×

ધડામ્ ધમ્...ધડામ્ ધમ્… વિચારોના હથોડા વીંઝાતા જતા હતા. બધું ગોળ - ગોળ ફરતું દેખાતું હતું. આંખે અંધારા આવી ગયા અને ટેકો શોધવા હાથ હવા માં ફંફોસાવા માંડ્યા. ચેતાતંત્ર જાણે કે બહેર મારી ગયું હતું. ગળામાં સખત સોસ પડતો હતો, ...વધુ વાંચો

“મે આઇ કમ ઇન, સર?”         અધખુલ્લા દરવાજામાંથી ડોકાઈને મેહરાએ ફરી ટકોરા માર્યા અને એ ટકોરા નો અવાજ કે.કે. ને ખેંચીને વર્તમાનમાં લઈ આવ્યો. કે.કે. ના મગજમાંથી ગઈ કાલનો દિવસ ભૂંસાતો જ નહોતો. એ રિપોર્ટ… અને…એ યુવતી…કોણ ...વધુ વાંચો

બે… ત્રણ… ચાર… પાંચ… ફોનની રીંગ વાગતી રહી અને છેવટે કે. કે. એ રીસિવર હાથમાં લીધું. એનું દિલ જોર જોરથી ધડકતું હતું. આ જ ઇન્સ્ટ્રુમેન્ટ,... આ જ ઓફિસ,... એ જ કે. કે. અને સામે છેડેથી વહેતો ડૉક્ટર નો અવાજ… “થેન્ક ...વધુ વાંચો

“કમ ઓન આદિ, જસ્ટ રીલેક્ષ યાર.”“વ્હોટ રીલેક્ષ?” આદિત્યની અકળામણ તેના અવાજમાં દેખાઈ આવતી હતી. પોતાના ઇમોશન્સને કાબૂમાં રાખવું હવે તેના માટે અશક્ય હતું. અને જ્યારે જાણ્યું કે કે.કે. શાર્પ 7:30 એ તેની ચેમ્બરમાં હતો પણ વિધાઉટ રિપોર્ટ્સ તો તે રીતસરનો ...વધુ વાંચો

સપના અળવીતરાં ૫ “કામ ક્યા કરના હોગા, સાબ? ”આ સવાલ સાથે જ છોટુના માસુમ ચહેરા પર આવેલા ભાવપલટાને કારણે આદિત્ય અંદર સુધી હચમચી ગયો. આટલી નાની ઉંમરે આણે જિંદગી ના કેટલાય ખેલ જોઇ લીધા હશે! ચહેરા પર એ જ સ્મિત ...વધુ વાંચો

"અરે! આ તારી પાસે ક્યાથી? "આદિના હાથમાં પોતાના રીપોર્ટવાળું એન્વેલપ જોઈને કે. કે. થોડો ખાસિયાણો પડી ગયો. તેનુ જૂઠ પકડાઈ ગયુ હતું. તેણે એન્વેલપ પાછુ મેળવવાની કોશિશ કરી, પણ આદિ છટકીને ભાગ્યો. તેનો એન્વેલપ વાળો હાથ હવામાં હતો અને ...વધુ વાંચો

દરિયો બન્યો ગોઝારો... એક માસુમ નો લીધો ભોગ! હેડલાઇન વાંચીને તેણે નિરાશાથી માથું ધુણાવ્યું .આંસુનું એક ટીપું એની આંખની ધાર પર આવીને અટકી ગયું. પેપર રોલ વાળી ને તેણે સાઇડ પર મૂકી દીધું .આખા સમાચાર વાંચવાની તસ્દી પણ ન લીધી. ...વધુ વાંચો

રાગિણી પોતાના જ બેડમાં હાંફતી બેઠી હતી. હજુ અંધારાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. સૂર્ય ના કિરણો પૃથ્વી સુધી પહોંચ્યા નહોતા. ઓશિકા પાસે રાખેલા મોબાઇલ મા બેકલાઇટ ચાલુ કરી જોયુ તો સવારના પાંચ વાગ્યા હતા. સાઇડ યુનિટ પર રાખેલ બોટલમાંથી પાણી ...વધુ વાંચો

  સપના અળવીતરાં ૯પોતાના બેડ પર બેઠેલી રાગિણી સખત હાંફતી હતી. કંઇક એવું હતું જે તેને સમજાતું નહોતું. ઘણી વાર એવું થતું કે તેને કોઈ સપનું આવે, વારંવાર આવે... પણ તેને હકિકત નું રૂપ મળી જાય, પછી એ સપનું ...વધુ વાંચો

સપના અળવીતરાં ૧૦"ચાલો... ચાલો... ઘણું કામ પેન્ડીંગ છે. ફેશન શો ને હવે ખાલી એક મહિના ની વાર છે. અને આ એક મહિનો છે આપણી પાસે, આપણુ ભવિષ્ય ડિઝાઇન કરવા માટે. સો નો નખરાં નો આળસ... "રાગિણી ના પ્રવેશતાં જ ...વધુ વાંચો

"પણ કેમ? "આદિત્ય નો અવાજ ગૂંજતો રહ્યો અને કે. કે. ત્યાંજ પલાંઠી વાળીને બેસી ગયો. નાના છોકરા ની જેમ રેતીનો મહેલ બનાવવા માંડ્યો. આદિત્ય વિસ્મયથી તેની સામે જોઈ રહ્યો. સવારથી કે. કે. કંઈક અલગ જ રીતે વર્તી રહ્યો હતો, ...વધુ વાંચો

"આહ.... "કે. કે. ના મોઢે થી એક દર્દભરી સિસકારી નીકળી ગઇ. હાથમાં પકડેલી પેન છૂટી ગઈ. જમણા હાથના મૂળમાં, બગલ પાસે જોરદાર સણકો ઉપડ્યો અને આખા હાથમાં ઝણઝણાટી થવા માંડી. હાથની નસો બધી અંદરની બાજુ ખેંચાતી હોય એવું લાગ્યું. ...વધુ વાંચો

ચર્ ર્ ર્... ગાડીને લાગેલી બ્રેક આદિના વિચારો પર પણ અસર કરી ગઈ. વિચારોની ગતિ અટકી ગઈ અને આદિ વર્તમાનમાં ખેંચાઈ આવ્યો. તેણે જોયું તો ગાડી કે કે મેન્સન ને બદલે ડૉ. ભટ્ટ ની હોસ્પિટલનાં ગેટ પાસે ઉભી હતી. ...વધુ વાંચો

"કેટલી વાર લાગશે? અમે લોકો બસ પહોંચવાની તૈયારી મા છીએ. ""ગુડ. તમે જઇને કામ ચાલુ કરો. હું બનતી ઝડપે પહોંચુ છું. "સમીરાનો કોલ કટ કરીને રાગિણી એ એક્ટિવા ની સ્પીડ ઓર વધારી. વારે ઘડીએ તેની નજર રિસ્ટ-વૉચ પર જતી ...વધુ વાંચો

એક ક્ષણ માટે રાગિણી થીજી ગઈ. એજ મરૂન સુટ... એવાજ મરૂન શૂઝ... પગ પાસે અણિયાળો પથ્થર... એ પથ્થર થી એક હાથ ઉપર ઝળુંબી રહેલી એ સ્ત્રી... એજ ડિઝાઇનર ઘાઘરો... રાગિણી ના મગજમાં એક શબ્દ ઝબૂક્યો... મદદગાર.... હજી રાગિણી વધારે વિચારે ...વધુ વાંચો

રાગિણી ની પાછળ પાછળ મંદિર મા પહોંચેલા કે. કે. અને આદિત્ય એ રાગિણી ની ચીસ સાંભળી એટલે ચાલવાની ઝડપ વધારીને રાગિણી ની લગોલગ પહોંચી ગયા. ત્યાનુ દ્રશ્ય જોઈને એ બંને પણ હબક ખાઇ ગયા. પ્રતિમાની પાછળ કોઇ વ્યક્તિ અત્યંત ...વધુ વાંચો

"આઇ એમ કે. કે... કૌશલ ખન્ના... ફ્રોમ કે.કે. ક્રિએશન્સ." કે. કે. અને રાગિણી એ પરસ્પર ઓળખાણ આપી હાથ મેળવ્યા ત્યારે રાગિણી ના શરીર માં એક આછી કંપારી પ્રસરી ગઇ, પણ તેનુ સંપૂર્ણ ધ્યાન અત્યારે ચાલુ થઈ ગયેલા શો તરફ ...વધુ વાંચો

બારીનો કાચ નીચે ઉતર્યો અને અંદરનું દ્રશ્ય જોઈને રાગિણી ચમકી ગઈ. અડધી બારી આદિત્ય ના ચહેરા થી રોકાઈ ગઈ હતી, અને બાકીની જગ્યામાંથી કે. કે. નો થોડોક ચહેરો દેખાયો... તદ્દન નિસ્તેજ અને એકદમ થાકેલો! હજુ થોડા કલાકો પહેલા આ ...વધુ વાંચો

વિડિયો કોન્ફરન્સ ચાલુ થઈ ગઈ હતી. સામે સ્ક્રીન પર બધાને અભિનંદન આપતો કે. કે. નો ચહેરો દેખાતો હતો. તેના ચહેરા પર સતત પ્રોફેશનલ સ્મિત છવાયેલુ હતું. થોડી ઔપચારિક વાતો પછી સિંગાપુર વાળો ફેશન શો પણ 'ડ્રીમ્સ અનલિમિટેડ' ને સોંપવાની ...વધુ વાંચો

ડૉ. બાટલીવાલાનુ વર્તન સમીરા ને થોડું વિચિત્ર તો લાગ્યું, પણ તેનુ સંપૂર્ણ કોન્સન્ટ્રેશન અત્યારે રાગિણી તરફ હતું એટલે તે વધારે લપછપ કર્યા વગર રાગિણી ને લઈને તેના ઘર તરફ રવાના થઈ. સેફ્ટી માટે તેણે રીક્ષામાં જવાનું પસંદ કર્યું. ટ્રાફિક ...વધુ વાંચો

કાળી અંધારી રાત... ધોધમાર વરસતો વરસાદ...  વિજળીના ચમકારા... ઘેઘૂર વડલો... વડલા નીચે ઉભેલી એક સ્ત્રી... આંખોમાં આંસુ અને હાથમાં... હાથમાં એક નવજાત બાળક.... પોતાનો ભૂતકાળ યાદ આવતા સમીરા આજે પણ ધ્રુજી ઉઠી. તેની નજર રાગિણી એ દોરેલા ચિત્રો પર જડાઇ ...વધુ વાંચો

"રાગિણી... "સમીરા થી ચીસ પડાઈ ગઈ. અને એ અવાજે જાણે કેટલાય પડળો છેદીને રાગિણી ને વર્તમાનમાં ખેંચી લીધી. રાગિણી બોલતા બોલતા અચાનક એકદમ ચૂપ થઈ ગઈ. તદ્દન વિચાર શૂન્ય... "શું થયું રાગિણી? "રાગિણી પણ એ જ વિચારતી હતી. શું થઈ ...વધુ વાંચો

"હે ડોક્, વ્હોટ હેપ્પન્ડ? "આદિત્ય ને આવેલો જોઈને ડૉ. ભટ્ટ ની આંખમાં એક ચમક આવી. તેમણે હાથના ઇશારાથી જ આદિત્ય ને સામેની ખુરશી પર બેસવા કહ્યું. આદિત્ય એ બેઠક લીધી એટલે ડૉ. ભટ્ટે કે. કે. ની ફાઇલ તેને સોંપી. ...વધુ વાંચો

કાંટો સે ખીંચકે યે આંચલ, તોડ કે બંધન બાજે પાયલ...ધીરા અવાજે ગણગણતા રાગિણી ફટાફટ ઓફિસનુ કામ પતાવી રહી હતી. ફરી તેણે કાંડાઘડિયાળમા જોયું. સમય જાણે પાંખો લગાવીને ઉડી રહ્યો હતો. સવારે નવ વાગ્યે કે. કે. ક્રિએશન્સ માં થી મિ. ...વધુ વાંચો

ડૉ. ભટ્ટ અને આદિત્ય જ્યારે કે. કે. ના રૂમ માં પહોંચ્યા, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ પણે કંટ્રોલમાં હતી. હા, પોતાની ચૂકને કારણે નર્સ થોડી ગભરાયેલી હતી, પરંતુ અત્યારે નર્સ અને કે. કે. આશ્ચર્યથી રાગિણી તરફ તાકી રહ્યા હતા. રાગિણી અસ્ફૂટ ...વધુ વાંચો

"તે દિવસે દરિયાકાંઠે તમે જ હતા ને! ""સોરી! ડીડ યુ સે સમથીંગ? "રાગિણી રૂમના દરવાજે પહોંચી અને દરવાજો જરાક ખોલ્યો ત્યા કે. કે. નો અવાજ સાંભળીને અટકી ગઈ. કે. કે. એ જે રીતે પૂછ્યું, તે ચમકી ગઈ. તેને સમજાયું ...વધુ વાંચો

એકસાથે પાંચ ટપોરી ટાઇપ છોકરાઓને કોફીશોપમા પ્રવેશતા જોઈને મેનેજરે ઉતાવળે જઈ એન્ટ્રન્સ પાસે જ તેમને રોક્યા. પોતાની કોફીશોપનુ વાતાવરણ તંગ ન થાય એટલે તેમને ત્યાં જ રોકી મેનેજરે વાતચીત ચાલુ કરી. એ લોકોની તકરારમાં રાગિણી બીજા દરવાજેથી ક્યારે બહાર ...વધુ વાંચો

"કેન વી મીટ? "રાગિણી ને પોતાના કાન પર ભરોસો ન બેઠો. મિ. કેયૂર ખન્ના એ ડાયરેક્ટ તેને કોલ કર્યો! બાકી તો દરવખતે પેલા મિ. 'ખડૂસ' મનન નો કોલ આવે અને તે મિટિંગ ફિક્સ કરે, અથવા તો પહેલા મિ. મનન ...વધુ વાંચો