સપના અળવીતરાં ૨ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં ૨

“મે આઇ કમ ઇન, સર?”
         
અધખુલ્લા દરવાજામાંથી ડોકાઈને મેહરાએ ફરી ટકોરા માર્યા અને એ ટકોરા નો અવાજ કે.કે. ને ખેંચીને વર્તમાનમાં લઈ આવ્યો. કે.કે. ના મગજમાંથી ગઈ કાલનો દિવસ ભૂંસાતો જ નહોતો. એ રિપોર્ટ… અને…એ યુવતી…કોણ હશે? શું કામ રડતી હશે? આટલી રાત્રે એકલી ક્યાં ગઈ હશે?

 કે.કે. નું સૌથી મોટુ આશ્ચર્ય તો એ યુવતીના વર્તનને લઈને હતું. દરિયાકિનારે, મધ્યરાત્રિના સમયે, એકલી યુવતી આમ ડુસકા ભરી ભરીને રડે; અને પોતે સામેથી જઇને ઓળખાણ આપી, હાથ લંબાવ્યો, ભારે રડતી આંખો થી પોતાને જોતી જ રહી! કેટલું બધું હતું એ આંખોમાં? કેટલુ દર્દ, કેટલા સવાલો કેટલી ચિંતાઓ અને… થોડી ક્ષણો માટે સમય જાણે થંભી ગયો… અને પછી… સમય કરતાં પણ વધુ ઝડપે એ ત્યાંથી દોડી ગઈ.
        
અને પોતે, કે.કે. - ઓનર ઓફ કે.કે. ક્રિયેશન્સ-બસ જોતો જ રહ્યો. એની પાછળ પણ ન જઈ શક્યો કે. ઓળખાણ પણ ન મેળવી શક્યો!

***
 “હેલો કે. કે. નંબર વન. ” 

 “હેય કે કે નંબર ટુ. હાઉ આર યુ? ” 

“ઓહ, કમ ઓન બ્રો, જસ્ટ કોલ મી કેયુર ઓ.કે. આઇ લાઈક ફુલ નેઇમ. કેટલું ફાઇન નામ છે. કે…યુ…ર, કેયુર … સો સ્વીટ. આઇ સિમ્પલી ડોન્ટ લાઈક ટુ બી કોલ્ડ એઝ કે. કે. ઓર નંબર ટુ. ”

“યા, યા, નંબર ટુ થવાનું કોને ગમે? યુ સી, તારા કામમાં તો તું નંબર વન જ છે. પણ મારી સામે હંમેશા નંબર ટુ જ રહીશ. થેંક્સ ટુ મિ. એન્ડ મિસિસ કે. કે. ”

અને બંને ભાઇ હસી પડે છે. કૌશલ ની પહેલેથી આદત છે પોતાની જાતને કે. કે. તરીકે ઓળખાવવાની. અને મજાની વાત તો એ છે કે તેના ઘરમાં બધાનાં ઈનિશિયલ્સ કે. કે. જ થાય છે. મિ. કેદાર ખન્ના, મિસિસ કોકિલા ખન્ના અને તેમના બે સંતાનો - કૌશલ અને કેયુર. 

કેયુર ના જન્મ પછી બસ એક દિવસ રમતમાં આ વાત પર કૌશલ નું ધ્યાન ખેંચાયું અને ત્યારથી એને પોતાની જાતને કે. કે. કહેવડાવવાનું ઘેલું લાગ્યું. તે ક્યાંય પણ પોતાની ઓળખાણ કે. કે. તરીકે જ આપતો અને પછી પૂરૂં નામ બોલતો. 

સ્કૂલ લાઇફમાં તો આ બાબતે તે બીજાની મજાકનુ પાત્ર પણ બનતો. પણ યુવાનીમાં, તેના કોલેજ ફ્રેન્ડ્સ ને તો આ સ્ટાઈલ નું ઘેલું લગાડયું. અને કે. કે. ક્રિયેશન્સની લોન્ચ પાર્ટી મા તો તેની આ સ્ટાઈલ બધાને પ્રભાવિત કરી ગઈ. 

પણ કેયુર, તેને આ સ્ટાઇલ ન ગમી… પહેલેથી જ ન ગમી. નાનપણથી તે ખૂબજ મહત્વાકાંક્ષી… તેની માન્યતા હતી કે નાનું નામ તેની મહત્વાકાંક્ષાની મર્યાદા બાંધી દેશે, અને એમાંયે પાછળ લાગતું ‘નંબર ટુ ’ તેના કાનમાં ભોંકાતું હતું. તે પોતાની જાતને કેયુર તરીકે જ ઓળખાવવા માંગતો હતો… માત્ર કેયુર. નો કે. કે., નો નંબર ટુ, નોટ ઇવન ખન્ના.. ઓન્લી કેયુર. 

***

“બ્રો, આ આપણા સિંગાપુરવાળા પ્રોજેક્ટ ની ફાઇલ. ”

કેયુર સીધોજ કેબિનમાં દાખલ થઈને પ્રોજેક્ટ ની વાત કરવા માંડ્યો. અચાનક તેને મહેસૂસ થયું કે તેનો ભાઈ આજે કામની વાત ધ્યાનથી નથી સાંભળી રહ્યો. તેને સુખદ આશ્ચર્ય થયું. કે. કે. ના બરડામાં એક ધબ્બો મારી જ દીધો. 

“વ્હોટ હેપન્ડ, બ્રો? આજે મિસ્ટર ધ કે. કે. નુ ધ્યાન કામની વાત મા નથી! આખિર બાત ક્યા હૈ? ”

કે. કે. એ લાગલું જ પૂછી લીધું, 

“યાર કેયુર, તું છોકરીઓ વિશે કેટલું જાણે છે? ”

કેયુર ના કાન ચમક્યા. તેના મોઢામાંથી એક તીણી વ્હિસલ બહાર આવી ગઈ. 

“ધ ગ્રેટ કે. કે. આજે છોકરીઓ વિશે પૂછી રહ્યો છે! અનબિલિવેબલ! ”

 “કમ ઓન કેયુર… ”

અને કે. કે. એ કેયુર ને કાલ રાતની યુવતી વાળી વાત કહી. માત્ર તે યુવતીની જ વાત. 

“ઓહ, તો એમ વાત છે! બ્રો, આપણે એક કામ કરીએ. આજે પાછા સેઈમ પ્લેસ, સેઈમ ટાઈમ જઈએ. જો કાલે એનું રડવાનું પૂરું નહિ થયું હોય, તો કદાચ આજે પાછી રડવા માટે એ ત્યાં આવશે. ”

કેયુર આંખ મીંચકારીને હસી પડ્યો, પણ કે. કે. હજુ ગંભીર હતો. તેણે ખરેખર ત્યા જવાનો નિર્ણય લઈ લીધો. બસ, એક ચાન્સ લેવા ખાતર… 

“હે, બ્રો! પાછા ક્યા ખોવાઇ ગયા? ક્યાક ખરેખર જવાનું તો નથી વિચારતાને? ”

કેયુર ની વાત ને હસવામાં ઉડાવી દીધી કે. કે. એ, અને પ્રોજેક્ટ વિશે ચર્ચા ચાલુ થઈ. પણ કે. કે. રાત પડવાની રાહ જોવા માંડ્યો. 

રોજ જલ્દી પૂરા થઈ જતાં ઓફિસ અવર્સ આજે ખૂબ લાંબા ચાલ્યા. કે. કે. મહામહેનતે મન પર કાબુ રાખીને ઓફિસ વર્ક કર્યે જતો હતો. ત્યાંજ ફોનની રીંગ વાગી. કે. કે. એકદમ ઝબકી ગયો અને સામે પડેલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ની આખી રેન્જ તરફ જોવા માંડ્યો.