આલીશાન હોટેલના આલીશાન રૂમનો કીંગસાઇઝ રાઉન્ડ બેડ અને એના પર ટુંટીયું વળીને સૂતેલી રાગિણી... કેયૂરે ફરી એક નજર રાગિણી સામે જોયું અને નિરાશાથી માથું હલાવ્યું. તેણે સ્પેશિયલ હનીમૂન સ્વીટ બુક કરાવ્યો હતો. વિચાર્યું હતું કે લગ્ન પછી હનીમૂન માટે જવાયું નહોતું, તો અત્યારે એક તીરથી બે નિશાન... કામનું કામ અને... પણ રાગિણીની હાલત જોઈને તેને આરામ કરવા દેવાનું જ ઉચિત લાગ્યું.
એરપોર્ટથી હોટેલ સુધી પહોંચતામાં તો રાગિણીની હાલત વધુ બગડી ગઇ હતી. હોટેલમાં ચેક ઈન કર્યા પછી પહેલું કામ ડોક્ટરને બોલાવવાનું કર્યુ હતું. ડોક્ટરે ઈન્સ્ટન્ટ રાહત માટે ઇંજેક્શન આપ્યું અને સાથે કેટલીક દવાઓ પણ. બસ, પછી બે કલાકથી રાગિણી આમજ ટુંટીયું વળીને સૂતી હતી. કેયૂરે ઘડિયાળમાં જોયું અને હળવેથી રાગિણીના માથે હાથ ફેરવ્યો. રાગિણીએ સ્હેજ આંખ ખોલી. તેના પોપચા પર અસહ્ય ભાર વર્તાતો હતો. રાગિણીના કપાળે એક કીસ કરી કેયૂરે કહ્યું,
"ઇટ્સ ટાઇમ ફોર મીટિંગ, ડિયર. આઇ હેવ ટુ ગો. "
રાગિણીએ તેનો હાથ પકડી એક નાનકડું સ્મિત આપ્યુ અને પાછી આંખ મીંચી દીધી. કેયૂરે હાથ છોડાવવાની કોશિશ કરી પણ રાગિણીની પક્કડ મજબૂત હતી. તેણે ફરી રાગિણીના કપાળે એક ચૂમી ભરીને બીજા હાથે તેનો હાથ થપથપાવ્યો અને રાગિણીની પક્ક્ડમાંથી પોતાનો હાથ છોડાવી લીધો. તેને સરખું ઓઢાડી કેયૂર લેપટોપ લઈને બહાર નીકળી ગયો. તેણે હોટેલનાજ કોન્ફરન્સ રૂમમાં મીટિંગ અરેન્જ કરી હતી અને મીટિંગ ચાલે એટલો સમય એક લેડી સ્ટાફ રાગિણી પાસે હાજર રહે એવી વ્યવસ્થા પણ કરી હતી.
ચાલુ મીટિંગમાં પણ કેયૂર વારેઘડીએ મોબાઈલ ચેક કરી લેતો. રાગિણી પાસે હાજર લેડીને તેણે રાગિણીની તબિયત વિશે અપડેટ આપતા રહેવાનું કહ્યું હતું. કલાક થઈ હશે ને મોબાઈલ વાઇબ્રેટ થયો. મેસેજ હતો - મેડમ ઇઝ ફાઇન. હેવીંગ સમ ફુડ. કેયૂરનો જીવ હેઠો બેઠો અને હવે તેનું સંપૂર્ણ ફોકસ મીટિંગમાં હતું. ત્યાર પછી પણ મોબાઈલ બે વાર વાઇબ્રેટ થયો, પણ હવે કેયૂરને ધરપત હતી એટલે ચાલુ મીટિંગમાં મેસેજ ચેક ન કર્યા. પૂરા અઢી કલાકે સફળતાના સ્મિત સાથે તે રેસ્ટોરન્ટમાં ગયો અને એક ડ્રીંક ઓર્ડર કર્યું. ઓર્ડર આવે ત્યાં સુધી સમયનો સદુપયોગ કરવા તેણે ફરી મોબાઈલ હાથમાં લીધો. પંદર મિનિટના અંતરે બે મેસેજ હતા... મેડમ ઈઝ નોટ ફીલિંગ વેલ.... આઇ એમ કોલીંગ અ ડોક્ટર...
