પ્રારંભ - 21 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રારંભ - 21

પ્રારંભ પ્રકરણ 21

સુલેમાનને ગેટ ઉપર જોઈને ચિત્તાની ઝડપે ઈકબાલ એની પાસે ગયો અને એનો હાથ પકડીને જેટી તરફ લઈ ગયો.

"બૉસ કબ સે ફોન લગા રહે હૈ ! ફોન કયું બંધ રખ્ખા હૈ ? સાત બજે સે હમ લોગ ફોન કર રહે હૈ. મુજે સ્પેશિયલ ઓખા આના પડા. " ઈકબાલ બોલ્યો.

"અરે ઈકબાલ મેરી બેટરી ખતમ હો ગઈ હૈ. મુઝે તો કિસીકો ફોન કરના નહી હોતા તો મૈંને ચાર્જિંગમેં નહીં રખ્ખા. લેકિન મામલા ક્યા હૈ ? કયું તુઝે યહાં તક આના પડા ? " સુલેમાન બોલ્યો.

" તેરે અચ્છે નસીબ હૈ કિ તુ મિલ ગયા વરના આજ સીધા અંદર હો જાતા. આજ સમંદર કિનારે પોલીસ કી બડી રેડ પડને વાલી હૈ. આજ ડ્રગ્સ કા માલ આનેવાલા હૈ ઔર જો લોગ ભી વહાં હોંગે વો સારે કે સારે પકડે જાયેંગે ઔર ડ્રગ્સકી હેરાફેરી કા કેસ દર્જ હોગા." ઈકબાલ બોલી રહ્યો હતો.

" તુ ભી નહીં બચતા. છૂટને કા કોઈ ચાન્સ નહીં. ડ્રગ્સકા કાયદા બહોત કડક હૈ. ભાઈજાન કે સાથ બાત કર. ભાઈજાન ને હી તુમકો બચાયા હૈ લેકિન વો અભી બહોત ગુસ્સે મેં હૈ. " ઈકબાલ બોલ્યો અને એણે બૉસને ફોન લગાવ્યો.

"ભાઈજાન લો સુલેમાનકે સાથ બાત કરો. વો મિલ ગયા હૈ. મેરે સાથ અભી જેટી પર હૈ " ઈકબાલ બોલ્યો અને એણે ફોન સુલેમાનને આપ્યો.

"અરે સુલેમાન ફોન કયું બંધ રખ્ખા હૈ ? તેરી ઈસ ગલતી કી વજહ સે મુજે જામનગરસે ઈકબાલકો વાપસ ઓખા ભેજના પડા. મુઝે તુમસે યે ઉમ્મીદ નહીં થી. બહોત બડી ગલતી કર દી તુમને. ઈતની બડી લાપરવાહી હમારે ધંધે મેં નહીં ચલ સકતી. તુ આજ પકડા જાતા તો હમ સબ બડી મુસીબત મેં આ જાતે ! ફોન બંધ રખના મૈં કભી બરદાસ્ત નહીં કર સકતા. તુમ મેરી નજર સે આજ ઉતર ગયે હો." અસલમ ગુસ્સે થઈને બોલ્યો.

" માફ કર દો ભાઈજાન. મેરી બેટરી ખતમ હો ગઈ થી. આઇન્દા કભી ભી એસી ગલતી નહી હોગી માલિક." સુલેમાન ફોન ઉપર કરગરતો હતો.

"બેટરી ખતમ હો ગઈ થી તો ઇતના ટાઈમ તુમકો મિલા તો ચાર્જ નહીં કર સકતા થા ક્યા ? ૭ બજે સે તુમ્હારા ફોન બંધ હૈ. અભી ૧૧ બજે હૈ. ચાર ઘંટે કા વક્ત તેરે પાસ થા. તુને ફોન કો ચાર્જ મેં રખ્ખા હી નહીં. " અસલમ બોલ્યો.

" સૉરી ભાઈજાન. ઈસ બાર માફ કર દો. " સુલેમાન બોલ્યો.

" ફોન ઈકબાલ કો દે " અસલમ બોલ્યો.

સુલેમાને ફોન ઈકબાલને આપ્યો.

" ઈકબાલ સુન. તુ સુલેમાનકે સાથ બેટ દ્વારકા ચલા જા. મૈંને શામ કો ઉસકો પાંચ લાખ કા પેકેટ દિયા હૈ વો વાપસ લે લે. ઉસકે બાદ ઉસકો બેટ દ્વારકામેં હી કોઈ સુમસામ જગા પર લે જાકર ઉડા દે. અગર વહાં મુમકીન ના હો તો ઉસકો રાજકોટ તેરે સાથ આને કા બોલ દે ઓર રાસ્તે મેં કોઈ સુમસામ જગા પર ઉડા દે. આજ ઉસકી વજહસે હમ સબ બહોત બડી મુસીબતમેં આ જાતે. " અસલમ બોલ્યો.

" જી ભાઈજાન. " ઈકબાલ બોલ્યો.

"ભાઈજાનને બોલા હૈ કી સુલેમાનકો સાથ લેકર રાજકોટ આ જા. તો તુમકો મેરે સાથ આના પડેગા ઔર ભાઈજાન કો મિલના પડેગા. વો ધંધે કો લેકર તુમ્હારે સાથ કોઈ સલાહ મશવરા કરના ચાહતે હૈ. મૈં ભી અભી તુમ્હારે સાથ બેટ દ્વારકા આ રહા હું" ઈકબાલે વાર્તા કરી.

સુલેમાનને રાજકોટ જવાની આ વાત ગમી તો નહીં પરંતુ ભાઈનો હુકમ હતો એટલે ના પાડી શકાય એમ હતું નહીં.

૨૦૦૦ રૂપિયા આપીને સ્પેશિયલ બોટ કરી અને બંને જણા બેટ દ્વારકા પહોંચી ગયા. જેટી થી ચાલતાં ચાલતાં હનુમાન દાંડીના રસ્તે બાલાપર એરિયામાં મુસ્લિમ ખારવાઓની સારી એવી વસ્તી છે. સુલેમાન ત્યાં ભાડેથી રહેતો હતો.

મકાન ખોલીને સુલેમાન ઈકબાલને અંદર લઈ ગયો. બેસવા માટે એક ખુરશી પડી હતી. ઈકબાલ એના ઉપર બેસી ગયો.

"સાથમેં કુછ લે જાને કી જરૂરત નહીં હૈ. મીટીંગ કરકે તુમકો તો વાપસ આના હૈ. ગાડી ભી તૈયાર હૈ. હમેં અબ જલ્દી નિકલના હૈ. ભાઈજાનને બોલા હૈ. વો પાંચ લાખ અપને સાથ લે લે " ઈકબાલ બોલ્યો.

"લેકિન પાંચ લાખ તો ભાઈજાનને મુઝે ડ્રગ્સ કા સેટિંગ કરને કે લિયે દિયે હૈ. " સુલેમાન બોલ્યો.

" હા લેકિન મુઝે ભાઈજાનને જો બોલા વો મેં બતા રહા હું. " ઈકબાલ બોલ્યો.

" ઠીક હૈ" સુલેમાન બોલ્યો અને પછી એણે કપડાં બદલી નાખ્યાં. પાંચ લાખનું પેકેટ શેરવાનીના ખિસ્સામાં મૂકી દીધું. એ પછી લોક કરીને બંને જણા બહાર નીકળ્યા.

"યે પીછે જંગલ હૈ ક્યા ? " બહાર નીકળ્યા પછી હનુમાન દાંડી તરફના રસ્તા તરફ જોઈને ઈકબાલ બોલ્યો.

" હાં... ઉસ તરફ પૂરા જંગલ એરીયા હૈ. કોઈ બસ્તી નહીં હૈ વહાં પે. " સુલેમાન બોલ્યો.

" બહોત અચ્છી જગા હે યે. ચલો એક ચક્કર લગાતે હૈ. " કહીને ઈકબાલ જવાબની રાહ જોયા વગર જ હનુમાન દાંડી તરફ આગળ વધ્યો.

સુલેમાનને જંગલ તરફ ચક્કર લગાવવાની વાત મગજમાં બેઠી નહીં પરંતુ એ પણ પાછળ ને પાછળ ચાલ્યો.

" કીતની શાંતિ હૈ યહાં ? કોઈ શોર નહીં હૈ. દૂર દૂર તક સમંદર દીખ રહા હૈ" ઈકબાલ બોલતો હતો.

જંગલનો ભાગ શરૂ થઈ ગયો હતો. ઈકબાલ પોતાની મસ્તીમાં ચાલતો હતો. સુલેમાન પણ પાછળને પાછળ ઘસડાતો હતો.

ઈકબાલે ચારે તરફ જોઈ લીધું. કોઈ ચકલું પણ ફરકતું ન હતું. દૂર સુધી કોઈ માનવ વસ્તી પણ દેખાતી ન હતી. સુલેમાનને ખબર ના પડે એ રીતે એણે પેન્ટમાં ખોસેલી પિસ્તોલ બહાર કાઢી. થોડીવાર ઉભો રહ્યો. જેવો સુલેમાન નજીક આવ્યો કે એણે પાછળ ફરીને એની છાતીમાં ઉપરા ઉપરી બે ગોળીઓ છોડી. લોહીનો ફુવારો ઉડ્યો અને સુલેમાન ધડામ દઈને નીચે પછડાયો. પાંચ મિનિટ તરફડીને એ શાંત થઈ ગયો.

ઈકબાલે એના ખિસ્સામાંથી પાંચ લાખનું પેકેટ લઈ લીધું અને શાંતિથી ચૂપચાપ બાલાપર થઈને પાછો જેટી ઉપર પહોંચી ગયો. ૨૦૦૦ આપીને સ્પેશ્યલ બોટ કરી ઓખા જેટી એ પહોંચી ગયો.

બહાર રોડ ઉપર સ્કોર્પિયો પડી જ હતી. ઝડપથી એ ગાડીમાં બેસી ગયો અને ગાડી ભગાવી. ઓખા છોડી દીધા પછી એણે અસલમને ફોન કર્યો.

" ભાઈજાન સુલેમાન કા કામ તમામ કર દિયા. બેટ દ્વારકા કે જંગલ મેં હી અચ્છા ચાન્સ મિલ ગયા. " ઈકબાલ બોલ્યો.

" બહોત અચ્છા કામ કિયા. વો ગદ્દાર થા ઈસી લિયે ઉસકો મારા. ફોન બંધ રખ્ખા થા ઈસી લિયે નહીં. ઔર સુન. હમારે ટ્રક વાલે કો બોલ દે. રેડ પડને વાલી હૈ ઈસી લિયે વો સમંદર સે દૂર રહે. આજ કોઈ માલ લેના નહીં હૈ." અસલમ બોલ્યો.

" જી ભાઇજાન." ઈકબાલ બોલ્યો.

હકીકતમાં જામનગરથી ટેક્સીમાં બેઠા પછી અસલમ રાજકોટ જવા માટે નીકળ્યો ત્યારે એના ઉપર ઓખાથી એના ખાસ માણસ યુનુસનો ફોન આવ્યો હતો.

અસલમ કોઈ પણ કામ કાચું રાખતો નહીં અને કોઈના પણ ઉપર ભરોસો રાખતો નહીં. એણે બૉસની જવાબદારી સંભાળ્યા પછી કેટલાક માણસોને બદલી નાખ્યા હતા. સુલેમાન પહેલાંથી ઓખાનું નેટવર્ક સંભાળતો હતો અને ઈરાન તેમ જ પાકિસ્તાનથી આવતો માલ બીજા બુટલેગર નવાબખાન ને આપતો હતો.

ઓખા સુધીનું નેટવર્ક હાથમાં લીધા પછી સુલેમાનને કરીમખાને ખરીદી લીધો હતો છતાં સુલેમાને જૂની ચેનલ પણ ચાલુ રાખી હતી એવું અસલમના ધ્યાનમાં આવ્યું હતું.

તેથી ઓખાના નેટવર્ક ઉપર વોચ રાખવા માટે અસલમે રાજકોટથી પોતાના ખાસ યુનુસને ઓખા ટ્રાન્સફર કર્યો હતો. યુનુસ ઓખામાં જ રૂમ ભાડે રાખીને રહેતો હતો. એ એક મજૂર બનીને ઓખાના દરિયા કિનારે દારૂની હેરફેરમાં ઘૂસી ગયો હતો. અને બધું જોયા કરતો હતો.

અસલમ જ્યારે ઓખા જવા માટે નીકળ્યો ત્યારે એણે યુનુસને પણ જાણ કરી હતી. પોતે સુલેમાનને મળવાનો છે એ વાત પણ કરી હતી અને એના ઉપર આજે વોચ રાખવાનું પણ કહ્યું હતું.

સુલેમાન ઓખા રેલવે સ્ટેશન પાસે અસલમને ગાડીમાં મળ્યો ત્યારે યુનુસ પણ ગાડીથી થોડેક જ દૂર ઊભો હતો. અસલમ ત્યાંથી નીકળી ગયો પછી સુલેમાને કોઈને ફોન કર્યો હતો અને પછી ૧૫ મિનિટ સુધી એ ચાની રેકડી પાસે કોઈની રાહ જોતો ઉભો રહ્યો હતો.

૧૫ મિનિટ પછી નવાબખાન એને મળવા આવ્યો હતો. આ એ જ માણસ હતો જેને સુલેમાન પહેલાં ઇંગ્લિશ દારૂનો માલ આપતો હતો.

સુલેમાન અને નવાબખાન લગભગ ૨૦ મિનીટ સુધી સાથે ઉભા રહ્યા હતા. એ લોકો વચ્ચેની વાતચીત તો યુનુસને સંભળાતી નહોતી પરંતુ અસલમે જે પાંચ લાખનું પેકેટ આપ્યું હતું એ સુલેમાને નવાબખાનને બતાવ્યું હતું. એ પછી હસીને બંનેએ એકબીજાને તાળી પણ આપી હતી !

યુનુસે અસલમને કહ્યું હતું કે સુલેમાન ભલે ઓખાનું ઇંગ્લિશ દારૂનું નેટવર્ક સંભાળતો હોય પરંતુ એ ભરોસાને લાયક નથી. એ દહીંમાં અને દૂધમાં રમે છે. કેટલોક માલ હજુ પણ નવાબખાન ની ચેનલને પણ પહોંચાડે છે.

યુનુસે એ પણ કહ્યું હતું કે સુલેમાન વાતચીત કર્યા પછી નવાબખાનની સાથે જ એની બાઈક ઉપર જ ક્યાંક ગયો હતો. એ ગયા પછી યુનુસ બેટ દ્વારકા તરફ જતી જેટી ઉપર પહોંચી ગયો હતો અને એણે જોયું હતું કે છેક રાત્રે નવ વાગે સુલેમાન બેટ દ્વારકા ગયો હતો.

આ બધું સાંભળ્યા પછી અસલમનો પિત્તો ગયો હતો. જો આવો બેવફા માણસ રેડમાં પકડાઈ જાય તો જાણી જોઈને અસલમને ફસાવી શકે તેમ હતો. એને જીવતો રાખવો કોઈ પણ સંજોગોમાં અસલમને માન્ય ન હતું ! એટલે જ એણે ઈકબાલને એને પતાવી દેવાની સૂચના આપી હતી.

ઈકબાલ મોડી રાત્રે રાજકોટ પહોંચી ગયો હતો અને સવારે એણે પાંચ લાખનું પેકેટ બૉસને આપી દીધું હતું.

અસલમે બીજા દિવસે સવારે પોતાના મામુજાન કરીમખાન સાથે સ્પેશિયલ મીટીંગ કરી હતી.

"મામુજાન ઓખા કા નેટવર્ક સંભાલને વાલા સુલેમાન ગદ્દાર નિકલા થા. વો હમારે સાથ સાથ નવાબખાન કો ભી માલ બેચ રહા થા. મૈંને ઉસકે ઉપર વોચ રખી થી. યુનુસ કો મૈંને ઓખામેં ઉસકી નિગરાની રખને ભેજા થા. વો સુલેમાન કી પૂરી હિલચાલ દેખ રહા થા. કલ રાતકો ઓખામેં ડ્રગ્સકી બોટ આનેવાલી થી તો પોલીસકી રેડ પડનેવાલી થી. અગર સુલેમાન પકડા જાતા તો શાયદ વો હમકો ભી ફસા દેતા. મૈંને કલ રાત હી ઈકબાલ કો ભેજ કે સુલેમાન કા કામ તમામ કર દિયા હૈ." અસલમ બોલ્યો.

" સુલેમાન સે ઐસી ઉમ્મીદ નહીં થી. હમારે ધંધે મેં બેઈમાની નહીં ચાલતી. અગર તુમને જો બોલા વો સહી હૈ તો તુમને અચ્છા હી કિયા હૈ. તુમ અબ બૉસ હો. ધંધે કે હિતમેં કોઈ ભી નિર્ણય લેને કા તુમકો અધિકાર હૈ. ઓખા કા કારોબાર અબ યુનુસ કો હી દે દો. " કરીમખાન બોલ્યો.

"હા મામુજાન યુનુસકો મૈં બોલ દેતા હું. વો પ્રામાણિક ભી હૈ ઔર ચાલાક ભી હૈ. અબ જામનગર મેં હમ કિસકો સેટ કરેંગે મામુ ? રાકેશ કે બાદ મુઝે યાદવ ઠીક લગતા હૈ. બરસોં સે વો રાકેશ કા આસિસ્ટન્ટ રહા હૈ ઔર પૂરે ધંધે કા ઉસકો ખયાલ હૈ. " અસલમ બોલ્યો.

"એકદમ સહી સોચા હૈ. યાદવ એક અચ્છા ઇન્સાન હૈ ઔર તજુરબા ભી હૈ. " કરીમખાન બોલ્યો.

"મામુ મૈંને અપના ખયાલ બદલ દિયા હૈ. ડ્રગ્સ કે ધંધે મેં હમેં નહીં પડના. શાંતિ કી જિંદગી હમ જી નહીં પાયેંગે. જો હમ કર રહે હૈ વો હી લાઈન ઠીક હૈ. ઔર હાં, મૈં કલ કેતન કો ભી મિલા થા ઓર એક કરોડ કા ચેક લે આયા હું. જામનગરમેં ભી થોડા સા સેટિંગ કરના પડેગા ઔર બાકી પૈસે ધંધેમેં કામ આયેંગે. " અસલમ બોલ્યો.

" ચલો ઠીક હૈ. એક કરોડ લે આયે વો બહોત અચ્છા કિયા. હમારે ધંધેમેં જીતને પૈસે હાથ ઉપર હો ધંધે કે લિયે અચ્છા હૈ. " કરીમખાન બોલ્યો.

એ પછીના બીજા દિવસે પેપરમાં પણ ઓખાની રેડ ના સમાચાર છેલ્લા પાને આવી ગયા. દરિયા કિનારે બોટના માણસો ડ્રગ્સ નાં પાર્સલ સાથે પકડાઈ ગયા હતા અને માલ છોડાવનારા પણ એરેસ્ટ થઈ ગયા હતા. નવાબખાન પણ પોતાનો ઇંગ્લિશ દારૂનો માલ લેવા માટે દરિયાકિનારે ગયો હતો એટલે એ પણ પકડાઈ ગયો હતો અને એના ઉપર પણ ડ્રગ્સના કારોબારનો આરોપ લાગ્યો હતો !
-------------------------------------
અસલમ શેખના ગયા પછી કેતન થોડોક વિચારમાં પડી ગયો હતો. જે રીતે જમ્યા પછી અસલમ ભાગ્યો હતો એનું એને આશ્ચર્ય થયું હતું. અસલમ પોતાને મળવા માટે જ આવ્યો હતો. એક કરોડનો ચેક પણ એને આપ્યો હતો. જમ્યા પછી પણ એ થોડી વાર રોકાઈ શકતો હતો પરંતુ જમ્યા પછી એ પાંચ મિનિટ પણ રોકાયો ન હતો. મતલબ એને જરૂર કોઈ ટેન્શન તો હતું જ.

કેતનને એ પણ યાદ આવી ગયું કે આશિષ અંકલનો ફોન આવ્યા પછી એણે અસલમને જે વાત કરી એ પછી જ અસલમ ટેન્શનમાં આવી ગયો હતો. પોતે એને ઓખામાં રેડ પડવાની વાત કરી હતી. અને આજે અસલમ ઓખાથી જ આવ્યો હતો. આ બે વાતો વચ્ચે કોઈક સંબંધ તો હતો જ.

અસલમને પોતે ડ્રગ્સના ધંધામાં પડવાની સ્પષ્ટ ના પાડી હતી. એટલે ડ્રગ્સનો બિઝનેસ ચાલુ કર્યો હોય એવી તો કોઈ જ શક્યતા ન હતી. હા એનો ઇંગ્લિશ દારૂનો માલ ઓખાના દરિયા કિનારે જ બોટમાં આવતો હતો અને આજે કદાચ એનો માલ આવવાનો હોય એ શક્યતા પૂરેપૂરી હતી. રેડ પડે તો ઇંગ્લિશ દારૂનો માલ પણ પોલીસ જપ્ત કરી લે ! કદાચ એટલા માટે જ એ અહીંથી જલ્દી જલ્દી ભાગ્યો હતો.

બે દિવસ પછી પેપરમાં છેલ્લા પાને જે સમાચાર આવ્યા એ પ્રમાણે ઓખાના દરિયા કિનારે ઇંગ્લિશ દારૂ અને ડ્રગ્સનાં પાર્સલ પકડાઈ ગયાં હતાં. કેટલાક માણસો પણ એરેસ્ટ થઈ ગયા હતા. બની શકે કે ઇંગ્લિશ દારૂ અસલમનો જ માલ હોઈ શકે.

સમાચાર વાંચીને એણે અસલમને ફોન લગાવ્યો.

" અરે અસલમ મિયાં આ પેપરમાં સમાચાર વાંચ્યા એટલા માટે ફોન કર્યો. તારો કોઈ માણસ તો પકડાયો નથી ને ? કોઈ પ્રોબ્લેમ હોય તો આશિષ અંકલને કહી દઉં. " કેતન બોલ્યો.

" ના કેતન. ખુદા કા શુકર હૈ. તેં જે મને સમાચાર આપ્યા એનાથી મને એ ફાયદો થયો કે મારા માણસોને મેં અટકાવી દીધા. માલ ભલે પકડાઈ જાય પણ મારો કોઈ માણસ ના પકડાય એ મારે જોવાનું હતું. તારા ઘરેથી બહાર નીકળ્યા પછી મેં ઓખા ફોન કરીને મારા માણસોને સૂચના આપી દીધી હતી. મારા ટ્રકવાળાને પણ સાવધાન કરી દીધો હતો. તારી દોસ્તીનો આ જ તો ફાયદો છે. " અસલમ હસીને બોલ્યો.

"તું પરમ દિવસે રાત્રે જે રીતે ટેન્શનમાં આવી ગયો હતો એટલે મને લાગ્યું જ હતું કે મારી ઓખાની વાતથી તું બેચેન બની ગયો હતો. એનીવેઝ... કંઈ પણ કામકાજ હોય તો કહેજે. " કહીને કેતને ફોન કટ કર્યો.

કેતનના ફોનથી અસલમને ઘણું સારું લાગ્યું. એણે મારી ચિંતા કરી. કેતન ખરેખર કામનો માણસ છે. એની પહોંચ છેક સુધી છે ! એનું નિરીક્ષણ પણ પાવરફુલ છે. તે દિવસે રાત્રે જમતી વખતે હું ટેન્શનમાં આવી ગયો હતો એ પણ એને ખબર પડી ગઈ !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Pravin shah

Pravin shah 1 માસ પહેલા

Jaysukh Savaliya

Jaysukh Savaliya 1 માસ પહેલા

Viral

Viral 3 માસ પહેલા

Dr. Pruthvi Gohel

Dr. Pruthvi Gohel માતૃભારતી ચકાસાયેલ 3 માસ પહેલા

Sapna Pardasani

Sapna Pardasani 4 માસ પહેલા