Prem - Nafrat - 109 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૧૦૯

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦૯

રચનાની તબિયત અચાનક લથડી હતી એ જાણી આરવ ગમગીન થઈ ગયો હતો. તે રચનાની તબિયતના સમાચાર જાણવા તડપી રહ્યો હોય એમ ડૉક્ટરની કેબિનની બહાર આંટા મારી રહ્યો હતો. મીતાબેને હમણાં ઘરે કોઈને જાણ ન કરવા આરવને જણાવ્યું હતું. લખમલભાઈ અને પરિવાર ખોટી ચિંતા કરશે એમ કહી આરવને અટકાવ્યો હતો. રચના ભાનમાં આવી ગયાનું જોયા પછી આરવને પણ લાગ્યું હતું કે એને શું થયું છે એ જાણ્યા પછી જ બધાને ખબર આપવી જોઈએ.

રચના પોતે મા બનવાની હતી એ સમાચાર જાણ્યા પછી ન જાણે કેમ ખુશી અનુભવી શકી ન હતી. એ આરવ સાથે પરિવાર વધારવા માગતી ન હતી. એ તો એનાથી અને એના પરિવારથી અલગ થવા માગતી હતી. હવે શું કરવું? એમ વિચારતી રચનાએ એકદમ નિર્ણય લઈ લીધો:મારે હમણાં મા બનવું નથી. અને ડૉક્ટરને વિનંતીના સૂરમાં કહ્યું:ડૉક્ટર મેડમ, મારી એક અરજ છે કે હું મા બનવાની છું એ વાતની મારા પરિવારને તમે જાણ ના કરશો.

કેમ? તમારા લગ્ન થયા નથી...?’ રચનાએ વાત છુપાવવા કહ્યું એમ લાગ્યું અને એ ખુશ દેખાતી ન હતી એ જોઈ ડૉક્ટર કલ્પના કરીને સારવાર ચાલુ રાખી શંકા વ્યક્ત કરી રહ્યા.

ના-ના મેડમ... એવું નથી. હું પરિણીત છું... રચના ખોટું હસીને વાત બનાવવા લાગી:અસલમાં હું ઘરે જઈને આખા પરિવારને એકસાથે આ ખુશખબર આપવા માંગુ છું... મારે અત્યારે રોકાવું પડશે કે...? અને મને આમ ચક્કર કેમ આવ્યા?’

હં... ઠીક છે. તમારે રોકાવાની જરૂર નથી. પણ હવે ગાયનેકોલોજિસ્ટ પાસે તમારું નામ નોંધાવી આગળની સારવાર શરૂ કરાવી દેજો. માં બનવાનું તો ખરું જ પણ તમને થોડી નબળાઈને કારણે પણ ચક્કર આવ્યા હતા. હું દવાઓ લખી આપું છું... કહી ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખતાં બોલ્યા:હું તો કંઇ કહીશ નહીં પણ આ પેપર્સ પર બધી વિગત છે એટલે એમને ખબર પડી શકે છે...

એ હું સંભાળી લઇશ... રચનાએ હમણાં ખબર આપવામાંથી બચી ગઈ અને આગળના પગલા માટે સમય મળ્યો એથી ખુશ થઈને કહ્યું.

ડૉક્ટરે નર્સને બોલાવી બહાર બેઠેલા રચનાના પરિવારને અંદર આવવા કહ્યું અને એ હોસ્પિટલમા વિઝિટ માટે નીકળી ગયાં. જેથી એના પરિવારને પોતે કોઈ જવાબ આપવો ના પડે.

નર્સ બોલાવવા આવી એટલે આરવ તો દોડતો અંદર પ્રવેશી ગયો. રચનાને સ્વસ્થ અને ખુશહાલ જોઈ એને હાશ થઈ. પાછળ આવેલા મીતાબેન એના માથા પર હાથ મૂકી પૂછવા લાગ્યા:સારું છે ને? શું થયું હતું?’

મા, કોઈ ખાસ ચિંતા કરવા જેવી વાત નથી. મને નબળાઈને કારણે ચક્કર આવી ગયાં હતા. એક ઇન્જેકશન આપ્યું છે. એમણે ઓઆરએસ પણ પીવડાવ્યું છે. હું થોડા કલાકમાં સ્વસ્થ થઈ જઈશ... ચાલો ઘરે જઈએ. આરવ, હમણાં બે દિવસ મારે આરામ કરવાનો છે. મારી મમ્મીને ત્યાં છોડી દઇશ?’ રચના પરાણે હસીને બોલી.

હા, પણ લાવ હું દવાઓ લઈ આવું... કહી આરવ એના હાથમાંથી કાગળ લેવા ગયો.

કોઈ દવા લેવાની નથી... કહી રચનાએ હળવેથી કાગળ પકડી રાખી આપ્યો નહીં.

ચાલો નીકળીએ?’ આરવે પૂછ્યું.

હા, સરકારી હોસ્પિટલ છે એટલે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. ફક્ત તમે નોંધણી કરાવી આવો... રચના ઊભી થતાં બોલી.

રસ્તામાં આરવે પોતાના ઘરે આવી જવા કહ્યું પણ રચનાએ ઇશારાથી માને કહી દીધું હતું કે આપણાં ઘરે જ જવું પડે એમ છે. ત્યારે મીતાબેનને ધ્રાસ્કો પડ્યો હતો. પણ એમણે આરવને સમજાવી દીધો અને હમણાં લખમલભાઈને કે કોઈને પણ તબિયત બગડી હતી એ વાત ન કરવા સમજાવ્યો.

આરવે એમની વાત સ્વીકારી લીધી.

થોડીવાર બેસીને આરવ ગયો એ પછી મીતાબેન પૂછવા લાગ્યા:તને ખરેખર શું થયું હતું?’

મા, હું મા બનવાની છું... એમ કહેતી વખતે રચનાના અવાજમાં ખુશી ન હતી કે ચહેરા પર શરમના શેરડા પડતાં ના જોયા એટલે મીતાબેન ચિંતામાં પૂછવા લાગ્યા:આ ખુશખબર તે આરવકુમારથી કેમ છુપાવી?’

કેમકે હું મા બનવા માગતી નથી. આ બાળકને પડાવી નાખવા માગું છું. મારા દુશ્મન રહેલા પરિવારના અંશને હું ઉછેરવા માગતી નથી... રચનાના અવાજમાં દ્રઢ નિર્ણય હતો.

શું...?’ મીતાબેનનો અવાજ ફાટી ગયો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED