સપના અળવીતરાં - ૨૬


"તે દિવસે દરિયાકાંઠે તમે જ હતા ને! "

"સોરી! ડીડ યુ સે સમથીંગ? "

રાગિણી રૂમના દરવાજે પહોંચી અને દરવાજો જરાક ખોલ્યો ત્યા કે. કે. નો અવાજ સાંભળીને અટકી ગઈ. કે. કે. એ જે રીતે પૂછ્યું, તે ચમકી ગઈ. તેને સમજાયું નહિ કે કેવી રીતે રીએક્ટ કરવું. એટલે સાંભળ્યુંજ ન હોય એવો દેખાવ કરી તેણે પ્રતિપ્રશ્ન કર્યો. 

કે. કે. પણ થોડોક મૂંઝાયેલો હતો. રાગિણી ને જતી જોઈને તેનાથી ઉતાવળે પૂછાઇ ગયું. ખાસ જે વાત જાણવા માટે તેણે આ મિટિંગ ગોઠવી હતી, તેનો ઉલ્લેખ આવી રીતે કરવાનુ તેને યોગ્ય ન લાગ્યું, પરંતુ હવે તીર કમાનમાંથી છૂટી ગયું હતું. રાગિણી એ સામો પ્રશ્ન કર્યો એટલે તેણે વાત વાળી લેવાની કોશિશ કરી, 

"નો.. નો... જસ્ટ... "

ત્યાંજ દરવાજામાંથી આદિત્ય અંદર આવ્યો, જાણે તે દરવાજે કાન માંડીને જ ઊભો હતો! 

"હા. હી સેઇડ ધેટ થોડા દિવસ પહેલાં, અડધી રાત્રે... દરિયા કિનારે... એક એકલી લેડી... હવામાં ફરફરતો દુપટ્ટો... સાથે ઉડતા વાળ... આંખમાં આંસુ..... "

આદિત્ય ના બોલાયેલા દરેક શબ્દે રાગિણી ના ચહેરા પર થઈ રહેલા ભાવપલટાને જોઇ કે. કે. થી બોલી પડાયું, 

"સ્ટોપ ઇટ આદિ. "

પણ આદિત્ય ના ચહેરા પર અને આંખોમા દ્રઢતા છવાયેલી હતી. તેણે આગળ બોલવાનું ચાલુ રાખ્યું. 

"એક ભલો માણસ સામેથી તેની મદદ માટે જાય છે અને એ લેડી.... કશું પણ કહ્યા વિના દોડી જાય છે... અને બીજા દિવસે... "

હવે આદિત્ય ને રોકવો જરૂરી હતો. કે. કે. નહોતો ઈચ્છતો બીજા દિવસની એ બેચેની રાગિણી સામે છતી થાય. 

"ઇનફ આદિ. લુક મિસ રાગિણી, આતો અનાયાસે હુ તે રાત્રે બીચ પર ગયો હતો અને ત્યાં અડધી રાત્રે એક યુવતી ને રડતા જોઇ હતી. અલપ ઝલપ મુલાકાત હતી. પણ તમને જોયા ત્યારથી આઇ ફીલ કે યુ આર ધ વન આઇ મેટ ધેર. આર યુ? "

આખરે કે. કે. એ પૂછી જ લીધું. આટલી વારમાં રાગિણી પણ થોડી સ્ટેબલ થઈ ગઈ હતી. તેણે એક નાનકડા સ્મિત સાથે જવાબ આપ્યો, 

"ઓહ, તો એ તમે હતા! "

રાગિણી ના આ એક વાક્યે કે. કે. અને આદિત્ય બંનેના મનમાં એક અજબ હા'શ ની લાગણી વ્યાપી ગઈ. એ બંને ની નજરમા રહેલો પ્રશ્નાર્થ ન જીરવાતા રાગિણી એ આગળ કહ્યું, 

"એક્ચ્યુઅલી, મારુ ઘર ત્યા બીચ પાસે જ છે. અને હુ ઘણી વાર આવી રીતે.... મોડી રાત સુધી બીચ પર ટહેલવાનુ પસંદ કરું છું. યુ સી, મારી ક્રિએટીવીટીનો ઘણોખરો શ્રેય આ દરિયાને અને એના કિનારા ને આપી શકાય. " 

જાણે વાત ની પૂર્ણાહુતિ કરતી હોય એમ રાગિણી એ કહ્યું. પરંતુ આદિત્ય હાથમાં આવેલો મોકો છોડવા તૈયાર નહોતો. તેણે તરત જ પૂછ્યું, 

"અને એ આંસુ? "

"એ તો જસ્ટ, હોય ક્યારેક. એક્ચ્યુઅલી, એ દિવસે હુ મારા પેરેન્ટ્સને બહુ મીસ કરતી હતી. "

રાગિણી એ અર્ધસત્ય કહ્યુ. સંપૂર્ણ સત્ય કહેતા તે ડરતી હતી. કદાચ, દરવખતની જેમ અહીં પણ તેને સમજવાને બદલે હાંસી થઈ તો... 

"વેલ, તમારા પેરેન્ટ્સને આટલું બધું મીસ કરો છો તો તમારી પાસે જ તેડાવી લો. પ્રોબ્લેમ સોલ્વ્ડ. "

"નાઉ ઇટ્સ બીઇંગ પર્સનલ. "

રાગિણી એ ધારદાર નજરે આદિત્ય સામે જોયું. તેના અવાજમાં પણ એટલીજ તીણી ધાર હતી કે આદિત્ય સ્હેજ ઓઝપાઇ ગયો. તેણે કાન પકડી ઇશારાથી જ સોરી કહ્યું. હવે રાગિણી એ કે. કે. સામે જોયું. અત્યારે એની દ્રષ્ટિ સૌમ્ય બની ગઈ હતી. તેણે કે. કે. સામે જ નજર નોંધી રાખીને સપાટ અવાજે કહ્યું, 

"ધે આર નો મોર. " 

રાગિણી ની આંખના ઝળઝળિયાં જોઈને કે. કે. નુ મન પણ ચચર્યુ, પરંતુ તે આમા કોઈ રીતે મદદ કરી શકે એમ નહોતો. અચાનક તેના મનમાં એક વિચાર સ્ફુર્યો, માય પેરેન્ટ્સ આર ધી બેસ્ટ ઇન ધ વર્લ્ડ. રાગિણી ને એમનો પ્રેમ મળે તો!!! કે. કે. એ માથું ધુણાવી એ વિચાર ઉડાડી દીધો. પણ તેને ક્યા ખબર હતી કે એ વિચાર દૂર જવાને બદલે આંતરમનના એક ખૂણે સ્થિર થઈ ગયો હતો! 

આદિત્ય પણ સ્હેજ ઢીલો પડી ગયો હતો. તેણે વાતાવરણ સુધારવાના આશયથી વાત બદલવાની કોશિશ કરી. 

"સોરી રાગિણી જી. મારો એવો ઇરાદો નહોતો. ઓકે, ટેલ મી, હાઉ ડુ યુ નો અબાઉટ ડૉ. જોનાથન? "

ફરી એક અણધાર્યો પ્રશ્ન. આ બાબતે તો તે પોતે પણ ક્લીઅર નહોતી, તો શું એક્સ્પ્લેનેશન આપવું? તેણે આંખ બંધ કરીને એક ઊંડો શ્વાસ લીધો. અને પછી તેની હાજરીમાં આદિત્ય એ જે વાત કે. કે. ને સમજાવી હતી, તેનું જ પુનરાવર્તન કરતાં કહ્યું, 

"ડૉ. જોનાથન! હા, મેં ન્યૂઝ મા જોયું હતું, તેમની નવી શોધ વિશે. ત્યારે એમનો ઇન્ટરવ્યૂ પણ આવ્યો હતો. આઇ થોટ કે જો કે. કે. સરની ટ્રીટમેન્ટ એમની દેખરેખ મા થાય તો... "

વાક્ય અધૂરૂ મૂકી ને રાગિણી એ ખભા ઉલાળ્યા. આદિત્ય વધુ કંઇ પૂછે એ પહેલાં દરવાજા પર નોક કરીને નર્સ અંદર આવી.

"સર, ટાઇમ ફોર એન ઇંજેક્શન. "

"અફકોર્સ. બટ, પહેલાં ડૉ. ભટ્ટ ને બોલાવો. મારે એમની સાથે વાત કરવી છે. "

નવી નર્સ ને જોતા કે. કે. એ ડૉ. ભટ્ટ ને મળવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે નર્સ દરવાજેથી જ પાછી ફરી ગઈ. રાગિણી પણ મોકો જોઈ ત્યાથી સરકી ગઈ. જેટલી ચિંતા તેને તેના 'મદદગાર ' ની થતી હતી, એનાથી વધારે ડર તેને આદિત્ય ની ઉલટતપાસનો લાગ્યો હતો. તેનું મન તેને સતત સત્ય કહેવા સમજાવતું રહ્યું પણ, આદિત્ય ની હાજરી ને કારણે તેનુ મગજ તેને રોકવામાં સફળ રહ્યુ હતું. મન અને મગજ વચ્ચેના આ સંઘર્ષ ને કારણે રાગિણી ને સખત થાક લાગ્યો હતો. એટલે હોસ્પિટલમાંથી બહાર નીકળી તે સીધી નજીકની કોફી શોપમાં ઘૂસી ગઈ. 

*********

"પ્લીઝ ડૉ. ભટ્ટ. આઇ રીક્વેસ્ટ યુ. નર્સ બદલવાની જરૂર નથી. આઇ ઇન્સિસ્ટ કે ... "

"ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે. કે. તમારા ફાધર મિ. કેદાર ખન્ના ને સમજાવવા અઘરા છે. "

"ધેટ યુ લીવ અપ ટુ મી. ડેડને હું સમજાવી દઈશ. બટ નવી નર્સ નહીં. "

કે. કે. નો એટિટ્યૂડ જોઈને ડૉ. ભટ્ટ મનોમન ખુશ થયા અને જૂની નર્સ ને ઇંજેક્શન આપવાની જવાબદારી સોંપી ત્યાથી નીકળી ગયા. 

************

"બોસ! ગઝબ ઝાલા. "

"ક્યા હુઆ? "

"અપુન દેખા વો છોકરી કો... "

"અબે ચિરકૂટ, જાસ્તી મસાલા નેઈ ડાલનેકા, ક્યા? સીધા સીધા ફટ્ટાક સે બોલ. "

"બોસ, વો મેકવાન કી છોકરી... "

બોસ તરીકે ઓળખાતો એ વ્યક્તિ પોતાની જગ્યાએથી સડપ કરતો ઉભો થઈ ગયો. તેને પોતાના કાન પર ભરોસો નહોતો થતો. 

"પક્કા ચેક કીયા? કોઈ ગલતી... "

"નહી બોસ. એકદમ પક્કા. અભીચ મેરે સામને વો કોફીશોપમેં ગેયલી હૈ. "

"દેખ, તું પહેલે કન્ફર્મ કર. ઔર વોહીચ હુઇ ના તો... "

"તો બોસ? "

"તો જા કે દબોચ લે ઉસે. ઔર પકડ કે લા ઈધર. "

"ઓકે બોસ. "

"લેકિન, કોઈ ગલતી નેઈ. પહેલે બરાબર ચેક કર. "

"ઓકે બોસ. "

ફોન કટ કરીને તે એજ કોફીશોપમાં ગયો, જ્યા થોડીવાર પહેલા રાગિણી ગઈ હતી.... ***

રેટ કરો અને રિવ્યુ આપો

Deepali Trivedi 4 દિવસ પહેલા

Pravin shah 1 માસ પહેલા

parash dhulia 1 માસ પહેલા

krina 2 માસ પહેલા

Anisha Patel 2 માસ પહેલા