કેયૂર દોડતો રાગિણી પાસે પહોંચ્યો. રાગિણીનો નિસ્તેજ ચહેરો જોઈ તેને ચિંતા થઇ. તેણે રાગિણીને બોલાવી, પણ કોઈ જવાબ ન મળ્યો. આ જોઇ ડોક્ટરે તેના ખભે હાથ મૂક્યો. કેયૂરે તેમની સામે જોયું એટલે આંખથી ઇશારો કરી બહાર આવવા કહ્યું. એક નજર રાગિણી તરફ જોઇ તે ડોક્ટર સાથે બહાર સોફા પર બેઠો. ડોક્ટરે સાંત્વના આપતા જણાવ્યું,
" નથીંગ ટુ વરી. હર બીપી વોઝ એક્સટ્રીમલી લો, એન્ડ શી ફેઇન્ટેડ. ધીઝ હેપ્પન્સ ટુ મેની લેડિઝ ડ્યુરીંગ પ્રેગ્નન્સી. ઇટ્સ ઓકે. બટ યુ હેવ ટુ ટેક અટમોસ્ટ કેર. "
કેયૂર સમજ્યો હોય એમ તેણે માથું હલાવ્યું.
"હાઉ મચ ટાઇમ વીલ શી ટેક ટુ બી નોર્મલ? ટુમોરો વી હેવ અ ફ્લાઇટ ફોર અમેરિકા. "
"ટાઇમ ટુ બી નોર્મલ કમ્પ્લીટલી ડિપેન્ડ્સ ઓન હર. બટ આઇ વીલ નોટ સજેસ્ટ એની એર ટ્રાવેલીંગ એટલીસ્ટ ફોર અ વીક. ઇટ મે બી ડેન્જરસ ફોર હર એન્ડ ધ બેબી ટુ. વેલ, આઇ હેવ ગીવન સમ મેડીસીન એન્ડ અ ડાયટ ચાર્ટ ટુ. હોપ યુ વીલ મેક હર ફોલો ઇટ સીન્સીયરલી. "
કેયૂરે મસ્તક હકારમાં હલાવ્યું એટલે તેનો ખભો થાબડી ડોક્ટર ઉભા થયા.
"ડોન્ટ હેઝીટેટ ટુ કોલ મી એની ટાઇમ. "
કેયૂરનો ખભો થાબડી ડોક્ટરે વિદાય લીધી. કેયૂરે બંને કોણી ગોઠણ પર ટેકવી, બંને હથેળીઓનો ઝોલો બનાવી તેની પર કપાળ ટેકવી દીધું. શું કરવું તે તેને સમજાતું નહોતુ. થોડીવાર એમજ વિચારતા રહી તે ફરી રાગિણી પાસે ગયો. રાગિણીની બાજુમાં બેસી તેનો હાથ ક્યાંય સુધી પંપાળતો રહ્યો. પછી શું સૂઝ્યું કે રાગિણીના પેટ પર હળવેથી હાથ મૂકી કહ્યું,
"હેય ચેમ્પ! કેમ મમ્માને આટલું હેરાન કરે છે? બી અ ગુડ બાબુ. મમ્મા એન્ડ પાપા લવ્ઝ યુ અ લોટ. "
અને જાણે જાદુ થયો હોય એમ રાગિણીએ આંખ ખોલી. કેયૂરને થોડી રાહત થઇ. એક ઊંડો શ્વાસ લઇ તેણે ટિકિટ પોસ્ટપોન કરવા એજન્ટને ફોન કર્યો, પણ રાગિણીએ તેનો હાથ પકડી નકારમાં માથું હલાવ્યું.
"આઇ કોલ યુ લેટર... "
વચ્ચેથીજ કોલ કટ કરી તેણે રાગિણી સામે જોયુ એટલે ક્ષીણ અવાજે તે બોલી,
"ડોન્ટ પોસ્ટપોન. હું ઠીક છું. તમે જઈ આવો. મમ્મા પાપા રાહ જોતા હશે. અને કે. કે. પણ... મને સારું થશે એટલે હું પણ આવી જઇશ. "
"તને આવી હાલતમાં એકલી છોડીને? એ પણ આખું અઠવાડિયું... "
"એકલી ક્યાં છું? અહીંનો આખો સ્ટાફ છે. જરૂર પડે તો ડોક્ટર છે. અને ક્યાં વધારે દિવસની વાત છે? બસ અઠવાડિયું જ ને. તમે પહોંચો. હું પણ પાછળ પાછળ પહોંચી જઇશ. "
"પણ... "
"નો પણ નો બણ... મે કહ્યું ને. એ લોકો રાહ જોતાં હશે આપણી. "
"કરેક્શન.... આપણી નહિ, તારી. એ બધા તારી રાહ જોઇ રહ્યા છે. અને હું હમણાં કોલ કરુ એટલે સામેથીજ તને એકલા મૂકવાની ના પાડી દેશે. "
"એટલે જ.... કોઈ કોલ નથી કરવાનો અને પ્રોગ્રામ પણ પોસ્ટપોન નથી કરવાનો. આઇ એમ ફીલિંગ બેટર. તમે જાઓ અને અઠવાડિયા પછીની મારી ટિકિટ બુક કરાવો. "
"જોઉં છું... યુ ટેક રેસ્ટ. "
કેયૂર રૂમની બહાર નીકળી ગયો અને પછી કેદારભાઈ સાથે વાત કરી.
"હેલો ડેડ. "
"હેલો, માય શેર. હાઉ આર યુ? વેઇટિંગ ફોર યુ. એન્ડ વી હેવ અ સરપ્રાઇઝ ફોર યુ. "
"સરપ્રાઇઝ? "
"યસ ડિયર. યુ નો વ્હોટ? જ્યારથી તમે ગુડ ન્યૂઝ આપ્યા છે, કેકેની હેલ્થમાં જોરદાર ઇમ્પ્રૂવમેન્ટ દેખાય છે. ડોક્ટર્સ આર અલ્સો હેપ્પી. ઇનફેક્ટ, ડોક્ટર જોનાથને તો એવું પણ સજેસ્ટ કર્યુ કે તમે બંને, ખાસ કરીને રાગિણી કેકે સાથે રહેશે તો ઇમ્પ્રૂવમેન્ટ વધુ ઝડપથી થશે. ગ્રેટ. ઇઝન્ટ ઇટ. "
"યા ડેડ. સુન આઇ વીલ બી ધેર. "
કોલ કટ કરી તે ફરી વિચારમાં પડ્યો. કેદારભાઈનો ઉત્સાહ જોઇ તે રાગિણીની લથડેલી તબિયત વિશે વાત જ ન કરી શક્યો. તો બીજી બાજુ કેકે ની તબિયતમાં આવેલ સુધારાની વાત સાંભળી હવે તેનું મન કેકેને મળવા અધીરું બન્યું હતુ. છેવટ તેણે નિર્ણય લઇ લીધો. રિસેપ્શન પર કોલ કરી અઠવાડિયા માટે ફુલટાઇમ નર્સની વ્યવસ્થા કરી લીધી અને ડોક્ટર સાથે પણ ચર્ચા કરી લીધી. ડોક્ટરે પણ બેફિકર થઈને જવાનુંજ સૂચન કર્યું.
***
"હેલો, રાગિણી બેટા... ક્યાં છો તમે લોકો? કેયૂર ક્યાં છે? એનો ફોન લાગતો નથી... હજુ પહોંચ્યા નહિ? "
"પપ્પાજી, હું તો અહિંજ છું... સિંગાપુર. આઇ વોઝ નોટ ફીલિંગ વેલ અને ડોક્ટરે અઠવાડિયા માટે એર ટ્રાવેલીંગ કરવાની ના કહી હતી... તો કેયૂર એકલાજ ત્યાં આવવા નીકળ્યા છે. કેયૂરે તમને જણાવ્યું નથી? "
" ના બેટા. એવી તો કોઈ વાત નથી થઇ. ઓકે. બટ કેયૂર ક્યાં છે? એ કેમ હજુ પહોંચ્યો નહી? "
"મે બી ફ્લાઇટ લેટ હશે... "
"બેટા, હું એરપોર્ટ પર જ છું. તમને રિસીવ કરવા આવ્યો હતો. ફ્લાઇટ આવી ગઇ છે અને બધા પેસેન્જર પણ આવી ગયા છે. બટ, કેયૂર ઇઝ નોટ હિયર... "
રાગિણીના કપાળે ત્રણ સળ ઉપસી આવ્યા. ક્યા હશે કેયૂર? આમ કીધા વગર ક્યાં જતો રહ્યો હશે?