"પુલીસને છાપા માર દીયા? ક્યા બાત કરતે હો ભાઇ! ફિર? ફિર ક્યા હુઆ? "
"ફિર? વહીચ.. દોડાભાગી, છીનાઝપટી, ગોલીઓકી બૌછાર... ખૂનકી નદીયાં... પર એક બાત ઐસી હુઈ જિસને સબકુછ બદલકે રખ દીયા. "
"ઐસા ક્યા હો ગયા થા ભાઇ? "
"અપના ડેવિડભાઇકા પેરમેં ગોલી લગ ગયા, ઔર વો પાનીમેં ગીર ગયા... સબ જમેલા ખતમ હોને કે બાદ બહોત ઢૂંઢા, પર ડેવિડભાઇકા કુછ પતા નહી ચલા... અપના દાનિશભાઈ તબ યહા નહી થા.. જૈસે ઉસકુ પતા ચલા, વો ફૌરન ગોવા ચલા આયા, પર ના તો વો પૈકેટ મીલા, ના હી ડેવિડભાઇ. પૂરા એક હફ્તા સન્નાટેમેં ગુજરા. દાનિશભાઇ કો બહોત પ્યાર થા ડેવિડભાઇ કે વાસ્તે.. ફિર એક દિન એક કોલ આયા દાનિશભાઇ કો. પતા નહી કિસકા થા, પર દાનિશભાઇ બહોત ગરમ હો ગયા.. બોલે તો એકીદમ ચાયકી કીટલીકી માફિક. ફિર અપનકો એક એડ્રેસ દીયા ઔર બોલા કી યે સારી ફસાદકી જડ, વો છોકરી ઉધર મિલેગી. ઉસકું પકડકે લાઓ. અપુન ભી ગયા પંટરલોક કે સાથ. પકડકે લાયા દાનિશભાઇકે પાસ.
દાનિશભાઇને બહોત સમજાયા, મેકવાનકા પતા માંગા, પાર્સલકે બારેમેં પૂછા, પર વો થી કી કુછ બોલતી હી નહી થી. ફિર... "
બબલુ નોનસ્ટોપ બોલી રહ્યો હતો. વચ્ચે જરા શ્વાસ લેવા રોકાયો એ પણ અકારૂં થઇ ગયું હોય એમ પેલા ત્રણેય એકસાથે બોલી પડ્યા,
"ફિર? "
"દો તીન દિન તો ઐસેહી બીત ગયે. ફિર દાનિશભાઇને અપના આપા ખો દીયા ઔર હમ સબકો બહાર નીકાલકર અકેલે વો છોકરીકે રૂમમેં ચલે ગયે. દરવાજા બંધ કરકે પતા નહિ અંદર ક્યા ખિચડી પકાયા... પર દુસરે દિન વો છોકરી ભાગ નીકલી. અપનલોગને બહોત પીછા કીયા, આખ્ખા ચાર દિન ઢુંઢતા ફિરા, લેકિન વો હાથમેં નહિ આઇ. "
"નહી નહી... ક્યા બાત કરતે હો ભાઇ? "
"અરે કસમસે યાર. ફિરતો પૂરા બિઝનેસ દાનિશભાઇને અકેલે સંભાલ લીયા. ઔર અપને નામ DANISH કા DA ઔર DAVID કા DA મિલાકર અપના નામ દાદા કર દીયા. "
"યે તો સમજા, ભાઇ, પર વો કિડનેપીંગકા રાઝ અભીતક નહી ખૂલા... "
ટૂંડો હજુય તેના સાજા હાથે માથું ખંજવાળી રહ્યો હતો.
"અપૂન અભી વહીચ બોલનેવાલા થા. "
"તો જલ્દી બોલોના ભાઇ... "
"વો હુઆ યું કી થોડે ટાઇમ પહેલે વો છોકરી વાપિસ દીખી. અભી ઉસકું કંટ્રોલ કરના થા લેકિન પકડમેં નહી આતી થી. યે જિસકા કિડનેપ કીયેલા હૈ વો ઉસીકા ખસમ હૈ. અબ સમજે? "
બોલતા બોલતા બબલુના ચહેરા પર એક કુટીલ સ્મિત આવી ગયુ. ટૂંડો પણ જાણે તીન પત્તીમાં સામેવાળાની બાજી જોઇ ગયો હોય એમ ઉત્સાહમાં આવી ગયો. બબલુએ એક જોરદાર બ્રેક સાથે ગાડી રોકી એટલે વળી ટૂંડો અટવાયો.
"અબ ક્યા હુઆ? ગાડી ક્યું રોકી? "
"અપના ઠિકાના આ ગયા. "
" મતલબ? "
" મતલબ કી, ચલો, તુમ લોગોકો વો જાનીભાઈવાલા શીપ દિખાતા હું. "
"સચ્ચી? "
"અબે ચલના... અબ કસમ ખાઉં ક્યા? ચલો ફટાફટ... "
બબલુ પેલા ત્રણેયને લઈને શીપ પર પહોંચ્યો ત્યારે તેના સદ્ નસીબે હજુ દાદા ત્યાં પહોંચ્યા નહોતા. તેણે તરત મોરચો સંભાળી લીધો અને દાદાની સુચના પ્રમાણે બધી તૈયારી કરવા માંડી.
****
"રાગિણી, ઇઝ એવરીથીંગ ઓકે? "
સિંગાપુરથી પરત થયાને આજે બે દિવસ વીતી ગયા હતા. અત્યાર સુધી મક્કમ રહેનાર રાગિણી બેડરૂમમાં કેયૂરના આદમકદ ફોટા સામે આવતાજ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તેની આંખના આંસુ સૂકાતા નહોતા. રાગિણીની આવી પરિસ્થિતિ જોઇ કોકિલાબેનનો જીવ પણ બળી જતો... સમગ્ર પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને કેકેએ પણ હોસ્પિટલમાં દાખલ થવાને બદલે ઘરેજ ટ્રીટમેંટ થાય એવી વ્યવસ્થા કરી દીધી. આદિત્ય પણ પોતાનું ક્લીનીક ટેમ્પરરી બંધ રાખી કેકે મેન્શનમાં રહેવા આવી ગયો, કે જેથી કેકેની ટ્રીટમેન્ટમાં કોઈ ખામી ન રહે.
બે દિવસ વીતવા છતાં રાગિણીની મનોદશામાં કોઇ સુધારો ન આવ્યો. પણ એક કોલ... એક કોલ અને તે ફરી લડાયક ભૂમિકામાં આવી ગઇ. ઇમરાનનો કોલ હતો. પહેલા તો રાગિણીને લાગ્યું કે ઈમરાને પણ બીજા બધાની જેમ માત્ર સહાનુભૂતિ દર્શાવવા કોલ કર્યો હશે, પણ જેમ જેમ વાત આગળ વધતી ગઇ તેમ તેમ રાગિણીની અંદર એક ધ્રુજારી આવવા માંડી.
"રાગિણી, ઇઝ એવરીથીંગ ઓકે? "
"હંમ્ મ્..."
રાગિણીએ માત્ર હોંકારો આપ્યો.
"લિસન, હું અત્યારે એક વેડિંગ વેન્યુ જોવા માટે ગોવા આવ્યો છું. એન્ડ યુ વોન્ટ બિલીવ, મે કેયૂરને જોયો. "
"વ્હોટ? આર યુ શ્યોર? "
રાગિણીનો અવાજ જરૂર કરતા વધારે જ મોટો થઇ ગયો.
"વેલ, શ્યોર તો નથી, પણ... અહીં એક એમ્બ્યુલન્સમાં... "
સામેથી વાક્ય પૂરું થાય એ પહેલા દોડી આવેલા આદિએ રાગિણીના એક્સપ્રેશન જોઈ તેના હાથમાંથી મોબાઈલ ખેંચી લીધો. આદિ ઈમરાન સાથે વાત કરતો હતો ત્યારે રાગિણીને બધું ચક્કર ચક્કર ફરતું લાગ્યું. એકસાથે કેટલીય બાબતો તેના મનોમસ્તિષ્ક પર છવાઇ ગઇ. ગોવા... દરિયો... જાનીભાઈની લાશ... પેલો મિ. વ્હાઈટ... એ સાથે જ વરૂણ વખતે આવેલા વિઝનમાં સંભળાયેલો ઈમરાનનો અવાજ - આપણે મોડા પડ્યા... એને ન બચાવી શક્યા...
રાગિણી થોડીવાર માટે એકદમ ક્ષુબ્ધ થઇ ગઇ અને પછી એકદમ દોડતી ઘરની બહાર નીકળી ગઇ. તે એકલીજ કાર લઈ ગોવા તરફ ઉપડી ગઇ. કેયૂર સાથે વાત કરતા કરતા આદિનું ધ્યાન એ તરફ ગયું એટલે તે રાગિણીના નામની બુમો પાડતો પાછળ ગયો, પણ રાગિણી નીકળી ચૂકી હતી. આદિનો અવાજ સાંભળી કેકે અને કોકિલાબેન પણ હોલમાં આવ્યા.
"શું થયું આદિ? રાગિણી ક્યાં છે? "
કેકેના પ્રશ્નના જવાબમાં આદિએ બધી વાત કરી.
"ઇટ વોઝ ઈમરાન્સ કોલ. એ અત્યારે ગોવા છે. અને એનું કહેવું છે કે તેણે મોસ્ટલી કેયૂરને ત્યાં જોયો છે... ઇન એન એમ્બ્યુલન્સ.. હી ઈઝ નોટ શ્યોર અબાઉટ ઈટ બટ... "
"ગ્રેટ. આ તો ગુડ ન્યૂઝ છે. ફાઇનલી વી ગોટ અ રે ઓફ હોપ. "
કેકે ઉત્સાહમાં આવી ગયો. પણ આદિના એકજ વાક્યે ફરી તે ચિંતાતુર થઇ ગયો.
"યસ. બટ આઇ એમ વરીડ અબાઉટ રાગિણી. મને લાગે છેકે તે એકલીજ ગોવા માટે નીકળી ગઇ છે. "
" ઓહ શીટ્! "
કેકેએ કોકિલાબેન સામે જોયું. ત્યાં સતત ચિંતાનો ગુણાકાર થઇ રહ્યો હતો. તેણે આંખોથીજ કોકિલાબેનને સાંત્વન આપવાની કોશિશ કરી અને આદિને તુરંતજ ગોવા જવાની તૈયારી કરવા કહ્યું. રાગિણી એકલી ગાડી લઈને નીકળી હતી એટલે તેની પાછળ પાછળ બીજી ગાડીમાં જવાનું નક્કી થયું. આદિએ ઉતાવળે કેકે માટે જરૂરી મેડિસિન તૈયાર કરી અને બનતી ઝડપે એ બંને નટુકાકા સાથે રવાના થયા.
***
રાગિણીના મગજમાં જાણે હથોડા પડતાં હતા. એકસાથે કેટલાય અવાજો તેના કાને પડતા હતા. તેની સમગ્ર ચેતના અત્યારે જમણા પગે દબાયેલા એક્સિલરેટર પર સ્થિર થઈ ગઇ હતી. ફુલ રેઇઝ કરીને તે શક્ય એટલી સ્પીડે જાનીભાઇની શીપ પર પહોંચવા માંગતી હતી. અત્યારે તેની પીડા, તેની નબળાઇ બધુંજ ગૌણ બની ગયુ હતુ. તેના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતો કેયૂર... કેયૂરની સલામતી...