Sapna advitanra - 21 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં - ૨૧

કાળી અંધારી રાત... ધોધમાર વરસતો વરસાદ...  વિજળીના ચમકારા... ઘેઘૂર વડલો... વડલા નીચે ઉભેલી એક સ્ત્રી... આંખોમાં આંસુ અને હાથમાં... હાથમાં એક નવજાત બાળક.... 

પોતાનો ભૂતકાળ યાદ આવતા સમીરા આજે પણ ધ્રુજી ઉઠી. તેની નજર રાગિણી એ દોરેલા ચિત્રો પર જડાઇ ગઇ હતી. આબેહૂબ દ્રશ્ય દોર્યું હતું. અને બીજા ચિત્ર મા હતી તેની અને રાગિણી ની પહેલી મુલાકાત... અત્યારે પણ સમીરા ની નજર સામે એ દ્રશ્ય કોઈ ફિલ્મ ની માફક દેખાવા માંડ્યું... 

એ વડલા નીચે તે એકલી અસહાય ઊભી હતી. મનમા એક ફડકો હતો કે જે દુનિયા થી તે ભાગી આવી છે, તેના પડછાયા અત્યારે અહી પહોંચી ગયા તો? આમ પણ તે પોતાનુ સર્વસ્વ ગુમાવી ચૂકી હતી. તેના જિવનનો એકમાત્ર આધાર - તેનુ બાળક... તેનુ સંપૂર્ણ ધ્યાન અત્યારે તેની રક્ષા કરવામાં હતુ. સંપૂર્ણ નિરાધાર અને નિઃસહાય... શું કરવું, ક્યાં જવું, કશું સમજાતું નહોતું. ત્યાંજ દૂરથી ટોળુ આવતુ દેખાયુ. વિજળી ના ચમકાર મા તે એ નરાધમોને ઓળખી ગઈ. બચવા માટે તેણે વડના પાછળના ભાગે છૂપાવાની નિરર્થક કોશિશ કરી જોઈ, પરંતુ... 

એ લોકો તેના સુધી પહોંચે ત્યાં સુધીમાં તો બીજી બાજુ થી બીજુ ટોળુ આવતુ દેખાયુ. તે અંદર સુધી કાંપી ગઈ હતી. જેમ ટોળુ નજીક આવતુ ગયુ, તેણે જોયું કે આગળ એક છોકરી દોડતી હતી. તે બહુ ખરાબ રીતે હાંફતી હતી. જેવી તે વડ નીચે પહોંચી કે તેણે એને પણ ખેંચીને વડવાઇઓ વચ્ચે બનેલી બખોલ જેવી જગ્યા મા છુપાવી દીધી. અંધારાનો સાથ હતો એટલે એ બંને બચી ગયા. ખબર નહિ કેમ, પણ એ બંને ટોળા આપસમા લડી પડ્યા!... અને એ બંને પેલા માસુમ જીવ સાથે લપાતી છૂપાતી ત્યાથી દૂર નીકળી ગઈ. થોડે આગળ જતાં એક ટ્રક મા લિફ્ટ મળી ગઈ. રડતા બાળકને શાંત રાખતા તેણે પોતાનો પરિચય આપ્યો, 

"હાય! આઇ એમ સમીરા. " 

"માય સેલ્ફ રાગિણી. " 

તેણે બબુના માથે પ્રેમથી હાથ ફેરવતા કહ્યું હતું. 

સમીરા એ માથું ધુણાવ્યુ અને પોતાના વિચારો ખંખેરી નાંખ્યા. અત્યારે પોતાની લાઇફ વિશે લાગણીશીલ થવાનો સમય નહોતો. અત્યારે તો રાગિણી ને સંભાળવાની જરૂર છે. તેણે બુક ના પાના પલટાવ્યા. દરેક પાને દોરેલા ચિત્રો કોઈ ને કોઈ કહાની કહી રહ્યા હતાં. એક બુક... પછી બીજી અને ત્યારબાદ ત્રીજી... સમીરા વારાફરતી બધી બુક જોઇ ગઈ. બધી બુક આખી ભરાયેલી હતી, પણ એક બુકમા અડધા પાના ખાલી હતા. કદાચ, આ જ લેટેસ્ટ બુક હતી. સમીરાએ તે બુક ખોલી. પહેલું જ ચિત્ર દરિયાનુ હતું. બીજા ચિત્ર મા દરિયાકિનારે રમતા બે બાળકો... અને ત્રીજા ચિત્ર મા દરિયામાં ડૂબી રહેલા... એ સાથે જ બીજુ એક ચિત્ર હતું. કોઇકનો ચહેરો... પણ થોડો અસ્પષ્ટ... સમીરાને એ ચહેરો ક્યાંક જોયો હોય એવો અણસાર આવ્યો, પણ ચોક્કસ ઓળખ ન થઈ. તેણે પ્રશ્નાર્થ નજરે રાગિણી સામે જોયું. રાગિણી ના હાથમાં એક ન્યૂઝ પેપર હતું, જેની હેડલાઇન હતી... "દરિયો બન્યો ગોઝારો... એક માસુમ નો લીધો ભોગ! " 

સમીરા એ ઝપટ મારીને એ પેપર હાથમાં લીધુ અને આખા ન્યૂઝ વાંચી ગઈ. તેનુ મગજ ચકરાઇ ગયું. તેણે પેલો સ્કેચ રાગિણી સામે ધર્યો અને રાગિણી ના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો, 'મદદગાર'... 

સમીરા એ બુક નુ પાનુ પલટ્યુ. હજુ પણ તેના મનમાં કશુંક ઘોળાતુ હતું. આગળ ના પાને કંઇક અલગજ દ્રશ્ય હતું. એક દોડતી ભાગતી સ્ત્રી... ભારે ભરખમ ઘાઘરો બે હાથમાં સમેટીને... બીજા પાના પર નાના નાના ચિત્રો હતા. ઘાઘરાની ડિઝાઇન, માંગટીકો, બંગડી, પાયલ... વળી નવા પાને એક પુરુષ ના હાથ મા ઝિલાઇ ગયેલી એક સ્ત્રી અને એ બંને ની વચ્ચે અણીદાર પથ્થર... એક જૂનુ પુરાણુ મંદિર... એક ઘાયલ પુરુષ... અને ફરી એક ચહેરો, વધુ સ્પષ્ટ! સમીરા ચમકી. 

"આ તો... આ તો... કે. કે.! "

"યસ. એક્ઝેક્ટલી. હી ઈઝ કે. કે.. અને આ છે મિસરી. "

અચાનક સમીરા ના મગજમા સ્ટ્રાઇક થઈ. રાગિણી ને કાલે નડેલો એક્સિડન્ટ અને ત્યારબાદ બનેલી ઘટનાઓ... 

"ઓહ માય ગોડ. હાઉ ઇઝ ધીઝ પોસીબલ? આઇ મીન.. અમ્... અનબીલીવેબલ... "

રાગિણી સમીરા સામે સ્થિર નજરે જોઈ રહી. સમીરા ને થોડી વાર લાગી સ્ટેબલ થવામાં. પછી એણે લાગલું જ પૂછ્યું, 

"એ બધું તો ઠીક, પણ આજની બેહોશીનુ કારણ હજુ ન સમજાયુ! " 

"કે. કે. "

હજીય સમીરા ને સમજાયું નહીં કે રાગિણી એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે. 

"એટલે? "

સમીરા ના પ્રશ્ન ના જવાબમાં રાગિણી એ કે. કે. સાથે દરિયાકિનારે થયેલી અલપઝલપ મુલાકાત વર્ણવી. અને ત્યારબાદ ફેશન શો વખતે પાર્કિંગ મા થયેલો અલૌકિક અનુભવ અને છેલ્લે વિડિયો કોન્ફરન્સ વખતે દેખાયેલા વલયો... બધું જ જણાવ્યું. સમીરા પણ વિચારમાં પડી ગઈ. તેણે ખાત્રીપૂર્વક જણાવ્યું કે એવા કોઈ વલયો તેના ધ્યાનમાં નથી આવ્યા. ફરી તેણે એ જ સવાલ દોહરાવ્યો, 

"પણ, તારો સ્ટ્રેસ આટલો બધો વધી જવાનુ કારણ... "

સમીરા વાક્ય પૂરું કરે એ પહેલાં જ રાગિણી એ દરિયામાં ડૂબી રહેલા બાળકો વાળુ ચિત્ર ખોલ્યું અને ન્યૂઝ પેપર તથા એ ચિત્ર બંને બાજુ બાજુ મા મૂકીને સમીરા સામે સૂચક દ્રષ્ટિએ જોયું. સમીરાએ ફરી ધ્યાન થી જોયુ અને ફરક પકડી પાડ્યો. ચિત્રમાં બે બાળકો હતા, જ્યારે ન્યૂઝ મા એક બાળક! 

હજુ પણ રાગિણી શું સમજાવવા ઇચ્છે છે, તે સમીરા ને ક્લિયર થતુ નહોતુ. હવે રાગિણી એ પોતાના મનમાં ઘોળાતી વાત સ્પષ્ટ શબ્દોમાં સમીરાને કહેવાનું શરૂ કર્યું. 

"સાંભળ ડિયર, આ જેટલા પણ તે ચિત્રો જોયાને, એ બધી જ ઘટનાઓ બની ગઈ છે. અને અગાઉથી જાણવા છતાં, મિસરી સિવાય કોઇને મદદ નથી કરી શકી. જસ્ટ બીકોઝ, આઇ ડોન્ટ નો એક્ઝેક્ટ ટાઇમ એન્ડ પ્લેસ! બટ, આ કે. કે. - તે 'મદદગાર' છે. ખબર નહિ કેમ, બટ હી વોઝ ધેર ઓન બીચ. હી સેવ્ડ અ ચાઇલ્ડ. હી વોઝ ધેર ફોર મિસરી અલ્સો. "

રાગિણી એ સમીરા ના ચહેરા પર આવતુ પરિવર્તન નોંધી આગળ કહ્યું, 

"જ્યારે આપણને ખબર હોય કે કશુંક ખરાબ બનવાનું છે, પરંતુ આપણે તે માટે કશું જ ન કરી શકીએ, ત્યારે જે પીડા થાય છે, તે શબ્દો મા સમજાવવી શક્ય નથી. હું કેટલાય વર્ષોથી આ પીડા વેઠતી આવી છું. પણ જ્યારથી કે. કે. ને એક મદદગાર તરીકે જોયા, આઇ ફેલ્ટ સો રિલેક્ષ્ડ ધેટ ચાલો, હું નહીં તો કોઇ ઔર સહી... કોઇક તો છે, જે દુર્ઘટના રોકી શકે છે, અથવા.... હું કેવી રીતે સમજાવુ? "

ફરી રાગિણી નો અવાજ અનાયાસે મોટો થઈ ગયો. તેની બંને હથેળી વચ્ચે સમીરા ના હાથ હતા. રાગિણી નુ બોલવાનું નોનસ્ટોપ ચાલુ જ હતુ. 

"કેટલા વર્ષો પછી આવી હા'શ થઈ હતી. પણ, વિડિયો કોન્ફરન્સ વખતે દેખાયેલા પેલા વલયો... તેમની નાદુરસ્ત તબિયત... હુ અંદર સુધી હચમચી ગઈ... એક અજીબ ડર વ્યાપી ગયો મારા આખા અસ્તિત્વ મા... મેં જેને મદદગાર માન્યા હતા, એની આવી હાલત! મારુ મારા મન સાથે જ યુધ્ધ ફાટી નીકળ્યું... "

રાગિણી બોલવામાં વધુ ને વધુ આક્રમક થતી જતી હતી. સમીરાના હાથ રાગિણી ના હાથ વચ્ચે એકદમ ભીંસાઇ ગયા હતા. અને અચાનક સમીરા ને પોતાના હાથમાં... હથેળીઓ મા કોઈ અનોખા સ્પંદન અનુભવાયા. તે અચરજથી રાગિણી સામે જોઈ રહી. તેને એવો ભાસ થયોકે રાગિણી નો ચહેરો... કશુંક હતું જે અલગ હતુ...  એક તીખારો હતો તેની આંખોમાં ... તેણે એક થડકારો અનુભવ્યો. પોતાના હાથ રાગિણી ના હાથમાંથી બળપૂર્વક ખેંચી લઈ તેણે જોરમાં બૂમ પાડી, 

"રાગિણી... " 


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED