Prem - Nafrat - 113 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૧૧૩

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧૩

રચનાને મીતાબેને બાળક પાડવાની પરવાનગી આપી દીધી એનું આશ્ચર્ય તો હતું પણ એ વાતનો આનંદ વધારે હતો કે એ એના મિશનમાં કેટલીક અડચણો સાથે સફળતાથી આગળ વધી રહી છે. પોતે મા બનવાની છે એનો આનંદ થોડી ક્ષણો દિલમાં જરૂર થયો હતો પણ પછી એના પર વેરની ભાવના હાવી થઈ ગઈ હતી. એ ડરી ગઈ હતી કે એનો બદલો અધૂરો રહી જશે. જે પરિવારને એ બરબાદ કરવા નીકળી છે એ આબાદ થઈ જશે. હવે એ મંઝિલની નજીક છે ત્યારે બાળકનું અવતરણ એના ધ્યેય પર પૂર્ણવિરામ મૂકી રહ્યું હતું.

રચના ઓપરેશન થિયેટરમાં ગઈ ત્યારે વિચારતી હતી કે એની અપેક્ષા કરતાં આ બાળકથી- લખમલભાઈના પરિવારના જન્મ લેનારા બાળકથી જલદી છૂટકારો મેળવી રહી છે. હવે એનું મિશન જેટ ગતિએ આગળ વધારવું પડશે. માત્ર એક-બે માહિનામાં જ એમના મોબાઇલના ધંધાનું અચ્યુતમ કરી દેવું પડશે. એમનું નસીબ થોડું સારું કહેવાય કે આ અડચણ આવી અને થોડા દિવસ વધી ગયા છે. બિચારો આરવ! એના પર થોડી દયા આવે છે. એને એના પરિવારના પાપના કારણે સહન કરવાનું આવશે. મારે પણ એ કારણે આ બાળકને જન્મ લેતા પહેલાં મારવાનું પાપ કરવું પડ્યું છે પણ એ એમના માથે જ લાગશે.

રચનાને ઓપરેશન બેડ પર સુવડાવવામાં આવી ત્યારે એણે જોયું કે ડૉક્ટરે મોં પર માસ્ક બાંધ્યું છે. એ એમનો ચહેરો જોઇ ના શકી કે એમના ચહેરા પરના ભાવ વાંચી ના શકી. પણ એમની આંખો જોઈને લાગ્યું કે આ ધંધો એમને ફાવી ગયો છે. વણજોઈતા બાળકોનો નિકાલ કરવાનું કામ એમના માટે ડાબા હાથનું બની ગયું હશે.

તે મનોમન એમનો આભાર વ્યક્ત કરતાં બોલી:સારું છે કે તમે મળી ગયા. બાકી અમારા માટે આવું કોઈ શોધવાનું મુશ્કેલ હતું. ખાસ કરીને આરવ કે એના પરિવારથી છુપાવીને બાળક પડાવવાનું કામ અઘરું જ હતું. તમે અમારી વહારે ધાયા છો. હું તમને એનું ઈનામ જરૂર આપીશ! પાછળથી ડૉક્ટરને વિશેષ ભેટ આપવાનું નક્કી કરી રચનાએ આંખો બંધ કરી દીધી.

ઓપરેશન પૂરું થયા પછી રચના બહાર આવી ત્યારે એના દિલમાં થોડી ગ્લાનિ હતી. એને એક અફસોસ કોરી રહ્યો કે કોઈએ કરેલા પાપનો બદલો લેવા પોતે પણ પાપ કરી બેઠી છે. પણ યુધ્ધના મેદાનમાં કોણ સગાં અને કોણ વહાલાં એ વિચારવાનો સમય હોતો નથી. એના દિલ પર મગજ હાવી થઈ ગયું અને હવે પછી એમની – એટલે કે આરવની કંપનીના જહાજમાં છેલ્લો ખીલો ક્યાં અને કેવી રીતે મારવો એનું આયોજન ઘડવા લાગી.

ઓપરેશન થયા પછી ડૉક્ટરે રચનાને રૂમમાં આરામ કરવા મોકલી આપી હતી. ત્યાં થોડીવાર પછી મીતાબેન આવ્યા અને કહ્યું:કોઈ તકલીફ તો નથી ને?’

ના. મને તો લાગે છે કે તનથી જ નહીં મનથી પણ હળવીફુલ થઈ ગઈ છું! રચનાને થયું કે એક જ દિવસમાં એ બાળકથી છૂટકારો મેળવીને હતી એવી જ થઈ ગઈ છે.

પણ ડૉક્ટરે બે દિવસ આરામ કરવાની સલાહ આપી છે. અને થોડા દિવસ શરીરમાં અસહજ લાગી શકે છે. એટલે કંઇ થાય તો ચિંતા ના કરીશ. આ ગોળીઓ લેતી રહેજે... કહી મીતાબેન રચનાના ચહેરા પરની ખુશી જોઈ રહ્યા. એમને થયું કે બાળક પડાવી નાખવાની એની વેદના એણે આ ચહેરા પાછળ છુપાવી લાગે છે.

મોડી સાંજે મીતાબેન રચનાને લઈને ઘરે આવી ગયા.

રચનાએ આરવને ફોન કરી દીધો કે તેની તબિયત સુધરી રહી છે. બે દિવસ માના ઘરે જ આરામ કરીને આવી જશે. હમણાં કોઈને કંઇ કહેતા નહીં. આરવે એની ખબર કાઢવા આવવાનો આગ્રહ કર્યો પણ પોતે અત્યારે સૂઈ જવાની છે એટલે આવતીકાલે આવવાનું કહી એને ટાળી દીધો.

બીજી તરફ મીતાબેન પોતાના રૂમમાં જઇ ફરી કોઈ સાથે ખાનગીમાં ધીમા અવાજે વાત કરી રહ્યા હતા.

રચના આંખો બંધ કરીને કંપનીને આડા પાટે કેવી રીતે લઈ જવી એના વિચારમાં હતી ત્યારે મંદ અવાજ કાને આવ્યો:રચના...

રચનાને થયું કે આરવના અવાજના કાનમાં પડઘા પડી રહ્યા છે. એને છેતર્યો છે એનો અફસોસ છે પણ બીજો કોઈ રસ્તો ન હતો.

ફરીથી રચના... રચના... નો અવાજ આવ્યો એટલે એણે આંખો ખોલીને જોયું તો આરવ એના ચહેરા સામે જ ઝુકીને ઊભો હતો.

રચના ચમકીને બેઠી થવા ગઈ:આરવ, અહીંયા? અચાનક?’

તું ના પાડે પણ મારું દિલ ઝાલ્યું રહે ખરું? કેમ છે હવે?’ કહી એને પાછી સુવડાવી દીધી.

સારું છે. તને કહ્યું હતું ને કે અશક્તિ આવી ગઈ હતી... રચનાએ બહાનું આગળ ચલાવ્યું.

હા. કહ્યા પછી આરવની નજર બેડની બાજુના ટેબલ પર પડેલા દવાના પત્તાઓ પર ગઈ અને એણે રિપોર્ટની ફાઇલ પણ ઉઠાવી અને જોવા લાગ્યો.

રચના હલબલી ગઈ. માએ દવા અને રિપોર્ટની ફાઇલ અહીં રાખવાની જરૂર ન હતી. આરવ હોશિયાર છે રિપોર્ટ અને દવા પરથી એને ખબર પડી જશે કે...

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED