સપના અળવીતરાં ૧૬


રાગિણી ની પાછળ પાછળ મંદિર મા પહોંચેલા કે. કે. અને આદિત્ય એ રાગિણી ની ચીસ સાંભળી એટલે ચાલવાની ઝડપ વધારીને રાગિણી ની લગોલગ પહોંચી ગયા. ત્યાનુ દ્રશ્ય જોઈને એ બંને પણ હબક ખાઇ ગયા. પ્રતિમાની પાછળ કોઇ વ્યક્તિ અત્યંત ઘાયલ અવસ્થામાં પડેલી હતી. તેનું આખું શરીર ચારણી ની જેમ વિંધાઇ ગયું હતું., લોહી નું ખાબોચિયું ભરાઈ ગયું હતું. બાજુમાં લોહી નીતરતાં તીરોનો ઢગલો પડ્યો હતો, અને હજુ પણ કેટલાક તીર તેના શરીર મા ખૂંચેલા હતા! 

આદિત્ય તરતજ તેની નજીક ગયો. જોયું તો તેની આંખો બંધ હતી. આદિત્ય એ સાવધાનીથી તેની નાડિ તપાસી. તેના ધબકારા એકદમ મંદ ગતિ એ ચાલતા હતા. કે.કે. એ નટુકાકાને ફોન કરી ત્વરિત મદદ મંગાવી. આખરે મિસરી અને તેના પતિ ને એ રેસ્ક્યુ ટીમ ને સોંપીને તેઓ ફરી મર્સિડીસમા ગોઠવાયા અને નટુકાકાએ ફુલ રેઇઝ આપી દીધુ. પણ હવે રસ્તો ખાલી નહોતો. આગળ પાછળ ઘણી ગાડીઓ હતી, જે બધાની મંઝિલ એક જ હતી... ફેશન શો ઓફ કે. કે. ક્રિએશન્સ... 

ગાડી ચાલુ થયાને પાંચ મિનિટ વીતી જવા છતાં રાગિણી હજુ સંપૂર્ણ સ્વસ્થ નહોતી થઈ... તેના ધબકારા નોર્મલ નહોતા થયા... આદિત્ય એ તેને ગ્લુકોઝ નુ પાણી ઓફર કર્યું અને સાથે રૂમાલ પણ... રાગિણી એ બંને સ્વિકારી લીધા. એકજ ઘૂંટડે આખો ગ્લાસ પૂરો કરી તેણે રૂમાલ વડે કપાળ પર બાઝેલા પરસેવાના ટીપાં લૂંછ્યા. હવે તે થોડી નોર્મલ થઈ હતી. તેણે રિસ્ટ વૉચ મા સમય જોયો અને જોરથી બોલી પડી, 

"ઓહ શીટ્! "

તેણે ફટાફટ પોકેટમાંથી મોબાઈલ બહાર કાઢ્યો, બટ સ્વીચ્ડ ઓફ! ફરી તેનાથી બોલી પડાયુ, 

"ઓહ ગોડ! "

થોડાક સંકોચ સાથે તેણે બેકસીટ તરફ નજર કરી. હવે ત્યાનો પરદો ખસી ગયો હતો. રાગિણી ની નજર પહેલા કે. કે. પર પડી, પરંતુ તેના પ્રભાવશાળી વ્યક્તિત્વ સામે તે કશું બોલી શકી નહી. થોડા વધારે ટર્ન થઈ તેણે આદિત્ય સાથે નજર મેળવી અને પૂછ્યું, 

"કેન આઇ આસ્ક ફોર વન મોર હેલ્પ પ્લીઝ? "

રાગિણી એ એટલી માસુમિયત સાથે પૂછ્યું કે આદિત્ય અને કે. કે. મનોમન મરકી રહ્યા. કે. કે. ને ચૂપ જોઇ આદિત્ય એજ ઇશારાથી પોતાની આઇબ્રો ઊંચી કરી એટલે રાગિણી એ આગળ કહ્યું, 

"આઇ નીડ ટુ મેક અ કોલ. ઇટ્સ ઇમર્જન્સી... એન્ડ માય ફોન ઇઝ સ્વિચ્ડ ઓફ. યુ સી, ચાર્જિંગ તો ફુલ કર્યુ હતું, પણ ખબર નહી કેમ, ઝીરો પરસેન્ટ થઈ ગયુ! આઇ થીંક, સિગ્નલ પ્રોબ્લેમ... "

"નટુકાકા... તમારો ફોન આપો મેડમને... "

કે. કે. એ વચમાં જ કહ્યું. મિસરી વાળા બનાવ પછી રાગિણી આ લોકો સાથે થોડુ કમ્ફર્ટેબલ ફીલ કરવા માંડી હતી. પણ જે રીતે કે. કે. એ તેની વાત કાપી, તે પાછી થોડી સંકોચાઈ ગઈ. નટુકાકાએ ડેશબોર્ડ પર પડેલો મોબાઈલ રાગિણી તરફ સરકાવ્યો એટલે તેણે તરતજ સમીરા ને કોલ કર્યો. રાગિણી નું 'હેલો' સાંભળતાં જ સમીરા તેના પર વરસી પડી... 

"ક્યા છે તું? ક્યારની ફોન ટ્રાય કરૂ છું, બટ સ્વીચ ઓફ! આ ટાઇમ છે કોઇ ફોન ઓફ કરવાનો? અને તુ છે ક્યાં? ગાડી તૈયાર થઈ ગઈ છે. તારૂ લોકેશન... "

"સમીરા... લિસન ટુ મી... સમીરા... કામ ડાઉન... પ્લીઝ... પ્લીઝ... શાંતિ... ટેક અ ડીપ બ્રીધ.... ઓકે... ફાઇન... નાઉ રીલેક્ષ એન્ડ લિસન... "

સમીરા ને માંડ માંડ શાંત કરીને રાગિણી એ વાતનો દોર પોતાના હાથમાં લીધો. 

"લિસન, નથિંગ ટુ વરી. ફોન ની બેટરી ઝીરો થઈ ગઈ છે, સો ડોન્ટ પેનિક ફોર ધેટ. એન્ડ નો નીડ ટુ સેન્ડ ધ કાર એઝ આઇ ઓલરેડી ગોટ લિફ્ટ એન્ડ આઇ વિલ બી ધેર પ્રોબેબલી બાય ફીફ્ટીન ટુ ટ્વેંટી મિનિટ્સ. "

પોતાની પરિસ્થિતિ જણાવી રાગિણી એ આંખો બંધ કરીને એક ઊંડો શ્વાસ લીધો. એ એક સેકન્ડ મા ફરી મિસરી ની ઘટના તેના માનસપટલ પર ઉપસી આવી, પરંતુ તેણે પોતાના ઇમોશન્સ પર કંટ્રોલ કરી આગળ વાત ચલાવી... 

"હવે ત્યાની સિચ્યુએશન વિશે જણાવ. કેટલી વાર લાગશે ચાલુ થવામા? ''

"વેલ, વધીને પાંચ થી સાત મિનિટ. મોસ્ટલી બધું રેડી છે. ઘણા ખરા ગેસ્ટ પણ આવી ગયા છે. બધા મોડેલ્સ પોતાના ગેટ અપમા રેડી છે... "

"બટ વ્હોટ અબાઉટ સ્પીચ? એ તો મારી પાસે છે અને હું એટલી વારમાં તો નહી જ પહોંચી શકું.. "

"ડોન્ટ વરી ડિયર... એ સ્પીચ તૈયાર કરવામાં હું પણ તારી સાથે જ હતી ને! મેં ટેમ્પરરી શરૂઆતના હાફ એન અવરની સ્પીચ તૈયાર કરી દીધી છે, સો... વધારે તકલીફ નહિ પડે. આઇ થિંક, ત્યાં સુધીમાં તો તુ પણ પહોંચી જ જઈશ. રાઇટ? "

"યા, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. "

રાગિણી એ મોબાઈલ ફરી ડેશબોર્ડ પર જેમ હતો તેમ મૂકી દીધો. બંને હાથ ની હથેળી હળવે હળવે મસળતી રાગિણી ના ચહેરા પર ઉચાટ સ્પષ્ટ દેખાતો હતો. ફોન પર સંભળાયેલ રાગિણી નો એક તરફી વાર્તાલાપ અને રિઅર મિરરમા દેખાતો તેનો ચિંતાતુર ચહેરો... કે. કે. જાણે ફરી દરિયા કિનારે પહોંચી ગયો!!! 

તે દિવસે આ... આ જ છોકરી... કેટલું બધું હતું તેની આંખોમાં... અને આજે... શું તેણે મને ઓળખ્યો નહિ હોય? મારી ઓળખાણ પણ યાદ નહિ હોય?... કે. કે. નુ મનોમંથન ગાડીની બ્રેક સાથે જ અટકી ગયું. તેણે જોયું તો ગાડી પાર્કીંગ મા પહોંચી ગઈ હતી અને રાગિણી ઉતાવળે તેમાંથી ઉતરવાની તૈયારી મા હતી. તેણે એક પગ બહાર મૂક્યો કે બેકસીટમાંથી અવાજ આવ્યો, 

"સો, યુ આર નોટ અ મોડેલ, રાઇટ? "

રાગિણી એ પાછળ ની તરફ ગરદન ઘુમાવી અને થોડા અસમંજસના ભાવ સાથે બોલી, 

"મોડેલ? મી? નો.. નો... આઇ એમ રાગિણી... ફ્રોમ ડ્રીમ્સ અનલિમિટેડ - ધ ઈવેન્ટ ઓર્ગેનાઇઝર... "
પોતાની ઓળખ આપી રાગિણી બહાર નીકળી અને પોકેટમાંથી એક વિઝિટિંગ કાર્ડ બહાર કાઢ્યું. એટલી વારમાં કે. કે. અને આદિત્ય પણ બહાર નીકળી ગયા હતા. રાગિણી કે. કે. પાસે ગઈ અને કાર્ડવાળો હાથ કે. કે. સામે લંબાવ્યો. કે. કે. એ કાર્ડ લઈ લીધુ અને શેકહેન્ડ કરતાં પોતાની ઓળખ આપી, 

"આઇ એમ કે. કે. કૌશલ ખન્ના... ફ્રોમ કે. કે. ક્રિએશન્સ. "***

રેટ કરો અને રિવ્યુ આપો

K.T.

K.T. 2 અઠવાડિયા પહેલા

Saumya

Saumya 2 માસ પહેલા

Amita

Amita 6 માસ પહેલા

Kinjal Barfiwala

Kinjal Barfiwala 1 વર્ષ પહેલા

nihi honey

nihi honey 1 વર્ષ પહેલા