારંભ પ્રકરણ- 10 છેવટે એકાદશીનો દિવસ આવી ગયો. આજે સવારથી જ જામનગર જવાની બધી તૈયારીઓ થઇ રહી હતી. કેતનની શિવાની પણ જવાની હતી એટલે એની બેગ પણ તૈયાર કરવાની હતી. ટ્રેન તો રાત્રે સાડા બાર વાગ્યાની હતી એટલે સમય પૂરતો હતો. છતાં તૈયારી સવારથી જ શરૂ થઈ ગઈ હતી. બધા કરતાં શિવાની વધારે ખુશ હતી. પહેલી વાર આટલા લાંબા સમય માટે એ ક્યાંય બહાર જઈ રહી હતી." શિવાની તારે આટલા બધા ડ્રેસ લેવાની જરૂર નથી. જરૂર પૂરતા તું રાખ અને જામનગર કંઈ ગામડું નથી. ત્યાં બધું જ મળે છે. સામાન જેટલો ઓછો હોય એટલું વધારે સારું." કેતન બોલ્યો. મહારાજે ...વધુ વાંચો
પ્રારંભ - 11
પ્રારંભ પ્રકરણ 11કેતને જયેશ અને મનસુખને ઘરવખરી અને કરિયાણાનું લિસ્ટ બનાવી આપ્યું હતું. પરંતુ જ્યારે રાત્રે આઠ વાગે જયેશ માલવિયા માલ સામાન લઈને આવ્યા ત્યારે એ જોઈને કેતનને એના આ બે સાથીદારો માટે માન ઉપજ્યું. કેતને જે લિસ્ટ બનાવ્યું હતું એના કરતાં પણ બીજી ઘણી વસ્તુઓ ખરીદી હતી !!નાની મોટી પ્લાસ્ટિકની બે ત્રણ ડોલ અને મગ, એક ડસ્ટબીન, સૂપડી, પોતું કરવા માટે બે ત્રણ ખાદીનાં પોતાં, ત્રણ નેપકીન, બે પગ લુછણીયાં, સાવરણી, કોથળો ભરીને નાનાં મોટાં વાસણો અને કપ-રકાબીનો સેટ વગેરે તમામ સામાન ખરીદી લીધો હતો. જયેશની પત્ની સાથે ગઈ હતી એનો જ આ પ્રતાપ હતો !!" તમે લોકોએ ...વધુ વાંચો
પ્રારંભ - 12
પ્રારંભ પ્રકરણ 12જામનગરની ભૂમિનો જ એ પ્રતાપ હતો કે આજે પહેલા જ દિવસે આટલું સરસ ધ્યાન કેતનને લાગી ગયું. જ નહીં પરંતુ એને અખિલેશ સ્વામીનાં પહેલીવાર દર્શન પણ થયાં જે એના સ્પિરિચ્યુઅલ ગાઈડ હતા ! કેતન જાણતો હતો કે પૃથ્વી ઉપર દરેક મનુષ્યના કોઈને કોઈ સ્પિરિચ્યુઅલ ગાઈડ હોય છે જે અંતઃપ્રેરણા દ્વારા કે સ્વપ્ન દ્વારા અવારનવાર માર્ગદર્શન આપતા હોય છે. આ ગાઈડ કેટલાય જન્મોથી જે તે આત્માની સાથે જોડાયેલા હોય છે. સામાન્ય રીતે તો આ ગાઈડ કોઈ પવિત્ર આત્મા જ હોય છે. પરંતુ વ્યક્તિની જો આધ્યાત્મિક ઉન્નતિ થાય તો કોઈ ઉચ્ચ આત્મા ગાઇડનું સ્થાન લઈ લેતા હોય છે. ધ્યાનમાંથી ...વધુ વાંચો
પ્રારંભ - 13
પ્રારંભ પ્રકરણ-13કેતન સાથેની વાતચીત અસલમની દિશા અને દશા બદલી નાખનારી હતી. કેતન સાથે વાતચીત કર્યા પછી અસલમ એકદમ ઉત્સાહમાં ગયો. બે કરોડ કોઈ નાની રકમ ન હતી. હજુ ગઈકાલે જ એના મામુજાન કરીમખાન સાથે એની વાતચીત થઈ હતી. કરીમખાન રાજકોટનો એક જાણીતો બુટલેગર હતો અને લગભગ અડધા રાજકોટ ઉપર ઇંગ્લીશ દારૂનો એનો ધંધો હતો. ઈંગ્લીશ દારૂના ધંધામાં રાજકોટ બે ભાગમાં વહેંચાઇ ગયું હતું. દક્ષિણ અને પૂર્વ રાજકોટ પર વખતસિંહ ઝાલાનો કબજો હતો. ઉત્તર પશ્ચિમ ભાગ આખો કરીમખાનના તાબામાં હતો. આ ધંધામાં મૂડીની બહુ જરૂર પડતી હતી. નવા નવા એરીયા કવર કરવા હોય અને દારૂની હેરફેર માટે નવા ટ્રક વસાવવા ...વધુ વાંચો
પ્રારંભ - 14
પ્રારંભ પ્રકરણ-14સવારે ધ્યાનમાંથી બહાર આવ્યા પછી કેતન હળવોફૂલ થઇ ગયો. અખિલેશ સ્વામીએ એને ખૂબ જ સારી સમજણ આપી. અને પણ કહ્યું કે બે કરોડ આપીને અસલમના કર્મમાં એ ભાગીદાર બનતો નથી. અસલમ કોઈ પાપ કરી રહ્યો છે એવું પણ માનવાની જરૂર નથી. પાપ અને ગુનામાં ફરક છે. પાપ અને પૂણ્યના સૂક્ષ્મ જગતના કાયદા અલગ છે. પૃથ્વી ઉપર માનવ સર્જિત જે પણ કાયદાઓ બન્યા છે તે સમાજની સુરક્ષા અને સુરચના માટે છે. એનું ઉલ્લંઘન જે તે રાજ્યમાં ગુનો બની શકે. પરંતુ પાપ અને પૂણ્ય એ બે અલગ જ બાબતો છે. પોતે બે દિવસથી જામનગર આવી ગયો છે છતાં હજુ સુધી ...વધુ વાંચો
પ્રારંભ - 15
પ્રારંભ પ્રકરણ 15નીતાને પોતાની સામે ઊભેલી જોઇને ખરેખર કેતન ચોંકી ગયો. નીતા ઠક્કરના સ્વરૂપમાં નીતા મિસ્ત્રી પોતે જ જાણે સામે ઊભી હતી ! નીતા મિસ્ત્રી એની માયાવી દુનિયામાં એની પડોશી હતી અને એને પ્રેમ કરતી હતી. આટલું બધું સામ્ય કઈ રીતે હોઈ શકે ? એક ટકાનો પણ ફરક નહીં. ગુરુજીની માયાને સમજવી એના માટે મુશ્કેલ કામ હતું. "અરે બેટા જોઈ શું રહી છે ? પાણીનો ગ્લાસ તો આપ કેતનકુમારને !!" ધરમશીભાઈ કેતનભાઇમાંથી હવે કેતનકુમાર ઉપર આવી ગયા. એકીટસે કેતનને જોઈ રહેલી નીતા છોભીલી પડી ગઈ. એણે તરત ગ્લાસ ઉપાડી કેતનના હાથમાં આપ્યો અને બીજો ગ્લાસ શિવાનીને આપ્યો. નીતા કેતનને ...વધુ વાંચો
પ્રારંભ - 16
પ્રારંભ પ્રકરણ 16" તો પછી હાથ પકડી લો ને સાહેબ ? આટલો વિચાર શું કામ કરો છો ? મારી હા જ છે. તમને જોયા ત્યારથી જ હું તો દિલ હારી ચૂકી છું." નીતાના આ શબ્દો સાંભળીને કેતન ખરેખર બેચેન બની ગયો. સામે એક ખૂબસૂરત યૌવના કાયમ માટે હાથ પકડી લેવાનો આગ્રહ કરી રહી હતી. બે ક્ષણ માટે તો એને વેદિકા જ યાદ આવી ગઈ. એ પણ બરાબર આ જ શબ્દો બોલેલી. પરંતુ કેતનને અચાનક જાનકીનો વિચાર આવ્યો. વર્ષોથી એ બિચારી એની પ્રતીક્ષા કરી રહી હતી ! એણે એકદમ સંયમ કેળવી લીધો. એ તરત ઊભો થઈ ગયો અને બહાર જઈને ...વધુ વાંચો
પ્રારંભ - 17
પ્રારંભ પ્રકરણ 17 જગદીશભાઈ ઉપર મુંબઈથી મનીષનો ફોન આવી ગયો કે દલાલ સ્ટ્રીટમાં આવેલી સ્ટૉક એક્ષચેન્જ બિલ્ડિંગના ૧૭ મા ઓફિસ હવે એકદમ રેડી છે. એટલે જગદીશભાઈ અને સિદ્ધાર્થ બન્ને ૬ જૂને મુંબઈ પહોંચી ગયા. બધી જરૂરી કાર્યવાહી પતાવીને ઓફિસ સિદ્ધાર્થના નામે કરાવી દીધી. ઓફિસ ખુબ જ સરસ હતી અને એકદમ તૈયાર પણ હતી. બોલ્ટ વગેરે પણ એકદમ ચાલુ જ હતા એટલે ત્યાં બીજો કોઈ ખર્ચ કરવાનો હતો જ નહીં ! સિદ્ધાર્થ સાથે બીજા ત્રણ ઓપરેટર બેસી શકે એવી કોમ્પ્યુટરની વ્યવસ્થા પણ હતી. પૈસાની જે પણ લેવડ-દેવડ હતી તે તમામ જગદીશભાઈએ મનીષ સાથે કરી લીધી અને ઓફિસનું પજેશન પણ લઈ ...વધુ વાંચો
પ્રારંભ - 18
પ્રારંભ પ્રકરણ 18 સુરતમાં હવે બીજું કોઈ કામ ન હતું એટલે બીજા દિવસે રાત્રે જ જામનગર જવા નીકળી જવાનું નક્કી કર્યું. વેકેશન પૂરું થઈ ગયું હતું એટલે ટ્રેઈનો ફુલ હતી. તત્કાલમાં પણ એ.સી ની કોઈ ટિકિટ ઉપલબ્ધ ન હતી ! છેવટે આવતી કાલ રાતની સ્લીપર ક્લાસની એક ટિકિટ કેતને બુક કરાવી દીધી. " આવતી કાલ રાતની ટિકિટ લઈ લીધી છે પપ્પા. મારે હવે બીજું કોઈ કામ નથી એટલે હું નીકળી જાઉં છું." રાત્રે જમતી વખતે ડાઇનિંગ ટેબલ ઉપર કેતન બોલ્યો. "હવે આવ્યો જ છે તો બે-ચાર દિવસ રોકાઈ જા ને ? જામનગર તો આખી જિંદગી રહેવાનું જ છે ને ...વધુ વાંચો
પ્રારંભ - 19
પ્રારંભ પ્રકરણ 19સુધામાસીને આવેલી સુગંધની વાતથી કેતન સવારથી જ વિચારમાં પડી ગયો હતો. આખા ય બંગલામાં આટલી અદભુત સુગંધ કેવી રીતે આવી ? અને એ પણ સવારે ૭:૩૦ વાગે જ જ્યારે એને તંદ્રાવસ્થામાં ટ્રેઈનમાં સુરેન્દ્રનગર સ્ટેશને સાધુ સંતોનાં દર્શન થયાં અને એને ખાલી કમંડળમાંથી ગાંઠીયા જલેબીનો પ્રસાદ કાઢીને આપ્યો ! શું આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ પરસ્પર સંબંધ હશે ?શું આ ગાયત્રી મંત્રનો પ્રભાવ હશે કે પછી ચેતન સ્વામી કે પરમ ગુરુ સ્વામી અભેદાનંદજીએ આજે સવારે મારા આ બંગલામાં હાજરી આપી હશે ? આટલી બધી દિવ્ય સુગંધ એમના સિવાય કોઈની ના હોઈ શકે !!જામનગર આવ્યા પછી કેતનના જીવનમાં આ ...વધુ વાંચો
પ્રારંભ - 20
પ્રારંભ પ્રકરણ 20કેતને જ્યારે પૂછ્યું કે બોલ તારે મારું શું કામ હતું ત્યારે જવાબ આપવામાં અસલમ થોડોક મૂંઝાઈ ગયો. ડ્રગ્સનો ધંધો શરૂ કરવા માટે ૨૦ ૨૫ કરોડની આશાથી અસલમ કેતન પાસે આવ્યો હતો. પરંતુ કેતનની હાજરીથી અને કેતનની આધ્યાત્મિક પોઝિટિવ ઉર્જાથી અસલમના વિચારો બદલાઈ ગયા ! એની જીભ જ જાણે કે સિવાઇ ગઇ !! અસલમ વર્ષોથી સુરતમાં કેતનના ઘરે આવતો જતો હતો અને એના સમગ્ર પરિવારને ઓળખતો હતો. કેતનનું ફેમિલી સ્વામિનારાયણ ધર્મ પાળતું હતું. કેતન જો કે એમાંથી બાકાત હતો છતાં એ આધ્યાત્મિક તો હતો જ. હવે એની આગળ ડ્રગ્સના ધંધા માટે આટલી મોટી રકમ માગવી અસલમને યોગ્ય નહોતું ...વધુ વાંચો
પ્રારંભ - 21
પ્રારંભ પ્રકરણ 21સુલેમાનને ગેટ ઉપર જોઈને ચિત્તાની ઝડપે ઈકબાલ એની પાસે ગયો અને એનો હાથ પકડીને જેટી તરફ લઈ "બૉસ કબ સે ફોન લગા રહે હૈ ! ફોન કયું બંધ રખ્ખા હૈ ? સાત બજે સે હમ લોગ ફોન કર રહે હૈ. મુજે સ્પેશિયલ ઓખા આના પડા. " ઈકબાલ બોલ્યો. "અરે ઈકબાલ મેરી બેટરી ખતમ હો ગઈ હૈ. મુઝે તો કિસીકો ફોન કરના નહી હોતા તો મૈંને ચાર્જિંગમેં નહીં રખ્ખા. લેકિન મામલા ક્યા હૈ ? કયું તુઝે યહાં તક આના પડા ? " સુલેમાન બોલ્યો. " તેરે અચ્છે નસીબ હૈ કિ તુ મિલ ગયા વરના આજ સીધા અંદર હો ...વધુ વાંચો
