Sapna advitanra - 64 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં - ૬૪

"વો હીરા અપુનકે પાસ થા... પર અપુન બેચ દીયા... "

જાનીભાઇના શબ્દોથી જાણે હાઈ સ્પીડમાં દોડતા મગજને અચાનક બ્રેક લાગી ગઇ! એક કાચી પળમાં દાદાએ તાળો મેળવી લીધો. હીરા ગુમ થઇને જો જાનીભાઇના હાથમાં આવ્યા હોય અને જાનીભાઇએ એ વેચી દીધા હોય, તો આટલા વર્ષે એમાંથી એક ફદિયુંય હવે બચ્યું ન હોય. બસ, ફરી ગયેલું મગજ વધુ ફરી ગયું અને બેક પોકેટમાંથી એક નાનકડી રિવોલ્વર કાઢી તેનું નાળચું જાનીભાઇના કપાળે અડાડ્યું... કોઇ કંઇ સમજે એ પહેલાં તો ધડાકો... લોહીના છાંટા રાગિણી પર ઉડ્યા... પરિસ્થિતિ અસહ્ય બનતી જતી હતી અને રાગિણીની તબિયત વધુ બગડતી જતી હતી.

એકસાથે ઘણી બધી ઘટનાઓ સમાંતર બની રહી હતી. બે ધડાકા... એક તો દાદાની રિવોલ્વરનો હતો, પણ બીજો? દાદાએ તરતજ ગેટ પાસે ઉભેલા ટૂંડાને તપાસ કરવા કહ્યું. એ સમયેજ ભૂલથી રિમોટનું બટન સ્હેજ દબાઇ જતા કેયૂરના પંખાએ થોડી વધુ સ્પીડ પકડી અને કાચની દિવાલો લાલ રંગે રંગાઈ ગઇ... રાગિણી બેહોશ થઈ ઢળી પડી... કેકે પણ પોતાની અસહાયતા પર આક્રોશ કરતો ગોઠણભેર બેસી પડ્યો... બંને હાથથી પોતાનો ચહેરો ઢાંકતો તે જમીન પર માથું પછાડી પોતાની પીડામાં તડપી રહ્યો અને આદિ પણ તેની બાજુમાં નીચે બેસી પડ્યો... બસ, એજ સમયે ચારે તરફ અંધારૂં છવાઇ ગયું... કદાચ પાવર કટ થયો હતો... બધી લાઇટોની સાથે બધા પંખા પણ બંધ થઇ ગયા... કેયૂરનો પંખો પણ... અને દરવાજામાંથી બહાર ગયેલો ટૂંડો બારણા સાથે અથડાયો...

કોઇ કશું સમજે એ પહેલાં આડેધડ ગોળીબાર ચાલુ થઇ ગયો... પૂરી ત્રણ મિનિટ સુધી સામસામે ગોળીબાર ચાલ્યો... કેટલીય ચીસોથી આખી શીપ ગાજી ઉઠી અને ફરી રોશની ઝળહળી... ઘણાબધા ઘાયલ અને મૃત શરીરોથી આખો રૂમ ભરાઇ ગયો હતો, પણ દાદા... એનું ક્યાંય નામોનિશાન નહોતું.

અજવાળું થતાં આદિ અને કેકેએ સામે જોયું. સબ ઇન્સ્પેક્ટર શીંદેએ બચાવટુકડી સાથે આખું ઓપરેશન પાર પાડ્યું હતું. કેકેએ તરતજ કેયૂર સામે જોયું. ના, એનો પંખો ફરતો નહોતો. એક રાહતની લાગણી ફરી વળી, પણ કાચ પર લાગેલું લોહી હજુ પણ ચિંતા કરવા માટે પૂરતું હતું. શિંદે સાથે આદિ અને કેકે પણ કેયૂર તરફ દોડી ગયા. એ બુલેટપ્રૂફ કાચની કેબીનનો દરવાજો ખોલવામાં લાગેલી વાર પણ સહન ન થતી હોય એમ કેકે એકદમ ઉતાવળો થઇ ગયો હતો. જેવો દરવાજો ખૂલ્યો એવો કેકે અંદર ધસી ગયો. આદિ પણ સાથેજ હતો. તેણે જોયું તો કેયૂરના શ્વાસ હજુ ચાલું હતા, પણ માથામાં ગંભીર ઇજા થઇ હતી. શિંદે અને આદિએ મળી કેયૂરને નીચે ઉતાર્યો. એને ત્યાંજ સૂવડાવી શિંદે કમાંડોવાળી કેબીન તરફ દોડી ગયો. એ બધાને મુક્ત તો કરી દેવાયા હતા, પણ બધા અર્ધબેહોશીની હાલતમાં હતા... ઇં. ડિસુઝા પણ! કદાચ એ કેબીનમાં કોઈ ગેસ પ્રસરેલો હતો, જેની અસરથી બધાની આવી હાલત થઇ હતી.

થોડીવાર સુધી રૂમની બહારથી પણ ગોળીબારનો અવાજ આવતો રહ્યો. અને ત્યારબાદ એકસાથે કેટલાય પગલાઓ ધસી આવતા સંભળાયા. એ મેડિકલ સ્ટાફ હતો. શિંદે બધી પૂર્વ તૈયારી સાથે જ ત્રાટક્યો હતો. કેટલાક લોકોને ત્યાંજ ફર્સ્ટ એઇડથી મદદ કરવામાં આવી તો સિરીયસ કેસ હોય એમને તાબડતોબ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા... કેયૂર અને રાગિણીને પણ..

***

"સર."

શિંદેએ પગ ઠોકી સેલ્યુટ કરી અને કમિશનર શર્માનાં ચહેરા પર સ્મિત ફરકી ગયું. કોન્ફરન્સ રૂમમાં અત્યારે કમિશનર શર્મા અને શિંદે બે જ હાજર હતાં. શર્માનાં હાથમાં એક ફાઇલ હતી અને ચહેરા પર આનંદ.

"વેલ ડન, માય બોય. યુ ડીડ ઈટ. "

"નો સર, વી ડીડ ઈટ. તમે મને છૂટો દોર ન આપ્યો હોત તો કદાચ આ ઓપરેશન સક્સેસફુલ ન રહ્યું હોત. "

શર્માએ ફાઇલ બંધ કરી તેના કવર પર હાથ ફેરવતા કહ્યું,

"ફાઇન. આ તો મેં વાંચી લીધું. પણ હવે મને એ જણાવ જે આમાં લખવાનું બાકી છે. આઇ વોન્ટ ટુ નો ઇચ એન્ડ એવરી ડિટેઇલ. "

"એક્ચ્યુઅલી સર, "

"ફર્સ્ટ રીલેક્ષ એન્ડ બી સીટેડ. ધેન ટેલ મી. "

શિંદેના ચહેરા પર પણ હળવું સ્મિત આવી ગયું. તે શર્માની બાજુની ખુરશી પર બેસી ગયો. ટેબલ પર પડેલી પાણીની બોટલ હાથમાં લઇ શર્મા સામે જોયું.

"મે આઇ? "

અને શર્માએ આંખોથીજ સંમતિ આપી. શિંદેએ પાણીની બોટલ મોઢે માંડી અને શર્માએ એક ઊંડો શ્વાસ લીધો. પોતાના ચહેરા પર ધસી આવતી ઉત્સુકતાને રોકવાની આ એમની અંતિમ કોશિશ હતી.

"વાત જાણે એમ છે કે, તમારી પરમિશન લીધા પછી હું સતત ઇં. ડીસુઝાના કોન્ટેક્ટમાં હતો. મિ. ખન્ના એન્ડ કંપની બાયરોડ ગયા હતા એટલે મારે પણ એમને ફોલો કરવા માટે બાયરોડ જવું પડ્યુ. એ લોકો અમારી ટીમ કરતા વહેલા પહોંચી ગયા. ડીસુઝા સરે પરફેક્ટ ગોઠવણ કરી રાખી હતી. અંધારું થતાંજ શીપ ફરતે કમાન્ડોઝની એક ટુકડી ગોઠવી દીધી હતી. બસ, ડીસુઝા સર પહોંચે એટલે એમની આગેવાનીમાં છાપો મારી ખેલ ખલ્લાસ કરવાનો હતો. "

"પરફેક્ટ. તો પછી બાજી કેમ પલટી ગઇ? "

" કિસ્મત, સર, કિસ્મત. મિ. કેયૂર ખન્નાને એ શીપ પર લઇ જતા મિ. ઇમરાને જોઈ લીધા હતા. એમણેજ મિ. ખન્નાને બાતમી આપી હતી. એટલેથી અટકી ગયા હોત તો સારું હતુ, પણ ના... આ જેમ્સ બોન્ડનો કીડો મગજમાં સળવળ સળવળ કરવા માંડ્યો તે મિ. ઈમરાન એ શીપ પાસે પહોંચી ગયા અને દાદાના હાથે ઝડપાઇ ગયા. ધેટ વોઝ ધ બીગેસ્ટ લૂ પોઈંટ. મિ. ઇમરાનને કારણે દાદા સતર્ક થઇ ગયો. પછી તો નાઇટ વિઝન બાઇનોક્યુલરની મદદથી તેણે શીપ ફરતે કમાન્ડોની હિલચાલ પકડી પાડી. કમાન્ડોઝ હજુ છાપો મારવાનો ઓર્ડર મળે એની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં ફેસ ટુ ફેસ ફાઇટિંગની સિચ્યુએશન ઊભી થઈ ગઈ. "

"સો વ્હોટ? આપણા કમાન્ડોઝ વેલ ટ્રેઇન્ડ હોય છે. "

"અફકોર્સ યસ, સર. બટ દાદાએ અહીં પણ ચાલ ચાલી. એક તો એની પાસે મેનપાવર વધારે હતો. બીજું કે એનો મેઇન ટાર્ગેટ ફાઇટીંગમાં મા'ત આપવાનો નહિ, પણ બધા કમાન્ડોઝને બેહોશીના ઇંજેક્શન આપી જીવતા જ ઝબ્બે કરવાનો હતો. એન્ડ હી સક્સેસફુલી ડીડ ઈટ. "

શિંદેએ કમિશનર શર્મા તરફ એક અર્થપૂર્ણ નજર નાંખી. એમના ચહેરા પર ભારોભાર ઉત્સુકતા હતી, પણ હવે એ કોઇ પણ સવાલ કર્યા વગર માત્ર સાંભળી રહ્યા હતા.

"કમાન્ડોઝને કંટ્રોલમાં લીધા પછી એ લોકોને કાચની એક નાનકડી કેબીનમાં રીતસર ઠૂંસી દીધા. એ કેબીનમાં એકદમ સ્લો પોઈઝનસ ગેસ પાસ થતો હતો, જેને કારણે મૃત્યુ ધીમા પગલે તેમની તરફ આગળ વધી રહ્યું હતું. "

"વ્હાય ગેસ? હી કુડ હેવ કીલ ધેમ ડાયરેક્ટલી... "

" દાદા, સર, દાદા.... એક વિકૃત ખોપડી. માણસને રીબાવી રીબાવીને મારવામાં એને કોઇ પાશવી આનંદ આવે છે. એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે. એની ઝપટમાં આવ્યો એ સામેથી મોતની ભીખ માંગે એટલો એને તડપાવે છે... નરક કરતાંય બદતર હાલત કરી દે છે સામેવાળાની... "

"ઓકે. ધેન? "

"ધેન, આપણા ડીસુઝા સર ત્યાં પહોંચ્યા ત્યાંસુધીમાં તો બાજી પલટાઇ ગઇ હતી. પછી સરેન્ડર થવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો. એમના હથિયાર, મોબાઇલ બધુંજ જપ્ત કરી લીધું હતુ. બસ, એક ચૂક થઇ ગઇ. "

"એન્ડ વ્હોટ્સ ધેટ? "

"ડીસુઝા સરને ઇંજેક્શન ન આપ્યું. વિચાર્યું હશે કે પેલી ગેસ ચેમ્બરમાં તો જાતેજ બહોશ થઇ જશે, પછી બેકારમાં એક ઇંજેક્શન વેસ્ટ કરવું! બસ, આ એક ચૂક બાજી પલટવા માટે કાફી હતી. ડીસુઝા સરે પોતાના શૂઝમાં એક એક્સ્ટ્રા નાનકડી રીવોલ્વર અને એક મોબાઇલ છુપાવી રાખ્યા હતા. એ રીવોલ્વરનું તો ગજું નહોતું ત્યારે, પણ એ મોબાઇલ કામમાં આવી ગયો. એમણે વિડિયો કોલ ચાલું કરી મને આખી પરિસ્થિતિનો અણસાર આપી દીધો. એ સમયે હું પણ એક બચાવટુકડી સાથે ત્યાં પહોંચી ગયેલો. એ વિડિયોને કારણે મને સ્ટ્રેટેજી બનાવવામાં ઘણી હેલ્પ મળી. "

શિંદેએ નોટિસ કર્યું કે શર્માની એક આઇબ્રો ઉંચે ખેંચાઈ ગઇ હતી. અને બીજી આંખ સ્હેજ ઝીણી થઇ ગઇ હતી. ઉત્કંઠાની આ પરાકાષ્ઠા હતી. શર્માએ હવે સવાલ પૂછવાનું સદંતર બંધ કરી દીધું હતું.

"મેં બચાવટુકડીને ત્રણ ભાગમાં ડીવાઇડ કરી દીધી. એક ટુકડી શીપ ફરતે ગોઠવી દીધી, બીજી ટુકડીએ આખો ફ્લોર કવર કરી લીધો અને ત્રીજી ટુકડીએ મારા અંડરમાં હુમલો કર્યો. અમારી બધાની પાસે નાઇટવિઝન ગ્લાસીસ હતા. અમે અંધારાનો ફાયદો મળે એ માટે પાવર કટ કરી દીધો. અને પછી ફાયરિંગ... એક્ઝેક્ટલી ત્રણ મીનીટ પછી લાઇટ્સ ઓન કરી, ત્યારે દાદા ત્યાંથી ગાયબ હતો. બટ મને મારી ટીમ પર ભરોસો હતો. બહાર આખો ફ્લોર અને પછી આખી શીપ કવર કરેલા હતા એટલે એના છટકવાનો કોઈ ચાન્સજ નહોતો. એન્ડ એઝ એક્સપેક્ટેડ, હી વોઝ શોટ ડેડ, ડાયરેક્ટલી ઇન ધ મીડલ ઓફ ફોરહેડ! "

"બટ, ખન્ના એન્ડ ફેમિલી? "

"યસ, મેં વિડિયોમાં જોયેલું કે એમાંથી કોઈ પોતાના પગ પર ઉભેલું નથી, બધા કોઈ ને કોઈ કારણસર જમીન સરસા થઇ ગયેલા હતા, એન્ડ અમે કમરથી ઉપરના ભાગમાં ફાયરીંગ કરતા હતા. યસ, રિસ્ક તો હતું જ, એ પણ બહુ મોટું... એ લોકોને કોઈ બુલેટ વાગી જાય તો? એટલેજ હું એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફને સાથે લઇ ગયો હતો. લકીલી એમાંથી કોઈને બુલેટ ન વાગી, પણ ધે ઓલ વર ઈન ક્રિટીકલ સિચ્યુએશન. મિ. કેયૂર હેડ વેરી સિરીયસ હેડ ઈન્જરી. હી ઈઝ ઈન આઇ.સી.યુ. રાઇટ નાઉ. ધેટ લેડી ઈઝ પ્રેગ્નન્ટ એન્ડ લોસ્ટ હર સેન્સીસ બીફોર વી રીચ. મિ. ખન્ના વોઝ અલ્સો વેરી વીક. મિ. ઇમરાન વોઝ ટોર્ચર્ડ વેરી બેડલી. એન્ડ ઓલ અવર કમાન્ડોઝ એન્ડ ડીસુઝા સર ઈનહેઈલ્ડ અ લાર્જ અમાઉન્ટ ઓફ ગેસ, સો થેન્ક ગોડ ધેટ આઇ વોઝ પ્રીપેર્ડ વીથ મેડિકલ સ્ટાફ. "

"ગ્રેટ. નાઉ, હાઉ ઈઝ કેયૂર? ગોટ એની ઇન્ફોર્મેશન ફ્રોમ હીમ? "

"નો સર. એ હજુ પણ બેહોશ જ છે. ડોક્ટર્સ ટ્રાઇ કરી રહ્યા છે, બટ ધે ડોન્ટ સી એની હોપ. "

" ફાઈન માય બોય. નાઉ આઇ હેવ અ ગુડ ન્યૂઝ ફોર યુ. હીયર ઈઝ યોર પ્રમોશન લેટર. યુ આર નાઉ એન ઈન્સ્પેકટર... ઈન્સ્પેક્ટર શિંદે. સાઉન્ડ્સ રિયલી નાઈસ. "

કમિશનર શર્માના હાથમાંથી પ્રમોશન લેટર લેતી વખતે શિંદેનો ચહેરો મલકી રહ્યો હતો, પણ મનમાં એક કશ્મકશ હતી કે રાગિણીની હકીકત શર્માને કહેવી કે નહી?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED