સપના અળવીતરાં - ૪૮

"કાંટોસે ખીંચકે યે આંચલ, તોડ કે બંધન બાજે પાયલ... "

મોબાઈલ માં રીંગટોન તરીકે સેવ કરેલુ ગીત સાંભળવા છતાં રાગિણી એ કોલ રીસિવ કરવાની દરકાર ન કરી. કેયૂર ને તો હજુ ગુડબાય કરી તે અંદર આવી હતી. કે. કે. અને મમ્મા પાપા સાથે તો રોજ રાત્રે વાત થતી. બીજું તો કોણ હોઇ શકે? કદાચ ઓફિસમાંથી કોલ હોઇ શકે. પણ એ બધા જાણે છે રાગિણી ની આદત. પહેલા આખી રીંગ વાગવા દેશે અને રીંગ બંધ થઇ જાય ત્યાં સુધી મસ્તી થી ગીત સાંભળશે. પહેલીવાર માં તો કોઇ દિવસ કોલ રીસિવ ન થાય. પછી સામેથી કોલ કરે... 


ગીત વાગતુ બંધ થયુ અને રાગિણી પોતાની મસ્તીમાં નાચતી મોબાઈલ પાસે પહોંચી. જોયું તો કોઇ અનનોન નંબર હતો. 


મનમાં ને મનમાં ગીત ગણગણતી તે મોબાઇલ સામે તાકી રહી. કોલબેક કરવો કે નહી... ત્યા ફરી એજ નંબર પરથી કોલ આવ્યો. તેણે તરત જ રીસિવ કર્યો. 


પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો. તેણે લહેકો થોડો લંબાવી નાટકીય રીતે ફરી બોલી.. 

"હે... એ... એ... લો... ઓ... ઓ... "

છતાં સુનકાર! હવે રાગિણી કન્ફ્યુઝ થઇ ગઇ. ત્યાંજ એક એકદમ ધીમું ડુસકું સંભળાયુ અને રાગિણી નુ હૈયું એક ધબકારો ચૂકી ગયું. તેણે આશંકિત સ્વરે પૂછ્યું, 

"સમીરા...??? "

અને સામેથી વધુ એક મોટું ડુસકું સંભળાયું. રાગિણી ના મનમાં કેટલીય લાગણીઓ એકસાથે દોડી ગઇ. સમીરા મળી ગઇ એનો હાશકારો... સમીરાના રૂદનનો અજંપો... અને... અને પોતે જોયેલુ સપનુ... લાગણીઓના અતિરેકથી તેના હાથ ની સાથે સાથે અવાજમાં પણ કંપન આવ્યું. ચિંતિત સ્વરે તેણે પ્રશ્નો નો મારો ચલાવી દીધો. 

"સમીરા, તું ક્યા છે? આર યુ ઓકે? અને વરૂણ... "


"રાગિણી.. પ્લીઝ હેલ્પ... મારો વરૂણ... "

"હલો, સાંભળ સમીરા, શાંત થા.. પ્લીઝ, જરા શાંત થઈ ને મને બધી વાત કર. તું ક્યા હતી આટલા દિવસ? કોઈ કોન્ટેક્ટ નહી? એકદમ ગાયબ! અને હવે અચાનક આમ... તું... તું ક્યા છે અત્યારે? હું આવું છું તારી પાસે. મને એડ્રેસ આપ તારુ. એન્ડ ડોન્ટ પેનિક. એવરીથીંગ વીલ બી ઓલરાઇટ. હું છું ને... "

સમીરા મહામુશ્કેલીએ અવાજ પર કંટ્રોલ કરી બોલી, 


"વ્હોટ? "

રાગિણી ને આંચકો લાગ્યો. તે મુંબઈ છોડી સુરત જતી રહી... કેમ? પણ અત્યારે સમીરાને સાચવવી જરૂરી હતું. 

"ઓકે. સાંભળ, તું માંડીને બધી વાત કર, તો મને કંઇક સમજાય. "

અને સમીરાએ કહેવાનુ શરૂ કર્યું. 

"તે દિવસે તારા ઘરેથી નીકળ્યા પછી હું સીધી વિશાલ પાસે ગઇ. તેને બધી વાત કરી. તેણે પણ સપનું કહી વાત હસી કાઢી, બટ આઇ વોઝ સિરીયસ. એટલે માત્ર મારા મનની શાંતિ માટે અમે મુંબઈ છોડી સુરત આવી ગયા. અહિ વિશાલ નુ ફેમિલી રહે છે. એમની ઈચ્છા તો પહેલેથી મારા ને વિશાલના લગ્ન કરાવવાની હતી, પણ કેટલાક સંજોગો એવા હતા કે ... એની વે, હું વિશાલ ના ફેમિલી મા ગોઠવાઈ ગઇ. બધુ બરાબર ચાલતુ હતુ. ગાડી પાટે ચડી ગઇ હતી. મેં અહી પણ જોબ શોધી લીધી. હમણાંથી કામનુ ભારણ વધારે રહેતુ અને નવા વાતાવરણ મા વરૂણને પણ સેટ થતા વાર લાગતી હતી. પણ વિશાલે ઘણો સપોર્ટ કર્યો. તે અવારનવાર વરૂણને ફરવા લઇ જતો... તેની બધી જીદ પૂરી કરતો.. કાલે સાંજે એજ રીતે વરૂણે જીદ કરી દરિયો જોવાની... અને વિશાલ તેને લઇ ડુમ્મસ ગયો... બસ, ત્યાર પછી તેનો કોઇ કોન્ટેક્ટ નથી... વિશાલ નો મોબાઇલ સ્વીચ્ડ ઓફ બતાવે છે... ડુમસનો આખો દરિયાકિનારો ખૂંદી વળી, પણ... "

ફરી ડુસકાં ચાલુ થઇ ગયા. 


"હજુ ચોવીસ કલાક નથી થયા, એટલે પોલીસ કંપ્લેન પણ નથી લેતા... હું બહુ મુંજાઇ ગઇ છું... શું કરું... તું જ એક આખરી આશ છે.. પ્લીઝ કંઇક કર રાગિણી... હેલ્પ મી... "

"ઓકે, લીસન... હું કંઈક કરૂ છું. બટ, તુ હિંમત ન હારતી. એવરીથીંગ વીલ બી ઓલ રાઇટ. વરૂણ આપણને મળી જશે. ડોન્ટ પેનિક. મને તારુ એડ્રેસ મોકલ. એન્ડ ટ્રસ્ટ મી, એવરીથીંગ વીલ બી ફાઇન. બસ, કોન્ટેક્ટ મા રહેજે. મોબાઇલ સ્વિચ ઓફ ન કરતી. આઇ... આઇ વીલ ડુ સમથીંગ. "

કોલ કટ કરી રાગિણી બે મિનિટ એમજ આંખ બંધ કરી બેસી રહી. પોતાની વધી ગયેલી ધડકનો શાંત કરવાની કોશિશ કરતા તે વિચારવા લાગી... સમીરા સુરત છે. અહીંથી ત્યાં પહોંચતા ઘણો સમય નીકળી જાય, અને અત્યારે તો એક એક મિનિટ મહત્ત્વ ની હતી. શું કરી શકાય? તરતજ તેના માનસપટ પર એક નામ ઝળક્યુ, શિંદે સર... હા, તે મદદ કરી શકશે. બસ, તેણે ફટાફટ શિંદે સરને કોલ કર્યો. 

"હલો, શિંદે સર? રાગિણી હીઅર. "

 "ઓહ, રાગિણી! આફ્ટર અ વેરી લોંગ ટાઇમ... ઇઝ એવરીથીંગ ઓકે? "

 "નો સર. નથિંગ ઇઝ ઓકે. એટલે તો તમને તકલીફ આપી છે. સર, આઇ નીડ યોર હેલ્પ. "

 "હંમ્.. બોલો... "


 "હા, અબાઉટ ધેટ લીટલ બોય... "

 "એક્ઝેક્ટલી. આઇ ફીલ ધેટ હવે એ સપનુ બહુ જલ્દી સાચુ પડશે... "


અને રાગિણી એ સમીરા સાથે થયેલી બધી વાત શિંદે સરને કહી. 
"ઓકે. તો હવે તમે શુ ઈચ્છો છો? આ કેસ સુરતનો છે, એટલે હું એમાં કશું ન કરી શકું. "

"આઇ નો સર. બસ એક રિક્વેસ્ટ છે. તમે જો ત્યાના ડ્યૂટી ઇન ચાર્જ ને કમ્પ્લેન લખવા મનાવી શકો... હજુ ચોવીસ કલાક નથી થયા, તો... બટ આઇ એમ અફ્રેઇડ કે ક્યાંક વધુ પડતુ મોડુ ન થઇ જાય... પ્લીઝ સર, કન્વીન્સ ધેમ ટુ ટેક એક્શન...ચોવીસ કલાક પૂરા થતા તો બહુ મોડુ થઇ જશે... પ્લીઝ... "

રાગિણી નો અવાજ ઢીલો થઇ ગયો.. 

"ઓકે, લેટ મી સી... "

ચટપટી તો શિંદે ને પણ ઉપડી હતી. તેણે પોતાના ચક્રો ગતિમાન કર્યા. રાગિણી એ પણ શિંદે સર સાથે વાત પૂરી કરી તરતજ કેયૂર ને કોલ કર્યો. 

"ઓહો! હજુ તો એકજ કલાક થઈ છે છુટા પડ્યા ને... છતાં મેડમને મારી યાદ આવી ગઇ? કહો તો ગુલામ ફરી મેડમની સેવામાં હાજર થઇ જાય? "


"કેયૂર, આઇ હેવ ટુ ગો ટુ સુરત. "

રાગિણી નો બોલવાનો અંદાજ સાંભળી કેયૂર નો બધો રોમાંસ બાષ્પીભવન થઇ ગયો. તેણે પણ સિરીયસ થઈ પૂછ્યું, 


અને રાગિણી એ કેયૂર ને બધી વાત કરી. સમીરા ના ફોનની અને શિંદે સર સાથે જે વાત થઇ તે પણ. ચટપટી તો કેયૂર ને પણ થઇ... રાગિણી ના સપના સાચા પડવાની વાતમાં કેટલુ તથ્ય છે એ જાણવાની... 

"લિસન ડાર્લિંગ, તુ બેગ પેક કર. હું હમણાં જ આવું છું. પછી આપણે સાથેજ બાયરોડ નીકળી જઇશું. એન્ડ જસ્ટ... જસ્ટ ડોન્ટ વરી. એવરીથીંગ વીલ બી ફાઇન. હું છું ને... "

રાગિણી ના ચહેરા પર એક મ્લાન સ્મિત આવી ગયું. આજ શબ્દો તેણે હમણાં થોડી વાર પહેલા સમીરાને કહ્યા હતા... પણ એ શબ્દો કેટલા પોકળ પુરવાર થઇ શકે છે, એ તો એ જ જાણતી હતી. અજબ ઉચાટ વરતાતો હતો. પેકિંગ માં પણ મન નહોતુ લાગતુ... બસ ઉડઝૂડ બે - બે જોડ કપડા એક બેકપેકમા મૂકી દીધા અને તેની સ્કેચબુક ખાસ યાદ કરીને સાથે લઇ લીધી. 

રહી રહીને તેને એકજ વિચાર આવતો હતો. આ ઘટનાનો પૂર્વાભાસ કેમ ન થયો? દરવખતે તો જ્યા સુધી ઘટના ઘટે નહી, તેના સપના ચાલુ રહેતા. ઊલટું જેમ જેમ સમય નજીક આવતો જાય, સપનાનુ ડિટેઇલીંગ અને ફ્રિક્વન્સી બંને વધી જતા... પણ આ વખતે!!! અચાનક તેને રીયલાઇઝ થયુ કે લગ્ન પછી તેને બહુ સરસ અને સળંગ ઉંઘ આવતી... એકપણ સપના વગરની....પોતાની સુધરેલી ઉંઘ માટે ખુશ થવુ કે અફસોસ કરવો તે તેને ન સમજાયું. 

તેણે ફરી એ સ્કેચબુક ખોલી એ સપનાની વિગતો ઝીણવટપૂર્વક તપાસી... એ સાથે જ આખુ સપનુ ફરી તેની નજર સામે તાદૅશ થઈ ગયુ... ફરી તેને કમકમા આવી ગયા.. 

ડોરબેલના અવાજ થી રાગિણી વર્તમાનમાં ખેંચાઈ આવી. તેણે ઝડપથી દરવાજો ખોલ્યો. સામે કેયૂર ની સાથે સબ ઈન્સ્પેક્ટર શિંદે પણ હતા. 

"શિંદે સર, તમે? અત્યારે? "

"વેલ, હું પણ તમારી સાથે જ સુરત આવુ છું. આ કેસમાં ઇન્વોલ્વ થવા માટે મેં સ્પેશ્યલ પરમિશન લઈ લીધી છે. આફ્ટર ઓલ, હું ઓલરેડી આમાં ઇન્વોલ્વ છું જ. રાઇટ? "


રાગિણીએ બેકપેક ખભે ભેરવીનેજ દરવાજો ખોલ્યો હતો. તે એકપણ ક્ષણ નો વ્યય નહોતી ઇચ્છતી. દરવાજે થીજ કેયૂર અને શિંદેસરને પાછા વાળી તે પણ ઘર લોક કરી ગાડીમાં ગોઠવાઇ ગઇ. નટુકાકા ગાડી ચાલુ કરે એ પહેલા તેણે બેકપેખમાંથી એક ટેબ્લેટ કાઢી મોઢામાં મૂકી દીધી. રીઅરવ્યુ મીરરમાં આ જોઈને નટુકાકા થી એક સહજ સ્મિત થઇ ગયુ. રાગિણી એ પણ આ જોયુ એટલે ધીમેથી બોલી, 

"ડોન્ટ વરી કાકા, આજે વોમિટ નહી થાય... "

નટુકાકા એ ગાડી મારી મૂકી. તેમને સૂચના હતી કે બનતી ઝડપે સુરત પહોંચાડે... હજુ વસઇ સુધી માંડ પહોંચ્યા કે રાગિણી નો જીવ ચુંથાવા માંડ્યો. ટેબ્લેટ ના કારણે વોમિટ તો નહોતી થવાની, પણ પેટમાં લોચા વળવાના શરૂ થઈ ગયા. તેનો ચહેરો આકળવિકળ થઇ ગયો. કેયૂરે આ પરિવર્તન નોંધ્યુ. તેણે રાગિણી નો વાંસો પસવારી ધીમેથી કહ્યું, 

"ડોન્ટ વરી. બસ, થોડી વાર સૂઈ જા. સુરત આવશે એટલે તને ઉઠાડી દઇશ. અત્યારે આરામ કરી લે. "

રાગિણી એ કેયૂર સામે જોયું. રાગિણી નો નિસ્તેજ ચહેરો જોઈ કેયૂર વધુ ચિંતિત થઇ ગયો... ફરી રાગિણી ની નજર ખોળામાં રાખેલી સ્કેચબુક પર સ્થિર થઇ ગઇ. તેની આંખમાંથી એક આંસુ સરીને સ્કેચબુક પર પડ્યું.. છતાં તે સ્થિર નજરે ત્યાંજ તાકતી રહી... ધીરે ધીરે તેના પોપચા ભારે થવા માંડ્યા.. તેની આંખો મિંચાઈ ગઈ. કેયૂરે આ જોયું એટલે હળવેથી રાગિણી નુ માથુ પોતાના ખભા પર ઢાળી દીધું. આનાથી બેખબર રાગિણી એક અલગજ દુનિયામાં ખોવાઈ ગઈ હતી... સપનાની દુનિયામાં... ફરી તેને દેખાઇ રહ્યા હતા એ બે હાથ... અને એ હાથમાં ઝિલાયેલા એ બોક્સ... 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Amita

Amita 4 માસ પહેલા

Abhishek Patalia

Abhishek Patalia 4 માસ પહેલા

Makwana Yogesh

Makwana Yogesh 5 માસ પહેલા

Heena Gada

Heena Gada 8 માસ પહેલા

Nisha Patel

Nisha Patel 8 માસ પહેલા