સપના અળવીતરાં - ૨૨

"રાગિણી... "

સમીરા થી ચીસ પડાઈ ગઈ. અને એ અવાજે જાણે કેટલાય પડળો છેદીને રાગિણી ને વર્તમાનમાં ખેંચી લીધી. રાગિણી બોલતા બોલતા અચાનક એકદમ ચૂપ થઈ ગઈ. તદ્દન વિચાર શૂન્ય... 

"શું થયું રાગિણી? "

રાગિણી પણ એ જ વિચારતી હતી. શું થઈ ગયુ હતું પોતાને? એ તો સમીરા સાથે વાત કરતી હતી, કે. કે. વિશે... પોતાની અનુભૂતિ વિશે... તેને યાદ આવ્યું કે વાત કરતાં કરતાં અચાનક તેના અવાજની તિવ્રતા વધી ગઈ હતી, વધુ ને વધુ વધી રહી હતી. પણ આ બાબત તેના કંટ્રોલમાં નહોતી. એક ક્ષણ એવી આવી કે તે અલિપ્ત થઈ ગઈ. તેને પોતાનો અવાજ સંભળાતો હતો, પણ જાણે તેની જીભ જાતે જ બોલતી હતી! તેને પોતાના હાથની વચ્ચે સમીરા ના હાથ દેખાતા હતા, પણ હથેળી પર સ્પર્શ અનુભવાતો નહોતો! તેણે અનુભવ્યુ કે તેની ચેતના બાહ્ય અંગોને છોડી અંદરની તરફ ગતિ કરી રહી છે... બાહ્ય વાતાવરણ થી અલિપ્ત... તે સંપૂર્ણપણે સંકોચાઈ ગઈ હતી. 

તે વધુ કંઇ સમજે તે પહેલા તો ફરી તેના તાળવામા સળવળાટ થયો. તેની ચેતના ત્યા કેન્દ્રિત થઈ એ સાથે જ એ સ્પંદનો આખા શરીરમાં ફેલાઈ ગયા. એ સ્પંદનો ની વિસ્તરવાની ઝડપ એટલી બધી હતી કે, રાગિણી ને લાગ્યું કે, આ સ્પંદનો ને યોગ્ય રસ્તો નહિ મળે તો તેના શરીરનો વિસ્ફોટ થઈ જશે! 

અને રસ્તો મળી ગયો. રાગિણી ની હથેળીઓ વડે એ સ્પંદનો સમીરા ની હથેળી મા દાખલ થયા... સમીરા થડકી ગઈ... તેણે હાથ ખેંચી લીધા... પોતાને થઈ રહેલો અનુભવ રાગિણી સમજી શકે તે પહેલાં જ સમીરા ની ચીસ થી તે ધ્રુજી ગઈ. અચાનક, ક્ષણવાર મા બધું જ શાંત થઈ ગયુ. એક ઝાટકા સાથે તેની ચેતના ફરી બાહ્ય સપાટી સાથે જોડાઇ ગઇ. તેણે સાંભળ્યુ,

"શું થયું રાગિણી? "

સમીરા પૂછતી હતી. પણ, શું જવાબ આપવો? પોતાને થયેલો અનુભવ શબ્દો મા કેવી રીતે સમજાવવો? રાગિણી કશું જ બોલી ન શકી. હજુ પણ તેની ધ્રુજારી શમી નહોતી. સમીરા એ ફરી સ્હેજ કંપતા હાથે રાગિણી નો હાથ પકડ્યો, પણ આ વખતે.... 

... બધું જ નોર્મલ હતું. કોઈ સ્પંદનો નહોતા. હા, રાગિણી ની હથેળી મા પરસેવો ખૂબ હતો. રાગિણી ની હાલત જોતા સમીરા એ તેને ત્યાં સોફા પર જ સૂવડાવી દીધી અને બેડરૂમમાંથી બ્લેન્કેટ લાવી તેને ઓઢાડી દીધુ. 

સમીરા ના વધુ સવાલોને ટાળવા માટે રાગિણી એ પણ આંખો બંધ કરી દીધી. થોડીવારે રાગિણી સૂઇ ગઇ છે એની ખાતરી કરીને સમીરા એ ડૉ. બાટલીવાલાને ફોન લગાવ્યો.  

**************
ઊંડી ઉતરી ગયેલી આંખો, બેસી ગયેલા ગાલ, પાંખા થઈ ગયેલા વાળ, નબળુ પડી ગયેલુ શરીર... અને છતાં આંખોમા એ જ તેજ... એ જ ચમક... કેમો થેરપી ચાલુ કર્યા પછી થોડાકજ સમયમા કે. કે. ના શરીર મા ઘણા બદલાવ આવ્યા હતા. પરંતુ તેનુ મનોબળ પહેલા જેવું જ મજબૂત હતુ. કદાચ, પહેલાં કરતાં પણ વધારે મજબૂત !

કેયૂર રૂમમાં આવ્યો અને નિંદ્રાધીન કે. કે. ને એમજ જોઇ રહ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે પોતાની જાતને સંભાળે, ત્યાં કે. કે. એ આંખ ખોલી અને એક ફિક્કા સ્મિત સાથે તેને આવકાર્યો. બોટલ ચડવાની ચાલુ હતી. કે. કે. એ ઈશારો કર્યો એટલે નર્સે માથા પાસેથી બેડ ઊંચો કરી દીધો. કેયૂર બાજુની ખુરશીમાં ગોઠવાયો અને નર્સ સામે સૂચક નજરે જોયુ. નર્સ પણ એ નજરનો મર્મ સમજી ગઈ હોય એમ ત્યાથી જતી રહી. 

એકાંત ની ખાતરી થતાં કેયૂરે બેગમાંથી એક ફાઈલ કાઢીને કે. કે. ને આપી. કે. કે. એ એક સરસરી નજર એ ડોક્યુમેન્ટ્સ પર નાખી અને ખુશ થઈ ગયો. 

"એક્સેલન્ટ વર્ક. વન્ડરફુલ જોબ. "

કેયૂર ના ચહેરા પર પણ સ્મિત ફરકી ગયું. એમાં પણ કે. કે. ના આગળના શબ્દોએ તો તેણે જાતે જ પોતાનો વાંસો થાબડી લીધો, જ્યારે કે. કે. એ કહ્યું કે, 

"માન ગયે ઉસ્તાદ. આપકી પારખી નઝરકો... એકદમ પરફેક્ટ કંપની શોધી છે આપણી ઇવેન્ટ્સ મેનેજ કરવા માટે. જોરદાર આઇડિયા લગાવે છે. "

થોડું વિચારીને કે. કે. એ કહ્યું, 

"ડુ વન થીંગ. મારી સાથે મિટીંગ ફિક્સ કરાવ. ધેટ ગર્લ... શું નામ... યસ... રાગિણી. આઇ થિંક શી ઇઝ ધી આઇડિયા મશીન. આઇ વોન્ટ ટુ મીટ હર. "

કેયૂર ના કાન ચમક્યા. તે ચોખ્ખી ના તો ન પાડી શક્યો, પણ એટલું જરૂર કહ્યું, 

"તમારી સાથે મિટીંગ? ડેડ ને જોયા છે? એન્ડ વ્હોટ અબાઉટ ડૉ. ભટ્ટ? સ્ટ્રીક્ટ ઇન્સ્ટ્રક્શન છે કે જ્યા સુધી તમે કંપ્લીટ થઈને ઘરે પાછા ન આવો ત્યા સુધી નો ઓફિસ વર્ક... નો ઓફિસ ટેન્શન... નથિંગ એટ ઓલ. "

કે. કે. મંદ મંદ મુસ્કુરાતો રહ્યો. પોતાની ઉપર નોંધાયેલી કે. કે. ની નજરથી કેયૂર જરાક અકળાયો. 

"પ્લીઝ, ડોન્ટ રીપિટ ધેટ થિંગ. યુ નો, અત્યારે પણ કેટલુ મોટુ રિસ્ક લઈને આવ્યો છું? જો ડેડ ને ખબર પડી ગઈ ને, તો... "

કેયૂર નુ આવુ વર્તન જોઈને કે. કે. ખડખડાટ હસી પડ્યો. કેયૂર જાણતો હતો કે તેનો મોટો ભાઈ તેની વાત મનાવ્યા વગર નહિ છોડે. એણે વચલો રસ્તો કાઢતા કહ્યું, 

"ઓકે. વ્હોટ અબાઉટ વિડિયો કોલિંગ? "

કે. કે. હજુ પણ એમજ કેયૂર સામે જોઇ રહ્યો હતો. હવે કેયૂરે હથિયાર હેઠા મૂકી દીધા અને ખો આપી આદિત્ય ને. 

"ઓન્લી ઈફ આદિત્ય અલાવ. "

કે. કે. એ માથું હકારમા હલાવ્યુ એટલે કેયૂર ને થોડીક ધરપત થઈ. તેણે રિક્વેસ્ટ કરી, 

"પ્લીઝ ટેલ હીમ ટુ ટેક પરમિશન ઓફ ડૉ. ભટ્ટ એન્ડ ડેડ. ધેન ઓન્લી આઇ વીલ મેનેજ ધ મિટીંગ. "

"ડન. "

કે. કે. ને ખાતરી હતી કે આદિ તેની મદદ જરૂર કરશે. આખરે તેને પણ તો ઇંતેજારી હતી એ 'દરિયા કિનારાવાળી' છોકરી વિશે જાણવાની! 

"ઓકે બ્રો. આઇ શુડ લીવ નાઉ. "

કેયૂર જવા માટે ઉભો થયો એ સમયે જ નર્સે આવીને સૂચના આપી કે ડૉ. ભટ્ટ મળવા બોલાવે છે. કેયૂર સીધો ડૉ. ભટ્ટ ની કેબીન મા ગયો. જોયું તો ડૉક્ટર ના ટેબલ પર એક ફાઇલ ખુલ્લી પડી હતી અને ડૉક્ટર એક રિપોર્ટ પર સ્થિર નજરે તાકીને બેઠા હતા. લાગતું હતું જાણે ડૉક્ટર ખૂબ ઊંડા વિચારમાં મગ્ન છે. 

"મે આઇ કમ ઇન? "

દરવાજો નોક કરીને પૂછવા છતાં ડૉ. ભટ્ટ નુ ધ્યાન ન ગયુ, એટલે કેયૂરે ફરી દરવાજો ખટખટાવ્યો અને જરા ખોંખારો ખાઈને મોટા સાદે ફરી પૂછ્યું, 

"સર, મે આઇ કમ ઇન? "

ડૉ. ભટ્ટ નુ ધ્યાન ભંગ થયું એટલે ડોકી હલાવીને સંમતિ આપી. કેયૂર ડૉક્ટર ની સામેની સીટમા બેઠો એટલે ડૉ. ભટ્ટે પૂછ્યું, 

"તમારા ફાધર... આવી શકશે અત્યારે?" 

ડૉ. ભટ્ટ ના આવા વર્તન થી કેયૂર થોડો કન્ફ્યુઝ થઈ ગયો. તેણે જે કંઈ પણ હોય તે વાત જણાવવા કહ્યું અને સાથે સધિયારો પણ આપ્યો કે જરૂર પડશે તો તે તાબડતોબ ડેડને બોલાવી લેશે. 

ત્યાર બાદ અડધો કલાક સુધી ડૉ. ભટ્ટ જુદા જુદા રિપોર્ટ બતાવી કે. કે. ની વર્તમાન પરિસ્થિતિ કેયૂર ને સમજાવતા રહ્યા. કેયૂરે બધી વાતો બરાબર સમજી લીધી. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા, પરંતુ જાત પર કંટ્રોલ મેળવી તેણે પોકેટમાથી મોબાઇલ કાઢ્યો અને કેદારભાઈ ને કોલ કરી એટલું જ કહ્યું, 

"ડેડ, વી નીડ ટુ ગો ટુ અમેરિકા. ડૉ. ભટ્ટ નીડ્સ ટુ ટોક ટુ યુ. હીઅર હી ઈઝ... "

મોબાઇલ ડૉ. ભટ્ટ ના હાથમાં આપ્યો અને ટેબલ પર રાખેલી બોટલમાંથી અડધી બોટલ પાણી એમજ, મોટા મોટા ઘુંટડા ભરીને પી ગયો. પાણી ગ્લાસ મા કાઢવાનો કે ડૉ. ભટ્ટ ની મંજુરી લેવાનો શિષ્ટાચાર પણ તેને યાદ ન આવ્યો. 

ડૉ. ભટ્ટે ફરી બધું જ કેદારભાઈ ને સમજાવ્યું. અંતે મોબાઇલ પાછો કેયૂર ના હાથમાં આવ્યો. તેમાંથી કેદારભાઈ નો સ્વર બહાર આવ્યો, 

"ડોન્ટ વરી માય સન. વી વીલ ડુ અવર બેસ્ટ. બટ ફોર નાઉ, યુનીડ ટુ રશ ટુ ધ ઓફિસ એઝ અવર ક્લાયન્ટ ઇઝ વેઇટિંગ ફોર યુ. "

"યસ ડેડ. "

કોલ કટ કરી તે ઝડપથી પાર્કિંગ મા ગયો, તો સામે તેને આદિ મળ્યો. આદિએ એક ઔપચારિક સ્મિત આપ્યું, પરંતુ કેયૂર તરફથી કોઇ રિસ્પોન્સ ન મળ્યો. વળી, તે થોડો ટેન્શનમાં પણ લાગતો હતો. જે ઝડપથી કેયૂર બહાર ગયો, એના કરતાં બમણી ઝડપે આદિ અંદર ધસ્યો... સીધો કે. કે. ના રૂમમાં. પરંતુ, કે. કે. આરામમા હતો... એક હા'શ થઈ. પછી તે દોડ્યો સીધો ડૉ. ભટ્ટ ની કેબીન મા. દરવાજો ખોલી, કોઈ પણ શિષ્ટાચાર વિના, દરવાજેથી જ સીધો પ્રશ્ન કર્યો, 

"હે ડોક્, વ્હોટ હેપ્પન્ડ? " 


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Manish Kuwadiya 2 માસ પહેલા

Verified icon

Kinjal Barfiwala 2 માસ પહેલા

Verified icon

nihi honey 3 માસ પહેલા

Verified icon

Deepali Trivedi 3 માસ પહેલા

Verified icon

Pravin shah 4 માસ પહેલા