પ્રેમ - નફરત - ૧૨૩ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૧૨૩

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨૩

રચના એક પછી એક આશ્ચર્ય અનુભવી રહી હતી. બાળકને વિદેશમાં જન્મ આપવાનો નિર્ણય લેવાઈ ગયો હતો. એને થયું કે પોતે મા બનવાની હોવાની વાત બહુ આગળ વધી ગઈ છે. હવે એનું રહસ્ય ખોલી જ નાખવું પડશે. પણ એ પહેલાં એ જાણવું પડશે કે વિદેશ શા માટે જઈ રહ્યા છે. તેણે એકસાથે અનેક સવાલ પૂછી નાખ્યા હતા.

આરવ શાંત જ હતો. એણે કહ્યું:રચના, આમ અચાનક બધું નક્કી કર્યું છે. પણ એ આપણાં સૌના હિતમાં હતું. તું મા બનવાની હોવાના સમાચાર મળ્યા હતા એ સાથે આપણી કંપની પર કાળા વાદળ ઘેરાઈ ગયા હતા. હવે આપણી મોબાઈલ કંપનીને પાછી ઊભી કરવાનું કામ મુશ્કેલ જ નહીં અશક્ય હતું. જેમતેમ રૂપિયાની વ્યવસ્થા કરીને લેણદારોને ચૂકવ્યા હતા. હવે આપણી કંપની પર કોઈ વિશ્વાસ કરી શકે એમ નથી. અહીંથી ઉચાળા ભરી જવામાં જ ભલાઈ છે. ભાઈઓએ બહુ કહ્યું કે અમે મદદ કરીશું. તમારી મોબાઈલ કંપની પાછી ઊભી કરીએ. સમય અને સંજોગ અનુકૂળ ના રહ્યા કે નસીબમા સફળતા ન હતી. બાકી તમે બંનેએ બહુ મહેનત કરી છે. રચનાએ કંપની પાછળ પોતાનું સમગ્ર આપી દીધું છે. પણ પપ્પાએ સૂચવ્યું કે તું હવે એકડે એકથી અહીં શરૂઆત કરે એના કરતાં વિદેશ ઉપડી જા. તારી પાસે ત્યાંની ડિગ્રી છે. પહેલાં નોકરી કરજે અને પછી એમાં ના ફાવે કે તો કોઈ સારો ધંધો મળી જાય તો એમાં ઝંપલાવજે. હવે અહીં તારો સમય અને બીજાનો પૈસો બગાડવાની જરૂર નથી. અહીં તારા ભણતરનો કોઈ ઉપયોગ થયો નથી. મને પપ્પાની વાત એકદમ સાચી લાગી. હું એમને મારા આદર્શ માનતો રહ્યો છું. આપણે મોબાઈલ કંપની ચાલુ કરી ત્યારે એમણે આપણી મરજી મુજબ બધું કરવા દીધું હતું. પણ આપણી ક્યાંક ભૂલ થઈ હશે એમાં કંપની ચાલી નહીં. હવે એ બધું ભૂલી જવું જોઈએ. એક નવી જ શરૂઆત કરીએ. મને આશા છે કે તું મારી હમસફર રહી છે અને આ નવી સફરમાં તારો એવો જ સાથ આપશે. હું નોકરી માટે વિદેશમાં જવાનું વિચારતો જ હતો ત્યાં તારા મા બનવાના સારા સમાચાર મળ્યા. એનાથી હું વધારે ખુશ થયો અને મને લાગ્યું કે અમારા કુટુંબમાં એક નવો જન્મ થઈ રહ્યો છે અને હું એક નવા જ ક્ષેત્રમાં જઈ રહ્યો છું. એક અઠવાડિયામાં આપણે વિદેશ જવાની પ્રક્રિયા પૂરી કરી લેવાની છે. મને ત્યાં એક કંપનીમાં સારી નોકરી મળી ગઈ છે. આપણે એક નવા જ જીવનની શરૂઆત કરીશું.

આરવ, તારી વાત સારી છે. પણ એ પહેલાં મારે મમ્મી સાથે ચર્ચા કરી લેવી જોઈએ. હું હમણાં જ એમને મળવા જાઉં છું. કહી રચના ઊભી થઈ ગઈ.

રચનાને એ વાતની નવાઈ લાગી કે એને આરવે રોકી નહીં અને ડ્રાઇવરને બોલાવી કારમાં મૂકી આવવા કહ્યું.

રચના મીતાબેનના બંગલા પર પહોંચી ત્યાં સુધીમાં આરવ વિશે જ વિચારતી રહી. એને એક તરફ આરવ પર દયા આવી રહી હતી.

મા, આરવે કંપનીને તાળું મારી દીધું છે અને મને વિદેશ લઈ જવા માગે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે હું મા બની રહી હોવાની ગેરસમજમાં એ લોકો જીવી રહ્યા છે. હવે હું એમને કેવી રીતે કહું કે મેં બાળક પડાવી નાખ્યું છે. રચનાએ ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ મીતાબેનને કહ્યું અને માથે હાથ મૂકી આભ તૂટી પડ્યું હોય એવી ચિંતા એના ચહેરા પર આવી ગઈ.

બેટા, તું મા બનવાની છે. આમ ચિંતા ના કર. એનાથી તારા પેટના બાળક પર અસર થશે. મીતાબેન લાગણીથી બોલ્યા.

મા, તું પણ એમની જેમ કહેવા લાગી? આ મજાક હવે બહુ થઈ ગઈ. હું મા બનવાની છું એ સાંભળીને કંટાળી ગઈ છું. રચના છંછેડાઈ.

બેટા, તું મા બનવાની છે એ વાત મજાક નથી. સત્ય છે. મીતાબેન માથા પર હાથ ફેરવતા બોલ્યા.

શું? મા, આ તું શું કહે છે?’ રચનાના સ્વરમાં નવાઈ સાથે ન જાણે કેમ એક ખુશી ઉભરીને આવી રહી હતી.

ક્રમશ: