પ્રેમ - નફરત - ૯૯ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૯૯

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૯૯

આરવ સાથે વાત કર્યા પછી રચના લખમલભાઇના પરિવાર અને એમની કંપનીઓને કેવી રીતે ઝટકો આપવો એના વિચારમાં લાગી ગઈ. એ મનોમન મુસ્કુરાઈ કે એમનું આખું સામ્રાજ્ય ધીમે ધીમે તૂટી જશે પછી ખ્યાલ આવશે કે પોતે કેટલા નાદાન હતા! આરવ તો મારા પ્રેમમાં પાગલ જેવો થઈને ભેરવાઈ ગયો પણ લખમલભાઇ જેવા અનુભવી અને ધંધાના ખેલાડી પણ બહુ જલદી ક્લીન બોલ્ડ થઈ રહ્યા છે!

રચના, શું વિચારે છે?’ મીતાબેને એને ઝકઝોળી.

મા, આપણી લખમલભાઇના પરિવાર સાથેની લડાઈ અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. બસ એક જ એવો પ્લાન બનાવવાનો છે જેનાથી આરવની જ નહીં એના ભાઇઓની કંપનીના પણ શટર પડી જાય. મને લાગે છે કે લખમલભાઇ સામે ચાલીને આપણાંને તક આપી રહ્યા છે. હવે એમને જ મહોરું બનાવીને એમના છોકરાઓને બરબાદ કરી દેવા છે. હું કશુંક એવું વિચારી રહી છું જેનાથી એ લોકો પોતાના પગ પર જ કુહાડી મારી દે... રચના હવે પોતાની છેલ્લી બાજી રમવાનું આયોજન વિચારી રહી હતી.

બેટા, એ બધું તો ઠીક છે હવે પણ લખમલભાઇ આવતીકાલે આવીને તારા પિતા વિષે શું કહેવાના હશે? આટલા વર્ષો પછી એમની પાસે કઈ વાત હશે?’ મીતાબેનની રણજીતલાલ વિષે જાણવાની ઉત્સુકતા વધી રહી હતી.

એ તો એ જ જાણે મા. કહી રચના પોતાના આયોજનને આખરી ઓપ આપવા પોતાના રૂમમાં જતી રહી.

વહેલી સવારે મીતાબેનની ઊંઘ ઊડી ગઈ. લખમલભાઇના આવવાની આતુરતાથી રાહ જોવા લાગ્યા. રચના પણ વહેલી ઊઠીને લખમલભાઇની પ્રતિક્ષા કરવા લાગી.

સવા નવ વાગે લખમલભાઇની કાર બંગલા પાસે આવી ગઈ. એ અંદર આવ્યા અને બંને મા- દીકરીના કાન એમની વાત સાંભળવા તરસી રહ્યા.

એમને આવકાર આપ્યા પછી ચા-કોફી માટે પૂછ્યું ત્યારે એમણે ચોખ્ખી ના પાડી દીધી અને જે વાત કરવા આવ્યા છે એ કહેવા પરવાનગી માંગી.

વેવાઈ, વાત શી છે? અમે રણજીતલાલ વિષે જાણવા આતુર છીએ. મને તો રાત્રે સરખી ઊંઘ આવી નથી... મીતાબેન સાચું બોલી ગયા.

હું પણ તમને રણજીતલાલની વાત કહેવા ઉત્સુક છું. કહી લખમલભાઇએ રચના સામે જોયું અને બોલ્યા:બેટા, તું તો બહુ નાની હતી એટલે તને બહુ ખબર નહીં હોય પણ તારા પિતા બહુ મહેનતુ હતા. અમારી કંપની માટે એમણે ઘણું કામ કર્યું હતું. હું તમારા બંનેનો અહેસાનમંદ છું કે તમારી સાથે મારા પરિવારને જોડાવાનું સૌભાગ્ય મળ્યું.

પપ્પા, એ બહુ મહેનતુ જ નહીં ઈમાનદાર પણ હતા. માએ મને એમના સદગુણો વિષે કહ્યું ત્યારે થયું કે આટલા સારા માણસનો આવો કરૂણ અંત કેમ આવી ગયો હશે? એમણે કોઈનું બૂરું કર્યું તો ઠીક ઇચ્છયું પણ ન હતું. તો એમને કોણે અને કેમ માર માર્યો હશે? કોના કહેવાથી એમને માર પડ્યો હશે? એમણે એ મારને લીધે જ જીવ ગુમાવ્યો હતો. રચનાએ જાણી જોઈને પિતાના મૃત્યુની વાત જ પહેલાં ઉખેડી.

બેટા, મૃત્યુ તો જ્યારે લખાયું હોય ત્યારે જ થાય છે. પણ એમનું જે મૃત્યુ થયું એ સ્વીકારી શકાય એવું ન હતું. એમની એટલી ઉંમર ન હતી અને એમણે પૂર્વજન્મમાં પણ પુણ્ય જ કર્યા હોય શકે. એમના જેવા કર્મચારી મળવા એ અમારી કંપની માટે ગૌરવની વાત હતી. મેં જ એમને મજુરમાંથી મુકાદમ બનાવ્યા હતા. એમનું અકાળ મોત મને પણ હચમચાવી ગયું હતું. મેં ઘણી તપાસ કરી પણ મને એનું સાચું કારણ જાણવા મળ્યું ન હતું... લખમલભાઇએ લાગણીભર્યા અવાજે કહ્યું.

રણજીતલાલ પછી દેવનાથભાઈનું મોત થયું એ પણ અકુદરતી હતું... મીતાબેન એમ કહેવા માગતા હતા કે રણજીતલાલની જેમ જ એમને પતાવી દેવામાં આવ્યા હતા.

દેવનાથભાઈ? એ કોણ હતા? એમને રણજીતલાલ સાથે શું સંબંધ હતો?’ લખમલભાઇ નવાઈથી પૂછવા લાગ્યા.

મીતાબેન અને રચના એકબીજા સામે જોવા લાગ્યા ત્યારે લખમલભાઇને થયું કે કોણ દેવનાથભાઈ વિષે કહેશે એનો વિચાર કરી રહ્યા છે. ત્યારે બંને એમ વિચારીને એકબીજા સામે જોઈ રહ્યા હતા કે રણજીતલાલ પછી તરત જ દેવનાથભાઈનું અકસ્માતમાં મોત થયું હતું એનાથી કેવા અજાણ બની રહ્યા છે. આખરે એમનો ઇરાદો શું છે?

ક્રમશ: