Prem - Nafrat - 68 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૬૮

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૮

આરવને કલ્પના ન હતી કે લગ્નનું સુખ આટલું જલદી માણવા મળશે! આરવ લગ્ન પછી રચનાની પરિસ્થિતિને સ્વીકારીને સહયોગ આપી રહ્યો હતો. રચનાએ એક વખત કહ્યા પછી એણે ક્યારેય લગ્નસુખ માટે જીદ કરી ન હતી કે દબાણ કર્યું ન હતું. એ લગ્નસુખના દિવસની શરૂઆત થવાની રાહ જોઇ રહ્યો હતો. દુબઇ આવ્યો ત્યારે એકલતા કનડતી હતી. એક કુંવારા વિદેશી બિઝનેસમેન સાથે જ્યારે મુલાકાત થઇ ત્યારે એણે હમણાં જ લગ્ન કરીને એકલા આવેલા આરવને દુબઇમાં થાઇ મસાજ બહુ મશહૂર હોવાનું કહી લાભ લેવા કહ્યું હતું. આરવને ખબર હતી કે એનો ઇશારો શું છે. આરવ દુબઇ આવીને આવી બધી જ બાબતોથી દૂર રહ્યો હતો. આજે રચનાએ અચાનક આવીને એને ખુશ કરી દીધો હતો. રચનાએ આગમન સાથે જ એને સુહાગ રાતનો વૈભવ આપ્યો એનાથી આરવ આફરિન થઇ ગયો હતો. અહીં આવ્યા પછી એને થતું હતું કે આ લગ્નસુખ માટે હજુ કેટલું તડપવું પડશે એનો અંદાજ આવતો નથી. પણ રચનાએ બહુ જલદી એને પોતાનું સર્વસ્વ સોંપી દીધું હતું.

એક કલાક પછી આરવ જ્યારે રચના સાથેના પ્રેમ અને અભૂતપૂર્વ આનંદની યાત્રા કરીને બેઠો ત્યારે એના તન-મનમાં એક નવી જ સ્ફૂર્તિ હતી. રચનાએ એને ફરી એક વખત ભેટીને પૂછ્યું:'કેવી રહી યાત્રા?'

'બહુ સરસ! અકલ્પનીય! યાદગાર! ફરીથી યાત્રાની ઇચ્છા જગાવે એવી!' આરવ નવા નવા શબ્દોથી એના પ્રેમને નવાજતો રહ્યો.

રચનાને થયું કે આરવ ખુશ થયો છે. મતલબ કે તેનું તીર નિશાન પર લાગ્યું છે. માછલીને તડપાવ્યા પછી એને પાણીનું મહત્વ વધારે સમજાય છે. એ પાણીની ઋણી બની જાય છે. આરવને કલ્પના ન હતી એવી સરપ્રાઇઝ આપીને પોતાનો આગળનો રસ્તો સરળ કરી દીધો છે. આરવને કલ્પના નથી કે ભારત જઇને એ કેવો ધડાકો કરવાની છે. હવે એ આ શરીરના લપેટામાં આવી ગયો છે એટલે એની જબાન બંધ રહેશે. એણે મારી ઘણી વાતો સ્વીકારવી પડશે. હું જે ઘડીની રાહ જોઇ રહી છું એ હવે એકદમ નજીક આવી રહી છે. મંઝીલ ઘણી વખત નજીક લાગતી હોય છે પણ ત્યાં સુધી પહોંચવામાં ક્યારેક વધારે સમય લાગે છે.

રચનાએ પોતાના વસ્ત્રો પહેર્યા અને કહ્યું:'આપણે જમવાનું અહીં જ મંગાવી લઇ વાતો કરીએ!'

આરવે સંમતિ આપી ત્યારે રચનાને થયું કે હવે એની દરેક વાતમાં સંમતિ જ સમજવાની છે. પૂછવાની તો ઔપચારિકતા જ કરવાની છે. એની મોબાઇલ કંપની વિશેનો એક નિર્ણય પણ આ રીતે જ જાહેર કરવાનો છે.

બંને તૈયાર થઇ ગયા ત્યાં સુધીમાં જમવાનું આવી ગયું.

આરવ રચનાના આગમનથી નવાઇમાં હતો. એણે એવી રીતે સરપ્રાઇઝ આપી હતી કે પોતે ચોંકી ગયો હતો. તેણે પોતાની ઉત્સુક્તા વ્યક્ત કરી દીધી:'તું આવી એ બહુ ગમ્યું. અને જે ઇરાદાથી આવી એ તો વર્ણવી ના શકાય એવો આનંદ આપી ગયો! આમ અચાનક તેં કેવી રીતે બધું નક્કી કરી લીધું?'

રચના એની ખુશીનો પડઘો પાડતાં બોલી:'તારી જેમ હું પણ પ્રેમ અગનમાં તડપી રહી હતી. સંજોગ અને પરિસ્થિતિએ આપણું મિલન અટકાવી દીધું હતું. પરંતુ મારી અરજ ભગવાને સાંભળી લીધી... મમ્મીને કેન્સરમાંથી મુક્તિ મળી ગઇ છે. એ સ્વસ્થ હોવાના રિપોર્ટ આવી ગયા છે!'

આરવ આનંદિત થઇ બોલી ઊઠ્યો:'સરસ! બહુ સારા સમાચાર તેં આપ્યા છે. હું પછી આપણા ઘરે પણ જણાવી દઇશ. મમ્મીને પછી ફોન કરીએ...'

'હા, અમને પણ અપેક્ષા ન હતી કે આટલી જલદી ફરક પડી જશે. ભગવાને અમારી સામું જોયું છે.' રચના ભાવુક થવાનો અભિનય કરી રહી. પછી મનમાં જ બોલી:'તને ખબર નથી કે ભગવાનને મેં એવી પ્રાર્થના કરી હતી કે મારા પિતાના હત્યારાને સજા મળવી જોઇએ. અને એ માટે હું બહુ આગળ વધી ચૂકી છું. ચંદ દિવસની જ એમાં વાર છે.'

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED