Prem - Nafrat book and story is written by Mital Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem - Nafrat is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ - નફરત - નવલકથા
Mital Thakkar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
ઘડિયાળમાં દસ વાગ્યાના ટકોરા પડ્યા અને આરવ હાથમાં પોતાની ખુલ્લી જીપની ચાવીને ઘૂમાવતો બહાર નીકળ્યો. આરવનો આ રોજનો નિયમિત ક્રમ હતો. એમબીએ થયેલા આરવને કોઇ કંપનીમાં નોકરીએ જવાની કે પોતાનો ધંધો શરૂ કરવાની જરૂર ન હતી. પિતા લખમલભાઇની મોબાઇલની પોતાની કંપની હતી. તેમની સાથે આરવથી મોટા બે પુત્રો જેમતેમ સ્નાતક સુધી ભણીને જોડાઇ ગયા હતા. આરવને ભણવું હતું. તેણે વિદેશ જઇને માર્કેટિંગમાં એમબીએ કર્યું હતું. પિતાએ એને એમબીએ કરવાને બદલે કંપનીમાં જોડાઇ જવા આગ્રહ કર્યો હતો. તે માન્યો ન હતો. તેણે વિશ્વાસ અપાવ્યો હતો અને વચન આપ્યું હતું કે એમબીએ કરીને તે પાછો ભારત આવશે અને આવશે ત્યારે તેની સાથે કોઇ ગોરી કે ભારતીય છોકરી નહીં હોય!
મિત્રો, મારી આ અગાઉની રાકેશ ઠક્કરની સાથે લખેલી સહિયારી નવલકથા 'રાજકારણની રાણી' ને આપના તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર! 'રાજકારણની રાણી' ના બીજા ભાગની શક્યતાઓ રાખવામાં આવી છે. આપની લાગણી એના ...વધુ વાંચોભાગ માટેની હોવાથી શક્ય બનશે તો આગામી સમયમાં એ લાવવાનો પણ પ્રયત્ન કરીશું. ફરી એક વખત એક યુવતીને કેન્દ્રમાં રાખીને નવી નવલકથા 'પ્રેમ-નફરત' મારા પતિ રાકેશ ઠક્કર સાથે સહિયારી લખી છે. એક યુવતીના પ્રેમ-સંઘર્ષ અને નફરત-બદલાની ભાવનાનું નિરૂપણ કરતી આ નવલકથા શરૂઆતથી જ આપને જકડી રાખશે. એમાં પ્રેમ અને નફરતના બંને પરિમાણ સતત દેખાશે. પ્રેમકથા સાથે રહસ્ય અને રોમાંચ અનુભવાશે.
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨ આરવ અજાણી યુવતીને લીફ્ટ આપવી કે નહીં એની અવઢવમાં હતો. વિદેશના કડવા અનુભવને વીસરીને તેણે સ્ત્રી દાક્ષિણ્ય બતાવવાનું નક્કી કર્યું. ...વધુ વાંચોવિચાર કરતો જોઇ એ મૂંઝવણમાં મૂકાઇ હતી. તેણે હવે ઇશારાથી પૂછ્યું કે હું અંદર બેસી જઉં કે નહીં. આરવ વિચારોને પડતા મૂકી એકદમ ઉત્સાહમાં આવીને બોલ્યો:'બેસ ને..." આરવને થયું કે એ વિચારમાં હતો એ દરમ્યાન તેણે પોતાના માટે બીજું કંઇ ધારી લીધું નહીં હોય ને? તે બેઠી એટલે જીપને ચાલાવતાં બોલ્યો:"હું તને ઓળખતો નથી એટલે લીફ્ટ આપવી કે નહીં એ વિચારતો હતો. પછી થયું કે તમારી આંખો નિર્દોષ લાગે છે! બાય ધ વે,
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩ આરવને હવે એ છોકરીને લિફ્ટ આપીને પસ્તાવો થવા સાથે ચિંતા થઇ રહી હતી. તે છોકરીથી ડરી ગયો ન હતો. તેનો ઇરાદો ખરાબ હશે તો ...વધુ વાંચોથશે એવો ડર ઊભો થયો હતો. પોતે છોકરીને ઉતારીને નજર રાખી એ સારું થયું. તે 'સુપર ફાસ્ટ મોબાઇલ' ની સાથે સંકળાયેલી હોવાનો ખ્યાલ આવી શક્યો. કિશોરકુમારના ગીતની ધૂનમાં નીકળી ગયો હોત તો આવું કંઇ વિચાર્યું ના હોત. આરવે પછી એમ વિચારીને મન મનાવ્યું કે પોતે બીજી ખાસ કોઇ માહીતી આપી નથી. તે ફરી ગીતનો અવાજ વધારીને જીપને હંકારવા લાગ્યો હતો. 'એક અજનબી હસીના સે યૂં મુલાકાત હો ગઇ' ગીત
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪ આરવને થયું કે પચીસથી વધારે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેતાં તેની રાત પડી જશે. અરજી કરનારા તમામ ચાલીસ ઉમેદવારો આવ્યા હોત તો ...વધુ વાંચોજ ઇન્ટરવ્યુ લઇ શક્યો હોત. તેણે નક્કી કર્યું કે જે ઉમેદવારની લાયકાત આઇ.ટી. ની જગ્યા માટે હોય એની જ સાથે વિગતવાર વાતચીત કરવાની. બિનજરૂરી સમયનો બગાડ કરવાનો નહીં. આરવે બપોર સુધીમાં ઇન્ટરવ્યુ પૂરા કરવાનું લક્ષ્યાંક નક્કી કરીને પહેલા ઉમેદવારને બોલાવવા પિયુનને જણાવ્યું. આરવે પોતાના મોનિટર પર ઇન્ટરવ્યુ માટે બેઠેલા ઉમેદવારોના રૂમના સીસીટીવી કેમેરોને ઝૂમ કરીને નજર નાખી. આવેલા ઉમેદવારોની યાદીમાં પાંચેક છોકરાના નામ હતા. છોકરીઓ વધારે હતી. પહેલી ઉમેદવાર નિત્યા આવી. આરવે તેના
પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫ આરવને એ યુવતીની આંખો જાદૂઇ લાગી. એના કાજળભર્યા નયનના કામણથી તે અંજાવા લાગ્યો હતો. તેણે જાતને સંભાળી. તે સતર્ક થઇને ...વધુ વાંચોઅરજીનો અભ્યાસ કરવા લાગ્યો. એક બુરખાધારી મહિલાએ આઇ.ટી. ની જગ્યા માટે અરજી કરી હતી અને એનું નામ રચના કુસુમબેન રેવાણી લખ્યું હતું. આરવે કંઇક વિચાર્યું અને એ બુરખાધારી મહિલાને પૂછ્યું:"આ જગ્યા માટે તમે પોતાને કયા કારણથી લાયક ગણો છો?' એ મહિલાએ આરવની આંખોમાં આંખો પરોવી કહ્યું:'હું મોબાઇલ વિશે ઘણી જાણકારી ધરાવું છું. મોબાઇલની નવી ટેકનોલોજીથી પરિચિત છું. મારા યોગદાનથી કંપનીને લાભ અને પ્રગતિ થઇ શકે છે...' આરવે આગળ પૂછ્યું:'તમારી પાસે કોઇ અનુભવ નથી.