પ્રારંભ - 22
પ્રારંભ પ્રકરણ 22 જામનગર આવ્યા ને બે મહિનાથી પણ વધારે સમય થઈ ગયો હતો છતાં હજુ સુધી કોઈ પણ કેતનને સૂઝતી ન હતી. માયાવી દુનિયામાં જે જે કાર્યો કર્યાં એ સેવાઓ રીપીટ કરવી ન હતી. કેતનને ના હોસ્પિટલ બનાવવાની ઈચ્છા હતી કે ના ટિફિન સેવા ઉભી કરવાની કોઈ ઈચ્છા હતી. વૃદ્ધાશ્રમની જંજાળમાં પડવાનું પણ મન થતું ન હતું. ૨૭ વર્ષની યુવાન ઉંમર હતી અને કોઈ પ્રવૃત્તિ વગર ઘરમાં બેસીને સમય પણ પસાર થતો ન હતો. બે મહિનામાં ઓફિસનું પજેસન પણ મળવાનું હતું છતાં ઓફિસમાં બેસીને પણ શું કરવાનું ? કન્સ્ટ્રક્શન લાઈનમાં પણ મન લાગતું ન હતું. પપ્પા સાચું જ ...વધુ વાંચો
પ્રારંભ - 23
પ્રારંભ પ્રકરણ 23 ઉત્તરાંચલ એક્સપ્રેસ એના સમય પ્રમાણે બરાબર બપોરે ૧૨:૪૦ કલાકે જામનગર સ્ટેશનેથી ઉપડ્યો. અત્યારે ચાતુર્માસ ચાલતા હતા ટ્રેન એકદમ પૅક હતી. આ ટ્રેઈન ઓખાથી આવતી હતી પરંતુ દ્વારકાથી પૅક થઈ જતી હતી. દ્વારકા દર્શને આવેલા યાત્રાળુઓ પાછા ફરતા હતા તો કોઈ નવા યાત્રાળુ બીજા યાત્રાધામ જવા માટે પ્રવાસ કરી રહ્યા હતા. ૨૮ કલાકની મુસાફરી હતી. કેતનને માયાવી જગતમાં કરેલી ગોકુળ મથુરા વૃંદાવન અને જગન્નાથની યાત્રા યાદ આવી ગઈ. એ વખતે અજાચક વ્રત લઈને એ યાત્રાએ નીકળ્યો હતો. કોઈની પણ પાસે કંઈ પણ ન માંગવું એવો સંકલ્પ લીધો હતો. સાથે સાથે પોતાના પૈસે કોઈપણ વસ્તુ ખરીદવી નહીં એવો ...વધુ વાંચો
પ્રારંભ - 24
પ્રારંભ પ્રકરણ 24 કેતને જીતેન્દ્રના સાળા રમેશના આત્મા સાથે વાત કરી અને એના વિશે જીતેન્દ્ર અને શિલ્પાને જે માહિતી એના પછી બંને જણાં એકદમ રિલેક્સ થઈ ગયાં હતાં અને શિલ્પાનો શોક પણ લગભગ દૂર થઈ ગયો હતો. છ મહિના પછી શિલ્પાને પ્રેગ્નન્સી આવવાની હતી એવી પણ જે વાત કેતને કરી એ સમાચાર પણ શિલ્પા માટે આનંદજનક હતા કારણ કે લગ્નને બે વર્ષ થયાં હતાં છતાં હજુ એને સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. જો કે પોતાનો સગો ભાઈ જ પોતાના પુત્ર તરીકે ગર્ભમાં આવવાનો હતો એ વાત એના મગજમાં બેસતી ન હતી. " કેતનભાઇ એક વાત પૂછું ?" ચા પીધા ...વધુ વાંચો
પ્રારંભ - 25
પ્રારંભ પ્રકરણ 25 કેતન પોતાના ભાવિનું માર્ગદર્શન લેવા માટે સ્વામી ચેતનાનંદ પાસે ઋષિકેશ આવ્યો હતો અને એમની કુટિરમાં બેસીને સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો. સ્વામીજીએ એને કહ્યું કે જામનગર જવાની કોઈ જરૂર ન હતી. સૂક્ષ્મ જગતમાં તો ગુરુજીએ એને જામનગર એટલા માટે મોકલ્યો હતો કે એના પૂર્વ જન્મ સાથે સંકળાયેલા સાવંત અને હરીશ સૌરાષ્ટ્રમાં જન્મ્યા હતા એટલે સાવંતને પોતાના કર્મોની સજા આપવા માટે આ જન્મમાં કેતનને નિમિત્ત બનવું જરૂરી હતું ! સ્વામીજીનો જવાબ સાંભળીને કેતનને સંતોષ તો થયો પરંતુ પોતાના હવે પછીના ભાવિ વિશે એની ચિંતા ચાલુ જ હતી. "સ્વામીજી હવે મારે શું કરવું ? મારા માટે કયો ધંધો ...વધુ વાંચો
પ્રારંભ - 26
પ્રારંભ પ્રકરણ 26ચેતન સ્વામી અદ્રશ્ય થઈ ગયા પછી કેતન પોતાના આસન ઉપરથી ઉભો થયો. મનોમન સ્વામીજીને ફરી પ્રણામ કર્યા પછી કુટિરમાંથી બહાર નીકળ્યો. એ જેવો બહાર નીકળીને દશેક ડગલા ચાલ્યો ત્યાં કુટિર અદ્રશ્ય થઈ ગઈ અને એ સ્થળ જંગલનો જ એક ભાગ બની ગયું ! કેતનને ખૂબ જ નવાઈ લાગી. એ ત્યાંથી ચાલતો ચાલતો ફરી ગંગા કિનારે આવી ગયો. સ્વામીજીને મળવા આવ્યો ત્યારે કેતન ટુવાલ તો પોતાની સાથે લાવેલો જ હતો. છેક ઋષિકેશ સુધી આવે અને ગંગા સ્નાન ન કરે એ તો ચાલે જ નહીં ! ગંગાના જે કાંઠે એણે ડૂબકી મારી હતી અને બેહોશ થઈ ગયો હતો એ ...વધુ વાંચો
પ્રારંભ - 27
પ્રારંભ પ્રકરણ 27ઉમાકાંત મહેતા ઘણા વર્ષોથી ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા હતા અને પંડિત શ્રીરામ શર્મા આચાર્ય પાસેથી દીક્ષા લીધી છેલ્લાં કેટલાંય વર્ષોથી ઉમાકાંતભાઈ શ્રાવણ માસમાં પૂરશ્ચરણ કરવા માટે અહીં શાંતિકુંજ આવતા હતા. ક્યારેક ચૈત્રી અનુષ્ઠાન પણ શાંતિકુંજમાં જ કરતા હતા ! અગાઉથી એ પોતાના આવવાની જાણ મુંબઈથી કરી દેતા હતા જેથી આ બંધ રૂમને ખોલી સ્વચ્છ કરી દેવામાં આવતો હતો. એમણે શાંતિકુંજમાં સારું એવું ડોનેશન આપ્યું હતું એટલે આ રૂમ માત્ર એમના માટે રિઝર્વ રાખવામાં આવતો હતો ! પરંતુ કેતનને જોઈને એમને આશ્ચર્ય થયું. રિસેપ્શનિસ્ટે આ યુવાનને કેમ એમના રૂમમાં ભાગીદારી આપી એ એમને પહેલાં તો સમજાયું નહીં. પરંતુ ...વધુ વાંચો
પ્રારંભ - 28
પ્રારંભ પ્રકરણ 28હિમાલય ધ્યાન મંદિરમાં કેતનને આજ સુધીમાં ક્યારેય પણ ના થયો હોય એવો દિવ્ય અનુભવ ધ્યાનમાં થયો. ક્યારેક તરંગોમાં પોતે હલકો ફૂલ થઈને ઉડી રહ્યો હતો એવો અનુભવ થતો હતો તો ક્યારેક ચૈતન્યના સમુદ્રમાં પોતે તરી રહ્યો હતો એવું લાગતું હતું ! એટલા બધા આનંદનો એ અનુભવ કરી રહ્યો હતો કે દુનિયાનાં બધાં જ સુખો આ આનંદની પાસે ફિક્કાં હતાં. એને તો સ્થળ કે કાળનું કોઈ ભાન જ ન હતું. ઉમાકાંતભાઈ એ એના માથે હાથ મૂકીને એને જાગૃત કર્યો ના હોત તો હજુ પણ એ પોતાની મસ્તીમાં જ હોત ! પરંતુ ઉમાકાંતભાઈ ગાયત્રીની માળા કરીને ઊભા થયા અને ...વધુ વાંચો
પ્રારંભ - 29
પ્રારંભ પ્રકરણ 29કેતન હરિદ્વારથી મુંબઈ જતી ટ્રેનમાં બેઠો પછી રતલામ સ્ટેશને એની સામેની બર્થ ઉપર એક ગુજરાતી આધેડ દંપત્તિ ગયું હતું અને એમની સાથે એમની દીકરી પણ હતી. દીકરી અલકાના લગ્નને ઘણો સમય વીતી ગયો હોવા છતાં એને સંતાન પ્રાપ્તિ થઈ નહોતી. કેતને પોતાની સિદ્ધિ દ્વારા જોઈ લીધું હતું કે પાછલા જન્મમાં એ યુવતીએ પોતાનાં જ બે સંતાનોની હત્યા કરી હતી એટલે આ જન્મમાં એ સંતાનસુખથી વંચિત રહી હતી ! કેતને અલકાને દત્તક સંતાન લેવાની સલાહ આપી હતી પરંતુ અલકાની સાસુને એ માન્ય ન હતું. અભિશાપના કારણે અલકાને સંતાન તો થવાનું જ ન હતું એટલે દત્તક લીધા સિવાય બીજો ...વધુ વાંચો
પ્રારંભ - 30
પ્રારંભ પ્રકરણ 30કેતન અંધેરી વરસોવા રોડ ઉપર એના કોલેજ મિત્ર રવિ ભાટીયાને મળવા માટે ગયો હતો. રવિના પિતા પણ માર્કેટમાં જ હતા પરંતુ રવિએ હોટલની લાઈન પસંદ કરી હતી અને અંધેરીમાં પોતાની એક હોટલ પણ ઊભી કરી હતી. "હું સમજ્યો નહીં. તું કંઈક નવું કરવા માગે છે એટલે મારી પાસે આવ્યો છે એ વાત મને સમજાઈ નહીં." રવિ બોલ્યો."અરે પણ એમાં આટલો મૂંઝાઈ શું કામ ગયો છે ? હું તારી સલાહ લેવા આવ્યો છું. વર્ષોથી હું તને ઓળખું છું. તારી પાસે જાતજાતતા આઈડિયા હોય છે એ હું ક્યાં નથી જાણતો ? તું મને પણ એવી કોઈ લાઈન બતાવ કે ...વધુ વાંચો
પ્રારંભ - 31
પ્રારંભ પ્રકરણ 31"મને બધી જ ખબર છે. હું તમને કેન્સરના રોગથી સંપૂર્ણ મુક્ત કરવા આવ્યો છું. નવી જિંદગી આપવા આવ્યો છું. અને આ કોઈ મજાક નથી ! ૩૦ દિવસમાં તમારું પેનક્રિયાસ અને લીવર એકદમ નોર્મલ હશે ! " કેતન આત્મવિશ્વાસથી બોલ્યો. નેહા તો એની સામે બસ જોઈ જ રહી !!! કેતનભાઈ આ શું કહી રહ્યા હતા ?" મને તમારી વાત સમજાતી નથી કેતનભાઇ. ડોક્ટરોએ પણ જ્યારે આશા છોડી દીધી છે ત્યારે તમે ૩૦ દિવસમાં કેન્સર સંપૂર્ણ મટાડી દેવાની વાત કરી રહ્યા છો. અમે આયુર્વેદ દવા પણ કરી ચૂક્યાં છીએ. કોઈ ફરક નથી પડતો. " નેહા બોલી. "તમે બસ જોયા ...વધુ વાંચો
પ્રારંભ - 32
પ્રારંભ પ્રકરણ 32જેવો કેતન હોટલ શિવસાગરમાંથી બહાર નીકળ્યો કે તરત જ એક ખૂબસૂરત યુવતી એની પાસે આવી. કેતનના નાકમાં પર્ફ્યુમની સુગંધ છવાઈ ગઈ. એ યુવતી ક્યારનીય પોતાની મોંઘી બી.એમ.ડબલ્યુ ગાડી પાસે ઉભી રહીને સિગરેટ પીતી પીતી કેતનનો જ ઇન્તજાર કરતી હતી. "આઈ એમ ઈમ્પ્રેસ્ડ ! પહેલાં ક્યારે પણ આ એરિયામાં જોયા નથી !! ફ્રેન્ડ્ઝ ? " કહીને યુવતીએ દોસ્તી માટે પોતાનો હાથ લાંબો કર્યો. "થેન્ક્સ... બટ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઈન ફ્રેન્ડશીપ ! " કેતન બોલ્યો અને નહેરુ રોડ ઉપર ચાલવા લાગ્યો. પેલી યુવતી પણ એની સાથે જ ચાલી. પહેલીવાર કોઈએ એની ફ્રેન્ડશીપ ઠુકરાવી હતી ! "છોકરીઓથી આટલા બધા ...વધુ વાંચો
પ્રારંભ - 33
પ્રારંભ પ્રકરણ 33કેતને કોઈ આનાકાની કરી નહીં અને રુચિએ લંબાવેલા હાથ સાથે પોતાનો હાથ મિલાવી ફ્રેન્ડશીપનો સ્વીકાર કર્યો. રુચિ સ્ટ્રેઇટફોરવર્ડ પ્રમાણિક અને પ્રોફેશનલ છોકરી લાગી. એનાથી ડરવાનું બીજું કોઈ કારણ ન હતું. "તમારી વાત સાચી છે. તમારી ઓફર પણ સારી છે પરંતુ મને વિચારવા માટે સમય જોઈશે. મારે એ જગ્યા ઉપર એક રાઉન્ડ પણ લગાવવો પડશે. મને વધુમાં વધુ એક બે મહિનાનો ટાઈમ પણ જોઈશે. એ પછી જ હું કામ શરૂ કરી શકીશ. હું અત્યારે જામનગર છું અને ત્યાં મારી પ્રવૃત્તિ છોડીને પછી જ હું અહીં મુંબઈ આવીને તમારું કામ હાથમાં લઈ શકું. " કેતને પોતાના તરફથી સ્પષ્ટતા કરી. ...વધુ વાંચો
પ્રારંભ - 34
પ્રારંભ પ્રકરણ 34સ્વાતિને જોઈને કેતન કંઈક બોલવા જતો હતો પરંતુ ભાભી સામે જ ઉભેલાં હતાં એટલે એ અટકી ગયો.રેવતી ગઈ કે કેતનભાઇ કંઈક કહેવા જાય છે પરંતુ મારી હાજરીથી અટકી ગયા છે. એટલે પછી એ સીધી કિચનમાં જતી રહી. "તું બોલતાં બોલતાં અટકી કેમ ગયો ? " સિદ્ધાર્થ બોલ્યો." ભાભી સામે હતાં એટલે અટકી ગયો. હકીકતમાં સ્વાતિનો હસબન્ડ પુરુષમાં જ નથી ! વિના કારણ એની સજા આ સ્વાતિને સહન કરવી પડે છે. આપણા સમાજની આ તે કેવી કરુણતા ! એની સાસુ એને રોજ મેણાંટોણાં મારે, મન થાય તો પણ સારું સારું ખાવા ના દે ત્યારે એના પતિએ સ્વાતિનો બચાવ ...વધુ વાંચો
પ્રારંભ - 35
પ્રારંભ પ્રકરણ 35જાનકીના ઘરે ભાવિ જમાઈ તરીકે કેતનનું દેસાઈ સાહેબ અને કિર્તીબેને ખૂબ જ ભાવભીનું સ્વાગત કર્યું.જાનકીનો કોલેજનો અભ્યાસ થઈ ગયા પછી દેસાઈ સાહેબે સુરત છોડી દીધું હતું અને મુંબઈ માટુંગામાં સેટ થયા હતા. કેતન જાનકીના આ માટુંગાના ઘરે આટલાં વર્ષોમાં પહેલીવાર જ આવ્યો હતો. જાનકી અને કેતન સુરત કોલેજમાં હતાં ત્યારથી જ એકબીજા સાથે રિલેશનશિપમાં હતાં અને કેતનના પરિવારને પણ જાનકી પસંદ હતી. ભાવિ વહુ તરીકે પણ એમણે જાનકીને સ્વીકારી લીધી હતી.કેતન બે વર્ષ અમેરિકા ગયો ત્યારે પણ જાનકીએ પ્રમાણિકપણે આ સંબંધને નિભાવી રાખ્યો હતો અને ગમે એટલી વાતો આવતી હતી તો પણ જાનકી બીજો કોઈ છોકરો જોવા ...વધુ વાંચો
પ્રારંભ - 36
પ્રારંભ પ્રકરણ 36(આ પ્રકરણમાં સૂક્ષ્મજગતનાં ઘણાં રહસ્યોની વિસ્તાર પૂર્વક ચર્ચા કરેલી છે એટલે એકદમ શાંતિથી વાંચજો. વાર્તાની જેમ ઉતાવળથી વાંચશો. જે પણ આ પ્રકરણમાં લખેલું છે તે એકદમ સત્ય છે માત્ર કલ્પના નથી !) કેતન રામકૃષ્ણ હોટલમાં નિરંજન સ્વામી સાથે મૃત્યુ પછીના જીવન વિશે ચર્ચા કરી રહ્યો હતો. સ્વામીજીએ વિસ્તાર પૂર્વક મૃત્યુ પછી આત્માની ગતિ કેવી રીતે થતી હોય છે તેની ચર્ચા કરી. " સ્વામીજી આપની પાસેથી ઘણી બાબતો જાણવા મળી. મારા મનમાં કયા પ્રશ્નો છે એ તો આપ જાણી જ ગયા છો !! છતાં હું મારા પ્રશ્નો સ્પષ્ટ કરવા માગું છું. " કેતન હસીને બોલ્યો. " તારા બધા ...વધુ વાંચો
પ્રારંભ - 37
પ્રારંભ પ્રકરણ 37કેતન રામકૃષ્ણ હોટલમાં નિરંજન સ્વામી સાથે સૂક્ષ્મ જગત વિશે પોતાના મનમાં જે પ્રશ્નો હતા તેની ચર્ચા કરી હતો. " સ્વામીજી આપની પાસેથી ઘણું બધું જાણવા મળ્યું. હવે છેલ્લા બે પ્રશ્નો મારી પાસે છે. એમાં પહેલો પ્રશ્ન એ છે કે જે લોકો પાગલ તરીકે જન્મે છે અને આખી જિંદગી પાગલ જ રહે છે અથવા તો અમુક ઉંમર પછી પાગલ થઈ જતા હોય છે તેમની મૃત્યુ પછીની ગતિ કેવી રીતની હોય છે ? " કેતન બોલ્યો. " અમુક લોકોએ પૂર્વજન્મમાં એવાં એવાં ખરાબ કર્મો કર્યાં હોય છે કે એમને બીજા જન્મમાં પશુનો અવતાર જ મળે. છતાં પણ ઈશ્વર ખૂબ ...વધુ વાંચો
પ્રારંભ - 38
પ્રારંભ પ્રકરણ 38બે દિવસ પહેલાં કેતને સિદ્ધાર્થના ઘરે સ્વાતિને જોઈને મોટાભાઈને એવું કહ્યું હતું કે સ્વાતિનો પતિ પુરુષમાં નથી. સ્વાતિની સાસુને સંતાન ન થવા પાછળ બધો જ વાંક સ્વાતિનો લાગે છે. આજે રવિવાર હતો એટલે સિદ્ધાર્થની ઈચ્છા એવી હતી કે સ્વાતિના પતિ અનિલ સાથે ચર્ચા કરીને આ બાબતનો કોઈ નિવેડો લાવવો જોઈએ જેથી સ્વાતિ વિના કારણ દુઃખી ના થાય. પરંતુ સિદ્ધાર્થને એવો ડર હતો કે જો અનિલને આ વાત પૂછવામાં આવે તો એને સ્વાતિ ઉપર જ વહેમ જાય અને તો પછી સ્વાતિને પતિનો પણ ત્રાસ સહન કરવો પડે. કેતને ભાઈને આશ્વાસન આપ્યું કે તમે બધું મારી ઉપર છોડી દો. ...વધુ વાંચો
પ્રારંભ - 39
પ્રારંભ પ્રકરણ 39કેતન પોતાની પાસે સમય હોવાથી ગોરેગાંવ દિંડોશી માં આવેલા રુચિના દબાણ થયેલા પ્લૉટ ઉપર ચક્કર મારવા આવ્યો ચક્કર મારીને એ પ્લૉટની બરાબર સામે આવેલી એક નાનકડી હોટલના બાંકડા ઉપર બેઠો હતો. ત્યાં એણે દૂરથી ધીમે ધીમે બાઈક ઉપર આવી રહેલા જયદેવને જોયો અને એ ચમક્યો. આ વિસ્તારનો રોડ થોડો અંદર પડતો હતો અને ખાસ ટ્રાફિક પોલીસ ચેકિંગ થતું નહીં એટલે એણે હેલ્મેટ હજુ માથા ઉપર પહેર્યું ન હતું. નહીં તો જયદેવ આગળ નીકળી જાત તો પણ પોતે એને ઓળખી ના શકત ! " અરે જયદેવ...." જેવો જયદેવ નજીક આવ્યો કે તરત કેતને સહેજ આગળ આવીને બૂમ પાડી. ...વધુ વાંચો
પ્રારંભ - 40
પ્રારંભ પ્રકરણ 40કેતનની વાત સાંભળીને લલ્લન પાંડે અંદરથી ધ્રુજી ઉઠ્યો. એને એ.સી માં પણ પરસેવો વળી ગયો. આ માણસ બધી તૈયારી કરીને આવ્યો છે અને મારા વિશે ઘણું બધું જાણે છે. જો એ મને સાથ આપનાર તમામ લોકોને હાઇકોર્ટમાં ઘસડી જાય તો કોઈને કોઈ તો વટાણા વેરી જ દે. અને બધા જ ડોક્યુમેન્ટ જજ પોતે વેરીફાય કરે તો સો ટકા પોતાને જેલ થાય જ. અત્યાર સુધી નસીબમાં હતું એટલું પ્લૉટમાંથી કમાઈ લીધું. હવે જો આ યુવાન મોં માગ્યા પૈસા આપતો હોય તો સોદો કંઈ ખોટનો નથી ! - પાંડેએ વિચાર્યું. " તમે મને કેટલી રકમ આપવા તૈયાર છો ? ...વધુ વાંચો
પ્રારંભ - 41
પ્રારંભ પ્રકરણ 41જામનગર એરપોર્ટ ઉપર ઉતર્યા પછી જ્યારે રસ્તા ઉપર એની ગાડી દોડી રહી હતી ત્યારે કેતનને પહેલીવાર એવું કે જાણે એ જામનગરમાં એક બે મહિના માટે ફરવા આવ્યો હોય !! જામનગરમાં એનાં અંજળપાણી પુરાં થવા આવ્યાં હતાં અને મુંબઈ એને પોકારી રહ્યું હતું એવું એને સ્પષ્ટ લાગવા માંડ્યું. ગુરુજીએ પણ સ્પષ્ટ સંકેતો મુંબઈમાં આપી દીધા હતા કે તારાં સપનાં મુંબઈમાં જ સાકાર થશે.કેતન ઘરે પહોંચ્યો ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. મનસુખે પોતાને સોંપેલું કામ સરસ રીતે પૂરું કર્યું હતું. શાંતામાસી આવીને ઘર સાફસૂફ કરી ગયાં હતાં તો સુધામાસી પણ એને ગરમા ગરમ રોટલી જમાડવા માટે કેતનની રાહ ...વધુ વાંચો
પ્રારંભ - 42
પ્રારંભ પ્રકરણ 42કેતને જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા બન્નેને મુંબઈ આવવા માટે લગભગ તો કન્વીન્સ કરી જ લીધા હતા. એને પાક્કી ખાતરી હતી કે બંને જણા તૈયાર થઈ જ જશે. ભલે કદાચ થોડો સમય લાગે એટલે એ બાબતે પણ એને થોડો સંતોષ થયો.ધરમશીભાઈને મળીને પણ એણે ઘણી બધી સ્પષ્ટતા કરી લીધી જેથી કરીને બંગલાની સ્કીમ ચાલુ રહે. અને પોતે ન હોય તો પણ એ સ્કીમ પૂરી થઈ જાય. જો કે નીતાના સંબંધને લઈને એ થોડા નિરાશ ચોક્કસ થયા હશે ! હવે એક વાર આશિષ અંકલને પણ રૂબરૂ જઈને મળવું પડશે. કારણ કે માયાવી જગતમાં હતો ત્યારે એમણે મને બહુ ...વધુ વાંચો
પ્રારંભ - 43
પ્રારંભ પ્રકરણ 43ગાયત્રી પુરશ્ચરણનું મહાન કાર્ય નિર્વિઘ્ને પૂરું થઈ ગયું એનો કેતનને ખૂબ જ આનંદ હતો. સરસ રીતે પૂર્ણાહુતિનો પણ થઈ ગયો. આ પુરશ્ચરણ કરવાથી એનામાં ઘણી બધી એનર્જી આવી ગઈ હતી. એની ઑરા પણ વિસ્તાર પામી હતી. એનું વિઝન પણ ખૂલી ગયું હતું. ઘણી બધી બાબતોની એને અગાઉથી ખબર પડી જતી. આવતીકાલે ઘરમાં શું રસોઈ થશે એનો પણ ઘણીવાર એને ખ્યાલ આવી જતો. કોઈનો ફોન આવવાનો હોય તો પણ એને પાંચ મિનિટ પહેલાં આભાસ થઈ જતો કે આ વ્યક્તિનો હમણાં ફોન આવશે. એ ક્યાંય પણ જતો તો એનો પ્રભાવ પડતો અને એની વાત કોઈ ટાળી શકતું નહીં. આ ...વધુ વાંચો
પ્રારંભ - 44
પ્રારંભ પ્રકરણ 44મંદિરેથી દર્શન કરીને કેતન લોકો હોટલ લેમન ટ્રી પહોંચ્યા ત્યારે બપોરના બાર વાગવા આવ્યા હતા. "આપણે અત્યારે જમી લઈએ અને જમીને એક દોઢ કલાક આરામ કરીએ. એ પછી આપણે બેટ દ્વારકાનો પ્રોગ્રામ બનાવીએ છીએ. ઓખા અહીંથી ૩૦ કિ.મી. દૂર છે. કોઈપણ હિસાબે આપણે ૩ વાગ્યે નીકળી જવાનું છે અને ૪ વાગ્યા સુધીમાં ઓખા પહોંચી જવાનું છે. જેથી બોટમાં બેસીને દરિયામાં ૫ કિ.મી. દૂર બેટ દ્વારકા દર્શન કરીને આપણે રાત પહેલાં દ્વારકા પાછા આવી શકીએ." કેતન બોલ્યો. પરિવારના તમામ સભ્યો કેતનની વાત સાથે સહમત થયા અને નીચે આવેલા રેસ્ટોરન્ટમાં બધા જમવા ગયા. જેની જે ચોઇસ હતી એ પ્રમાણે ...વધુ વાંચો
પ્રારંભ - 45
પ્રારંભ પ્રકરણ 45કેતને જામનગર છોડતાં પહેલાં પોતાનાં માતા પિતા ભાઈ ભાભી બહેન અને જાનકીને જામનગર બોલાવ્યાં હતાં જેથી પોતાના પરિવારને દ્વારકાની અને બેટ દ્વારકાની યાત્રા કરાવી શકે ! શરદપૂનમના બીજા દિવસે જ એનો પરિવાર જામનગર આવી ગયો હતો અને એ પછી કેતને દ્વારકાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. બે દિવસ દ્વારકા બેટ દ્વારકા અને શિવરાજપુર ફરીને બધા જામનગર પાછા આવી ગયા હતા. કેતન લોકોએ ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે સાંજના છ વાગી ગયા હતા. સુધા માસી રસોઈ કરવા આવી ગયાં હતાં અને અત્યારે ડુંગળી બટેટાનું શાક સમારી રહ્યાં હતાં. જગદીશભાઈ અને જયાબેન સ્વામીનારાયણ ધર્મ પાળતાં હતાં પરંતુ તેમણે આજના આધુનિક જમાનામાં લસણ ...વધુ વાંચો
પ્રારંભ - 46
પ્રારંભ પ્રકરણ 46છેવટે જામનગરને અંતિમ વિદાય આપવાનો દિવસ આવી ગયો ! કેતન એ દિવસે વહેલી સવારે ચાર વાગ્યે જાગી અને હાથ મ્હોં ધોઈને ધ્યાનમાં બેસી ગયો. એણે આજે ચેતન સ્વામીને ધ્યાનમાં બોલાવવાની કોશિશ કરી પરંતુ ઘણી કોશિશના અંતે પણ ચેતન સ્વામી એની સામે ના આવ્યા. એ પછી એણે પોતાના સ્પિરિચ્યુઅલ ગાઈડ સ્વામી અખિલેશજીને દિલથી યાદ કર્યા ત્યારે એ થોડી મિનિટોમાં પ્રગટ થયા. " આજે જામનગરની વિદાય લઈને કાયમ માટે મુંબઈ તરફ પ્રસ્થાન કરી રહ્યો છું ત્યારે ચેતન સ્વામીનાં દર્શન કરવાની ઈચ્છા હતી. મારે એમના આશીર્વાદ લેવા હતા ! " કેતન બોલ્યો. " સિદ્ધ મહાત્માઓ એમ આપણે ઈચ્છીએ એ મુજબ ...વધુ વાંચો
પ્રારંભ - 47
પ્રારંભ પ્રકરણ 47સુરત સ્ટેશને મમ્મી પપ્પા અને શિવાની પોતાનો સામાન લઈને ઉતરી ગયાં. ટ્રેઈન પાંચ સાત મિનિટ ઉભી રહેતી એટલે કેતન અને જાનકી પણ નીચે ઉતર્યાં. ટ્રેઈનની વ્હિસલ વાગી એટલે જાનકીએ મમ્મી પપ્પાને ચરણસ્પર્શ કર્યા અને કોચમાં ચડી ગઈ. કેતન પણ મમ્મી-પપ્પાને બાય કહીને કોચમાં ચડી ગયો.લગભગ પોણા ત્રણ વાગે સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સ્ટેશને પહોંચ્યો. કેતન લોકો બોરીવલી ઉતર્યા ત્યારે મુંબઈમાં એક ઝાપટું પડી ગયું હતું. હવામાં ભીનાશ હતી અને હજુ પણ થોડી થોડી ઝરમર ચાલુ હતી. સ્ટેશન ઉપર જ લગભગ અડધો કલાક રોકાયા પછી જાનકી ચર્ચગેટ જતી લોકલમાં માટુંગા જવા માટે લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં બેસી ગઈ. આટલી વહેલી પરોઢે ...વધુ વાંચો
પ્રારંભ - 48
પ્રારંભ પ્રકરણ 48રાજુ લંગડો નામચીન બુટલેગર હતો. આ ઝુંપડપટ્ટીમાં અને આજુબાજુના વિસ્તારમાં એનો ધંધો ખૂબ જ સારો ચાલતો હતો. પણ એ વાઈન પહોંચાડતો હતો. કોઈ મોટી રકમ લીધા વગર એ પ્લોટ ખાલી કરે એવી કોઈ શક્યતા ન હતી. લલ્લન પાંડે આ જાણતો હતો એટલે રાજુ લંગડાથી જ મીટીંગ શરૂ કરવાનો એણે નિર્ણય લીધો. રાજેશ ઉર્ફે રાજુ તિવારી મૂળ ઉત્તર પ્રદેશનો હતો. નાનપણથી જ ગુંડાગીરી કરતો હતો. જોગેશ્વરીની એક ચાલીમાં એનો જન્મ થયો હતો. બાપ દારૂડિયો હતો અને મા શાકભાજી વેચતી હતી. નાનપણથી જ ખરાબ મિત્રોની સોબતમાં રાજુ વરલી મટકા અને જુગાર રમતો થઈ ગયો હતો. પૈસાની જરૂર પડે ત્યારે ...વધુ વાંચો
પ્રારંભ - 49
પ્રારંભ પ્રકરણ 49ગોરેગાંવનો પ્લૉટ ખાલી કરવા માટે લલ્લન પાંડે તૈયાર છે એ સમાચાર જયદેવ પાસેથી સાંભળ્યા પછી કેતન બીજા જ મીટીંગ કરવા માટે તૈયાર થઈ ગયો. એણે જયદેવને સવારે ૧૧ વાગે મીટીંગ રાખવાનું સૂચન પણ કરી દીધું.જયદેવે આ સમાચાર પાંડેને આપી દીધા અને પાંડેએ સવારે ૧૧ વાગે મીટીંગ માટે પોતાની તૈયારી બતાવી. કેતન સવારે ૯:૩૦ વાગે ઘરેથી ગાડી લઈને નીકળી ગયો. એણે જયદેવને પણ ફોન કરી દીધો કે એ પાંડેની સોસાયટીના ગેટ ઉપર હાજર રહે. કેતન ૧૧ વાગે પાંડેની સોસાયટી પાસે પહોંચ્યો ત્યારે બાઈકને સાઈડમાં પાર્ક કરીને જયદેવ ઉભો જ હતો.કેતને પોતાની ગાડી સોસાયટીની અંદર ગેસ્ટ પાર્કિંગમાં પાર્ક કરી. ...વધુ વાંચો
પ્રારંભ - 50
પ્રારંભ પ્રકરણ 50લલ્લન પાંડે સાથે ફાઇનલ મીટીંગ કર્યા પછી કેતન અને રુચિ વિલે પાર્લેની શિવસાગર રેસ્ટોરન્ટમાં ભેગાં થયાં હતાં. પાંડે ગોરેગાંવનો દબાણ કરેલો પ્લૉટ ૩૦ કરોડ રૂપિયા લઈને પાછો આપી દેવા તૈયાર થયો હતો. કેતને એ ૩૦ કરોડ ચૂકવવા માટે રુચિ પાસેથી ૧૦ ૧૦ કરોડના ત્રણ ચેક લઈ લીધા હતા. શિવસાગર રેસ્ટોરન્ટમાંથી ૬ વાગે છૂટો પડીને કેતન પોતે જ્યાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા એ ચિત્તરંજન રોડ ઉપર આવેલી અથર્વલક્ષ્મીની સાઈટ ઉપર ગયો. બહારથી તો સ્કીમ લગભગ તૈયાર થઈ ગયેલી દેખાતી હતી. કેતન નીચે ગ્રાઉન્ડ ફ્લોરની ઓફિસમાં જઈને બિલ્ડર સુરેશભાઈ ગોટેચાને મળ્યો. ગોટેચાએ જ આ સ્કીમ મૂકી હતી. "સુરેશભાઈ ...વધુ વાંચો
પ્રારંભ - 51
પ્રારંભ પ્રકરણ 51લલ્લન પાંડે ગોરેગાંવનો પ્લૉટ ૩૦ કરોડ લઈને ખાલી કરવા માટે તૈયાર થઈ ગયો હતો. જે પૈકી કેતને એને ૧૦ કરોડ રોકડા આપી દીધા હતા અને સામે ચેક લઈ લીધો હતો. કામ પતી ગયા પછી જયદેવ અને કેતન પાંડેની વિદાય લઈને નીચે ઉતરી ગયા હતા. પાંડેની સોસાયટીમાંથી બહાર નીકળ્યા પછી જયદેવે કેતનને આગ્રહ કર્યો." અત્યારે તું હવે ફ્રી છે તો ચાલ મારી સાથે શૂટિંગ જોવા માટે. તને પ્રિયંકાની મુલાકાત પણ કરાવી દઉં. એ અત્યારે શૂટિંગના ફ્લોર ઉપર જ હશે. " જયદેવ બોલ્યો."ના જયદેવ. મને પહેલેથી જ ફિલ્મો કે ટીવી સિરિયલમાં કોઈ રસ નથી. એ બાબતમાં થોડોક ઔરંગઝેબ છું. ...વધુ વાંચો
પ્રારંભ - 52
પ્રારંભ પ્રકરણ 52ધનતેરસથી શરૂ કરીને ભાઈ બીજ સુધીના દિવાળીના પાંચ દિવસ ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના " મારે પંડિતજી સાથે વાત થઈ છે. ૧૫ મી ડિસેમ્બર પહેલાં સાતેક મુરત છે અને ડિસેમ્બરમાં જો લગન ના લેવાં હોય તો પછી જાન્યુઆરીમાં ઉત્તરાયણ પછી બીજાં મુરત આવે છે. " લાભપાંચમના દિવસે સવારે જગદીશભાઈએ કેતનનાં લગ્નની વાત કાઢી. " જાન્યુઆરીમાં જ રાખો પપ્પા. મારે હમણાં ઘણા કામ છે. ડિસેમ્બર તો હમણાં આવી જશે. " કેતન બોલ્યો. " ઠીક છે તો પછી તારી અને જાનકીની રાશિ પ્રમાણે મકરસંક્રાંતિ પછીનું કોઈ સારું મુરત જોવડાવી દઉં છું. " જગદીશભાઈ બોલ્યા. એ દિવસે ...વધુ વાંચો
પ્રારંભ - 53
પ્રારંભ પ્રકરણ 53કેતન જ્યારે લલ્લન પાંડેને વીસ કરોડ રોકડા આપીને ઘરે જતો હતો ત્યારે એણે રુચિ મખીજાને ફોન કરેલો. મખીજા આ સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને એણે બીજા દિવસે કેતનને ગ્રાન્ડ પાર્ટી આપવાની વાત કરી હતી. સાથે સાથે એણે કેતનને એવું પણ કહ્યું કે હું એક સરપ્રાઈઝ પણ તમને આપવાની છું.એ સરપ્રાઈઝ શું હોઈ શકે એના વિશે કેતને રસ્તામાં થોડું મનોમંથન કરી જોયું પરંતુ એ સમજી શક્યો નહીં. બીજા દિવસે સવારે ૯ વાગે કેતન ઉપર રુચિનો ફોન આવ્યો. "કેતન જી ...આજે સાંજે ૭ વાગે તમને મારા ઘરે ડીનર માટેનું આમંત્રણ છે. સમયસર પધારજો." રુચિ હસીને ...વધુ વાંચો
પ્રારંભ - 54
પ્રારંભ પ્રકરણ 54રુચિએ કેતનને ડીનર પાર્ટી માટે પોતાના બંગલે બોલાવ્યો હતો અને એના માટે એણે સ્વાદિષ્ટ દાળઢોકળી બનાવી હતી. કેતનની પ્રિય આઈટમ હતી એટલે દિલથી એનો રસાસ્વાદ માણતો હતો. રુચિ પણ એની સાથે ને સાથે જમી રહી હતી. એણે એની મમ્મીને કેતનના આવતા પહેલાં જ જમાડી દીધી હતી. જમ્યા પછી કેતન ઉભો થયો અને વોશબેસિન પાસે જઈને હાથ ધોઈ નાખ્યા. એ પછી નેપકીન લઈને હાથ લૂછતો લૂછતો ફરી ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો. "અરે તમે તો બહુ જ ઓછું જમ્યા !કેટલી બધી દાળઢોકળી બનાવી છે મેં ! " રુચિ કેતન સામે જોઈને બોલી."મેં તો ધરાઈને જમી લીધું રુચિ. દાળઢોકળી હોય ...વધુ વાંચો
પ્રારંભ - 55
પ્રારંભ પ્રકરણ 55જાનકીની વાત સાચી હતી. અઢી વર્ષ પહેલાં કેતન જ્યારે અમેરિકા ગયો ત્યારે જેટલો રોમેન્ટિક હતો એટલો એ ન હતો. કોલેજ કાળમાં તો એ જાનકી સિવાય રહી શકતો ન હતો. કોઈ દિવસ જાનકી કોલેજ ના આવે તો એ બેચેન બની જતો. એકવાર ત્રણ દિવસ સુધી જાનકી સતત કોલેજ ના આવી તો એણે ચોથા દિવસે જાનકીના હાથમાં એક ચિઠ્ઠી પકડાવી હતી. જેમાં બોબી પિક્ચરના એક ગીતની પંક્તિઓ હતી ! # દુનિયા કે સબ રંગ ફીકે લગતે હૈં એક તેરે બોલ બસ મીઠે લગતે હૈ....ના ઘર મેં લગે દિલ ના બાહર કહીં પરઅરે કુછ ના કહું, ચૂપ રહું મગર અબ ...વધુ વાંચો
પ્રારંભ - 56
પ્રારંભ પ્રકરણ 56કેતને રુચિના બોયફ્રેન્ડનું નામ પણ કહી દીધું અને ચાર વર્ષથી એ છોકરો રુચિની પાછળ પાગલ છે એ કહી દીધું. આ બધું સાંભળીને રુચિ સડક જ થઈ ગઈ ! એના માન્યામાં જ નહોતું આવતું કે આટલું બધું કોઈ કઈ રીતે કહી શકે ? કેતન આમ તો એક નોર્મલ યુવક હતો. એ કોઈ જ્યોતિષી ન હતો. એ કોઈ ત્રિકાળજ્ઞાની ન હતો. એ એક અબજોપતિ બિઝનેસમેન હતો. છતાં એની પાસે આટલું બધું જ્ઞાન કઈ રીતે હશે એ રુચિ માટે કોયડાનો વિષય હતો. પરંતુ એ કંઈ બોલી નહીં. ચા પીને કેતન ઉભો થયો અને રુચિની મમ્મીના બેડરૂમમાં જઈને એની માતાને પગે ...વધુ વાંચો
પ્રારંભ - 57
પ્રારંભ પ્રકરણ 57૨૨ જાન્યુઆરીના દિવસે કેતનનાં લગ્ન હતાં એટલે ૧૨મી જાન્યુઆરીના દિવસે જ સિદ્ધાર્થ રેવતી અને કેતન પોતપોતાની ગાડી સુરત પહોંચી ગયા. મનસુખભાઈ અને એમનાં વાઈફ પણ કેતનની ગાડીમાં જ સુરત આવી ગયાં. લગ્ન પ્રસંગ હતો એટલે ડ્રાઇવર તરીકે અવારનવાર મનસુખ માલવિયાની જરૂર પડે જ. જો કે કેતનનાં પોતાનાં લગ્ન હતાં એટલે બે દિવસ પહેલાં જ કેતને મનસુખ માલવિયાને ખાર મોકલીને સીઝા ગાડી રુચિના બંગલે મૂકાવી દીધી હતી અને એના બદલે બીએમડબલ્યુ મંગાવી લીધી હતી. ગાડી બદલી નાખી હતી એટલે કેતને માળી સાથે પણ વાત કરી લીધી હતી જેથી બદલાયેલી ગાડી જોઈને એને ટેન્શન ના થઈ જાય ! બીજા ...વધુ વાંચો
પ્રારંભ - 58
પ્રારંભ પ્રકરણ 58જાનકીના ગયા પછી કેતન થોડી વાર બેસી રહ્યો. જિંદગીમાં પહેલી વાર એણે આવો રોમેન્ટિક અનુભવ કર્યો હતો કાલની રાત ખરેખર કામણગારી રાત હતી. એ ઉભો થયો. વૉશરૂમમાં નાહી ધોઈને કલાક પછી બહાર આવ્યો. ડાર્ક બ્લુ કલરનું ચેક્સવાળું શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેરી લીધું. પર્ફ્યુમનો એને ખાસ શોખ ન હતો તો પણ પર્ફ્યુમનો થોડો છંટકાવ કર્યો. ગમે તેમ તોય હજુ વરરાજા હતો !! દસ વાગી ગયા હતા એટલે એ સીધો રસોડામાં ચા નાસ્તો કરવા ગયો. " જિંદગીમાં પહેલીવાર ભાઈ આજે દસ વાગે ઉઠ્યા છે. " શિવાની બોલી. " અરે...ના રે ના. નવ વાગે તો ઉભો થઇ ગયો ...વધુ વાંચો
પ્રારંભ - 59
પ્રારંભ પ્રકરણ 59જમ્યા પછી કેતન જાનકીએ હોટલના રૂમમાં જઈને થોડો આરામ કર્યો. ત્રણ વાગ્યે ઊઠીને રૂમ સર્વિસમાં કૉલ આપીને મંગાવી. જો કે ઉકાળેલા ચાના ગરમ પાણીમાં દૂધ અને ખાંડ મિક્સ કરવાની આ ચા જાનકીને બહુ ભાવી નહીં. એ પછી કેતને હોટેલના રિસેપ્શનમાં જઈને ટુરિસ્ટ ટેક્ષીનું સેટિંગ કર્યું અને ૩:૪૫ વાગે દુબઈની સહેલગાહે બન્ને નીકળી પડ્યાં. કેતને જ્યારે માયાવી જગતમાં હતો ત્યારે દુબઈમાં જે રીતે એણે ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો અને જે જે સ્થળો જોયાં હતાં એ બધું જ એને યાદ હતું. એટલે એણે આ વખતે પણ એ રીતે જ પોતાનો પ્રોગ્રામ બનાવ્યો. સાંજે ટેક્ષીવાળો સૌથી પહેલાં પામ જુમેરાહ આઇલેન્ડ ...વધુ વાંચો
પ્રારંભ - 60
પ્રારંભ પ્રકરણ 60કેતન અને જાનકી આજે દર્શન કરવા માટે નીકળ્યાં હતાં. સાથે સિદ્ધાર્થ અને રેવતી પણ હતાં. સિદ્ધિવિનાયકનાં દર્શન કેતન લોકો બાબુલનાથ આવ્યા હતા અને ત્યાં એમણે ત્યાંના પૂજારી વ્યાસજી દ્વારા લઘુરુદ્ર કરાવ્યો હતો. રુદ્રાભિષેક પછી વ્યાસજીએ કેતન લોકોને પોતાના ઘરે પ્રસાદ લેવાનો આગ્રહ રાખ્યો હતો. જમીને ઉભા થયા પછી વ્યાસજીએ કેતન લોકોને બે કલાક આરામ કરવાનું કહ્યું."સિદ્ધાર્થભાઈ બાજુમાં રૂમ ખાલી છે. થોડો આરામ કરી લો. બે પલંગ તો છે જ. બે ગાદલાં નીચે પથરાવી દઈએ. " વ્યાસજી બોલ્યા. " અરે પણ અંકલ આટલી બધી તકલીફ શું કામ લો છો ? અમારે મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા જવું છે તો ...વધુ વાંચો
પ્રારંભ - 61
પ્રારંભ પ્રકરણ 61કેતન મમ્મી પપ્પાને લઈને ઘરે પાર્લા પહોંચ્યો ત્યારે ટ્રાફિકના કારણે સાંજના ૭ વાગી ગયા હતા. સિદ્ધાર્થ પણ ઘરે આવી ગયો હતો.સિદ્ધાર્થે મમ્મી પપ્પાની બેગો પોતાના ફ્લેટમાં મૂકાવી. સિદ્ધાર્થ રેવતી અને જાનકીએ મમ્મી પપ્પાનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું. " મમ્મી પપ્પા તમારા બંને માટે મારા ફ્લેટમાં જ બેડરૂમ તૈયાર કરી દીધો છે અને તમારે અહીંયા જ રહેવાનું છે. મારે કેતન સાથે પણ વાતચીત થઈ ગઈ છે. " સિદ્ધાર્થ બોલ્યો. "અરે ગાંડા અમે તારા ઘરે રહીયે કે કેતનના ઘરે રહીયે... ઘર તો એક જ છે ને ! અમારા મનથી તો બંને દીકરા સરખા. અને હવે તો મહારાજને પણ લઈને આવ્યો ...વધુ વાંચો
પ્રારંભ - 62
પ્રારંભ પ્રકરણ 62દહીસર આવ્યું એટલે કેતને ગાડી ઠાકુર મોલ તરફ લેવાનું કહ્યું. રવિ ઠાકુર મોલની બહાર જ ઉભો હતો. એને દૂરથી જોઈ લીધો અને ગાડી એના તરફ લીધી. રવિ દરવાજો ખોલીને કેતનની બાજુમાં ગોઠવાઈ ગયો. " મનસુખભાઈ હવે ગાડીને હાઈવે થઈને વલસાડ તરફ લઈ લો. " કેતને સૂચના આપી. "બહુ રાહ જોવી નથી પડી ને ? પાર્લા થી દહીસરનો રસ્તો લાંબો છે અને ટ્રાફિક પણ ઘણો છે. " કેતને સહજ પૂછ્યું. " ના ના. મને બસ પંદરેક મિનિટ જ થઈ છે." રવિ બોલ્યો. "બોલ હવે આપણે તારા કેસ વિશે થોડી ચર્ચા કરી લઈએ. કોને મળવા જઈ રહ્યા છીએ આપણે ...વધુ વાંચો
પ્રારંભ - 63
પ્રારંભ પ્રકરણ 63"અરે કેતન હું આવી ત્યારની જોઉં છું કે તું એકે દિવસ બપોરે બધાંની સાથે ઘરે જમતો નથી. જાય છે એ પણ જાનકીને કહીને જતો નથી. રોજ રોજ ક્યાં રખડ્યા કરે છે ? " રાત્રે જમતી વખતે જયાબેન બોલ્યાં. "જતો હશે એના કામથી. કેતન હવે મોટો થયો. રોજ મા-બાપને પૂછી પૂછીને થોડો જાય ? અને હવે એ રખડ્યા કરે છે એવું આપણાથી ના બોલાય ! " જગદીશભાઈએ જયાબેનને મીઠો ઠપકો આપ્યો. "મા તો બધું કહી શકે. એ ગમે એટલો મોટો થયો હોય પણ માનો તો એને પૂછવાનો હક છે જ. જાનકીને પૂછો તો એને પણ બિચારીને ખબર નથી ...વધુ વાંચો
પ્રારંભ - 64
પ્રારંભ પ્રકરણ 64" કેતન આજે સાંજે ચાર વાગે સાન્તાક્રુઝ ખીરાનગર આવી જજે. હું ગેટ ઉપર તારી રાહ જોઈશ. " દિવસે સવારે દસ વાગ્યે કેતન ઉપર રવિ ભાટીયાનો ફોન આવ્યો. " ભલે હું પહોંચી જઈશ. " કેતન બોલ્યો અને એણે ફોન કટ કર્યો. કેતને સાડા ત્રણ વાગે મનસુખ માલવિયાને બોલાવી લીધો અને સાન્તાક્રુઝ જવા માટે નીકળી ગયો. પાર્લાથી સાન્તાક્રુઝ નજીક જ છે. મિલન સબવેથી નીકળીને ખીરાનગર પહોંચવામાં માત્ર અડધો કલાક લાગ્યો એ પણ ટ્રાફિક ના કારણે ! "ગાડી અંદર જ પાર્ક કરી દે. પાર્કિંગ છે. " ગેટ ઉપર ઉભેલા રવિએ કેતનને કહ્યું. મનસુખે ગાડી અંદર લીધી એટલે સિક્યુરિટીવાળાએ ગાડીને પાર્કિંગમાં ...વધુ વાંચો
પ્રારંભ - 65
પ્રારંભ પ્રકરણ 65ઉમાકાન્તભાઈએ ધ્યાનમાંથી બહાર આવીને કેતનને જે કહ્યું તે સાંભળીને કેતનને પોતાના ભવિષ્યનું સચોટ માર્ગદર્શન મળી ગયું. "તમારો કોઈ બિઝનેસ કરવા માટે થયો જ નથી. તમારા જીવનના નિયંતા તમારા પોતાના ગુરુ જ છે અને એમની ઈચ્છા પ્રમાણે જ તમારા જીવનમાં ઘટનાઓ બને છે. તમારા ગુરુજીએ તમને કોઈ મોટો પ્લૉટ અપાવ્યો છે ? " ઉમાકાન્તભાઈ બોલ્યા. " હા ગોરેગાંવમાં ૬૦૦૦ વારનો પ્લૉટ મને હમણાં જ ગિફ્ટમાં મળ્યો છે. " કેતન બોલ્યો. " બસ એ પ્લૉટ જ તમારી કર્મભૂમિ છે અને એ પ્લૉટ ઉપરથી ઘણાં મોટાં મોટાં કાર્યો થવાનાં છે. એ જગ્યા ભવિષ્યમાં હજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. તમારી ...વધુ વાંચો
પ્રારંભ - 66
પ્રારંભ પ્રકરણ 66મનસુખ માલવિયાનો ફોન આવ્યા પછી કેતન ઝડપથી મહંત રોડ ઉપર જેઠવા નિવાસ પહોંચી ગયો હતો. એ બિલ્ડિંગમાં નામના એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી પરંતુ કેતને પોતાને મળેલી સંજીવનીવિદ્યા થી એમને જીવનદાન આપ્યું હતું. એ પછી કનુભાઈએ જે ગુંડાના ત્રાસથી આત્મહત્યા કરી હતી એ રામચરણને બોલાવીને એને ધમકાવીને બાકીની તમામ રકમ માફ પણ કરાવી દીધી હતી.આડોશપાડોશના જે લોકો કનુભાઈની રૂમ પાસે ભેગા થયા હતા એ બધા જ આશ્ચર્ય પામી ગયા હતા. આખાય માળામાં કેતન હીરો બની ગયો હતો. "લો સાહેબ ચા પી લો. તમે તો આજે મારા માટે જે પણ કર્યું છે એ મારા જીવનનો સૌથી મોટો ચમત્કાર ...વધુ વાંચો
પ્રારંભ - 67
પ્રારંભ પ્રકરણ 67"તમે જો જેતપુર આવી શકતા હો તો રાજકોટ સુધીની જવા આવવાની ફ્લાઇટની ટિકિટ મોકલું અને રાજકોટ ગાડી સામે લેવા આવું. પ્રોબ્લેમ ઘણો મોટો છે કેતનભાઇ. તમે આવી જાઓ તો સારું. તમારો કોઈ ચાર્જ થતો હોય તો પણ આપવા તૈયાર છું." જીતુ બોલ્યો.કેતન અને જીતુ ૮ ૯ મહિના પહેલાં ટ્રેનમાં ભેગા થયા હતા. જીતુ એ વખતે એના સાળાનાં અસ્થિ પધરાવવા હરિદ્વાર જઈ રહ્યો હતો. જીતુની પત્નીને પ્રેગ્નન્સી નહોતી આવતી. એ વખતે કેતને જીતુને કહેલું કે છ મહિના પછી તારી વાઈફ પ્રેગ્નેન્ટ થશે અને એના ગર્ભમાં તારો જે સાળો રમેશ ગુજરી ગયો છે એનો જ આત્મા પ્રવેશ કરશે. કેતનના ...વધુ વાંચો
પ્રારંભ - 68
પ્રારંભ પ્રકરણ 68જેતલસર જંકશનથી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ બપોરે દોઢ વાગે ઉપડતો હતો. ત્રણ દિવસથી અંજલિ મુંબઈ જવાની તૈયારી કરી હતી. ઘરેથી કઈ રીતે નીકળવું એનું એણે ઘણું મનોમંથન કર્યું હતું. અંજલિ જેતપુરમાં સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલમાં ૯મા ધોરણમાં ભણતી હતી. દેખાવે ઘણી સુંદર હતી પણ ભણવામાં એવરેજ હતી. ભણવા કરતાં ઈતર પ્રવૃત્તિઓમાં એને રસ વધારે હતો. ડાન્સનો ખૂબ જ શોખ હતો અને નવરાત્રીમાં ગરબા પણ સરસ ગાતી હતી. અભિનય જાણે એના લોહીમાં હોય એમ આ ઉંમરે પણ એ હિરોઈન બનવાનાં સપનાં જોતી હતી. સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય હતી. ઈન્સ્ટાગ્રામ ફેસબૂક વોટ્સએપ વગેરેમાં એ સતત રચી પચી રહેતી. ફિલ્મો જોવાનો ...વધુ વાંચો
પ્રારંભ - 69
પ્રારંભ પ્રકરણ 69રોહિત અંજલિને હવે કેવી રીતે પોતાની માયાજાળમાં ફસાવવી એની બરાબર તૈયારી કરીને ધીમે ધીમે અંજલિ તરફ આગળ કાલે બપોરે અંજલિનો ફોન આવ્યો કે તરત જ એ બધી તૈયારીમાં લાગી ગયો હતો. મુંબઈનાં બે ત્રણ મોટાં પ્રોસ્ટીટ્યુટ સેન્ટરોમાં બીજાં રાજ્યોની છોકરીઓ સપ્લાય કરતા એક માથાભારે દલાલ મુદ્દલિયાર સાથે અંજલિનો સોદો ફાઇનલ કરી એણે ૫૦૦૦૦ એડવાન્સ લીધા હતા. એમાંથી ૫૦૦ રૂપિયાનું એક સરસ ટીશર્ટ અને એક મોંઘુ જીન્સ ખરીદ્યું હતું. પરફ્યુમની બોટલ પણ લઈ આવ્યો હતો. સાંજે વાળ પણ સેટ કરાવી દીધા હતા. અંજલિ માટે રહેવાની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી હતી. જ્યાં સુધી એનો સોદો ના થાય ત્યાં ...વધુ વાંચો
પ્રારંભ - 70
પ્રારંભ પ્રકરણ 70રોહિત એક સડક છાપ મવાલી હતો. પોતાના દેખાવને કારણે અને પોતાની વાક્છટા ના કારણે છોકરીઓને ઈમ્પ્રેસ કરીને હતો. મુંબઈ બહારની કોઈ ભોળી છોકરી હોય તો છોકરીઓના દલાલ સાથે બારોબાર સોદો પણ કરી દેતો હતો. આ જ એનો ધંધો હતો. ભૂતકાળમાં પણ એણે એક ગરીબ બંગાળી છોકરીને બિલાલપાડા વાળા આ જ રૂમમાં ચાર દિવસ ગોંધી રાખી હતી અને એને ભોગવી લીધા પછી દલાલને સોંપી દીધી હતી. એ જ રીતે એણે જેતપુરની અંજલિને ફસાવી હતી. અત્યાર સુધીમાં એણે બે છોકરીઓના સોદા કરેલા હતા પરંતુ બધી જ છોકરીઓ કરતાં અંજલિ કંઈક અલગ જ હતી. રૂપાળી તો હતી જ પણ સાથે ...વધુ વાંચો
પ્રારંભ - 71
પ્રારંભ પ્રકરણ 71"તમારી દીકરી અત્યારે મુંબઈમાં છે. હિરોઈન બનવાની ઘેલછામાં એ ઘર છોડીને ભાગી ગઈ છે. એ એક વર્ષથી એક છેલબટાઉ છોકરાના ચક્કરમાં હતી. ફેસબુકથી પરિચય થયો હતો. એ છોકરાએ જ એને મુંબઈ બોલાવીને અત્યારે ફસાવી છે." વિઠ્ઠલભાઈ જેવા ખુરશી ઉપર બેઠા કે તરત જ કેતને ધડાકો કર્યો.વિઠ્ઠલભાઈ તો પોતાની લાડકી દીકરી વિશેની કેતનની આવી વાત સાંભળીને સડક જ થઈ ગયા ! આઘાતથી રડવા જેવા થઈ ગયા !! "કેતનભાઇ તમારે જ અંજલિને બચાવી લેવાની છે. તમે આટલું બધું જોઈ શકો છો તો આપણે હવે મુંબઈ જઈને એને શોધી કાઢવાની છે. હવે જરા પણ મોડું કરવા જેવું નથી. " જીતુ ...વધુ વાંચો
પ્રારંભ - 72
પ્રારંભ પ્રકરણ 72કેતને જેતપુર આવીને પોતાની સિદ્ધિનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને અંજલિ નામની ૧૪ વર્ષની કન્યાને નરકમાં જતી હતી. અંજલિના પિતા વિઠ્ઠલભાઈ વેગડા કેતન ઉપર ખૂબ જ ખુશ હતા. એમણે પોતાની દીકરી માટે મુંબઈથી કેતનને બોલાવવા બદલ જીતુનો પણ આભાર માન્યો હતો. જમી લીધા પછી કેતને વિઠ્ઠલભાઈની વિદાય માગી હતી. વિઠ્ઠલભાઈએ બે હાથ જોડી કેતનને બે લાખનું પેકેટ સ્વીકારવા કોશિશ કરી હતી પણ કેતને મક્કમ રહીને કંઈ પણ લેવાની ના પાડી હતી. જતાં જતાં કેતને અંજલિને એનો મોબાઈલ નંબર તાત્કાલિક બદલી નાખવાની સલાહ આપી હતી. જેથી છંછેડાયેલો રોહિત કોઈપણ સંજોગોમાં એને ફોન કે મેસેજ ના કરી શકે. " ...વધુ વાંચો
પ્રારંભ - 73
પ્રારંભ પ્રકરણ 73કેતન જેતપુરથી પાછા વળતી વખતે એક દિવસ માટે રાજકોટમાં અસલમ શેખના ત્યાં રોકાયો હતો. અસલમના મકાનમાં એક ઉદાસીનો અનુભવ કેતનને થયો હતો. એણે આ બાબતે અસલમને પૂછ્યું હતું. અસલમે જણાવ્યું હતું કે એના મામુ કરીમખાનની દીકરી રેહાના દસ દિવસ પહેલાં જ વિધવા થઈ હતી. એના વર ઝકીનનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું એટલે ઘરમાં થોડું શોકનું વાતાવરણ હતું.રાત્રે ૧૧ વાગ્યે કેતન અસલમના બંગલે એના બેડરૂમમાં સૂતો હતો ત્યારે એને કંઈક વિચિત્ર અનુભવ થયો હતો. એને ઊંઘ આવતી ન હતી અને જાણે આ બેડરૂમમાં કોઈની હાજરી હોય એવો આભાસ એને થતો હતો. થોડીવાર પછી એણે ઓઢેલો કામળો કોઈ ...વધુ વાંચો
પ્રારંભ - 74
પ્રારંભ પ્રકરણ 74કેતન અસલમ શેખને મળવા માટે રાજકોટ આવ્યો હતો અને એક રાત રોકાયો પણ હતો. બીજા દિવસે એ પાછા જવાનો વિચાર કરતો હતો ત્યાં અચાનક એને અંતઃ પ્રેરણા થઈ અને એ જામનગર આવ્યો. જામનગર આવીને સૌથી પહેલાં તો એ ધરમશી અંકલના આગ્રહથી એમના ઘરે જમવા ગયો અને ત્યાંથી પોતાના જમનાસાગર બંગ્લોઝની સાઇટ જોવા ગયો. પોતાની સ્કીમનું ડેવલપમેન્ટ જોઈને એને સંતોષ થયો. એ પછી એની ઈચ્છા પટેલ કોલોની જવાની થઈ એટલે ઈકબાલને એણે ગાડી પટેલ કોલોની લઈ લેવાની સૂચના આપી.પટેલ કોલોની સાથે માયાવી જગતમાં એની ખૂબ જ લેણાદેણી હતી. આ જ કોલોનીમાં એને નીતા મિસ્ત્રી મળી હતી તો આ ...વધુ વાંચો
પ્રારંભ - 75
પ્રારંભ પ્રકરણ 75કેતન રાજકોટથી જામનગર આવ્યો હતો અને ખાસ મનાલી લોકોને મળવા માટે પટેલ કોલોની આવ્યો હતો. પરંતુ અહીં પછી એને ખબર પડી કે અડધી કલાક પહેલાં જ મનોજભાઈ હાર્ટ એટેક થી દેવલોક પામ્યા છે. કેતન પાસે સંજીવની વિદ્યાની સિદ્ધિ હતી અને એ મૃત્યુ થયા પછીના એક કલાકની અંદર કોઈપણ વ્યક્તિને જીવંત કરી શકતો હતો. એણે પોતાની સંજીવની વિદ્યાનો ઉપયોગ કરીને મનોજભાઈને ફરી ચૈતન્ય આપ્યું અને જીવંત કરી દીધા. મનાલીના ખૂબ જ આગ્રહથી કેતન એમના ઘરે રાત રોકાવા માટે તૈયાર થયો હતો અને એમના ઘરે સાંજે હૈદરાબાદી બિરયાનીનો પ્રોગ્રામ નક્કી કર્યો હતો. જમવાને હજુ ઘણી વાર હતી એટલે સમય ...વધુ વાંચો
પ્રારંભ - 76
પ્રારંભ પ્રકરણ 76દીનાનાથ ભટ્ટ જામનગરની આયુર્વેદ કોલેજમાં પ્રોફેસર હતા. પટેલ કોલોની શેરી નંબર ૪ માં કેતન જે બંગલામાં રહેતો એ બંગલો પાંચ મહિના પહેલા એમણે જ ખરીદેલો હતો. એમને એટલી ખબર હતી કે આ બંગલામાં પહેલાં કેતનભાઇ સાવલિયા નામના કોઈ ભાઈ રહેતા હતા. એ કાયમ માટે મુંબઈ જતા રહ્યા હતા અને આ બંગલો જયેશ ઝવેરીને સોંપી ગયા હતા. ભટ્ટ સાહેબે આ બંગલો જયેશભાઈ પાસેથી જ ખરીદ્યો હતો. ગઈકાલે ત્રીજા નંબરના બંગલામાં રહેતા મનોજભાઈનું અવસાન થઈ ગયું અને આ બંગલામાં જ રહેતા કેતનભાઇએ એમને સજીવન કર્યા એવી એમને ખબર પડી એટલે એમને કેતનભાઈને મળવાની ઈચ્છા થઈ. આજે સોમવાર હતો એટલે ...વધુ વાંચો
પ્રારંભ - 77
પ્રારંભ પ્રકરણ 77બરાબર આઠ વાગે જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસ જામનગર સ્ટેશનથી ઉપડ્યો. કેતનના મનમાં ફરી પાછી ભૂતકાળની યાદો તાજી ગઈ. જામનગર સાથે કોણ જાણે કેમ એક અલગ જ લગાવ હતો. જ્યારે પણ એ જામનગર આવતો ત્યારે એક નવી જ ઉર્જાનો એને અનુભવ થતો. આ એ જ શહેર હતું જ્યાં માયાવી અવસ્થામાં દોઢ વર્ષ જેટલો લાંબો સમય પસાર કર્યો હતો. અને આ વખતે તો મનાલીએ પણ એની ઘણી સરભરા કરી હતી. જામનગર છોડવાનું મન જ નહોતું થતું. કેતન થોડો ઈમોશનલ થઈ ગયો હતો પરંતુ હવે એની કર્મભૂમિ મુંબઈ બની ગઈ હતી એટલે જામનગરનો મોહ છોડવો જ રહ્યો. હાપા સ્ટેશને ટ્રેઈન ...વધુ વાંચો
પ્રારંભ - 78
પ્રારંભ પ્રકરણ 78ગુરુપૂર્ણિમાના દિવસે શ્રી રામકૃષ્ણ આશ્રમમાં દર વર્ષે ભવ્ય ઉજવણી થતી હોય છે. કેતને પહેલી વાર આજે આ ભાગ લીધો. એ સવારથી જ અહીં આવી ગયો હતો અને ૧૧:૩૦ સુધી વિવિધ પ્રોગ્રામોમાં એણે ભાગ લીધો. અહીં પ્રસાદનો એટલે કે જમવાનો પ્રોગ્રામ પણ હતો છતાં ઘરે પણ પ્રસાદ ધરાવવાનો હોવાથી કેતન ઘરે જવા માટે નીકળી ગયો. ઘરે પહોંચ્યો ત્યારે રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે એણે સોજીના શીરા સાથેનો થાળ શ્રી ઠાકુરને અર્પણ કર્યો. એ પછી બધા ડાઇનિંગ હોલ ઉપર જમવા બેઠા." સિદ્ધાર્થભાઈ કોઈ સારો આર્કિટેકટ તમારા સ્ટોક માર્કેટના ક્લાયન્ટેલ માં છે ? આઈ મીન તમે કોઈને ઓળખો છો ...વધુ વાંચો
પ્રારંભ - 79
પ્રારંભ પ્રકરણ 79હિરેન કાનાણીએ કુરિયરમાં હોસ્પિટલ અને સાથે બીજા બિલ્ડીંગનો સંપૂર્ણ પ્લાન મોકલ્યો હતો. સાથે એક સીડી અને એક પણ મોકલ્યો હતો. કેતને લેટર વાંચ્યો. # કેતનભાઇ આ સાથે તમારા ગોરેગાંવના પ્લૉટમાં બનનારી હોસ્પિટલ અને તમારા આધ્યાત્મિક પ્રવૃત્તિઓના બિલ્ડીંગનો પ્લાન મોકલ્યો છે. તમે જે બિલ્ડરને કામ સોંપવા માગતા હોય એની સાથે એકવાર મારી મિટિંગ કરાવી દેજો એટલે હું બધું એને સમજાવી દઈશ. બંને બિલ્ડીંગનો પ્લાન પાંચ માળનો બનાવ્યો છે જેથી વાસ્તુદોષ ઉભો ન થાય. અત્યારે તમારા આધ્યાત્મિક બિલ્ડીંગમાં પાંચમા માળે ખાલી એક મોટા હોલનું પ્લાનિંગ કર્યું છે. # બંને બિલ્ડિંગોમાં કઈ સાઈઝના અને કેટલા પિલ્લર ઉભા કરવા એની બધી ...વધુ વાંચો
પ્રારંભ - 80
પ્રારંભ પ્રકરણ 80ગોરેગાંવના પ્લૉટમાં ખાતમુહૂર્ત થયું એના આગલા દિવસે જ સુરતથી હિરેનભાઈ મુંબઈ આવ્યા હતા અને એમણે જસાણી બિલ્ડર્સના સાથે મીટીંગ કરી લીધી હતી અને બંને બિલ્ડિંગોના પ્રોજેક્ટની વિગતવાર સમજણ પ્રશાંતભાઈને આપી હતી. બંને બિલ્ડીંગોના પાયા કેટલા પહોળા બનાવવા, કેટલા પિલ્લર ઉભા કરવા અને પિલ્લર પણ કેટલા પહોળા રાખવા વગેરે તમામ ચર્ચા એમણે વિગતવાર કરી હતી. ખાતમુહૂર્ત એકાદશીના દિવસે થયું હતું . એ પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. એટલે રક્ષાબંધનના બીજા દિવસથી જ પ્રશાંતભાઈએ પોતાનું કામ ચાલુ કરી દીધું અને મશીનો ગોઠવીને સૌપ્રથમ બોરનું કામ ચાલુ કર્યું. એ પછીના ચાર દિવસ પછી જ્યાં ખૂંટી નાખીને નિશાન બનાવ્યું હતું ત્યાંથી ...વધુ વાંચો
પ્રારંભ - 82
પ્રારંભ પ્રકરણ 82બીજો એક મહિનો પસાર થઈ ગયો. નવા બંગલામાં કેતનનો આખો પરિવાર સરસ રીતે સેટ થઈ ગયો. વિલે કરતાં પણ ખારમાં વધુ શાંતિ અને સંતોષ મળી રહ્યો હતો. મનસુખ માલવિયા ત્યાં જ રહેતો હોવાથી એ રોજ સવારે સિદ્ધાર્થભાઈને બાંદ્રા સ્ટેશન સુધી મૂકી આવતો હતો અને સાંજે પાછા લઈ આવતો હતો. મનસુખભાઈ બહાર હોય ત્યારે સાંજે શિવાની ગાડી લઈને સિદ્ધાર્થભાઈને લેવા જતી. એ પોતે પણ એમબીએ કરતી હતી અને પાર્લાની કોલેજમાં કારમાં જ અપડાઉન કરતી હતી. એને રોજ જવાનું હોતું ન હતું. સુરતવાળા ઇન્ટિરિયર ડિઝાઇનર ચિંતન મારફતિયા હરિદ્વાર શાંતિકુંજ જઈ આવ્યા હતા અને ત્યાં બે દિવસ રોકાઈને હિમાલય ધ્યાન ...વધુ વાંચો
પ્રારંભ - 83
પ્રારંભ પ્રકરણ 83મહાપરાણે હિંમત એકઠી કરીને મનસુખ માલવિયાએ જગદીશભાઈને ફોન લગાવ્યો. " અંકલ હું મનસુખ સાન્તાક્રુઝથી બોલું છું. અમે અહીં સાહેબના કોઈ મિત્ર મહેશભાઈના ત્યાં આવ્યા હતા અને એમના ઘરે સ્લીપ થઈ જવાથી કેતન શેઠ બેહોશ થઈ ગયા છે. મહેશભાઈએ એમ્બ્યુલન્સ બોલાવી છે અને શેઠને આશા પારેખ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે. હું તમને લોકોને લેવા ઘરે આવવા માટે નીકળી ગયો છું." મનસુખ બોલ્યો. " વ્હોટ !!! કેતન બેહોશ થઈ ગયો છે ? આ તું શું કહી રહ્યો છે મનસુખ ?" જગદીશભાઈએ લગભગ રાડ પાડી. " હા અંકલ. શેઠ બેભાન થઈ ગયા છે. તમે સિદ્ધાર્થભાઈને પણ કહી દો કે ...વધુ વાંચો
પ્રારંભ - 84
પ્રારંભ પ્રકરણ 84બીજા દિવસે સવારે ૧૧ વાગે કેતનને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યો. ડીસ્ચાર્જ વખતે જાનકી જ હોસ્પિટલમાં હતી. ડોક્ટરે કહ્યું કે હમણાં એમને ત્રણ દિવસ સુધી સંપૂર્ણ આરામ કરાવજો. રિકવરી તો થઈ જશે પરંતુ ત્રણ દિવસ સુધી ગમે ત્યારે ચક્કર આવી શકે છે. એટલે વધારે મુવમેન્ટ નહીં કરવાની. ઘરે આવ્યા પછી જાનકીએ કેતનને સંપૂર્ણ આરામ અપાવ્યો. એને બિલકુલ ઉભો થવા ન દીધો અને ખડે પગે રહી. જો કે કેતન એકદમ નોર્મલ જ હતો છતાં એણે જાનકીની આજ્ઞાનું બરાબર પાલન કર્યું અને પૂરતો આરામ કર્યો. ત્રણ દિવસ પૂરા થઈ ગયા પછી એ એક ચક્કર ગોરેગાંવની સાઈટ ઉપર મારી આવ્યો. એકાદ ...વધુ વાંચો
પ્રારંભ - 85
પ્રારંભ પ્રકરણ 85 રેવતીના પ્રેગ્નન્સીના સમાચારથી આખાય બંગલામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. લગ્ન જીવનના લગભગ ત્રણ વર્ષ પછી પ્રેગ્નન્સી આવી હતી. સિદ્ધાર્થ અને રેવતી એ જ દિવસે સાન્તાક્રુઝના ગાયનેક ડોક્ટર પાસે જઈને પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવી આવ્યાં હતાં અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ગાયનેક ડોક્ટરે જરૂરી દવાઓનો કોર્સ લખી આપ્યો હતો અને કેટલીક સૂચનાઓ પણ આપી હતી. ઘરમાં બાળકનો જન્મ થવાનો હોવાથી જગદીશભાઈ અને જયાબેન ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં અને એ જ દિવસે બંને દાદર જઈને સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરી આવ્યાં હતાં. " મને તો એવું લાગે છે કે રેવતીને દીકરો જ આવશે. કારણ કે આપણી પેઢીમાં ...વધુ વાંચો
પ્રારંભ - 81
પ્રારંભ પ્રકરણ 81જયેશ કેતનને કહ્યું કે જયદેવ ઠાકર નામનો તમારો કોઈ મિત્ર અહીં ઓફિસે આવ્યો હતો અને તમારા વિશે હતો એટલે કેતનને એની યાદ આવી. રુચિનો આ ગોરેગાંવનો પ્લૉટ પાછો મેળવવામાં જયદેવ ઠાકરનો સિંહ ફાળો હતો. આ પ્લૉટમાં જે ઝૂંપડપટ્ટી હતી એમાં ચાર પાંચ માણસો બહુ માથાભારે હતા અને એ બધાને જયદેવ વ્યક્તિગત રીતે ઓળખતો હતો. સૌથી વધુ માથાભારે માણસ લલ્લન પાંડે હતો જે એ એરિયાનો ખંધો રાજકારણી હતો. જયદેવે જ લલ્લન પાંડેને સમજાવ્યો હતો અને કેતન સાથે મુલાકાત કરાવી હતી. લલ્લન પાંડેને ૩૦ કરોડ જેવી માતબર રકમ મળી તેમ છતાં જયદેવને કંઈ જ મળ્યું ન હતું. જયદેવ ખરેખર ...વધુ વાંચો
પ્રારંભ - 86
પ્રારંભ પ્રકરણ 86ઉમાકાન્તભાઈની ઘટનાએ કેતનને દિગ્મૂઢ કરી દીધો. એ ખીરાનગરમાંથી બહાર આવ્યો પરંતુ આજે વહેલી સવારે એના જીવનમાં બનેલી એને બરાબર યાદ હતી ! ઉમાકાન્તભાઈ પોષ મહિનાની તેરસના દિવસે બ્રહ્મલીન થયા હતા. અને આજે બરાબર ૩૦ દિવસ પછી તેરસના દિવસે જ પ્રગટ થઈને એમણે મને સિદ્ધ મંત્રની દીક્ષા આપી હતી ! એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે એમને આ સિદ્ધિ કોઈ કામની નથી અને હવે જરૂર પણ નથી. એ હવે સૂક્ષ્મ જગતમાં જતા રહ્યા હતા એટલા માટે જ આવું એમણે કહ્યું હતું. એમણે પોતાના જીવનમાં કદાચ કરોડ સુધીના જાપ કર્યા હોય એવું પણ બને ! ઉમાકાન્તભાઈ જેવા મહર્ષિ ...વધુ વાંચો
પ્રારંભ - 87
પ્રારંભ પ્રકરણ 87કેતન રવિ ભાટિયાને એની હોટલ ઉપર મળવા ગયો ત્યારે એને ખબર પડી કે રવિના યુવાન સાળા દર્શનને અંબાણી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. અને કમળી થઈ ગઈ હોવાથી એનું લીવર કામ કરતું બંધ થઈ ગયું છે અને એ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. હાલમાં એ વેન્ટિલેશન ઉપર છે. વેન્ટિલેશન હવે દૂર કરવાનું હોવાથી રવિ હોસ્પિટલ જઈ રહ્યો હતો એટલે કેતને પણ એને સાથ આપ્યો અને એ પણ હોસ્પિટલમાં ગયો. ત્યાં આઈસીયુ માં જઈને એણે દર્શનના માથા ઉપર હાથ ફેરવ્યો તથા એના લીવરના ભાગ ઉપર પણ હાથ મૂકી એને બચાવી લેવા પોતાના ગુરુજીને પ્રાર્થના કરી. એ પછી પોતાને મળેલો ...વધુ વાંચો
પ્રારંભ - 88
પ્રારંભ પ્રકરણ 88છેવટે સુંદર રીતે કેતનના સપનાની હોસ્પિટલ તૈયાર પણ થઈ ગઈ. આજે આખો દિવસ કેતને હોસ્પિટલમાં જ ગાળ્યો. જ્યારે માયાવી જગતમાં હતો ત્યારે પણ શેઠ જમનાદાસ કોર્પોરેટ હોસ્પિટલ એણે બનાવી હતી. એ જ વિચારોને જીવંત રાખીને એણે વાસ્તવિક દુનિયામાં પણ એવી જ હોસ્પિટલ ઉભી કરી દીધી.રાત્રે ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં ન્યુઝ ચેનલોમાં પણ આ હોસ્પિટલની અને કેતનના વિચારોની ચર્ચા ચાલી હતી. ખાસ કરીને હોસ્પિટલના દર્દીઓને સારા કરવા માટે એણે હોસ્પિટલની સામેના બિલ્ડિંગમાં ૨૪ કલાક ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનું જે આયોજન કર્યું હતું તેની ખૂબ જ પ્રશંસા થઈ હતી ! આજ સુધી કોઈએ પણ આવું વિચાર્યું ન હતું. ...વધુ વાંચો
પ્રારંભ - 89
પ્રારંભ પ્રકરણ 89કેતનને ડૉ. મલ્હોત્રા ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. લોકોની સેવા કરવા માટે તો એણે પોતાની આ હોસ્પિટલ કરી હતી અને અહીંયા આવા લાલચુ ડોક્ટરોને કેવી રીતે સહન કરી શકાય ? અઠવાડિયામાં માત્ર ૪ દિવસ ઓપીડી કરવાના એ બે લાખ રૂપિયા ચૂકવતો હતો. અને ઓપરેશનના અલગ. મુંબઈના બીજા ડોક્ટરો પણ આ હોસ્પિટલની ભલામણ કરતા હોય ત્યારે મારો પોતાનો જ ડૉક્ટર મારી હોસ્પિટલ વિશે આવો હલકો અભિપ્રાય આપી રહ્યો છે !! ધીસ ઈઝ ટુ મચ !!!કેતન પોતાની ચેમ્બરમાં આવીને ગુપ્ત મંત્રો બોલી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો અને એણે જયંત વસાણીને ફોન કર્યો. જયંતને ઓપીડી રૂમમાં જઈ કોમ્પ્યુટરમાંથી કિશનદાસ ...વધુ વાંચો
પ્રારંભ - 90
પ્રારંભ પ્રકરણ 90રુચિ મખીજાએ પોતાના પ્લૉટ ઉપર પગ મૂક્યો અને પોતાની સામે વિશાળ 'શેઠ જમનાદાસ હોસ્પિટલ' જોઈ. આગળનો આખો ગાડીઓથી ભરચક હતો. એક બાજુ બે એમ્બ્યુલન્સ ઉભી હતી. કેતન સરે ઉભા કરેલા આ સામ્રાજ્યને જોઈ એ ચકિત થઈ ગઈ !!છેલ્લે છેલ્લે જ્યારે એ પ્લૉટ ઉપર આવેલી ત્યારે એણે ગંદી ઝૂંપડપટ્ટી જોયેલી. આજે એની જગ્યાએ પાંચ પાંચ માળનાં સામ સામે બે બિલ્ડિંગો હતાં. એક હોસ્પિટલ અને એક આધ્યાત્મિક કેન્દ્ર ! જો કે એ વખતે રુચિને આધ્યાત્મિક બિલ્ડિંગ વિશે કોઈ માહિતી ન હતી. "આ ડાબી બાજુ જે છે એ આપણી પાંચ માળની હોસ્પિટલ છે અને તમામ લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ છે. આ ...વધુ વાંચો
પ્રારંભ - 91
પ્રારંભ પ્રકરણ 91" હવે સાડા સાત વાગવા આવ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો અત્યારે આપણે ભોજનાલયમાં જઈને જમી લઈએ. " કેતન રુચિ સામે જોઈને બોલ્યો. "હા ચાલો જમી લઈએ. નહિ તો પછી ઘરે જવાનું બહુ મોડું થઈ જશે. કાલે અહીં આવવા માટે વળી પાછું વહેલા પણ ઉઠવાનું છે. " રુચિ બોલી.એ પછી કેતન રુચિ અને જાનકીને લઈને હોસ્પિટલની સામેના બિલ્ડીંગમાં બીજા માળે ભોજનાલયમાં લઈ ગયો. રસોઈયા સાથે વાતચીત થઈ ગઈ હતી એટલે એણે કિચન પાસેનાં બે ટેબલ કેતન સર માટે રિઝર્વ રાખેલાં જ હતાં.કેતન લોકો વોશ બેસિનમાં હાથ મ્હોં ધોઈને ટેબલ ઉપર ગોઠવાઈ ગયા એટલે પીરસનારા લોકો તરત ...વધુ વાંચો
પ્રારંભ - 92
પ્રારંભ પ્રકરણ 92કેતન નીતાની સગાઈમાં જામનગર આવ્યો હતો અને કંપની માટે જયેશ ઝવેરીને પણ લેતો આવ્યો હતો. બંને જણા રોડ ઉપર આરામ હોટલમાં ઉતર્યા હતા. બપોરે જમીને થોડો આરામ કર્યો હતો અને અત્યારે ४ વાગે ઊઠીને એમણે ચા મંગાવી હતી. "જયેશ જામનગરમાં તારે કોઈને પણ મળવું હોય તો તું જઈ શકે છે. તું જામનગરનો જ વતની છે અને આટલો બધો સમય અહીં રહેલો છે એટલે તારા મિત્રો સંબંધીઓ પણ અહીં ઘણા હશે. મારે તો અહીં બીજું કોઈ કામ છે જ નહીં. કાલે સવારે ૧૦ વાગે નીતાની સગાઈમાં હાજરી આપવાની છે એ સિવાય હું તો નવરો જ છું. " કેતને ...વધુ વાંચો
પ્રારંભ - 93
પ્રારંભ પ્રકરણ 93કેતન જયેશને લઈને ગઈ કાલનો જામનગર આવેલો હતો. જામનગરમાં રહેતા બિલ્ડર ધરમશીભાઈની એકની એક દીકરી નીતાની સગાઈ આવેલા રાજકોટના એક યુવાન સાથે આજે સવારે ૧૦ વાગે કરવાની હતી. કેતન અને જયેશ જામનગરની બેડી રોડ ઉપર આવેલી આરામ હોટલમાં ઉતર્યા હતા. સવારે વહેલા ઊઠીને ધ્યાન વગેરે પતાવીને સાડા સાત વાગ્યા પછી કેતન જયેશને ઉઠાડ્યા વગર નીચે આવેલા રેસ્ટોરન્ટમાં ચા પીવા માટે ગયો હતો. એ જ હોટલમાં રાજકોટથી સગાઈ માટે આવેલા મહેમાનો પણ ઉતર્યા હતા અને અત્યારે ચા પીવા માટે એ લોકો પણ રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. કેતનની બાજુના ટેબલ ઉપર જ મુરતિયો અને તેના બે મિત્રો પણ ચા પીવા ...વધુ વાંચો
પ્રારંભ - 94
પ્રારંભ પ્રકરણ 94કેતન ધરમશીભાઈની દીકરી નીતાની સગાઈ પ્રસંગે જામનગર આવ્યો હતો અને આજે સવારે ૧૦ વાગે સગાઈનું મુહૂર્ત હોવાથી જયેશની સાથે ધરમશીભાઈના બંગલે આવ્યો હતો. જે છોકરા સાથે નીતાની સગાઈ થવાની હતી એ નીરજની બધી જ વાતો એણે આરામ હોટલના રેસ્ટોરન્ટમાં સાંભળી હતી. એટલા માટે એણે સગાઈના મુહૂર્તમાં જ નીરજને ત્રણ થપ્પડ મારી દીધી હતી અને બધા મહેમાનોની વચ્ચે નીરજની ગંદી રમત ખુલ્લી કરી દીધી હતી. એ પછી બધા જ મહેમાનો સગાઈ કર્યા વગર જ રાજકોટ જવા માટે રવાના થઈ ગયા હતા.એ પછી જયેશે કેતનની સિદ્ધિઓ વિશે ધરમશીભાઈ સાથે વાત કરી જે એમના તમામ મહેમાનો પણ સાંભળતા હતા. એ ...વધુ વાંચો
પ્રારંભ - 95
પ્રારંભ પ્રકરણ 95આરામ હોટલમાં કેતનને મળવા માટે જૂનાગઢના હસમુખભાઈ ઠાકર આવ્યા હતા. હસમુખભાઈ ઠાકર પાસે ગિરનારના જંગલોની દિવ્ય વનસ્પતિમાંથી બે રસ હતા. એક રસ જેનું નામ અમૃત રસ હતું એના દ્વારા પારામાંથી સોનું બની જતું હતું જ્યારે બીજો સંજીવની રસ મૃત્યુ પામેલી વ્યક્તિને પણ સજીવન કરી શકતો હતો. આ બંને અમૂલ્ય રસ હસમુખભાઈ કેતનને આપવા માગતા હતા. કેતનની લાયકાત જોઈને જ એમણે કેતનની પસંદગી કરી હતી. પરંતુ કેતન નિઃસ્પૃહી હતો. એને સોનું બનાવવામાં કોઈ જ રસ ન હતો. "કેતનભાઇ આ અમૃત રસ માત્ર પારામાંથી સોનુ બનાવે છે એવું નથી. આ રસના ગુણધર્મો ઘણા બધા છે. મેં એનું નામ અમૃત ...વધુ વાંચો
પ્રારંભ - 96
પ્રારંભ પ્રકરણ 96મહાત્માએ પોતાનો જમણો હાથ કેતનના માથા ઉપર મૂક્યો. કેતનને કરોડરજ્જુમાં વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ એ ધ્રુજી અને પછી ચારે બાજુ બધું ફરતું લાગ્યું. ધીમે ધીમે એને આખી પૃથ્વી ફરતી લાગી અને પોતે પૃથ્વીથી ઉપર ઊંચે ને ઊંચે હવામાં ઊડી રહ્યો છે એવો અનુભવ થયો. એ સાથે જ પોતાનું ભાન ગુમાવી બેઠો !! આવી અવસ્થામાં એ કેટલો સમય રહ્યો એનું એને કોઈ જ ભાન ન રહ્યું. એ ભાનમાં આવ્યો ત્યારે રૂમની અંદર એકલો જ હતો. એનું શરીર ખૂબ જ અકડાઈ ગયું હતું. ધીમે ધીમે એણે પોતાના પગ છૂટા કર્યા. એ ઉભો થયો. હાથ પગની થોડી કસરત કરી. ...વધુ વાંચો
પ્રારંભ - 97
પ્રારંભ પ્રકરણ 97"આ આઠ સિદ્ધિઓ કઈ કઈ છે એ તમે વિસ્તારપૂર્વક મને સમજાવી શકશો ?" કેતને પૂછ્યું. " જુઓ એટલે તમે ઈચ્છો ત્યારે અણુ જેટલા નાના થઈ શકો. મહિમા એટલે તમે વિશાળકાય થઈ શકો. ગરિમા એટલે તમારે જેટલું પણ તમારા શરીરને ભારે કરવું હોય એટલું કરી શકો. લઘિમા એટલે તમે તમારા શરીરને એટલું બધું હલકું કરી શકો કે ઉડવાની ઈચ્છા હોય તો ઉડી પણ શકો. પ્રાપ્તિ એટલે તમે અદ્રશ્ય થઈને વિશ્વના કોઈપણ ખૂણામાં જઈ શકો છો. જો કે આ સિદ્ધિ તમારી પાસે છે પરંતુ એમાં અદ્રશ્ય થઈને કોઈપણ જગ્યાએ જવા માટે તમારે ચાલવું પડે છે. કોઈ તમને સ્પર્શ પણ ...વધુ વાંચો
પ્રારંભ - 98
પ્રારંભ પ્રકરણ 98કેતન હસમુખભાઈના આગ્રહથી જૂનાગઢ આવ્યો હતો અને અહીં આવ્યા પછી હસમુખભાઈ ઠાકર એને ગિરનારના જંગલોમાં લઈ ગયા ત્યાં એમના ગુરુ ગિરનારી બાપુની ગુફામાં બંને જણા આવ્યા હતા. ગિરનારી બાપુ અત્યારે હયાત ન હતા છતાં એમણે સૂક્ષ્મ સ્વરૂપે કેતનના ધ્યાનમાં આવીને એને વરદાન આપ્યું હતું. એ વરદાનથી કેતન જે પણ ઈચ્છા હોય તે વસ્તુ કલ્પના કરીને પેદા કરી શકતો હતો. કેતને સૌ પ્રથમ પ્રયોગ કરીને બાપુ માટે ગુલાબનાં તાજાં ફૂલ અને પ્રસાદમાં જલેબી માંગી હતી અને એ બંને વસ્તુઓ એના હાથમાં આવી ગઈ હતી. એ પછી બંનેએ ગરમા ગરમ જલેબીનો રસાસ્વાદ માણ્યો હતો !"એકવાર હું મુંબઈથી જામનગર જઈ ...વધુ વાંચો
પ્રારંભ - 99
પ્રારંભ પ્રકરણ 99પપ્પા અને મમ્મી જમી રહ્યા એટલે જાનકીએ પપ્પાનાં વાસણ બાથરૂમમાં જઈ વોશબેસિનમાં ધોઈ નાખ્યાં. મમ્મીની પ્લાસ્ટિકની પ્લેટ હતી એટલે એને સાઈડમાં મૂકી દીધી. મમ્મીને હાથ ધોવડાવી દીધા અને પાણી આપ્યું. " ચાલો હવે અમે નીકળીએ મમ્મી. પપ્પા તમે મમ્મીનું ધ્યાન રાખજો. એને ઘરે લઈ જાવ એટલે મને જાણ કરી દેજો. હું એકાદ અઠવાડિયા પછી ફરી આંટો મારી જઈશ. " જાનકી બોલી. એ પછી કેતન અને જાનકી નીચે ઉતર્યાં અને હોસ્પિટલમાંથી બહાર આવ્યાં. મનસુખ માલવિયાની તબિયત આજે બરાબર ન હતી એટલે કેતન પોતે જ ગાડી ચલાવીને માટુંગા આવ્યો હતો. "આપણે ગોરેગાંવ હોસ્પિટલમાં જઈ આવીએ. અઠવાડિયાથી હું બહાર હતો ...વધુ વાંચો
પ્રારંભ - 100 - છેલ્લો ભાગ
પ્રારંભ પ્રકરણ 100સમયને પસાર થતાં વાર લાગતી નથી. દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો ! જિંદગીનાં ૪૦ વર્ષ પસાર થઈ ગયાં એ ખબર જ ના પડી. કેતન હવે ૭૩ વર્ષનો થઈ ગયો હતો અને જાનકી ૭૨. કેતનના પિતા જગદીશભાઈ ૭૬ વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે મમ્મી જયાબેન ૮૨ વર્ષ સુધી જીવ્યાં હતાં. એમને ડાયાબિટીસ થયો હતો અને છેલ્લે માત્ર ૧૫ દિવસની માંદગીમાં જ દેહ છોડી દીધો હતો ! સિદ્ધાર્થ પણ ૭૫ વર્ષનો થઈ ગયો હતો અને સંપૂર્ણ નિવૃત્ત જીવન ગાળતો હતો. ક્યારેક ક્યારેક સ્વામિનારાયણ મંદિરમાં જઈને દાન કરતો અને પોતાની સેવાઓ પણ આપતો ...વધુ વાંચો