Varasdaar book and story is written by Ashwin Rawal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Varasdaar is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વારસદાર - નવલકથા
Ashwin Rawal
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
(વાચકમિત્રો... પ્રાયશ્ચિત પછીની મારી આ બીજી નવલકથા શરૂ કરી રહ્યો છું. પ્રાયશ્ચિતમાં એક અબજોપતિ કેતન સાવલિયાની વાત હતી. તો વારસદાર નવલકથામાં એક ગરીબ મધ્યમવર્ગીય યુવાન મંથન મહેતાની વાત છે. આશા છે કે આ નવલકથા પણ તમને જકડી રાખશે. એક પણ હપ્તો ચૂકશો નહીં. )
વારસદાર પ્રકરણ 1
મંથન એની રગશિયા ગાડા જેવી બેહાલ જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો હતો. જીવન જીવવામાં એને હવે કોઈ જ રસ રહ્યો નહોતો. કિસ્મત એની સાથે જાણે કે મજાક કરી રહ્યું હતું. એના તમામ મિત્રો ક્યાંથી ક્યાં આગળ નીકળી ગયા હતા જ્યારે આટલાં વર્ષો પછી પણ એ થાંભલાની જેમ ત્યાંનો ત્યાં જ ઊભો હતો. ના હવે જીવવું જ નથી !!!
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયરની ડિગ્રી મળી ત્યારે એ કેટલો બધો ખુશ હતો !! ટોપ રેન્ક આવ્યો હતો એનો. આજે છ છ વર્ષ વીતી ગયા પછી પણ વીસ પચીસ હજારથી વધારે પગાર કોઈ એને આપતું નહોતું.
મંથન ભણવામાં હોશિયાર હતો અને નોલેજ પણ ઘણું હતું. છતાં જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં એનું શોષણ જ થતું હતું. એનો વાંક એટલો જ હતો કે એ એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો. એની પાસે જો પૈસા હોત તો એ પોતે જ મોટો બિલ્ડર બની ગયો હોત ! એક આર્કિટેક્ટ જેટલી સૂઝબૂઝ એનામાં હતી.
(વાચકમિત્રો... પ્રાયશ્ચિત પછીની મારી આ બીજી નવલકથા શરૂ કરી રહ્યો છું. પ્રાયશ્ચિતમાં એક અબજોપતિ કેતન સાવલિયાની વાત હતી. તો વારસદાર નવલકથામાં એક ગરીબ મધ્યમવર્ગીય યુવાન મંથન મહેતાની વાત છે. આશા છે કે આ નવલકથા પણ તમને જકડી રાખશે. એક ...વધુ વાંચોહપ્તો ચૂકશો નહીં. ) વારસદાર પ્રકરણ 1 મંથન એની રગશિયા ગાડા જેવી બેહાલ જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો હતો. જીવન જીવવામાં એને હવે કોઈ જ રસ રહ્યો નહોતો. કિસ્મત એની સાથે જાણે કે મજાક કરી રહ્યું હતું. એના તમામ મિત્રો ક્યાંથી ક્યાં આગળ નીકળી ગયા હતા જ્યારે આટલાં વર્ષો પછી પણ એ થાંભલાની જેમ ત્યાંનો ત્યાં જ ઊભો હતો. ના
વારસદાર પ્રકરણ 2 એડવોકેટ ઝાલાના ફોનથી મંથન ઉત્તેજિત તો થઈ ગયો પરંતુ મંથનને પોતાના કાન ઉપર હજુ વિશ્વાસ આવતો ન હતો. આવું બની જ કઈ રીતે શકે ? પિતાની સંપત્તિનો પોતે વારસદાર કઈ રીતે હોઈ શકે ? પોતાની મા ...વધુ વાંચોહતી ત્યાં સુધી પિતાએ ક્યારેય પણ માનો સંપર્ક કર્યો ન હતો કે દીકરા તરીકે પોતાને પણ ક્યારેય યાદ કર્યો ન હતો ! અને હવે વીલ બનાવીને મને પોતાની સંપત્તિનો વારસદાર બનાવી દીધો !! એણે પોતાના વિચારોને બાજુમાં હડસેલી મૂક્યા અને પિતાના આત્માના કલ્યાણ માટે અસ્સીઘાટ ઉપર જઈને એક ઉંમરલાયક પંડિતનો સંપર્ક કર્યો. પોતાની પાસે અત્યારે વધારે રકમ તો હતી નહીં
વારસદાર પ્રકરણ-૩ " મારે આ એડ્રેસ ઉપર જવું છે. મને જરા ગાઈડ કરશો ? " અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રીક્ષા ઉભી રખાવીને વાડીગામ ભજીયા હાઉસની બાજુમાં ઊભેલા એક શિક્ષિત દેખાતા વડીલને એડવોકેટ ઝાલાએ ચિઠ્ઠી બતાવી. "અચ્છા તો તમારે પુનિત પોળ ...વધુ વાંચોજવું છે ! જુઓ આ સામે દેખાય ને એ જ પુનિત પોળ ! તમે અંદર જઈને પૂછી લેજો ને. કારણ કે પોળ તો મોટી છે અને હું એ પોળમાં નથી રહેતો. " વડીલ બોલ્યા. ઝાલા સાહેબે રીક્ષાવાળાને પૈસા ચૂકવી છૂટો કર્યો અને જરાક આગળ ચાલીને પુનિત પોળમાં પ્રવેશ કર્યો. થોડુક અંદર ચાલીને ચોક વટાવ્યા પછી એક મકાનની બહાર ચોકડીમાં બેસીને
વારસદાર પ્રકરણ 4 વિજયભાઈ મહેતાનો જન્મ મુંબઈના ભુલેશ્વરમાં થયેલો. મૂળ એમનો પરિવાર ઉત્તર ગુજરાતના વિસનગરનો વતની હતો. નોકરી અર્થે એમના પિતા રેવાશંકર મહેતા મુંબઈ આવેલા. એ જમાનામાં ઉત્તર ગુજરાતના ઘણા બ્રાહ્મણો મુંબઈમાં રસોઈયા તરીકે આવતા. કોઈ પેઢીઓમાં તો કોઈ ...વધુ વાંચોબંગલાઓમાં રસોઈયા તરીકે જોડાઈ જતા. રેવાશંકર મહેતા કાલબાદેવી રોડ ઉપર ચંપાગલીમાં કાપડની એક મોટી પેઢીમાં રસોઈયા હતા. મિલોના એ જમાનામાં મુંબઈમાં ખૂબ જ જાહોજલાલી હતી. કાલબાદેવીની એ ગલીઓ કાપડ માર્કેટનું હબ ગણાતી. આખા દેશમાંથી વેપારીઓ કાલબાદેવીના ક્લોથ માર્કેટમાં આવતા. આખુ માર્કેટ કાપડના અને યાર્નના દલાલોથી ઉભરાતું હતું. વિજય એક કિશોર તરીકે ખૂબ મહેનતુ અને મહત્વકાંક્ષી હતો. એને રસોઈ કરવામાં કે
વારસદાર પ્રકરણ - 5 ચેતનામાં જમી લીધા પછી મંથને રીક્ષા કરી અને ઝાલા અંકલને એમની હોટલ ઉપર ઉતારી રીક્ષા દરીયાપુર વાડીગામ તરફ લેવાનું કહ્યું. પુનિત પોળ પાસે રીક્ષા ઉભી રાખીને એણે ભાડું ચૂકવી દીધું. પોળમાં પ્રવેશ કર્યો તો એને ...વધુ વાંચોઘણી ચહલ-પહલ જોવા મળી. " અલ્યા મંથન તું ક્યાં ગયો હતો અત્યારમાં ? જા જલ્દી તોરલના ઘરે જા. આઇસ્ક્રીમ ખલાસ થઈ જશે. એની સગાઈ નક્કી થઈ ગઈ છે. એના ઘરે મહેમાનો આવેલા છે. પૈસાદાર છોકરો મળ્યો છે." સવિતાબેન બોલ્યાં. મંથનના માથે તો જાણે વીજળી પડી. તોરલની સગાઈ !! અને એ પણ આજે જ !! બે-ચાર દિવસ રાહ તો જોવી હતી